Nandini.... Ek Premkatha - 16 in Gujarati Love Stories by Asha Kavad books and stories PDF | નંદિની...એક પ્રેમકથા - ભાગ 16

Featured Books
Categories
Share

નંદિની...એક પ્રેમકથા - ભાગ 16

( આગળ નાં ભાગમાં આપણે જોયું કે... શૌર્ય અને નંદિની ની ડીલ સફળ રહી...બંને એકજ મોલ મા શોપિંગ માટે આવ્યા છે હવે આગળ...)

   

એક સ્કાય બ્લૂ કલરનું ગાઉન શો રૂમમા ટાંગેલો હતો. એ કલર જોઈ નંદિની ની આંખો ચમકી ઉઠી. સ્કાય બ્લૂ તેનો મનગમતો રંગ હતો. નંદિની ની નજર એક સ્કાય બ્લુ કલર ના ગાઉન પર પડી. અહીં શૌર્ય ની નજર પણ એક ગાઉન પર પડે છે. અને આશ્ચર્યની વાત એ છે કે એ પણ સ્કાય બ્લૂ કલરનું જ હોય છે. 

બંને એ ડ્રેસ તરફ આગળ વધી રહ્યા છે. જેમ બંને ગાઉન સુધી પહોંચે છે, બંનેના મુખ પરથી એકસાથે અવાજ નીકળે:
"એક્સક્યુઝ મી, મેમ..."

બંનેની એકબીજા સામે નજર મળી. બંને આશ્ચર્યથી એકબીજાને જોઈ રહ્યાં છે. ક્ષણભરમાં જાણે સમય અટકી જાય. નંદિની ને જોતાજ શૌર્ય લાલઘૂમ થઈ ગયો. નંદિની શૌર્ય ને જોઈ ચુપ રહી. જાણે શૌર્યની હાજરીને એ અવગણવા માંગતી હોય.

નંદિની (શાંત અવાજમાં):
"આ ડ્રેસ બતાવો તો."
(શોરૂમની સ્ટાફ તરત ગાઉન નીચે ઉતારી નંદિનીને બતાવે છે.)

શૌર્ય થોડો અચકાય છે, પણ પછી બોલી પડે:
શૌર્ય (અલપ ગુસ્સાથી): 'સ્ક્યુઝમી' આ ડ્રેસ પહેલા મેં જોયો હતો. એટલે આ ડ્રેસ પહેલા હું જોઈશ.

(નંદિની હળવો હાસ્ય કરે છે.)
"હા હા, બિલકુલ... તમે પહેલા ટ્રાય કરો. જો તમારા પર શોભે, તો લેવો પણ તમારો અધિકાર છે."
એટલામાં સ્ટાફ પણ નરમ મજાકમાં હસી પડે.

શૌર્ય એને મજાક માને કે અવગણના. સાંભળી ગુસ્સે થાય છે. "મારે આ ડ્રેસ ખરીદવો છે... મારી ગર્લફ્રેન્ડ માટે."અને હું સારી રીતે જાણું છું કે તેના માટે આ કલર અને સાઈઝ પરફેક્ટ છે.

નંદિની (હળવી શૈલીમાં):
"ઓહહ... તો વાત એવી છે! હું તો વિચારતી હતી તમે તમારા માટે જોઈ રહ્યા છો!"
"મેમ" આ ડિઝાઈન માં બીજો ડ્રેસ મળી રહેશે.

સોરી મેડમ આ ફક્ત એક જ ડ્રેસ છે. તમને હું શો રૂમ નો expensive ડ્રેસ બતાવું આમ પણ તમારા પર કોઈપણ પ્રકારનો ડ્રેસ સુટ કરશે. 

પરંતુ કલર આ જ હોવો જોઈએ. નંદિની બોલે છે.

ઓકે મેમ થોડી વારમાં આવું છું.

શૌર્ય નંદિની ની સાવ નજીક આવીને બોલ્યો તારી હિંમત કેવી રીતે થઈ તે મારો બધાની વચ્ચે મજાક ઉડાવ્યો...(શૌર્ય નંદિની ને આંખો બતાવતા કહ્યું) "તું બધું ભુલી ગઈ હશે પણ આ શૌર્ય પ્રતાપ નહીં... એ તને હેરાન કરવાનું ક્યારેય નહીં ભૂલે મિસ નંદિની"...

