Redhat-Story ek Hacker ni - 18 in Gujarati Thriller by Divyesh Labkamana books and stories PDF | રેડહેટ-સ્ટોરી એક હેકરની - 18

Featured Books
Categories
Share

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 18


     રેડ હેટ:સ્ટોરી એક હેકરની
     પ્રકરણ:18

        જીનું પોલીસસ્ટેશને પહોંચે છે અને અંદર કોઈ અફસરની માફક જાય છે.તે અંદર પહોંચીને સબઇન્સ્પેક્ટરના ટેબલ પાસે જઈને ઉભો રહે છે.ત્યાં હાજર બધા લોકો આવા ખડતલ વ્યક્તિને બે પળ તો અપલક દ્રષ્ટિએ જોઈ રહે છે. સબ ઈન્સ્પેકર પણ થોડીવાર માટે તેની સામે જ જોઈ રહે છે જીનું કોઈ કમાન્ડો કરતા ઓછો નહોતો લાગી રહ્યો.સબ ઇન્સ્પેક્ટરે તેને ઉપરથી નીચે સુધી જોયો અને પછી કહ્યું "જી બોલો કોનું કામ છે?" 

      "જી હું કમિશનરની ઓફીસ માંથી આવું છું" જીનુંએ રૂઆબદાર સ્વરે કહ્યું.

       સબ ઇન્સ્પેક્ટર થોડીવાર તેની સામે જ જોઈ રહ્યો અને પછી પોતાની જગ્યાએથી ઉભો થયો અને કહ્યું"જી..જી કહો ઇન્સ્પેક્ટર વિક્રમ તો નથી પણ હું આપની મદદ કરી શકું છું"

     "જી એ જ જણાવું હતું કે કમિશ્નર સાહેબે ઇન્સ્પેક્ટર વિક્રમને કોઈ ખાસ કામ માટે એક અઠવાડીયું બહાર મોકલ્યા છે.થોડું અનઓફિશિયલ કામ છે તો ક્યાંય ચોપડે રજા ચડાવવાની નથી અને તેમનું બધું કામ તમારે સંભાળવાનું રહેશે" જીનુંએ કહ્યું

     "અરે પણ ઘણા રનિંગ કેસ વિશે મને બધી માહિતી નથી એનું શું" સબ-ઇન્સ્પેક્ટર મિત ગોહિલ ગુંચવાયો.

     "જી કાલે સવારથી તમે તેમની સાથે વાત કરી શકશો એ તમને કોલ માં ઈન્સ્ટ્રક્શન આપી દેશે અને આ કમિશ્નર સરે એક ભલામણ પત્ર પણ તમારા માટે મોકલ્યો છે" જીનું એક પરબીડિયું આપતા બોલ્યો

       તેને તે પરબીડિયું લીધું અને વાંચ્યું નીચે કમિશ્નરની સાઈન હતી પણ તે કોપી કરેલી છે તે, તે સમજી શક્યો નહીં.તેને કહ્યું "ઠીક છે મી..."

      "રાહુલ" જીનું બોલ્યો

      "જી મી.રાહુલ હું બધું સંભાળી લઈશ તમેં ચિંતા ન કરો" મિતે કહ્યું.

      "થેન્ક યુ સર" કહી જીનું બહાર ગયો.

**************

         સૂર્યાએ જીનુંને બંગલે ઉતાર્યો.પછી તેના પોતાના રૂમમાં ગયો કેમકે તેના કપડાં હજી લોહીથી ખરડાયેલા હતા આથી સ્નાન કરવા તે બાથરૂમમાં ખુસ્યો.સ્નાન કરી તે નીચે ગયો અને જીનું કહ્યું કે તે સાંજે જમવા સમયે આવશે ને તે ગાડી લઈને નીકળી ગયો.તેને મનુકાકાને પણ સાથે આવવાની ના પાડી દીધી.તેને ઘડિયાળમાં જોયું બપોરના સાડા બાર થઈ રહ્યા હતા.સૂર્યાને અત્યંત ભૂખ લાગી હતી તેને એક રેસ્ટોરન્ટમાં ગાડી લીધી અને ભોજન કર્યું અને પછી તે નીકળી પડ્યો કર્ણાવતી હોસ્પિટલ તરફ.

          તે અત્યારે કિંજલ વિશે વિચારી રહ્યો હતો.તેના મગજમાં કોઈ પ્રયત્ન વગર જ કિંજલનું હસતું મુખ તેની સામે આવતું હતું. તેને તેના ખયાલોમાં ખોવાઈ ગયો.તેને કિંજલ કોઈકની યાદ અપાવતી હતી કોઈ બહુ જ ખાસ. તેને કિંજલને ફોન જોડ્યો.

         "હેલો" સૂર્યાએ કહ્યું
   
          "અરે યાર કયાં છું કલાકનું કહ્યું હતું અઢી કલાક થઈ" કિંજલે કહ્યું

          "અરે સોરી યાર અંકલે મને જમ્યા વગર નીકળવા જ ન દીધો." સૂર્યાએ કહ્યું

          "ઓકે ઓકે અમે પણ જો હજી અહીં બાજુના રેસ્ટોરન્ટમાં જમીને જ આવ્યા છીએ તું આવી જા અહીં" કિંજલે કહ્યું.

        "હા બસ હું પહોંચું છું" કહી સુર્યાએ ફોન કટ કર્યો.

 ******************

           સૂર્યા જ્યારે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ત્યાં વંદના બહેન પથારી પર સુતા હતા.તેમની એક બાજુ કિંજલ અને બીજી તરફ આરવ બેઠો હતો.રિયા અત્યારે દેખાઈ રહી નહોતી.તે નજીક ગયો એટલે આરવે કહ્યું "અરે! સૂર્યા આવ આવ મમ્મી આ મારો કોલેજ ફ્રેન્ડ છે સૂર્યા" 

       "કેમ છે આંટી,હવે તબિયત કેવી છે?" સૂર્યાએ કહ્યું

       "બસ જો ને બેટા મારે આ બી.પી ની સમસ્યા તો ઘર કરી ગઈ છે વર્ષમાં એકાદ વખત તો દાખલ થવું જ પડે છે" વંદના બહેને કહ્યું

       "ડોન્ટ વરી આંટી બધું ઠીક થઈ જશે" સૂર્યા એટલું બોલી કિંજલની બાજુમાં બેઠો.

       "હા હું પણ મમ્મીને એજ કહું છું કે તે બહુ ચિંતા ન કરે પણ માનતા જ નથી" રિયાએ પાછળથી આવતા કહ્યું

      "બેટા ચિંતા તો મને તમારા બન્ને સિવાય કોઈની નથી" વંદના બહેને કહ્યું

       "તો હવે શું ચિંતા કરવાની આંટી બન્ને પોતાનું કરી જ લેશે" કિંજલે કહ્યું

       આવીજ ઘણી વાતો કલાકો સુધી ચાલી અને કોઈને ખબર ન રહી કે ક્યારે ચાર વાગી ગયા. ચાર વાગ્યા એટલે આરવના પાપા જે થોડા કામથી બહાર ગયા હતા તે આવ્યા એટલે તેમની સાથે પણ એકાદ કલાક વાત થઈ.સૂર્યા જે કોઈ સાથે ભળ્યાં વગર પોતાનું કામ કરવા માંગતો હતો તેને હવે આ ફ્રેન્ડ સર્કલ અને પરિવાર પોતીકો લાગવા લાગ્યો હતો.તેને આજ સુધી પોતાના કામ દરમિયાન ઘણા લોકોના જીવ લીધા હશે અને એ પણ આટલી નાની ઉંમરે,તેના આટલા કડક સ્વભાવની અંદર પણ એક નરમ દીલ રહ્યું હતું જે આજે ભરાઈ ગયું હતું.સૂર્યાને પોતાને પણ યાદ નહીં હોય કે તેને આટલી વાતો ક્યારે કરી હશે.તે અત્યારે સવારની ઘટના અને પોતનું કામ બધું ભૂલી ગયો હતો.

         "ચાલ સૂર્યા હવે આપણે નીકળીએ પછી મોળું થઈ જશે" કિંજલે કહ્યું.

        "હા સાચી વાત છે બેટા પછી તમારા ઘરે ચિંતા કરશે અને પાંચ તો વાગી જ ગયા છે કદાચ કાલ તો વંદનાને ડિસ્ચાર્જ પણ આપી દેશે" આરવના પપ્પાએ કહ્યું

       "તો ઠીક છે અંકલ આંટી અમે નીકળીએ તમે ધ્યાન રાખજો" સૂર્યાએ કહ્યું.

           સૂર્યા અને કિંજલ ત્યાંથી નીકળે છે. સૂર્યાને થયું કે કિંજલ પોતાનું વાહન લઈને આવી હશે પણ તે ખોટો હતો તેની સ્ફુટી હજી કોલેજ કેમ્પસમાં જ હતી.તે રીક્ષામાં આવી હતી. જોકે કોલેજની લાઈબ્રેરી સાડા સાત સુધી ખુલી રહેતી હોવાથી કોઈ પ્રોબ્લેમ નહોતો.આથી સૂર્યાએ કોલેજ તરફ કાર ભગાવી મૂકી.

        "ધીરે ચલાવ શુ ઉતાવળ છે" કિંજલે સૂર્યાને ટોકતા કહ્યું

        "ના મારે તો કોઈ ઉતાવળ નથી આતો મને એમ કે તારે ઉતાવળ હશે" સૂર્યાએ કહ્યું. હકીકતમાં તો તેને જ ઉતાવળ હતી.એમ તો તેને જીનુંને મેસેજ કરી દીધો હતો કે જ્યારે વિક્રમ હોશમાં આવે ત્યારે તે એને જણાવી દે. તેના કરતાં પણ તેને રાકેશના ભાનમાં આવવાની રાહ જોતો હતો.તેનાથી જ તેને આગળનો કોઈ ક્લુ મળવાનો હતો.

         "ના મારે એવી કોઈ ઉતાવળ નથી તને કેમ એવું લાગ્યું?" કિંજલે પૂછ્યું

       " ના જનરલી ગર્લ્સને રાત પડતા જ ઘરે જવું પડતું હોય છે" સૂર્યાએ કહ્યું

       "ના ના એ બાબતે તો મારા મમ્મી થોડા ફ્રી માઇન્ડેડ છે હું ગમે તેટલી મોડી આવું તે કઈ ન કહે" કિંજલે કહ્યું

       "અચ્છા અચ્છા તો વાંધો નહીં" સૂર્યએ કહ્યું

           પછી થોડીવાર ગાડીમાં શાંતિ છવાઈ ગઈ.બન્ને ઘણી વાત કરવા માંગતા હતા પણ ખબર નહીં કઈ તાકાત તેમને રોકી રહી હતી.તે બન્ને થોડી થોડી વારે એકબીજાને જોઈ લેતા હતા,સામું જોઈ હસી લેતા હતા.એટલીવારમાં કોલેજ આવી જાય છે.

         કિંજલ જ્યારે નીચે ઉતરે છે ત્યારે ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો હોય છે.તે જોઈ કિંજલ ઉછળી પડે છે તે સૂર્યાને કહે છે.

       "સૂર્યા વરસાદ શરૂ થયો છે લાગે છે ખૂબ વરસાદ આવશે" કિંજલે કહ્યું

       "હા..તો.." સૂર્યાએ ટુકમાં કહ્યું

        "અરે! તો ચાલ નાહીયે વરસાદમાં" કિંજલે કહ્યું

         "અરે પાગલ થઈ ગઈ છે કે શું? હવે નાની છો કાઈ" સૂર્યાએ હસતા હસતા કહ્યું

         "અરે યાર પ્લીઝ આવને પહેલા વરસાદમાં નાહવાની ખૂબ મજા આવે" કિંજલે કહ્યું.

       "અરે પણ..." સૂર્યા બોલ્યો

      "શુ અરે પણ લાઈફને ખુલીને ઇન્જોય કર યાર ચલ આવ નીચે" કિંજલે તેને વચ્ચેથી અટકાવતાં કહ્યું.હકીકતમાં તો સૂર્યાનું પણ મન હતું વરસાદને માણવાનું. તે જ્યારે નાનો હતો ત્યારે તેને સેન્ટ પીટર્સબર્ગની ઘણી હિમવર્ષા માણી હતી.તે વધારે ચર્ચામાં ઉતર્યા વગર નીચે ઉતાર્યો અને તેનો મોબાઈલ ગાડીમાં જ મુક્યો.

         "ચલ ગાર્ડનમાં બેસીએ" સૂર્યાએ કહ્યું

       "હા ચાલ"કહી કિંજલે સૂર્યાનો હાથ પકડ્યો. સૂર્યા માટે તે અનપેક્ષિત હતું પણ તેને વરસાદના મોસમમાં પણ કિંજલના હાથનો સ્પર્શ હુંફાળો લાગી રહ્યો હતો.

******

ક્રમશ: