અધૂરાશમાં પૂર્ણતા: એક રૂહાની સફર

(1)
  • 162
  • 0
  • 924

આ દુનિયામાં દરેક પ્રેમકહાની લગ્નના મંડપ સુધી નથી પહોંચતી, અને કદાચ એટલે જ એ અમર બની જતી હોય છે. આ વાર્તા એક એવી સ્ત્રીની છે જેણે જીવનના અંધકારમાં પોતાનું અસ્તિત્વ ગુમાવી દીધું હતું, પણ પછી તેના જીવનમાં એક 'ઉજાસ' આવ્યો—એક એવો માણસ જેણે તેને પ્રેમ કરતા પહેલા તેની જાત સાથે પ્રેમ કરતા શીખવ્યું. આ વાર્તામાં કોઈ ફરિયાદ નથી, કોઈ વિરહનો આક્રોશ નથી. અહીં તો માત્ર એક શિષ્યાનો પોતાના આદર્શ પ્રત્યેનો એવો નિઃસ્વાર્થ પ્રેમ છે, જે કોઈ પણ બંધન વગર વહે છે. ઘણી વાર આપણે કોઈને પામી નથી શકતા, પણ તેમને ચાહવાનો હક તો ઈશ્વર પણ આપણી પાસેથી છીનવી નથી શકતો.

1

અધૂરાશમાં પૂર્ણતા: એક રૂહાની સફર - ભાગ 1

આ દુનિયામાં દરેક પ્રેમકહાની લગ્નના મંડપ સુધી નથી પહોંચતી, અને કદાચ એટલે જ એ અમર બની જતી હોય છે. વાર્તા એક એવી સ્ત્રીની છે જેણે જીવનના અંધકારમાં પોતાનું અસ્તિત્વ ગુમાવી દીધું હતું, પણ પછી તેના જીવનમાં એક 'ઉજાસ' આવ્યો—એક એવો માણસ જેણે તેને પ્રેમ કરતા પહેલા તેની જાત સાથે પ્રેમ કરતા શીખવ્યું. આ વાર્તામાં કોઈ ફરિયાદ નથી, કોઈ વિરહનો આક્રોશ નથી. અહીં તો માત્ર એક શિષ્યાનો પોતાના આદર્શ પ્રત્યેનો એવો નિઃસ્વાર્થ પ્રેમ છે, જે કોઈ પણ બંધન વગર વહે છે. ઘણી વાર આપણે કોઈને પામી નથી શકતા, પણ તેમને ચાહવાનો હક તો ઈશ્વર પણ આપણી પાસેથી છીનવી ...Read More

2

અધૂરાશમાં પૂર્ણતા: એક રૂહાની સફર - ભાગ 2

સમય ક્યારેય કોઈની પ્રતીક્ષા નથી કરતો, પણ જ્યારે હૃદયમાં કોઈ ખાસ વ્યક્તિ માટે જગ્યા બની જાય, ત્યારે એ સમયની પણ બદલાઈ જતી હોય છે. કાવ્યા અને આર્યન સર વચ્ચેની વાતચીત હવે માત્ર હાય-હેલો પૂરતી મર્યાદિત નહોતી રહી. ઓફિસમાં ન્યૂઝ લખતી વખતે પણ કાવ્યાના મનનો એક હિસ્સો સતત આર્યન સરના વિચારોમાં પરોવાયેલો રહેતો. કાવ્યા માટે આર્યન સર માત્ર એક પ્રોફેસર નહોતા રહ્યા, પણ એક એવો કિનારો બની ગયા હતા જ્યાં તે પોતાનું આખું આકાશ ઠાલવી શકતી. એક સાંજે, જ્યારે ઓફિસમાં કામનો બોજ થોડો ઓછો હતો, કાવ્યા બારી પાસે બેસીને બહાર પડતા આછલા વરસાદને જોઈ રહી હતી. તેને અચાનક એવું લાગ્યું ...Read More

3

અધૂરાશમાં પૂર્ણતા: એક રૂહાની સફર - ભાગ 3

આર્યન સર રાજકોટ જવા રવાના થયા અને તે ક્ષણથી જ કાવ્યાના જીવનમાં એક અજીબ ખાલીપો વ્યાપી ગયો. ભલે તેઓ થોડા જ દિવસો માટે ગયા હતા, પણ કાવ્યા માટે એ એક-એક પળ પહાડ જેવી ભારી લાગતી હતી. અત્યાર સુધી તો એવું હતું કે ભલે વાત ના થાય, પણ એવો સંતોષ હતો કે સર આ જ શહેરમાં છે, નજીક છે. પણ હવે એવું લાગતું હતું કે તેના અસ્તિત્વનો એક હિસ્સો તેનાથી સેંકડો કિલોમીટર દૂર જતો રહ્યો છે. રાજકોટ ગયા પછી પહેલા બે દિવસ તો સાવ શાંતિમાં વીત્યા. કાવ્યા સતત તેનો ફોન ચેક કરતી. ઓફિસમાં બ્રેકિંગ ન્યૂઝ લખતી વખતે પણ તેની નજર ...Read More

4

અધૂરાશમાં પૂર્ણતા: એક રૂહાની સફર - ભાગ 4

આર્યન સર રાજકોટથી પરત આવી ગયા હતા, પણ કાવ્યાના મનમાં હજુ પણ પેલો 'હાલો' શબ્દ ગુંજતો હતો. ઓફિસમાં કામ વખતે પણ તે વારંવાર પોતાના ફોનને જોતી. સર સાથેની એ ટૂંકી વાતચીતે તેનામાં એક નવો આત્મવિશ્વાસ ભરી દીધો હતો. તેને હવે એ વાતનો સ્વીકાર થઈ ગયો હતો કે આર્યન સર તેના નસીબમાં ભલે ના હોય, પણ તેના અસ્તિત્વના કોઈક ખૂણે તેમનો કાયમી વસવાટ થઈ ગયો છે. એક રાત્રે, આખા દિવસના કામના થાક પછી કાવ્યા ઘરે આવી. આખું ઘર શાંત હતું, બસ બારીની બહારથી આવતો પવનનો સરસરાટ સંભળાતો હતો. કાવ્યાને થયું કે આજે તે પોતાના મનની એ લાગણીઓને શબ્દો આપે જે ...Read More