મિસ્ટર બીટકોઈન

(2)
  • 2.3k
  • 0
  • 744

આ નોવેલના તમામ પાત્રો અને ઘટના કાલ્પનિક છે અને અમુક સ્થળો પણ કાલ્પનીક છે.આ નવલકથામાં આવતી દરેક વાતો અને વિચારો લેખકના પોતાના છે,અહીં કોઈને ફાયનસીયલ ઇન્વેસ્ટની સલાહ અપાઈ નથી,આ નવલકથા ફક્ત મનોરંજન માટે છે. 3 સપ્ટેમ્બર,2021 આકાશના એ તારા ઘણું કહી રહ્યા હતા,પોતાના ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવી રાખ્યા હતા.તે પૃથ્વી પર થતી દરેક ઘટનાના સાક્ષી હતા તે આજે રુદ્રને એકાંકી હોવાનું ભાન કરાવી રહ્યા હતા.તે ગાર્ડનના બાંકડે એકલો જ બેઠો હતો.હા દિયા તેની બાજુમાં બેઠી હતી,પણ એક ખાલીપો અંદરથી લાગી રહ્યો હતો.કંઈક ખૂટતું હતું,કઈક ઓછપ હતી.જિંદગીમાં કઈક અધૂરાઈ જણાતી હતી.તે રુદ્રની માટે નવાઈની વાત હતી કેમ કે તે ખૂબ અચલ વ્યક્તિત્વ ધરાવતો માણસ હતો.

1

મિસ્ટર બીટકોઈન - 1

પ્રકરણ 1 આ નોવેલના તમામ પાત્રો અને ઘટના કાલ્પનિક છે અને અમુક સ્થળો પણ કાલ્પનીક છે.આ નવલકથામાં આવતી દરેક અને વિચારો લેખકના પોતાના છે,અહીં કોઈને ફાયનસીયલ ઇન્વેસ્ટની સલાહ અપાઈ નથી,આ નવલકથા ફક્ત મનોરંજન માટે છે.3 સપ્ટેમ્બર,2021 આકાશના એ તારા ઘણું કહી રહ્યા હતા,પોતાના ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવી રાખ્યા હતા.તે પૃથ્વી પર થતી દરેક ઘટનાના સાક્ષી હતા તે આજે રુદ્રને એકાંકી હોવાનું ભાન કરાવી રહ્યા હતા.તે ગાર્ડનના બાંકડે એકલો જ બેઠો હતો.હા દિયા તેની બાજુમાં બેઠી હતી,પણ એક ખાલીપો અંદરથી લાગી રહ્યો હતો.કંઈક ખૂટતું હતું,કઈક ઓછપ હતી.જિંદગીમાં કઈક અધૂરાઈ જણાતી હતી.તે રુદ્રની માટે નવાઈની વાત હતી કેમ કે તે ખૂબ ...Read More

2

મિસ્ટર બીટકોઈન - 2

પ્રકરણ 2 "હેય ગુડ મોર્નિંગ રુદ્ર" અવિનાશે રૂમમાં પ્રવેશતા કહ્યું,તે સ્નાન કરીને અત્યારે જ રૂમમાં પ્રવેશ્યો હતો. "ગુડ મોર્નિંગ અવિ" રુદ્રએ જે બૂક વાંચી રહ્યો હતો તેમાંથી નજર ઉંચી કરી કહ્યું.તે નાહી ધોહીને ક્યારનો તૈયાર થઈ ગયો હતો. "શુ કેમેસ્ટ્રી વાચી રહ્યો છું?" અવિનાશે તેના કપડાં પહેરતા કહ્યું. "અરે નહિ નહિ! આટલી સવારમાં જો હું કેમેસ્ટ્રી વાંચીશ તો મારા મગજમાં કેમિકલ લોચા થઈ જશે,તેના અણવીય,સંયોજક અને ધાત્વિય બોન્ડ વચ્ચે મારા બોન્ડ બગડી જશે અને તેના મિથેન,ઈથેન,પ્રોપેન,બ્યુટેન,પેન્ટનના કાર્બન હાઇડ્રોજન યાદ કરવામાં મારુ ગણિત ગોટે ચડી જશે" રુદ્રએ એકશ્વાસે કહ્યું. ...Read More

