"મારા પપ્પા "
ઘરના આંગણે ઊભુ એક વૃક્ષ ઘટાદાર,
છાંયો આપે નિશબ્દ, એ મારા વ્હાલા પપ્પા.
સૂરજ જેવા કઠોર દેખાય બહારથી,
અંદરથી ચાંદ જેવી મમતા ધરાવે મારા પપ્પા.
પોતાના સપના શાંતિથી ખિસ્સામાં મૂકી ને,
અમારા સપનાઓને પાંખ આપવા રાત દિવસ દોડતા મારા પપ્પા.
પગમાં કાંટા ચુંભતા હોવા છતાં ખભે બેસાડીને દુનિયા બતાવે મારા પપ્પા.
હાથમાં કઠિન મહેનતની રેખાઓ,પણ આંખોમાં ગર્વનું અજવાળું બોલે ઓછું, કરે વધારે મારા પપ્પા.
જ્યારે થાકી જાઉં જીવનની દોડમાં,પાછળથી અવાજ આવે ધીમો —
“હિંમત રાખ, હું છું તારી સાથે જ છું,”
આમ મજબૂત બની સદાય સાથે ઊભા રહે મારા પપ્પા.
માતા પ્રેમનો દરિયો હશે,પણ પ્રેમનું ઊંચુ આકાશ છે મારા પપ્પા.
શબ્દોમાં ઓછા દેખાય,પણ લાગણીઓમાં અનંત છે મારા પપ્પા.
મારા દરેક કદમ પાછળ,તેમની પ્રાર્થનાઓનો સાથ છે.
મારા દરેક સપનાઓમાં,મારા પપ્પાનો વિશ્વાસ છે.
મારી દરેક સફળતા પાછળ મારા પપ્પાના આશીર્વાદ છે.
મારા દરેક શ્વાસ અને ધબકારમાં મારા પપ્પા નો જ પ્રાણ છે.