"આપણો સંબંધ"
શબ્દ માત્ર નથી આપણો સંબંધ,
માત્ર નામની ડોર નથી આપણો સંબંધ.
શ્વાસ જેવી નાજુક વસ્તુ આપણો સંબંધ,
લાગણીનો શોર નથી વિશ્વાસ નો દોર આપણો સંબંધ.
ક્યારેક આંખોમાં બોલે છે આપણો સંબંધ,
ક્યારેક મૌનમાં મહેંકે આપણો સંબંધ.
ક્યારેક હાથ પકડીને ચાલે આપણો સંબંધ,
સદાય અંતરમાં વસતો આપણો સંબંધ.
એકમેકના જીવનનો સાચો સહારો આપણો સંબંધ,
થાકેલા મનનો છાંયો આપણો સંબંધ.
બોલ્યા વગર સમજાઈ એ આપણો સંબંધ,
દૂર રહીને પણ નજીક લાગે એ આપણો સંબંધ.
ક્યારેક રિસાવું, ક્યારેક હાસ્યથી મહેંકે આપણો સંબંધ,
ક્યારેક આંસુ વહેતા પણ ટકી રહેતો આપણો સંબંધ
જેમાં “હું” નહીં," તું " નથી “આપણુ ” રહેતું તે જ આપણો સંબંધ .