રેડ હેટ:સ્ટોરી એક હેકરની
પ્રકરણ:11
સૂર્યાએ એક મેસેજ ઇન્સ્પેક્ટર વિક્રમને કર્યો અને તેમાં અત્યાર સુધી મળેલી બધી માહિતી કહી દીધી અને લખ્યું કે આજે આપણે નહિ મળી શકીયે તો કાલે વહેલી સવારે 6 વાગ્યે તમારા ઘર પાસે જે હોટેલ છે તેમાં મળીયે.
સામેથી વિક્રમનો હકારાત્મક જવાબ આવતા તેને ફોન અને કોમ્પ્યુટર બંધ કર્યા,અને કોલેજ જવા નીકળી ગયો.
***********************
સમય: 8:15 AM
સ્થળ:- કે.પી કોલેજની કેન્ટીન
આરવ,રિયા,કિંજલ અને સૂર્યા કેન્ટીનમાં એક દૂરના ટેબલ પર બેઠા હતા અને નાસ્તો કરી રહ્યા હતા..
"અંકલ એક દાબેલી આ બાજુ આપજો" કિંજલે ઓર્ડર આપતા કહ્યું
"હા એક મિનિટ બેટા" સામેથી અવાજ આવ્યો
"અરે બસ હવે મોડું થઈ જશે" આરવે કહ્યું
"અરે ડોન્ટ વરી આજે પહેલો લેક્ચર રાકેશ સર નો નહિ પણ શ્વેતા મેમનો છે" કિંજલે કહ્યું
"હા પણ એ આજે આવ્યા હશે તો" આરવે કહ્યું
"ચાન્સ ઓછા છે અને જો આવ્યા હશે તો પણ એ 15-20 મિનિટ મોડા જ આવશે."
"તો ખા બીજું શું" આરવે કહ્યું અને બધા હસી પડ્યા
"ફ્રેન્ડ્સ ચાલો આજે બપોરે કોઈ કોફી શોપ પર જઈએ" સૂર્યાએ કહ્યું
"કેમ? અચાનક કોફી સાંભળી" કિંજલે કહ્યું
" અરે અચાનક નહીં મને કેફે બહુ પસંદ છે હું એકલો પણ જતો હોવ છું આ તો સાથે જઈએ તો મજા આવે" સૂર્યાએ કહ્યું
"હા તો ચાલો જઈએ" બધાએ કહ્યું
"તો કોલેજની સામે એક કોફી શોપ છે ત્યાં જઈએ હું એક પણ વાર ત્યાં નથી ગયો" સૂર્યાએ કહ્યું
"અરે ના યાર ત્યાં બધા નશા કરવાવાળા જ જાય છે" રીયાએ કહ્યું
"કેમ?" સૂર્યાએ પૂછ્યું
"એ ખબર નહિ પણ ત્યાં જે લોકો આવે છે તેમાંથી મોટા ભાગના ડ્રગ લે છે રોજ કંઈકને કંઈક બબાલ થાય જ છે ત્યાં જનારા આપણી કોલેજના પણ મોટાભાગના છોકરાઓ ડ્રગ લે છે" કિંજલે કહ્યું
સૂર્યાના મગજમાં ઝબકારો થયો અને તેને મનોમન કંઈક વિચાર્યું અને કહ્યું "ઠીક છે તો કોઈ સારા કેફેમાં જઈએ"
"ઠીક છે તો હવે કલાસમાં જઈએ" કિંજલે કહ્યું
બધા ક્લાસમાં ગયા અને થોડી વાર બેઠા ત્યારે કોઈક પાંત્રીસેક વર્ષની સ્ત્રી ક્લાસમાં પ્રવેશે છે અને પોતાનું નામ શ્વેતા શાસ્ત્રી કહે છે અને પછી ભણાવવાનું શરૂ કરે છે તેના ભણાવવાની સ્ટાઇલ એટલી સરસ હોય છે કે ક્લાસના લગભગ બધાજ વિદ્યાર્થીનું ધ્યાન બ્લેકબોર્ડ પર હતું.કોઈને ખબર જ ના રહી કે ચાલીસ મિનિટ ક્યારે પુરી થઈ ગઈ.બેલ નો અવાજ સંભળાયો એટલે તેમને સૂર્યા તરફ જોયું અને કહ્યું " મારી ઓફિસમાં આવ"
સૂર્યા કાઈ સમજે તે પહેલાં શ્વેતમેમ બહાર જતા રહ્યાં.સૂર્યા સમજી શક્યો નહી કે કેમ તેને બોલાવવામાં આવ્યો
તે કલાસની બહાર ગયો તેની નજર તેના ગળા પર લટકતા સફેદ ટોપીના લોકેટ પર ગઈ તેને લોકેટ શર્ટની અંદર નાખ્યું અને તે શ્વેતમેમના રૂમ તરફ ચાલવા લાગ્યો.
