રેડ હેટ:સ્ટોરી એક હેકરની
પ્રકરણ:4
સૂર્યા એક હેકર હતો.તેના માટે કોઈના પણ મોબાઈલ કોમ્પ્યુટર અને મોટામાં મોટી કંપનીની વેબસાઈટો ઉપરાંત કોઈનું પણ બેન્ક એકાઉન્ટ હેક કરવું એ કોઈ મોટી વાત નહોતી.તેણે તેની હેકિંગ દ્વારા નાની ઉંમરે ઘણા મોટા ગુનેગારોને પકડ્યા હતા.તેનો ભૂતકાળ પણ રહસ્યમય હતો જે તેના સિવાય કોઈ જાણતું નહોતું.મનુભાઈ પણ સૂર્યા વિશે બહુ વધારે જાણતા નહોતા પણ સૂર્યા પ્રત્યે ખૂબ વફાદાર હતા તેના પાછળ પણ એક કારણ હતું પણ એ વાત આગળ કરીશું.અત્યારે તો સૂર્યા વિચારોમાં સરી પડે છે.તે બે દિવસ પહેલા ડ્રગ્સ સ્પલાઈને પકડવા માટે તે શંકાસ્પદ વ્યક્તિઓના મોબાઈલ હેક કરી તેમના મેસેજ અને ઈમેઈલ વાંચી રહ્યો હતો તેમાં તેને એક મેસેજ તેને વાંચ્યો હતો “ તું શું લઈને આવે છે તે કોઈને જાણ ન થાય એનું ધ્યાન રાખજે અને શહેરની બહારની એ.કે ગોદમાં ઉતારીને ચાલ્યો જજે તને તારા રૂપિયા મળી જશે” તે સીમ પછી બંધ થઈ ગયું હતું અને તેના નમ્બર પણ પ્રાઇવેટ હતા.તેને તે નમ્બર જાણવાની ઘણી કોશિશ કરી પણ તે જાણી ન શક્યો કે તે નમ્બર કયો છે આથી તે સમજી ગયો કે તે ગેંગસ્ટરની ટોળકીમાં પણ કોઈ હાઈપ્રોફેશનલ હેકર છે. તેમ છતાં તે એ નમ્બર ગોતી શક્યો હોત પણ તેને લાગ્યું નમ્બર ગોતીને પણ કોઈ ફાયદો નથી કેમ કે એ સીમ તો એમ પણ બંધ કરી દેવાયુ હતું. તેને શહેરના દરેક પોલીસ ઓફિસરની કુંડળી કાઢી.તેમાં તેને ફક્ત ઇન્સપેક્ટર વિક્રમ જ વિશ્વાસ કરવા યોગ્ય લાગ્યો એટલે એને વિક્રમને એક હાઇડ નંબરથી મેસેજ મોકલી દીધો અને રાત્રે ઇન્સ્પેક્ટર વિક્રમે તે ડ્રગ્સને તે ગોદામમાંથી જપ્ત પણ કરી લીધા પણ ત્યાંથી કોઈ વ્યક્તિ પકડાયો નહોતો. ગોદમમાં ડ્રગ્સ સિવાય બીજું કશું નહોતું અને સાથે જ બે કલાકની અંદર વિક્રમના હાથમાંથી તે કેસ લઈ લેવામાં આવ્યો. સૂર્યા જાણતો હતો કે આ રેડ હેટ ગેંગનું જ કામ છે.રેડ હેટ ગેંગમાં ઘણા હેકર હતા પણ તેમાંથી કોઈ એક હેકર સૂર્યાના લેવલનો હતો જે વાત સૂર્યા માટે ઘણી હેરાન કરનારી હતી.શહેરમાં થતા ડ્રગ્સ સપ્લાઈ,ક્યારેક બોમ્બ બ્લાસ્ટમાં અને ક્યારેક કોઈ બિઝનેસમેન ના બેન્ક એકાઉન્ટ હેક કરી ખાલી કરવામાં તેઓનો હાથ હતો.સૂર્યા એ ગેંગને પકડવા માટે તારાપુર શહેરમાં આવ્યો હતો.
રેડહેટ ગેંગ તે સમજતો હતો તેનાથી વધુ ચાલક હતી. તેઓને સમજાઈ ગયું હતું તેમની પાછળ કોઈ હેકર પડ્યો છે તે તેમને ખબર પડી ગઈ હતી કેમ કે દરવખતે ખૂબ ખુફિયા રીતે કરાયેલ ડ્રગ્સ સપ્લાઈની માહિતી કોઈ જાણી જતું હતું. એ.કે. ગોદમમાં ડ્રગ્સ સપલાઈનો મામલો તેમને એ હદે ખુફિયા રાખ્યો હતો કે તેમની પુરી ટીમને પણ લોકેશન ખબર નહોતી.આ સિવાય તેમને ઇન્સપેક્ટર વિક્રમના મોબાઈલને પણ ટ્રેસ કરીને રાખ્યો હતો કે તેમાં કોના કોના મેસેજ આવે છે. ત્યારે તેમને વિક્રમના મોબાઈલ પર એક હાઇડ નંબરથી આવેલ મેસેજ મળ્યો તેમાં એ.કે ગોદમમાં આવનાર ડ્રગ્સ વિશે માહિતી હતી.રેડ હેટ ટીમના હેકરો મથી-મથીને થાક્યા પણ એ મેસેજ કોને અને ક્યાંથી મોકલ્યો છે તેની જરા સરખી પણ માહિતી ન મળી. એટલે રેડ હેટ ગેંગ સમજી ગઈ કે આ વખતે તેમનો સામનો ખૂબ ખતરનાક હેકર સાથે છે. પહેલા તો રેડ હેટ ગેંગે તે જે કોઈ હતું તેને ડરાવવા માટે એક રમત રમી તે કંઈક આ મુજબ હતી ‘બીજા દિવસે સવારમાં શહેરના એક નામચીન ગુંડાના ફોનમાંથી એક મેસેજ ટાઈપ કરીને બીજા ગુંડાના ફોનમાં મોકલ્યો તે કંઈક આ મુજબ હતો “ મી.હેકર તું જે કોઈ પણ છે અમને ખબર છે કે તે જ ઇન્સ્પેક્ટર વિક્રમને ડ્રગસનું લોકેશન મોકલ્યું છે અને એ પણ ખબર છે કે તું આ મેસેજ વાંચી શકે છે જો તારે અમારું પગેરું મેળવવું હોય તો આજે બપોરે સીટી મોલની સામે ગાર્ડન છે ત્યાં એક સફેદ ગાડી હશે તેની નીચે એક બોક્ષ હશે તેમાં તારા માટે એક ગિફ્ટ છે”
સૂર્યા કોલેજ જતા પહેલા જ શહેરના શંકાસ્પદ વ્યક્તિઓના મેસેજ ચેક કરતો હતો ત્યાં તેને આ મેસેજ દેખાયો,એટલે તેને બીજી જ ક્ષણે ત્યાં જવાનું નક્કી કર્યું.તેને હવે ઇન્સપેક્ટર વિક્રમ વિશ્વાસુ લાગ્યો એટલે તેને મળવા માટે તેને વિક્રમને વાઈટ હેટ નામથી એક મેસેજ મોકલી હોટેલ સિતારામાં સાંજે 5 વાગે મળ્યા બોલાવ્યા અને નીકળી પડ્યો તે કોલેજ તરફ.કોલેજે જઇ તે શહેરના મેપમાં સીટી મોલ આજુબાજુની જગ્યા જોઈ રહ્યો હતો એટલીવારમાં ત્યાં રિયા અને આરવ આવી જાય છે.
એટલીવારમાં તેને મનુભાઈનો અવાજ સાંભળાય છે “સર નાસ્તો તૈયાર છે” એટલે સૂર્યા વર્તમાનમા પાછો આવે છે.
સૂર્યા નીચે જાય છે અને નાસ્તો કરે છે.પછી ઘડિયાર સામું જોવે છે તો તે ચાર વાગ્યાનો સમય બતાવી રહી હોય છે એટલે તે કહે છે “મનુકાકા ચાલો અત્યારે હોટેલ સિતારાએ જવાનું છે”
નન“ઓકે”કહી મનુભાઈએ ચાવી હાથમાં લીધી અને બહાર તરફ ડગ માંડ્યા. તેમની પાછળ સૂર્યા ચાલ્યો. થોડીવાર પછી બન્ને ગાડીમાં હતા અને તે ફરી શહેર તરફ જવા લાગ્યા.અડધી કલાક બાદ મનુભાઈએ ગાડી એક સુમસામ ગલીમાં લીધી અને ફરી ગાડી ડસ્ટરમાંથી ઓડી બની ગઈ અને સૂર્યાએ પોતાનો વેશ બદલી લીધો. પણ આ વખતે તેનો ચહેરો સિટી ગાર્ડને જે ચહેરો હતો તેના કરતાં અલગ હતો.પછી ગાડી નીકળી હોટેલ સિતારા તરફ.થોડીવાર પછી ગાડી હોટેલ સિતારાથી થોડી આગળ ઉભી રાખી એટલે સૂર્યા ત્યાંથી નીકળીને પગપાળા હોટેલ સિતારા તરફ ગયો અને ત્યાં જઈ એક નક્કી કરેલ ટેબલ પર ગોઠવાઈ ગયો.
***********************
ઇન્સ્પેક્ટર વિક્રમે ઘડિયાર તરફ જોયું તો તે 4:40 નો સમય બતાવી રહી હતી એટલે તેને તેના રવિ નામના કોન્સ્ટેબલને કહ્યું “રવિ મારી પત્નીની તબિયત થોડી ખરાબ છે એટલે હું બે કલાક વહેલો ઘરે જઈ રહ્યો છું,ઈસ્પેક્ટર રાજવીર રાત્રે આવી જાય પછી તું પણ ઘરે ચાલ્યો જજે”
“જી સર” રવિએ કહ્યું
ઇન્સ્પેક્ટર વિક્રમ નીકળી પડ્યો હોટેલ સિતારા તરફ.થોડીવારમાં તે હોટેલ સિતારા આગળ હતો. તે જલ્દીથી હોટેલમાં પ્રવેશ્યો તેને ગાડીમાં કપડાં ચેન્જ કરી લીધા હતા જેથી આ હોટેલમાં તે લોકોના આકર્ષણનું કેન્દ્ર ન બને.તે આ હોટલમાં ઘણીવાર આવેલો હોવાથી તેને ખબર હતી કે ટેબલ 5 ક્યાં છે એટલે તે તરફ આગળ વધ્યો.ત્યાં બેઠેલ સૂર્યાને જોઈને તે સ્તબ્ધ થઈ ગયો.તેને વિચાર્યું હતું કે આ પાછળ કોઈ આધેડ વયનો વ્યક્તિ હોવો જોઈએ. આ સૂર્યાને જોઈને તેના મગજમાં એક સાથે ઘણા સવાલો ઉભા થયા એટલે તેને મેસેજમાં ટેબલ નંબર ચેક કરવા મોબાઈલ બહાર કાઢ્યો પણ તેના ઇનબૉક્સમાં તે મેસેજ હતો જ નહીં કેમ કે સૂર્યા જાણતો હતો કે કદાચ રેડ હેટ ગેંગ ફરી વિક્રમનો મોબાઈલ ચેક કરી શકે છે જોકે હાલમાં કોઈ ડ્રગ્સ શહેરમાં આવવાની ન હોવાથી તેની શક્યતા તો ખૂબ ઓછી હતી પણ તેમ છતાં રિસ્ક ન લેવા હેતુથી તેને તે મેસેજ વિક્રમના મોબાઇલમાંથી ડિલિટ કરી દીધો હતો.
એટલીવારમાં સૂર્યાની નજર વિક્રમ પર ગઈ એટલે સૂર્યાએ વિક્રમને હાથ ઊંચો કરી બોલાવ્યા. વિક્રમ ખચકાતા પગે ટેબલ તરફ ગયો,અને ત્યાં સામે બેઠો. અને કહ્યું “હા તો મી….” તેને વાક્ય અધૂરું છોડ્યું
“નિખિલ,મેં જ તમને તે મેસેજ કરી અહીં બોલાવ્યા છે અને કાલે ડ્રગસની માહિતી પણ મેં જ આપી હતી અને એ કેસ તમારા હાથમાંથી તમારા ઉપરીએ લઈ લીધો છે એની પણ મને જાણ છે” સૂર્યાએ તેનું નામ નિખિલ જણાવતા કહ્યું.આ સાંભળી વિક્રમતો બે ક્ષણ આશ્ચર્યચકિત થઈ ગયો.તેના મનમાં ઘણા પ્રશ્નો હતા એટલ તેને પૂછ્યું “પણ કઈ રીતે,તું કોણ છું?,ક્યાં રહે છે?,શુ કામ કરે છે?,આટલી નાની ઉંમરે તું કેમ આવા ખતરનાક કામો કરે છે? અને મને કેમ અહીં મળવા બોલાવ્યો?”
“અરે એક સાથે આટલા સવાલ ઓકે હું મારી રીતે જવાબ આપું છું,મેં તમને અહીં એક ખાસ કારણથી બોલાવ્યા છે.હું તે ડ્રગ્સ ગેંગને જાણું છું તેનું નામ રેડહેટ છે.તેની ડાર્કવેબ પર એક વેબસાઈટ પણ છે.ત્યાં તે લોકો હથિયાર,બોડી ઓર્ગન ડ્રગ્સ અને બોમ્બ પણ ઉંચી કિંમતે સેલ કરે છે અને તેનો ડોન જે કોઈ પણ છે તે અહીં તારાપુરમાં છે એને પકડવામાં મારે તમારી મદદ જોઈએ.” સૂર્યાએ કહ્યું
“હું પણ એ લોકો પાછળ જ પડ્યો છું પણ એના મૂળ એટલા ઊંડા છે એની જાણ મને આજે થઈ પણ તું કઈ રીતે આ બધું જાણે છે?” વિક્રમે પ્રશ્ન પૂછ્યો.
“હું એક હેકર છું,પણ કઈ રીતે છું ક્યાં રહું છું એ બધું હાલ પૂરતું નહીં જણાવી શકું અને હા મારુ નામ અને આ ચહેરો પણ નકલી છે” સૂર્યાએ કહ્યું.
“શુ,આ તારો ઓરિજન દેખાવ નથી અને તું હેકર છે? તારે મને તારી ઓળખ તો આપવીજ પડશે”વિક્રમે ગુસ્સા સાથે કહ્યું
“અને જો હું ના આપું તો”સૂર્યાએ શાંત સ્વરે કહ્યું
“તો હું બીજી રીતે જાણી લઈશ” વિક્રમે મુઠ્ઠી બતાવતા કહ્યું.
“ઓહ…હો”સૂર્યા હસતા હસતા કહ્યું “તો ચાલો એક કામ કરીએ આપડે બન્ને પંજો લડાવીએ જો તમે જીત્યા તો હું તમને મારી ઓળખ આપી દઈશ” સૂર્યાએ કહ્યું
“તું મજાક કરે છે…ચાલ કોઈ વાંધો નહીં હું તૈયાર છું” વિક્રમે હસતા હસતા કહ્યું.પછી બન્નેએ પંજો લડાવવાનું શરૂ કર્યું.વિક્રમને હતું કે તે આ નિખિલ નામના નાના છોકરાને સરળતાથી હરાવી દેશે પણ તેની ધારણા ત્યારે ખોટી પડી જ્યારે તે તેનું એડીચોટીનું જોર લગાડવા છતાં પણ તેનો હાથ હલાવી ન શક્યો.તેને નિખિલ ઉર્ફે સૂર્યા સામું જોયું તો તે હસી રહ્યો હતો અને પછી સૂર્યાએ કહ્યું “ તમે બન્ને હાથનો પ્રયોગ પણ કરી શકો છો”
આ સાંભળી વિક્રમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો. તેને બન્ને હાથનો પ્રયોગ કર્યો પણ તેમ છતાં સૂર્યાનો હાથ હલી રહ્યો નહોતો હવે તેનો ગુસ્સો આશ્ચર્યમાં બદલાઈ ગયો અને તેને થયું કે આ કઈ રીતે શક્ય બને? પછી સૂર્યાએ કહ્યું “સોરી સર પણ મારે થોડી જલ્દી હોવાથી મારે આ રમત અહીંજ અટકાવવી પડશે” આટલું કહી સૂર્યાએ એક ઝાટકા સાથે વિક્રમના બન્ને હાથને ટેબલ સાથે અડાવી દીધા.
“તારી પાસે આટલી તાકાત કઈ રીતે હોઈ શકે?” વિક્રમે આશ્ચર્ય સાથે કહ્યું
“સોરી સર મેં કહ્યું હતું ને કે હું જીત્યો તો તમને કોઈ માહિતી નહીં આપું” સૂર્યાએ કહ્યું
ક્રમશ: