You say either and I say either,
પુરુષ:
તમે કહો 'આમ' ને હું કહું 'તેમ',
સ્ત્રી:
તમે કહો 'કેમ' ને હું કહું 'એમ';
બંને સાથે:
આમ... તેમ... કેમ... એમ..😂
હાલને હવે, આ બધું માંડી વાળીએ!
પુરુષ:
તમને ભાવે ટામેટા ને મને ભાવે ટમાટા,
સ્ત્રી:
તમને ભાવે બટાકા ને મને ભાવે બટેટા;
બંને સાથે:
ટામેટા... ટમાટા... બટાકા... બટેટા...
હાલને હવે, આ બધું માંડી વાળીએ!
સ્ત્રી:
પણ અરે બાપલીયા...
જો આપણે નોખા પડશું,
તો તો મારું હૈયું સાવ ભાંગી જાશે!
પુરુષ:
એટલે તને ગમે હસવું ને મને ગમે ખડખડાટ,
તો હું મારું હસવું મૂકીને તારો રાખીશ ખડખડાટ;
સ્ત્રી:
આપણું ભેગા રહેવું જ બરાબર છે,
બંને સાથે:
તો હાલને વાલા... આ બધું માંડી નથી વાળવું!🤣😂
ગુજરાતી કાવ્યાનુવાદ: હીના (Heena)
You say either and I say either,
(Lyricist): આઇરા ગર્શવિન (Ira Gershwin)