સૂર્યાએ જે કી-ચેઇન પહેર્યું હતું તે ખાસ હતું તેમાં એક GPS લાગેલું હતું તેને કોણ ટ્રેક કરી રહ્યું હતું તે તો ફક્ત સૂર્યા જ જાણતો હતો તેમા એક સેન્સર લાગેલુ હતું.જે સૂર્યાની બોડી મુવમેન્ટ 24 કલાક માપી શકતું હતું.તે જે સૂર્યા સામે આવે તેનો અવાજ અને વીડિયો પણ રેકોર્ડ કરતું હતું તેનું સૂર્યા માટે બહુ મહત્વ હતું. સૂર્યા રોજ સવારે તેને ચાર્જ કરતો હતો.
સૂર્યા શ્વેતા મેમની ઓફિસમાં પ્રવેશ્યો પણ અંદરનો નજારો જોઈ તે આશ્ચર્યચકિત થયો. આખી ઓફિસ જાતે ડેકોરેટ કરેલી હતી.તેમાં એક ખૂણામાં એક નાનું મંદિર હતું તેમાં એક શિવલિંગ હતું. ત્યાં એક અગરબત્તી સુવાસ ફેલાવી રહી હતી.આખી ઓફિસમાં ચંદનના ધૂપની ખુશ્બૂ આવી રહી હતી. આખી ઓફિસમાં જગ્યાએ જગ્યાએ નાના નાના છોડના કુંડા હતાં સાથે બારીના પડદાને અર્ધ બંધ કરવામાં આવ્યા હતા જેથી મુખ્ય ટેબલ સિવાય આખી ઓફિસમાં આછું અંધારું હતું. પણ તેને મીણબત્તીના આછા અજવાળાથી કવર કરવાની કોશિશ કરવામાં આવી હતી.પણ આ બધાથી સૂર્યાને એટલો આશ્ચર્ય નહોતો થયો જેટલો તેને શ્વેતા મેમની પાછળની દીવાલ પર લગાડવામાં આવેલ ફોટાઓથી થયો હતો.દીવાલ પર લાગેલા ત્રણ ફોટો માથી પ્રથમ ફોટો બર્ફીલા પર્વતનો હતો અને સૂર્યાને થયું કે આ પર્વત ખૂબ જાણીતા છે. તેને થયું કે આ પર્વત સાથે તેને ગાઢ સંબંધ છે તેને બીજા ફોટા પર નજર નાખી તો તે એક બગીચાનો ફોટો હતો જે બર્ફથી ઢંકાયેલો હતો આ બગીચા ને તે ઓળખતો હતો પણ તેને થયું કે આવા ફોટા આ બગીચાની સુંદરતાના લીધે ઘણા લોકો પાસે હોય શકે પણ તે બન્ને થી હટકે ત્રીજો ફોટો જેમાં એક 12 થી 15 વર્ષની બાળકીનો ફોટો કોઈ વૃદ્ધ સાથે હતો અને બાળકીનો ચહેરો જોઈ લાગતું હતું કે તે આ શ્વેતા મેમના નાનપણનો ફોટો છે પરંતુ પેલા વૃદ્ધને તે ઓળખતો ન હતો.
શ્વેતા મેમે તેને બેસવાનો સંકેત કર્યો એટલે સૂર્યા કંઈક ખચકાટ સાથે ત્યાં રહેલી એક ખુરચીમાં બેઠો.
"તું લોકલ તારાપુરનો છે?" શ્વેતામેમે સીધો સવાલ પૂછ્યો
"ના મેમ મારો પૂરો પરિવાર ગંગટોકમાં રહે છે" સૂર્યાએ નીરસ જવાબ આપ્યો.
