આ રચના સંપૂર્ણપણે કાલ્પનિક છે જેનો જીવિત કે મૃત તથા કોઈપણ ઘટના, ધર્મ, પ્રદેશ સાથે સંબંધ નથી. જો કોઈ સામ્યતા જણાય તો એ સંયોગ માત્ર છે. **************** ડિસેમ્બરની હાડ થીજવી દેતી ઠંડક પેરિસની ગલીઓને સૂમસામ કરી બેઠી હતી એવામાં હિટર ઓન હોવાં છતાં Champ de Mars નામક એપાર્ટમેન્ટમાં પોતાના ૧૪૭૦ ચો. ફૂટ નાં આલીશાન, આધુનિક સુવિધાઓથી સજ્જ બૅડરૂમમાં સૂતેલાં એ ૨૫ વર્ષનાં સુદ્રઢ બાંધો ધરાવતા સુંદર નવયુવાનને પરસેવો વળી રહ્યો હતો. એ સ્વપ્ન જોઈ રહ્યો હતો અને સ્વપ્નમાં એને કોઈ રહસ્યમય અવાજ પોકારી રહ્યો હતો. એ ઝબકીને જાગી ગયો. એનાં શ્વાસોશ્વાસની ગતિ અને ધમણની માફ્ક ઉપર-નીચે થતી છાતી રેલાતા પ્રસ્વેદ બિંદુઓને દિશા આપી રહી હતી. એણે ટૅબલલેમ્પ ચાલું કરી આખાં રૂમમાં બધે નજર ફેરવી પણ કોઈ ન દેખાયું. રૂમમાં કોઈ નથી એમ ખાતરી થતાં એ નવયુવાન સૂકાયેલા ગળાને ભીનું કરવા સાઈડ ટેબલ પર પડેલી ક્રિસ્ટલની બોટલમાંથી પાણી ગ્લાસમાં ભરી એક જ ઘૂંટડે ગટગટાવી ગયો.
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 1
અસ્વિકરણ:આ રચના સંપૂર્ણપણે કાલ્પનિક છે જેનો જીવિત કે મૃત તથા કોઈપણ ઘટના, ધર્મ, પ્રદેશ સાથે સંબંધ નથી. જો કોઈ જણાય તો એ સંયોગ માત્ર છે.****************ડિસેમ્બરની હાડ થીજવી દેતી ઠંડક પેરિસની ગલીઓને સૂમસામ કરી બેઠી હતી એવામાં હિટર ઓન હોવાં છતાં Champ de Mars નામક એપાર્ટમેન્ટમાં પોતાના ૧૪૭૦ ચો. ફૂટ નાં આલીશાન, આધુનિક સુવિધાઓથી સજ્જ બૅડરૂમમાં સૂતેલાં એ ૨૫ વર્ષનાં સુદ્રઢ બાંધો ધરાવતા સુંદર નવયુવાનને પરસેવો વળી રહ્યો હતો. એ સ્વપ્ન જોઈ રહ્યો હતો અને સ્વપ્નમાં એને કોઈ રહસ્યમય અવાજ પોકારી રહ્યો હતો. એ ઝબકીને જાગી ગયો. એનાં શ્વાસોશ્વાસની ગતિ અને ધમણની માફ્ક ઉપર-નીચે થતી છાતી રેલાતા પ્રસ્વેદ બિંદુઓને દિશા ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 2
"નથી લીધો રસ્તો, ન જાવું એ તરફ મારે,છતાં દર વળાંકે સામે, એ જ રસ્તો આવે,ખબર નથી પડતી પ્રારબ્ધે શો રચ્યો છે!નથી જોઈતી તોય મંઝિલ શોધતી મને આવે."- મૃગતૃષ્ણાપોર્શે પેરિસના રસ્તાઓ પર સરકતી રહી, અને સમય પોતાના વિચારોમાં ખોવાયેલો હતો. એફિલ ટાવરની જેમ જ એના મનમાં પણ પ્રશ્નો ઉંચા ને ઉંચા થઈ રહ્યા હતા. દાદુ, વ્યોમ રૉય, બાજુમાં બેસીને બહારના દ્રશ્યો નિહાળી રહ્યા હતા, પણ એમનું ધ્યાન સમયના ચહેરા પર વારંવાર છવાતી ગડમથલ પર જ હતું."આપણે પહોંચી ગયા," સૅમે ગાડી પાર્ક કરતાં કહ્યું. એમની સામે એક જુનવાણી, પથ્થરોથી બનેલું, શાંત દેખાતું ચર્ચ હતું. એનું સ્થાપત્ય ગોથિક શૈલીનું હતું, અને એની ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 3
"ન શોધું તોય, કોણ જાણે કેમ અણધાર્યુ મળે છે!ન માગું તોય સામેથી વણમાગ્યુ મળે છે."- મૃગતૃષ્ણાડબ્બી એનાં ખિસ્સામાં હતી, એનો સ્પર્શ હજી પણ એના આંગળા પર અનુભવાતો હતો, જાણે કોઈ જીવંત વસ્તુ હોય.શુટિંગના બાકીના ભાગમાં સૅમનું મન ભમતું રહ્યું. એ કેમેરા સામે હતો, સૂચનાઓનું પાલન કરતો હતો, પણ એનું ધ્યાન વારંવાર ખિસ્સામાં રહેલી પેલી ડબ્બી અને ચાવી તરફ જતું હતું. "રૉય પરિવાર સાથે જોડાયેલું... એક જૂનું રહસ્ય... એક અધૂરી શોધ." દાદુના શબ્દો એના મનમાં પડઘાતા રહ્યા.એણે ક્યારેય પોતાના પરિવારના ભૂતકાળ વિશે ઊંડાણપૂર્વક વિચાર્યું નહોતું. દાદુએ એના મમ્મી-પપ્પાના અકાળે અવસાન વિશે વાત કરી હતી, પણ એ સિવાય પરિવારના ઇતિહાસ વિશે ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 4
"જિંદગી તારી થપાટોનો સષાટો ક્યાંક દુઃખ ભર્યો તો ક્યાંક સુખરૂપ,રોમાંચક તો ખરી જ તું અને પાછી બહુરૂપ."- મૃગતૃષ્ણા_____________________૪. ડાયરીનું ધ્રુજતા હાથે ડાયરીનું પહેલું પાનું ખોલ્યું. એના પિતા, આદિત્ય રૉયના સુઘડ અને મરોડદાર અક્ષરો એની નજર સામે ઉપસી આવ્યા. તારીખ આજથી લગભગ સત્તર વર્ષ પહેલાંની હતી. સૅમ ત્યારે માંડ આઠ વર્ષનો હશે. એણે વાંચવાનું શરૂ કર્યું, દરેક શબ્દ એના મનમાં ઊંડો ઉતરતો ગયો."પ્રિય ડાયરી, આજે ફરી એ જ સ્વપ્ન... એ જ પોકાર. હવે તો જાણે એ મારા અસ્તિત્વનો એક ભાગ બની ગયો છે. ઓરોબોરોસનું પ્રતીક મને ઘેરી વળે છે, અને કોઈક અજાણી શક્તિ મને ખેંચી રહી છે. પપ્પા (વ્યોમ રૉય) ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 5
"નક્કી આ પ્રારબ્ધ જ છે,જ્યાં કેડી નથી ત્યાં રસ્તા ખૂલે છે,ઘનઘોરમાં પણ ભાનુ ઉગે છે.માત્ર ધગશ ને વિશ્વાસ જરૂરી જો હામ હોય તો પથ્થરમાય ફૂલો ખીલે છે."- મૃગતૃષ્ણા ____________________૫. લુવ્ર મ્યુઝિયમબીજી સવારનો સૂર્ય પેરિસ પર એની સોનેરી આભા પાથરી રહ્યો હતો, પણ સૅમ અને વ્યોમ રૉયના મનમાં એક અજંપાભરી ઉત્તેજના હતી. નાસ્તો પણ માંડ ગળે ઉતર્યો. એમના મનમાં ગઈ રાત્રે વાંચેલી ડાયરીના શબ્દો અને લુવ્ર મ્યુઝિયમમાં છુપાયેલા રહસ્યના વિચારો ઘુમરાઈ રહ્યા હતા."આપણે કયા સમયે નીકળીશું?" સૅમે પૂછ્યું, એનો અવાજ સામાન્ય કરતાં થોડો વધુ ગંભીર હતો."મ્યુઝિયમ ખૂલતાંની સાથે જ. ભીડ ઓછી હશે, અને આપણે શાંતિથી આપણું કામ કરી શકીશું," વ્યોમ ...Read More
રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 6
"ક્યારેક અંધાર તો ક્યારેક પ્રકાશમય છે.આ જિંદગીનાં રસ્તા કેટલાં રહસ્યમય છે.તાગ મેળવવો અઘરો કંઈકેટલાંય ભય છે.અદ્રશ્ય રહી દ્રશ્ય થતાં સમય છે."- મૃગતૃષ્ણા_____________________૬. સર્પ વીંટીરાત્રિના અંધકારમાં, Champ de Mars એપાર્ટમેન્ટનો સ્ટડી રૂમ જાણે કોઈ રહસ્યમય પ્રયોગશાળામાં ફેરવાઈ ગયો હતો. ટેબલ પર પિતાની ડાયરી, લુવ્રમાંથી મળેલો ચર્મપત્ર, ચાંદીની ડબ્બી, પેલી જૂની ચાવી અને સર્પ આકારની વીંટી – આ બધી વસ્તુઓ એક અદ્રશ્ય કડીથી જોડાયેલી હતી, જે સૅમને એના પરિવારના ભૂતકાળ અને એક પ્રાચીન રહસ્ય તરફ દોરી રહી હતી."સર્પની આંખો જ્યાં પથ્થરના રક્ષકને જુએ છે..." વ્યોમ રૉય આ પંક્તિ વારંવાર મનમાં બોલી રહ્યા હતા."પેરિસમાં પથ્થરના રક્ષકો તો ઘણા છે. નોત્રે ડેમના ગાર્ગોઈલ્સ, ...Read More