Redhat-Story ek Hacker ni - 9 in Gujarati Thriller by Divyesh Labkamana books and stories PDF | રેડહેટ-સ્ટોરી એક હેકરની - 9

Featured Books
Categories
Share

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 9


   રેડ હેટ:સ્ટોરી એક હેકરની
   પ્રકરણ:9

સ્થળ:- કે.પી કોલેજનું કેન્ટીન
સમય: 8:15 AM
        "ઓહ આજે આને સમોસા બનાવવામાં બહુ વાર લગાડી" આરવે કહ્યું
       "હા યાર ભીડ પણ રોજ કરતા ઓછી છે તેમ છતાં"કિંજલે ઉમેર્યું
       "તમારે શુ જલ્દી છે?" સૂર્યાએ કહ્યું
      "અરે યાર જલ્દી તો નહીં પણ ભૂખ લાગી છે" રિયાએ પેટ પર હાથ મુકતા કહ્યું.
          થોડીવાર થઈ એટલે કેન્ટીનનો મુખ્યા આવીને સમોસા આપી ગયો.
       "કેમ અંકલ આજે આટલી ‘વાર’ લાગી"તેમને જોઈ કિંજલે કહ્યું
      "શુ કહું દીકરી આજે અહીંના બે મદદનીશ બાબુ અને મોહન નથી આવ્યા એટલે બધું કામ હું એકલો સંભળી રહ્યો છું."તે આધેડવયના વ્યક્તિએ કહ્યું
     આ સાંભળી સૂર્યાના મુખ પર એક આછું સ્મિત આવી ગયું.
*****************
    "એ સૂર્યા ચાલ આજે અમે પણ અહીં તારી સાથે જ બેસીએ" કિંજલે તેની બાજુમાં બેગ મુકતા કહ્યું
    "અરે કેમ નહીં"સૂર્યાએ કહ્યું.પછી ચારેય એક બેન્ચ પર જગ્યા લે છે
    "આજે તો પહેલો લેક્ચર ફ્રી છે" રિયાએ કહ્યું
     "હા શ્વેતા મેમ ખબર નહીં કેમ આવતા નહીં" કિંજલે કહ્યું
     "તમે લોકોએ એમને જોયા છે?" સૂર્યાએ પૂછ્યું
       "એક પણ વખત આવ્યા નહીં તો ક્યાથી જોઈએ!"આરવે કહ્યું
      "સોમવારની સવારમાં એટલી મજા નથી આવતી"રિયાએ વાતને બીજી તરફ વાળતા કહ્યું
     "તને ભણવું નથી ગમતું એમ કહે ને?" આરવે હસતા હસતા કહ્યું
     "ના યાર એવું નથી પણ આ વેકેશન બાદ થોડા દિવસો એવું રહે" કિંજલે કહ્યું
      "હા એજ ને વેકેશનમાં કેટલી મસ્તી કરી હતી એ યાદ આવે"રિયાએ કહ્યું
       "ચાલો હું એક કિસ્સો શેર કરું" કિંજલે કહ્યું
      "હા હા બોલ બોલ"ત્રણેયે એક સાથે કહ્યું
    "હું વેકેશનમાં મારી સ્કૂલ ફ્રેન્ડ સાથે સુરત અને વલસાડ તરફ ફરવા ગઈ હતી એમાં ત્યાંના જંગલી અને પહાડી વિસ્તારમાં એક જૂની પણ સારી હાલતમાં એક ધર્મશાળા હતી.જ્યાં અમે રોકાવાનું નક્કી કરેલું.જો કે એ ધર્મશાળા અમે નહોતી જોઈ પણ ગામલોકોએ અમને જાણ કરી હતી. ત્યાં રાત્રીનો નજારો ખૂબ મનમોહક હતો.એકદમ નીરવ શાંતિ પથરાયેલી હતી.ક્યારેક કોઈક જંગલી પ્રાણીનો નિર્દોષ અવાજ આવી જતો હતો.તમરાનો દૂરથી આવતો અવાજ પણ વાતાવરણમાં ધ્રુજારી પ્રસાવી જતો હતો.સાથે ખૂબ ધીમો અને મનને મધુર કરતો પવન દોડી રહ્યો હતો.એની સુંદરતામાં ચાર ચાંદ લગાવા માટે તે દિવસે પુનમની રાત હતી આથી તેનો પ્રકાશ આખા જંગલી વિસ્તારને એક આછી રોનક આપી રહ્યો હતો.તેની ચાંદની બાજુમાં ખડખડ વહેતી નદીને સફેદ ચાદર ઓઢાડી રહી હતી."કિંજલ અટકી
      "વાહ કેટલું મસ્ત વર્ણન કરે છે તું" સૂર્યાએ કહ્યું
      "હા યાર તારું આ વર્ણન સાંભળીને તો મને ત્યાં જવાનું મન થયું" રિયાએ કહ્યું
      "પણ ત્યાં એક અઠવાડિયાનો સમય હોય તો જ આપડે જઈ શકીયે" કિંજલે કહ્યું
     "કોઈ નહિ એવો સમય આવે ત્યારે આપડે જઈશું"આરવે કહ્યુ
*******************
  બપોરનો સમય હતો સૂર્યા તેના ગુપ્ત બંગલા પર જમી રહ્યો હતો.તે થોડીવાર પહેલા જ કોલેજેથી આવ્યો હતો.
    "અંકલ અત્યારે આપડે બહાર જવાનું છે" સૂર્યાએ કહ્યું
    "ઓકે તમે જમીને થોડીવાર બેસો પછી આપડે જઈએ"મનુકાકાએ કહ્યું
   પછી સુર્યાએ જમતા જમતા ઇન્સ્પેક્ટર વિક્રમને તેમને નક્કી કરેલ બંગલે આવવા કહ્યુ.
**********************
          થોડીવાર પછી સૂર્યા અને ઇન્સપેક્ટર વિક્રમ નક્કી કરેલ જગ્યાએ પહોંચી ગયા.
       "હા નિખિલ તો હું સવારે જ તે બે વ્યક્તિને અહીં તારા માણસો પાસે મુકી ગયો છું પણ તે બન્ને કઈ કહેવા જ તૈયાર નથી એક જ રટણ કરે છે કે અમને કાઈ ખબર નથી મેં એમને બરાબર મેથીપાક પણ ચખાડ્યો પણ કાઈ ફાયદો ન થયો” વિક્રમે કહ્યું
      “ઓહ એમ વાત છે ચાલો થોડી એક્શન થઈ જાય” સૂર્યાએ અંદર તરફ જતા કહ્યું
    “એટલે પણ કરવાનું શુ છે?”વિક્રમને કઈ ન સુજતા પૂછ્યું
   “તમે ફક્ત બેસો અમે કરી લઈશું,ચાલ જીનું બુલેટપૃફ જેકેટ પહેરી લે” સૂર્યાએ અંદર જતા કહ્યું.

******************

    બાબુ અને મોહન એક રૂમમાં સાંકળોથી બંધાયેલા હતા.
     “હવે આપણે અહીંથી કેમ નિકળીશું બાબુ” મોહને પૂછ્યું.
 બ “એ મને નથી ખબર પણ તું કાઈ બીજું ન બોલતો જો અહીં કેમેરા લાગેલા છે જો આપડા દ્વારા રેડ હેટ ગેંગની માહિતી બહાર ગઈ તો ખબર છે ને શુ શરત હતી?” બાબુએ ખૂબ ધીમેથી કહ્યું.
         “હા મને ખબર છે હવે તો આ લોકો જ થાકીને આપણને ન છોડે ત્યાં સુધી આપડી પાસે કોઈ રસ્તો નથી” મોહને નિસાસો નાખતા કહ્યું
         મોહન આટલું બોલ્યો ત્યાં બહારથી ગોળીઓ છૂટવાનો અવાજ આવ્યો.આથી બન્ને એકદમ સતર્ક થઈ ગયા.તેઓ બહારથી આવતી ચીસો અને ગોળીઓનો અવાજ સ્પષ્ટ સાંભળી રહ્યા હતા.
      "આ ગોળીઓ કોણ ચલાવે છે?"બાબુએ કહ્યું
     "મને શું ખબર પણ લાગે છે આ લોકોના દુશ્મન છે" મોહને કહ્યું
    "દુશ્મનના દુશ્મન એટલે દોસ્ત કદાચ આ આપણને છોડાવી શકે" બાબુએ ઉત્સાહભેર કહ્યું
    એટલીવારમાં જીનું નામનો સૂર્યાનો માણસ બહાર તરફ ગોળીઓ છોડતો અંદરની તરફ આવે છે.તેને જોઈ બાબુ અને મોહન ડરી જાય છે તે કોઈ પહેલવાનથી કમ નહોતો મોહન અને બાબુને એક હાથે મારી શકે એટલું જોર તેના બાવડાંમાં હતું.તે એક તિજોરી પાછળ સંતાયો એટલે બાબુ અને મોહન જોરથી બૂમ પાડવા લાગ્યા કે "અહીં તિજોરી પાછળ છે"
    "ચૂપ નહીંતર આ ગોળીઓ તમારી ખોપડીની આરપાર કરી દઈશ"જીનું બોલ્યો
       થોડીવાર પછી રૂમમાં સૂર્યા નિખિલનું મુખવટુ ધારણ કરીને આવ્યો તેને એક ટી-શર્ટ પહેર્યું હતું તેના પર રેડ હેટનું નિશાન હતું.તેને જોઈ બાબુ અને મોહનને લાગ્યું કે આ રેડ હેટ ગેંગનો વ્યક્તિ છે પણ તેની ઉંમર માંડ વીસેક વર્ષ હતી તે જોઈ તે બન્ને દંગ રહી ગયા હતા.
         સૂર્યાના અંદર આવતા જ જીનુંએ એક ગોળી ચલાવી એ સાથે જ સૂર્યા એક મોટી ગુલાંટ ખાઈને સેટી પાછળ જતો રહ્યો અને હવે જીનું બિલકુલ તેની સામે હતો.બન્નેએ થોડીવાર વ્યર્થ ગોળીબાર કર્યો પછી સૂર્યાએ જીનુની છાતી પર જમણી તરફ એક ગોળી મારી એટલે જીનું નીચે ઢળી પડ્યો આ જોઈ બાબુએ ચીસ પાડી "અમે બન્ને રેડહેટ ગેંગના માણસો છીએ અમને અહીંથી છોડવો"
        "મને ખબર છે પણ તમેં અહીં પહોંચ્યા કઈ રીતે" સૂર્યાએ તેમની તરફ જતા કહ્યું
      "ખબર નહિ સાહેબ પણ આજે અમે કોલેજ જઇ રહ્યા હતા તો એક ગાડી એકદમ અમારી સામે આવી અને પછી તેમાંથી એક માસ્ક પહેરેલો વ્યક્તિ નીકળ્યો અને પછી તેને અમને તેની ગાડીમાં બેસવા કહ્યું તેના હાથમાં ગન હતી એટલે અમે કઈ ન કરી શક્યાં" બાબુએ કહ્યું
     "તમે કોની નીચે કામ કરો છો?"સૂર્યાએ કહ્યું
    "કેમ સર?"મોહને શંકાસ્પદ નજરે પૂછ્યું
    "રેડ હેટનોં પહેલો નિયમ છે કે ઉપરીને કોઈ સવાલ નહી પુછવાનો ફક્ત જવાબ આપવાનો" સૂર્યાએ એક ગોળી મોહનના પગ પાસે ચલાવતા કહ્યું
     "કે.પી કોલેજ ના પ્રોફેસર રાકેશ સર" મોહને ગભરાયેલા અવાજે કહ્યું.
      "ઓહ તો એમ વાત છે ચાલ જીનું ઉભો થઇ જા આપણું કામ થઈ ગયું"સૂર્યાએ જીનું તરફ હાથ આગળ કરતા કહ્યું.
      જીનું સુર્યાનો હાથ પકડીને ઉભો થયો અને પોતાનું ટી-શર્ટ ઉતારી તેની નીચે રહેલું બુલેટપ્રુફ જેકેટ ઉતાર્યું અને મોહન તથા બાબુ તરફ જોઈને હસવા લાગ્યો.એટલીવાર સૂર્યાએ પણ તેનું રેડ હેટનું ટી-શર્ટ ઉતારી નાખ્યુ તેની નીચે એક સફેદ ટોપીનું ચિહ્ન ધરાવતું ટી-શર્ટ હતું જે દ્રશ્યમાન થયું.તે ટોપી પર એક મુગટનો સિમ્બોલ હતો જે ચળકી રહ્યો હતો.બાબુ અને મોહનના તો આ બધું જોઈને મોતિયા મરી ગયા હતા.

********