ક્યારેક કવિના હૃદયને મળી જુઓ.
ને ધબકારા એના સાંભળી જુઓ.
ગાતું હૃદય ધરાવે છે કવિ મહાશય,
ક્યારેક લાગણીને સમજી જુઓ.
વહેતી ગંગા સમું ઉર છે એનું સદા,
ક્યારેક શબ્દો દ્વારા માણી જુઓ.
તમને ભોળું બાળક યાદ આવશેને,
એના દૈવતને કદી પીછાણી જુઓ.
શારદા વસી હશે એના શબ્દોમાં,
આવા કવિત્વને બિરદાવી જુઓ.
-ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.