Redhat-Story ek Hacker ni - 8 in Gujarati Thriller by Divyesh Labkamana books and stories PDF | રેડહેટ-સ્ટોરી એક હેકરની - 8

Featured Books
Categories
Share

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 8


     રેડ હેટ-સ્ટોરી એક હેકરની
     પ્રકરણ:8

    “એને જ આપડી જેલ બનાવીશું” સૂર્યાએ એક હાસ્ય સાથે કહ્યું.
            “ઓહ હું સમજી ગયો સારો વિચાર છે અને તે બંગલો પણ એક વિરાન જગ્યાએ છે કેમ કે મારા મિત્રને એકલતા પસંદ હતી એટલે તેને તે બંગલો જંગલમાં બનાવ્યો"વિક્રમે કહ્યું.
     સૂર્યાના મગજમાં ફાળ પડી તેનું થયું કે વિક્રમ જે બંગલાની વાત કરી રહ્યો છે તે પોતે હાલ રહી રહ્યો છે એ તો નથી ને? તેને કન્ફર્મ કરવા વિક્રમને પૂછ્યું."ક્યાં આવેલો છે તે બંગલો?"
      "તારાપુરના પશ્ચિમી જંગલમાં નદીકિનારે"વિક્રમે કહ્યું
      આ સાંભળી સૂર્યાને હાસ થઈ કેમકે તે બંગલો તેના બંગલાંથી બિલકુલ વિરુદ્ધ દિશામાં હતો."ઓકે તો એ બંગલો ફાઇનલ"સૂર્યાએ કહ્યું
     "પણ ત્યાં જેલ બનાવીએ તો તેના માટે કેદીઓ પર નજર રાખવા માટે આ ઉપરાંત રસોઈ માટે,સાફસફાઈ માટે લોકો જોઈએ એનું શું કરીશું?"વિક્રમે પૂછ્યું.
    "એ બધું તો થઈ જશે,એ બંગલો જોવા આપડે ક્યારે જઈ શકીયે?"સૂર્યાએ પૂછ્યું
    "તું કહે તો અત્યારે જ જઈએ"વિક્રમે કહ્યું
   "તો ચાલો નેક કામમાં મોડું કેમ?"સુર્યાએ કહ્યું
   "ઓકે તો ચાલ"વિક્રમે કહ્યું
   "એક મિનિટ હું એક કોલ કરી લવ"કહી સૂર્યા એક તરફ ચાલ્યો ગયો અને થોડીવાર બાદ ગાડીમાં ગોઠવાઈ ગયો.
***********************
     "નિખિલ તું ઘણો અજીબ છે.મેં આજ સુધી તારા જેવો વ્યક્તિ નથી જોયો"વિક્રમે ગાડી ચલાવતા ચલાવતા કહ્યું
    "મને મળનાર દરેક વ્યક્તિ આવુ કહે છે" સૂર્યાએ હસતા હસતા કહ્યું
     "શુ આટલી ઉંમરે આટલું ટેલેન્ટ મેળવવું શક્ય છે?"વિક્રમે કહ્યું
    "સર શક્ય છે કે નહીં એ બીજા નંબરની વસ્તુ છે પણ શું સારું છે?,તમે વિચારી શકો મારુ બાળપણ કેવી રીતે વીત્યું હશે.શુ હું એક સામાન્ય બાળકની જેમ નિખાલસતાથી રમતો રમી શક્યો હશુ?હા નો ડાઉટ મોટો થયો પછી રમું છું અને અત્યારે પણ રમું છું પણ મારા અમુલ્ય શૈશવકાળનું શુ? રહી વાત શકય-અશક્યની તો અઘરું છે પણ સખત અભ્યાસથી બધું મુનકીન છે" સૂર્યાએ કહ્યું
     "તારી વાત સાચી છે,એક બીજો સવાલ એ કે તારા નીચે કેટલા લોકો કામ કરે છે"વિક્રમે કહયુ
   "કોઈ નહિ" સૂર્યાએ ટૂંકમાં કહ્યું
   "તો તું જે મારા માણસો કહે છે એ?" વિક્રમે કહ્યું
   "ઓહ એ મારા નીચે નહીં પણ મારી સાથે કામ કરે છે" સૂર્યાએ એક આછા સ્મિત સાથે કહ્યું
    આ જવાબ સાંભળી વિક્રમ બે ઘડી સ્તબ્ધ બની ગયો.
       થોડીવાર બાદ તે બન્ને એ બાંગલા પર હતા. સૂર્યાએ સૌપ્રથમ મેઈનડોરનું અવલોકન કર્યું તે ખૂબ મજબૂત હતો તેની કોઈ હથિયાર વગર તોડવો અશક્ય હતો.સૂર્યાએ સંપૂર્ણ બંગલો જોવામાં લગભગ 1 કલાક લીધી.તેને જોયું કે તે બંગલામાં ટોટલ 22 રૂમ હતા અને ટોટલ 3 રસોડા હતા તેને વિચારી એવી જ તે જગ્યા હતી.પછી તેને પોતાના મોબાઈલમાંથી એક કોલ કર્યો.
       અડધી કલાક પછી ત્યાં પંદરેક આધેડ વયના પુરુષો, સાત આઠ સ્ત્રીઓ, દસેક સફેદ યુનિફોર્મ ધારી નવયુવાનો જેને જેમના બોડી એટલા ફિટ હતા કે તે જરૂરત પડે ત્યારે 10 લોકો સાથે પણ લડી શકે.વિક્રમ આ જોઈ સ્તબ્ધ થઈ ગયો અને મનોમન બબડયો "હવે આ થોડું હદ બહાર જઈ રહ્યું છું પહેલા મન બનાવ્યું હતું કે આ કોણ છે એ નથી જાણવું પણ લાગે છે હવે કઈક તાપસ કરવી પડશે"

          "આવ જીનું કેમ છો? છેલ્લા મિશન પછી ઘણા દિવસોએ મળ્યા" સૂર્યાએ આગળ ઉભેલા એક બોડીગાર્ડ જેવા વ્યક્તિને જોતા કહ્યું.

         "બસ,જો તમારા રાજમાં મસ્ત,કેમ છે માસ્ટરની તબિયત?" જીનુંએ પૂછ્યું.

         " એ તો હંમેશા મસ્ત જ હોય છે" સૂર્યાએ કહ્યું અને પછી થોડી નોર્મલ વાતો થઈ.
       "હું ત્રણ વાગે ફરી અહીં આવીશ ત્યાં સુધી આ બંગલાની સાફસફાઈથી લઈને દરેક નાની મોટી વસ્તુઓ કરાવી નાખજે.બાવીસ માંથી 15 રૂમ આપડા મહેમાનો માટે જેમાં દરેક બારી સીલ કરીને ડોર ચેક કરી લેવા.લોબી અને પાંચ રૂમ તમારા માટે અને બે માંથી એક રૂમમાં એક મારા અને ઇન્સ્પેક્ટર વિક્રમ માટે એક ઓફિસ સેટ કરો અને વધેલ એક રૂમને બેડરૂમ તરીકે સજાવી દો જેમાં જરૂર પડ્યે હું અથવા ઇન્સ્પેક્ટર વિક્રમ રહી શકે"સૂર્યાએ જીનુંને કહ્યું.
   "થઈ જશે"જીનુંએ કહ્યું
   "તો હું 3 વાગે આવીશ પાછો " સૂર્યાએ કહ્યું અને પછી મેઈન ગેટ તરફ ચાલતો થયો.
         "નિખિલ આ બધા વિશ્વાસુ તો છે ને? નહીંતર આપડા પ્લાન માથે પાણી ફરી જશે" વિક્રમે બહાર નીકળી ચિંતા સાથે કહ્યું.
        "એની ચિંતા તમે ન કરો આ વ્યક્તિઓ પર તમેં આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકો છો એમના લીધે આપડા પ્લાનને કોઈ મુશ્કેલી નહિ પડે એની ખાતરી હું આપું છું" સૂર્યાએ કહ્યું
    "સરસ,પણ હવે આગળ?" વિક્રમે કહ્યું
    "ચાલો પેલા બગીચામાં બેસીએ,ત્યાં આપડે મોહન અને બાબુને પકડવાનો કોઈ પ્લાન બનાવીએ"સૂર્યાએ બંગલાના બગીચા તરફ જતા કહ્યું
    "મતલબ તે કોઇ પ્લાન નથી બનાવ્યો?" વિક્રમે પૂછ્યું.
   "ના કેમ કે આમાં તમારો અનુભવ મારા કરતાં અનેક ગણો વધારે છે" સૂર્યાએ કહ્યું
     "મારો અનુભવ? હું તો ખૂદ તારા કારનામા જોઈને દંગ છું" વિક્રમે કહ્યું
     "હાહાહા...કોઈ પણ વ્યક્તિ કોઈ પર્ટીક્યુલર ફિલ્ડમાં ગમે તેટલો શાતીર થઈ જાય પણ બીજા ફિલ્ડમાં તે એકડો ઘૂંટતો વિદ્યાર્થી જ રહે છે" સૂર્યાએ કહ્યું
      "હા એ તો છે,તો મને લોકોનું શેડ્યુલ કહે તે જરૂર એમના શેડ્યુલને ટ્રેક કર્યું જ હશે" વિક્રમે કહ્યું
     સૂર્યાએ પોતાના જાકેટમાંથી એક તારાપુરનો નકશો કાઢ્યો અને ત્યાં બાંકડા પર મુક્યો અને એક જગ્યાએ આંગળી મુકતા કહ્યું"આમ તો એ લોકો સવારે 7 વાગ્યે અહીંથી એટલે કે પોતાના ઘરેથી જે અહીં મુખર્જી રોડ પર છે ત્યાથી નીકળે છે. સીધા અહીં કોલેજે આવે છે અને સાંજે 6 વાગે પાછા ઘરે આવે છે હા ક્યારેક આ રૂટ બદલાય છે કદાચ તે આ ગેંગના કામ માટે જ હશે"
     "શુ તે બન્ને બાજુબાજુમાં જ રહે છે?" વિક્રમે પૂછ્યું
       "હા તેઓ બન્ને બાજુબાજુના મકાનમાં જ રહે છે જે થોડુંક અજીબ છે કેમ કે પહેલા તેઓ એકબીજાને પર્સનલી નહોતા જાણતા" સૂર્યાએ કહ્યું
  "આઈ સી,એક મિનિટ વિચારવા દે" વિક્રમે આટલું કહી તે નક્શાને ચીવટપૂર્વક જોવા લાગ્યો
   "આ જો સૂર્યા તેઓ અહીં તળાવ પાસેથી નિકળે ત્યારે આપડે તેમને પકડી શકીયે કેમકે સવારમાં અહીં કોઈ નીકળતું નથી અને અહીં આજુબાજુ કોઈ સી.સી.ટી.વી પણ નથી" વિક્રમે કહ્યું
    "તો કાલે સવારે તમેં એ કરી લેશો?" સૂર્યાએ પૂછ્યું
   "હા સો ટકા હું એને કાલે સવારે પકડી લઈશ અને અહીં લઈ આવીશ" વિક્રમે કહ્યું
    "તો ઠીક છે તમે આજની જેમ ચહેરો બદલીને જશો કાલે સવારે તમારા ઘરની બહાર એક કાર પડી હશે અને આ તેની ચાવી છે તેને લઈને જ તમે જશો"સૂર્યાએ એક ચાવી આપતા વિક્રમને કહ્યું
      પછી બન્ને છુટા પડે છે.

          સૂર્યાને બીજા કોઈ કામ હતા નહિ.તેને કાલની રાહ સિવાય બીજુ કશું કરવાનું નહોતું.તે બંગલે ગયો અને પોતાના રૂમમાં આડો પડ્યો.મનુકાકા હજી જગ્યા નહોતા.તેના જમવાનો સમય પણ હજુ થયો નહોતો.તેને ટાઈમપાસ કરવા માટે તે બહારની ગેલેરીમાં ગયો.તેને દૂર સુધી જંગલ દેખાઈ રહ્યું હતું.કોઈ આ કોન્ક્રીટના જંગલોમાંથી બહાર આવી આ કુદરતી સૌંદર્ય નિહાળે તો કદાચ તે વધુ સરળતાથી જિંદગીનો આનંદ લઈ શકે છે.શુ એ કહેવું ઠીક નથી કે લોકો યંત્રો જેવા થતા જાય છે? સૂર્યાને કોઈ દિવસ કોઈપણ વાતનું ટેનશન થતું નહિ.તે હંમેશા તેનામાં જ મસ્ત રહેનારો માણસ હતો.તેની જિંદગીના ઉતાર ચડાવ ખૂબ મોટા હતા.તે કોઈ રોલરકોસ્ટરથી ઓછી ઉતાર ચડાવ વાળી જિંદગી નહોતો જીવ્યો! 
         
********

ક્રમશ:...