કોઈપણ વ્યક્તિની આંખે વિશ્વાસની પટ્ટી બાંધી
એને અંધારામાં તો રાખી શકાય છે, પરંતુ જ્યારે
એ વ્યક્તિ સાથે વિશ્વાસઘાત થાય છે ત્યારે આપોઆપ
એ પટ્ટીની સાથે-સાથે એની આંખો પણ ઊઘડી જતી હોય છે, ને પછી આજ સુધી એ વ્યક્તિ
વિશ્વાસના જે અંધારામાં હતો,
એનાથી અનેક ઘણો અંધકાર....
વિશ્વાસઘાત કરનારની જીંદગીમાં વ્યાપી જાય છે.
અને આ બીજા કોઈનો નહીં, કુદરતનો નિયમ છે,
ને એનાથી બચવું અશક્ય છે.
- Shailesh Joshi