"ઓહ સિક્કિમ નાઇસ પ્લેસીસ મને પણ ઠંડી જાગ્યાઓ ખૂબ ગમે છે એની વે મને લાગ્યું જ કે તું અહીંનો નથી તારા મમ્મી પપ્પા શુ કરે છે ત્યાં" શ્વેતામેમ એ પૂછ્યું
"તેઓ ગવર્મેન્ટ જોબ કરે છે" સૂર્યાએ કંઈક વિચારતા કહ્યું
"અચ્છા તો અહીં કોની સાથે રહે છે?" શ્વેતામેમએ પૂછ્યું
સૂર્યા હવે અકળાઇ રહ્યો હતો તેને શું જવાબ આપવો એ નહોતું સૂઝી રહ્યું તેને કંઈક વિચારીને કહ્યું "મારા દાદા દાદી સાથે ઓમ અહંતિ એવન્યુમાં"
શ્વેતામેમના મુખ પર અસંતોષ આવ્યો અને કહ્યું "ઓકે મને થયું જ હતું કે તું આઉટ ઓફ સ્ટેટનો છે તો કાઈ પણ જરૂર હોય તો મને કહેજે"
"સ્યોર મેમ" સૂર્યાને હાશકારો થયો સુર્યા ઉભો થયો અને બહાર તરફ જાવા લાગ્યો
"સૂર્યા એક વાત પૂછું તારી ગુજરાતી કેમ આટલી સરસ છે?" શ્વેતામેમે પૂછ્યું
"અમારું મૂળ વતન ગુજરાત છે" કહી મેમના જવાબની પ્રતિક્ષા કર્યા વગર જ તે જતો રહ્યો.
આ સાંભળી શ્વેતા મેમ તંગ થઈ ગયા અને મોબાઈલમાં જોયું અને બબડયા "શુ તો આ તે જ છે? જો હું સાચી છું તો તારાપુરમાં એક તુફાન આવશે પણ મને હજી વિશ્વાસ નથી થતો.મારે આજે જ તપાસ કરવી પડશે." ત્યારબાદ શ્વેતામેમે એક નમ્બર ડાયલ કર્યો.
સૂર્યા ક્લાસમાં ગયો અને એક પછી એક લેક્ચર પત્યો.
*******************
"ચાલો તો હવે કેફે તરફ" રિયાએ કહ્યું
"અરે પણ આજે મમ્મીને સ્ફુટીની જરૂર હતી તો તે મને અહીં ડ્રોપ કરીને લઈને ગઈ છે હું સૂર્યા તારી સાથે આવી શકું?" કિંજલે પૂછ્યું
"અરે હા કેમ નહિ ચાલ" કહી સૂર્યા તેની ગાડી તરફ ચાલ્યો જે મનુકાકા લઈને પહેલેથી આવ્યા હતા.કિંજલ અને સૂર્યા તેમાં ગોઠવાયા.મનુકાકાને થોડું વિચિત્ર લાગ્યું પણ કાઈ બોલ્યા નહિ. અને ગાડી કેફે તરફ લીધી
રિયા અને આરવ પણ તેમની પાછળ આવવા લાગ્યા.
"સૂર્યા તને બપોરે કોફી પીવાની આદત છે?" કિંજલે પૂછ્યું
"હા બપોરનો સમય એકદમ સુકુનનો સમય હોય છે ક્યારેક કંટાળો પણ આવે તો કોફી પીવા આવી જાવ અને પછી તો એ આદત બની ગઈ" સૂર્યાએ કહ્યું
"ઓહ એમ વાત છે હવેથી જ્યારે પણ કોફી માટે જાય ત્યારે મને કહેજે. હું એમ પણ કોફી લવર છું હું સાથે આવીશ" કિંજલે કહ્યું
"ચોક્કસ" સૂર્યાએ ટૂંકમાં કહ્યું.
એટલીવારમાં કેફે આવી જાય છે એટલે બન્ને નીચે ઉતરે છે હજી સુધી આરવ અને રિયા પહોંચ્યા નહોતા.
"ચાલ એ બન્ને આવે ત્યાં સુધી આપણે અંદર બેસીએ" કિંજલે કહ્યું
"હા ચાલ" સૂર્યાએ કહ્યુ.
બન્ને થોડીવાર અંદર બેસે છે ત્યાં સૂર્યાના મોબાઈલ ઉપર આરવનો ફોન આવે છે
"અરે યાર ક્યાં રહી ગયા તમે?,અમે અહીં રાહ જોઈએ છે તમારી" સૂર્યાએ કહ્યું
"અરે સૂર્યા યાર અત્યારે પપ્પાનો ફોન આવ્યો હતો કે મમ્મીની તબિયત થોડી ખરાબ છે તો અમારે ઘરે જવું પડશે સોરી યાર" આરવે કહ્યું
"ઓ,ડોન્ટ વરી તું જા આંટી પાસે અને કોઈ મદદ જોઈએ તો કહે હું પણ આવું?" સૂર્યાએ આગ્રહ કરતા કહ્યું
"અરે ના ના સૂર્યા મમ્મી બ્લડપ્રેશરના મરીઝ છે તો ક્યારેક ક્યારેક ચક્કર આવે છે ડોન્ટ વરી કાઈ સિરિયસ નથી" આરવે કહ્યું
"ઓકે ઓકે આંટીનું ધ્યાન રાખજે" સૂર્યાએ કહ્યું
"હા ચલ બાય" આરવે આટલું કહી ફોન કટ કર્યો
"શુ થયું?" કિંજલે ઉત્સુકતાથી પૂછ્યું.
"અરે કાઈ નહિ યાર આરવના મમ્મીની તબિયત થોડી ખરાબ છે તો તે નહીં આવી શકે" સૂર્યાએ કહ્યું
"તો આપડે કોફી પી ને જઈએ" કિંજલે કહ્યું
સૂર્યાએ કોફીનો ઓર્ડર આપ્યો.
કોફી પીતા-પીતા સૂર્યાએ કહ્યું "કેમ ચુપચાપ બેઠી છે કંઈક તો બોલ"
"અરે યાર શુ બોલું હું તને તારા વિશે કાંઈક પૂછીશ તો તું કહીશ નહીં.બીજું શું બોલું" કિંજલે કહ્યું.
"અરે મારા વિશે પણ કહીશ એક દિવસ" સૂર્યાએ કહ્યું
"અચ્છા એ છોડ પણ યાર પ્લીઝ શુક્રવારે બહાર જવા તૈયાર થઈ જજે હું ઘણા સમયથી બહાર નથી ગઈ મારી ખૂબ ઈચ્છા છે બહાર જવાની" કિંજલે સૂર્યાનો એક હાથ પકડતા કહ્યું.
"ઓકે ચાલ હું કાંઈક સેટિંગ કરું છું" સૂર્યાએ કહ્યું
"મને તો એમ થાય છે કે તું અત્યારથી આટલો વ્યસ્ત રહે છે તો મોટો થઈશ ત્યારે તો તારી પાસે સમયજ નહીં હોય" કિંજલે હસતા હસતા કહ્યું
એજ સમયે સૂર્યાના ફોન પર એક મેસેજ આવ્યો તે કોઈ પ્રાઇવેટ નંબરમાંથી મોકલવામાં આવ્યો હતો અને તેમાં ફક્ત એકજ વાક્ય લખેલુ હતું ' સેન્ટ પિટર્સબર્ગ 1 બુલેટ 4 શિકાર"
તે વાંચીને તે થથડી ગયો અને તેના કપાળે પરસેવો વળી ગયો. તેને બે ત્રણ વખત મેસેજ જોયો તેને તેની આંખો પર ભરોસો નહોતો. સૂર્યા આટલો આશ્ચર્યચકિત ક્યારેય થયો નહોતો તેના અંદરથી એક ડર ઉત્પન્ન થયો.
"ઓય ક્યાં ખોવાય ગયો" કિંજલે એક ચપટી વગાડતા કહ્યું
"કાઈ નહિ બસ એમજ થોડીક જૂની વાતો યાદ આવી ગઈ" સૂર્યાએ કહ્યું
"જો સૂર્યા કોઈ પણ બાબતની વાત તારે મારી સાથે કરવી હોય તો તું કરી શકે છે. તું આ રીતે એકલો એકલો પરેશાન ન થયા કર હુ તને ઘણી વાર ચિંતામાં જોવું છું" કિંજલે હાથ પરની ભીંસ વધારતા કહ્યું
"ના ના એવું કંઈ નથી કિંજલ" સૂર્યાએ કહ્યુ
"શુ એવું નથી અત્યારે પણ કોઈક મેસેજ આવ્યો અને તેને જોઈને તું પરેશાન થઈ ગયો લાવ મને જોવા દે શુ છે એ મેસેજ" કિંજલે તેના હાથમાંથી ફોન લેવાનો પ્રયત્ન કરતા કહ્યું.
સૂર્યાએ મોબાઈલ મજબૂતીથી પકડી રાખ્યો અને પાછળ ખેંચતા કહ્યું "નહિ નહિ એની જરૂર નથી આ તો બસ એમ જ,તું ચિંતા ન કર"
"ઓકે બાબા હું તારો મોબાઈલ ચેક નહીં કરું પણ આમ ટેનશનમાં ન રહે" કિંજલે તેને કહ્યું.
"હા ઠીક છે ચાલ હવે કોફી પુરી થઈ હોય તો જઈએ"
" હા તો ચાલ મને ઘરે ડ્રોપ કરતો જા અને હા શુક્રવારનું કંઈક સેટિંગ કરજે" કિંજલે કહ્યું
"ઓકે હું કઈક કરી લઈશ" સૂર્યાએ કહ્યું
*********
ક્રમશ: