Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘરમાં હતો સાવ સૂનકાર ત્યાં તો ચકલી આવી
તૂટી ગઈ વિચાર ભરમાર ત્યાં તો ચકલી આવી

ચીં ચીં કરી આખું ઘર જાણે કે એણે માથે લીધું
ઘરમાં ભમ્યા કરે વારંવાર ત્યાં તો ચકલી આવી

આ એ જ ચકલી છે જે ‌મારી ફળીના ઝાડની
લૈ આવી બચ્ચાં વણજાર ત્યાં તો ચકલી આવી.

મને સ્ફુર્યો વિચાર "શું આ ઘર મારું એકલાનું જ"?
પંખી પણ બનાવે આધાર ત્યાં તો ચકલી આવી

ને મને યાદ આવી સુતા નાનકી ચકીસંગ રમતી,
હતું બંનેમાં હેત અપાર ત્યાં તો ચકલી આવી.

- ચૈતન્ય જોષી 'દિપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 112019515
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now