3

મિસ્ટર બીટકોઈન - 3

પ્રકરણ 3 દિયા અને રુદ્ર બન્ને ગાર્ડનમાં બેઠા હતા.ત્રણ ચાર મહિનામાં એમની દોસ્તી ખૂબ મજબૂત ગઈ હતી.રુદ્ર જ્યારે પહેલીવાર બેય કલાસીસમાં આવ્યો ત્યારે તે દિયાને ઓળખતો નહોતો.જ્યારે પહેલા દિવસે એક સરે હોબી પૂછી ત્યારે રુદ્રએ સ્ટોકમાર્કેટ કહ્યું હતું,ત્યારે બધાને નવાઈ લાગી હતી પણ સૌથી વધુ નવાઈ તો દિયાને લાગી હતી.તેનો શરૂઆતી પ્લાન તો એક બિઝનેસ કરવાનો જ હતો પણ તેને રુદ્રની જેમ જ સ્ટોકમાર્કેટ પ્રત્યે ગજબનું આકર્ષણ હતું.તે હંમેશા કોઈને કોઈ કંપનીની બેલેંસ શીટ, કવાર્ટરલી રિઝલ્ટ અને ચાર્ટ્સ વગેરે જોયા કરતી.કલાસ પૂરો થયા બાદ દિયા રુદ્રને મળી હતી.રુદ્રને એ વાત જાણીને આશ્ચર્ય થયું હતું કે ...Read More

4

મિસ્ટર બીટકોઈન - 4

પ્રકરણ 4 રુદ્ર જ્યારે કપડાં બદલીને સ્કૂલ પહોંચ્યો ત્યારે ઓલરેડી દસેક મિનિટ મોડું થઈ ગયું એક આરાધના મેમનો બાયોલોજીનો લેક્ચર ચાલુ હતો.તેના નસીબ સારા હતા કે મેડમે કોઈ પણ જાતના સવાલ વગર તેને બેસવા દીધો.તેનું મન અત્યારે ભણવા તરફ બિલકુલ નહોતું લાગી રહ્યું.મેડમ અત્યારે એનિમલ કિંગડમ ભણાવી રહ્યા હતા અને રુદ્રનું મગજ ચકરાવે ચડ્યું હતું.તેને આજ જેટલી હાડમારી ક્યારેય નહોતી ભોગવી એવું નહોતું,પરંતુ આજે તેને કઇક અલગ જ બેચેની થતી હતી.તે આ ભાગતી દુનિયા અને કોન્ક્રીટના જંગલોને છોડી કોઈ સાપુતારા,ગીર કે પંચમઢી જેવા હિલસ્ટેશન પર જઈ બાહો ફેલાવીને ઉભેલી પ્રકૃતિને ભેટવા માંગતો હતો.તે કલાકો સુધી ...Read More

5

મિસ્ટર બીટકોઈન - 5

પ્રકરણ 5 "મારા પપ્પાને પણ એમને તો ખુદને નથી ખબર" રુદ્રએ કહ્યું. રુદ્રનો ગુસ્સો હવે આશ્ચર્યમા ફેરવાયો "હા મને થોડીવાર પહેલા જ મયંકે વાતવાતમાં કહ્યું હતું,અને મને લાગ્યું કે તારા પપ્પાને જાણવું જરૂરી છે.જો ભાઈ એક વાત કહું મને કોઈ ફરક નથી પડતો કે તું જુગાર રમે કે સટ્ટો,પણ ગૃહપતિ તરીકે મારી ફરજ છે કે તમારા ભવિષ્યને લગતી તમામ વાતો તમારા વાલીને કરું. તારા પપ્પા ખૂબ ગુસ્સામાં છે લે વાત કર"કહી મહેન્દ્રએ ફોન ડાયલ કરી તેને આપ્યો. "હાલો પપ્પા"રુદ્રએ સહેજ કાપતા અવાજે કહ્યું.તે જાણતો હતો કે તેના પપ્પાને આ વાતની જાણ થવાનો ...Read More