મને વારંવાર ધમકી આપે છે તો તને એ પણ જણાવી દઉં કે તારી સાથે જે થયું તેનું કારણ તું પોતેજ છો. તારા ઘમંડ ને કારણે, તારા લોભ ને કારણે....."જે જેવું કરે તેનું પરિણામ પણ એવુંજ આવે" એટલે તને કહી દઉં છું તું મને ધમકી નહીં આપ. બાકી......(નંદિની એ મક્કમતા ભર્યાં શબ્દે બોલી રહી છે)

નહીં તો! તું શું કરીશ બોલ??... શૌર્ય નંદિની વધુ નજીક આવીને ઊભો રહી ગયો. "તું મને ના સમજાવ, મારા બીઝનેસ મા કોઈ આડો પગ કરે એ મને ક્યારેય પસંદ નથી એને હું સબક શિખવાડી નેજ રહું છું". 

નંદિની થોડી પાછળ ખસી ગઈ. તો તું ખોટું કરે ને હું તારું સહન કરીશ?? તારી ભૂલ થાય છે મિસ્ટર શૌર્ય...તો હું પણ નંદિની ની છું, તારી જેમ બેઈમાન નહીં પણ સત્ય હંમેશા સાથેજ રાખું છું ને કોઈ આવારા ગુંડા ઓની ધમકીઓ થી ડરતી નથી." તું આજે પણ મારું કઈ નહીં બગાડી શકીશ ના તો ભવિષ્યમાં સમજ્યો".

એ તો સમય બતાવશે... (શૌર્ય બોલે છે) તેવામાં નંદિની માટે ડ્રેસ આવી જાય છે. મેમ આ બે expensiv ડ્રેસ છે તમે ટ્રાય કરો.

સારું! નંદિની ડ્રેસ લઈ ટ્રાયલ રૂમ તરફ જાય છે. શૌર્ય ત્યાં જ ઊભો હતો. નંદિની બહાર આવી "વાહ મેમ બ્યુટીફુલ લુક". આ સાંભળતાં નંદિની શરમાઈ જાય છે. તેના હોઠ પર લાજની હળવી સ્મિત ખીલે છે. આ સાંભળી શૌર્ય ની નજર પણ નંદિની સામે જાય છે. તે તેને બે ઘડી જોઈ રહે છે. એટલામાં, શૌર્યના ફોનની રીંગ વાગે છે.
એક વખત, બે વખત…
પણ શૌર્ય તો હજુ પણ નંદિનીમાં જ ખોવાઈ ગયેલો છે. આખી દુનિયા રોકાઈ ગઈ હોય એવું લાગે છે.
ફોન ફરીથી વાગે છે. હવે શૌર્યનો ધ્યાન ખૂચાય છે. સ્ક્રીન પર “ઋષીકા”નું નામ દેખાય છે—વિડિઓ કોલ.

શૌર્ય કોલ રીસીવ કરે .
શૌર્ય (હળવી મોજભરી અવાજમાં):હાય ઋષીકા, તારા માટે સરપ્રાઈઝ છે અત્યારે બતાવું કે તારી પાસે આવીને....

ઋષીકા (ઉત્સાહભર્યા અવાજમાં):
"વાવ… સરપ્રાઇઝ! હું તો અત્યારે જ જોઈશ…" (હસતાં હસતાં):"તો બતાવ, શું છે સરપ્રાઈઝ?"

શૌર્ય થોડી ક્ષણ ઊભો રહે છે. તેના હાથમાં ફોન છે, સ્ક્રીન પર ઋષીકા છે, પણ નજર આગળ ઊભેલી નંદિની પર છે.
શૌર્ય (સંભળાવતા અવાજે): "એમ... તો હજી મોટી સરપ્રાઈઝ બાકી છે... પણ મે તારા માટે મારી પસંદગી ના કલર નો ડ્રેસ લીધો છે જેમાં તું કોઈ રાજકુમારી થી વધારે સુંદર લાગીશ. "નંદિની તરફ જોઈને શૌર્ય એક શરારત ભર્યું સ્મિત કરે છે".

ઋષીકા: મને વિશ્વાસ છે તારી પસંદ ની વસ્તુ મારા પર ખૂબ શોભી ઊઠશે. હવે તું પણ જલ્દી આવીજા...

શૌર્ય: ઓકે ડિયર "તું ક્યાં જઈ રહી છે આજે એટલી તૈયાર થઈને".

ઋષીકા: "શોપિંગ માટે નીકળી છું, તને યાદ છે આજે મારા ફ્રેન્ડ ની ઓફિસમાં પાર્ટી છે? 

શૌર્ય: હા! .....એટલામાં નંદિની નરમાઈ થી આગળ વધે છે અને શૌર્યની બાજુથી પસાર થાય છે. તે પાછળ વળીને જોયા વિના જ ચાલી જાય છે.

ઋષીકા (સ્ક્રીન પરથી, મીઠી હસીને):
"હું ફોન મુકું છું, પછી વાત કરીએ. અને હા... મારા માટે બેસ્ટ ગિફ્ટ લેજે!"
એટલામાં, ઋષીકા એની સ્ક્રીન પર નજર નાખે છે અને અચાનક જ તેનો ચહેરો થોડી ક્ષણ માટે સ્થિર થઈ જાય છે. એની આંખોમાં આશ્ચર્ય ઝળકે છે—કેવી રીતે કે કેમ પણ તેણે પાછળથી પસાર થતી નંદિનીને જોઈ લીધી હોય એમ લાગે છે. એ વાત સહેજ અવાજમાં પૂછે છે:...એ કોણ હતી? એવું લાગી રહ્યું છે કે પહેલા એ છોકરી ને કઈ જોઈ છે!.

શૌર્ય એક પળ માટે ચૂપ રહી જાય છે. પછી શાંતિપૂર્વક જવાબ આપે છે, "હા… એ નંદિની છે."

ઋષીકા તરત ઊંડી રીતે પૂછે છે:
"એ ત્યાં શું કરી રહી છે? અને… એ પણ તારી સાથે?"

શૌર્ય ઝાઝું સમજાવવાનું ન ઇચ્છે, છતાં વાત સ્પષ્ટ કરે છે:
"અરે, મારી સાથે નહિં. બસ સંજોગો એવો છે કે એ પણ અહીં આવી ગઈ. કોઈ જુસ્સે નહીં મળ્યા, પણ આમ સામસામે ટકરાઈ ગયા." "એમ પણ, દુશ્મનની ટક્કર થાય તો એને હેરાન કરવાની મજા જ કંઈક અલગ હોય છે!"

ઋષીકા થોડા ક્ષણ માટે મૌન થાય છે. સ્ક્રીન પર તેનો ચહેરો હળવી ઊલઝન દર્શાવે છે. કદાચ એ સમજી રહી છે કે શૌર્ય જ્યાં છે, ત્યાં ફક્ત એક 'સંજોગ' થી નંદિની છે કે કોઈ અદૃશ્ય દોરીએ જોતાં એ વાત બહુ સહજ નથી.
"અચ્છા, પછી વાત કરીએ..." – કહીને ઋષીકા કોલ બંધ કરી દે છે. પણ તેને અણગમો એહસાસ થઈ રહ્યો છે. નંદીને ને જોતાજ મારું મન કેમ બેચેન બની જાય છે?
(તેને મનોમન સમજાવતા) 'નહીં!'..." શૌર્ય ફક્ત મારો છે ને મારોજ રહેશે". "હું નંદિની અને તેના પ્રત્યેની નફરત થી દૂર રાખીશ".


શૌર્ય ને નંદિની થી દૂર રાખવા કેવા હશે ઋષીકા ના પ્રયત્નો  ??
શું શૌર્ય અને નંદિની નજીક આવશે ??

જાણવા આગળ જોડાય રહો.
નંદિની... એક પ્રેમકથા