Redhat-Story ek Hacker ni - 21 in Gujarati Thriller by Divyesh Labkamana books and stories PDF | રેડહેટ-સ્ટોરી એક હેકરની - 21

Featured Books
Categories
Share

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 21


     રેડ હેટ: સ્ટોરી એક હેકરની
     પ્રકરણ: 21

       "રાકેશ બીજું કાંઈ જાણતો હોય તો એ પણ કહે" વિક્રમે કહ્યું

       "જી,નહીં સર હું બીજું કાંઈ નથી જાણતો,જે જાણતો હતો એ કહી દીધું છે."રાકેશે કહ્યું.

      "ઠીક છે હું માનું છું"સૂર્યાએ કહ્યું અને પછી આગળ બોલ્યો "જીનું હવે આને છોડી ને રૂમને લોક કરી દો."

       "જી સર" જીનુંએ કહ્યું.પછી બધા બહાર નીકળ્યા અને જીનુંએ રાકેશને છોડ્યો,રાકેશ અત્યારે હોશમાં ન હોય એમ નીચે ઢળી પડ્યો જીનુંએ ખુરશી બહાર મૂકી અને પછી રૂમને બહારથી કળી લગાવીને નીચે ગયો.નીચે સૂર્યા અને વિક્રમ બન્ને એક ટેબલ પર બેઠા હતા એટલે તેમણે ડિસ્ટર્બ કર્યા વિના તે તેના રૂમમાં ચાલ્યો ગયો.

      "શુ લાગે છે સૂર્યા?" વિક્રમે કહ્યું

      "સર એ કહી તો સાચું જ રહ્યો છે પણ સવાલ એ છે કે તેની પાસે કોઈના કોન્ટેકટ નમ્બર નથી" સૂર્યાએ કહ્યું

       "હવે તો આપણી પાસે એક જ રસ્તો છે આપણે કોલેજના સ્ટોરરૂમ પર નજર રાખવી જોઈએ" વિક્રમે કહ્યું

      "હું પણ એજ વિચારું છું સર કારણકે જો રાકેશ રોજે ત્યાં ચેક કરવા જતો હોય કે કોઈએ ચીઠ્ઠી મૂકી કે નહીં તો એજ રીતે જરૂર રાત્રે કોઈ ચેક કરવા આવતું હશે કે રાકેશે કોઈ ચીઠ્ઠી મૂકી કે નહીં!તમારું શુ કહેવું છે?" સૂર્યાએ કહ્યું

       "બની શકે સૂર્યા આપણે ત્યાં નજર રાખવી જોઈએ" વિક્રમે કહ્યું

       "સર એ એટલું સરળ નથી કેમ કે સ્ટોરરૂમ એ કોલેજની પાછળની બાજુ છે ત્યાં થોડીએવી જ ખુલી જગ્યા છે ત્યાં સંતાઈને નજર રાખવી અશકય છે વોચમેન તરત પકડી લેશે" સૂર્યાએ કહ્યું

      "અરે તો કોઈ નહીં આપડે મેઈનગેટ પર નજર રાખશું જે કોઈ પણ હશે તે અંદર તો મેઈન ગેટથી જ જશે ને?" વિક્રમે કહ્યું

     "એના કરતાં પણ મારી પાસે એક સારો રસ્તો છે સિક્યોરિટીને થોડીવાર ડિસ્ટ્રેક્ટ કરીને રાખશું એટલીવારમાં હું ત્યાં એક હીડન સીસીટીવી ફિટ કરી દઈશ."સૂર્યાએ કહ્યું.

      "આઈડિયા સારો છે પણ પેલા સિક્યોરિટીને ડિસ્ટ્રેક્ટ કરવાનો કોઈ રસ્તો વિચારવો પડશે" વિક્રમે વિચારમુદ્રામાં સ્થિર થતા કહ્યું. પછી અચાનક બોલ્યો " હા એક આઈડિયા છે હું પોલીસસ્ટેશનમાંથી કોઈને કહું કે ત્યાં જાય અને બધા સિક્યોરિટીને કોઈના કોઈ બહાને ગ્રાઉન્ડમાં બોલાવીને પ્રશ્નો પૂછે એટલીવારમાં તું એ કેમરો ફિટ કરી દેજે"

       "આઈડિયા સુપર છે તો અત્યારે મારી કોલેજનો સમય છે આથી હું એક વાગ્યા સુધી બહાર નહિ નીકળી શકું.તો આપણે એ કામ ઠીક એક વાગ્યે સ્ટાર્ટ કરવાનું છે" સૂર્યાએ કહ્યું

      "ઠીક છે સૂર્યા પોલીસ ત્યાં ઠીક એક વાગ્યે જ પહોંચશે" વિક્રમે કહ્યું.

        પછી સૂર્યાએ જીનુંને અવાજ લગાવ્યો એટલે જીનું નીચે આવ્યો એટલે સૂર્યાએ જીનુંને તેના બંગલેથી મનુકાકા જે કેમરો આપે તે એને એક વાગ્યે કોલેજે આપી જવા કહ્યું. પછી મનુભાઈને જીનું સાથે જવાનું સૂચન કર્યું અને પોતાને રસ્તામાં ઉતારતાં જવાનું પણ સૂચન કર્યું. પછી ત્રણેય નીકળ્યા અને વિક્રમે પોલીસસ્ટેશનમાં ફોન કર્યો અને કોઈ પેન્ડિંગ કેસના ઇન્વેસ્ટિગેશનના નામે તેમેને કે.પી કોલેજના બધા સિક્યોરિટીની ગ્રાઉન્ડમાં બધાની સામે બરાબર પૂછપરછ કરવા જણાવ્યું.

**************

 સમય: 8:30 AM

      કેપી કોલેજની કેન્ટીનમાં જ્યારે સૂર્યા પહોંચ્યો ત્યારે કિંજલ,રિયા અને આરવ એક ટેબલ પર બેઠા હતા.કિંજલને જોઈને સૂર્યાને કાલ સાંજની વાત યાદ આવી,તેના પગ તે તરફ જવા નહોતા ઉપડી રહ્યાં.તેમ છતાં તે હિંમત કરી તે તરફ ગયો અને કિંજલ તરફ જોયા વગર આરવની બાજુમાં બેસી ગયો.

      "ગુડ મોર્નિંગ સૂર્યા" આરવે અને રિયાએ કહ્યું.

       "ગુડ મોર્નિંગ ગાઇસ" સૂર્યાએ કહ્યું,કિંજલ ચુપચાપ બેઠી હતી તે વાત સૂર્યાએ નોટિસ કરી.

      "કેમ આજે મોડો?" રિયાએ કહ્યું.

     "પપ્પાએ પરાણે નાસ્તો કરવા બેસાડી દીધો એટલે થોડું મોડું થઈ ગયું" સૂર્યાએ કહ્યું.

     "ઓહ તો ચાલ હવે કલાસમાં જ બેસીએ એમ પણ રાકેશ સરના કલાસને થોડી જ વાર છે" આરવે કહ્યું.

     "હા તમે લોકો જાવ મારે સૂર્યા સાથે થોડી વાત કરવી છે" કિંજલે કહ્યું.

     "ઓય એવી તો કઈ વાત છે જે આમારી સામે ના થઇ શકે?" રિયાએ કહ્યું

     "અરે યાર હશે કંઈક એ છોડ તારે સ્ટેશનરી લેવાની હતી ને? તો ચાલ તે લઈ આવીએ ત્યાં તે લોકો પણ આવી જશે" આરવે કહ્યું અને બંન્ને બહાર ગયા.

     સૂર્યા અને કિંજલ બન્ને એકદમ ચુપચાપ થોડીવાર બેસી રહ્યા.બન્ને થોડીવાર એકબીજા સામે જોતા તો થોડીવાર નીચે ટેબલ પર પછી સૂર્યાએ કહ્યું "બોલ કિંજલ શુ વાત કરવી છે?" 
    
       "સૂર્યા તે કાલ સાંજે...હું તો....બસ..." કિંજલે ત્રુટક શબ્દમાં કહ્યું. સૂર્યા ચૂપજ રહ્યો.

         "કાલે વાતાવરણ થોડુંક રોમેન્ટિક હતું અને મને એમ પણ વરસાદ ખૂબ ગમે છે મારી પ્રિય ઋતુ છે અને હું કાલે થોડી ફિલિંગસ પર કાબુ ન રાખી શકી આઈ એમ સોરી" કિંજલે કહ્યું

     "લિવ ઇટ કિંજલ પણ એક વાત કહું?" સૂર્યાએ કહ્યું

     "તો એમાં એટલો બધો કેમ શરમાય છે બોલ ને?" કિંજલે સ્મિત સાથે કહ્યું.

     "નહિ બસ એમ જ આ રીતે કોઈ સાથે વાત નથી કરીને" 

     "એવું કશું ન હોય યાર જસ્ટ ચીલ,બોલ બોલ" કિંજલે ચાની છેલ્લી ચૂસકી લેતાં કહ્યું.

     "યાર કિંજલ હું તને પહેલા દિવસથી જ પસંદ કરું છું આઈ....આઈ...લવ યુ કિંજલ" સૂર્યાએ કહ્યું.સૂર્યા અત્યારે ધીમેથી વાત કરી રહ્યો હતો જેથી આજુબાજુ કોઈને એ વાત ન સંભળાય.જોકે સૂર્યા આ વાત ન કહેત,પણ ખબર નહીં કેમ તે આજે તેનું દિલ તેના હાથમાં ન હતું અને મગજ પાસેથી બધો કંટ્રોલ લઈને તે પોતેજ શરીરને કંટ્રોલ કરવા લાગ્યું હતું. 

        આ સાંભળી કિંજલ થોડી સ્તબ્ધ થઈ.તેને થોડીવાર વિચારી ફેંસલો કર્યો કે" સૂર્યા આઈ લાઈક યુ બટ આટલી જલ્દી હું કોઈ નિર્ણય ન કરી શકું પણ હું તને વિચારીને જણાવી દઈશ" કિંજલે કહ્યું

      "કોઈ નહિ હું રાહ જોઇશ પણ આઈ હોપ આ વાત આપણી દોસ્તીને કોઈ ઇફેક્ટ નહિ કરે" કિંજલે કહ્યું.

      "અફકોર્સ નોટ સૂર્યા અને હા મારા જવાબ પહેલા આ વાત કોઈને જણાવતો પણ નહીં" કિંજલે કહ્યું

      "ઠીક છે તો આ વાત છોડ હવે કહે શુ કરવું કરવું છે કેમ કે રાકેશ સરનો લેક્ચર ફ્રી છે" સૂર્યાએ કહયુ

      "તને કેવી રીતે ખબર?" કિંજલે પૂછ્યું

        "બસ એમ જ મને ખબર છે" સૂર્યાએ કહ્યું

      "તું કહે" કિંજલે કહ્યું

      "અરે યાર પેલી ટ્રીપ.." સૂર્યાએ કહ્યું

      "એ તો કેન્સલ કરવી પડશે સૂર્યા કેમ કે રિયા અને આરવના મમ્મીની તબિયત હજી સ્ટેબલ થઈ નથી તો તે બન્ને નહીં આવી શકે" કિંજલે સૂર્યાને વચ્ચેથી જ અટકાવતા કહ્યું.

        "ઓકે પછી ક્યારેક ગોઠવશું" સૂર્યાએ કહ્યું પણ અત્યારે સૂર્યા મનોમન ખૂબ જ ખુશ હતો.

       "તો ચાલ કલાસમાં બેસીને જ વાતો કરીએ કદાચ લેક્ચર ન હોય તો" કિંજલે કહ્યું અને બન્ને કલાસરૂમમાં ગયા ત્યાં આરવ અને રિયા બન્ને પહેલેથી જ આવી ગયા હતા તે બન્ને તેની પાસે જઈને બેસ્યા.

        "ઓહ આવી ગયા મી. અને મીસ. પ્રાઇવેટ" રિયાએ કહ્યું

       "ઓય વધારે બોલવાની જરૂર નથી અને સમય આવ્યે તને પણ કહી દઈશ" કિંજલે કહ્યું

      "અરે મજાક કરું છું યાર" રિયાએ કહ્યું.રિયાએ કિંજલને સાઈડહગ કરતાં કહ્યું.

      પછી બધા અહીં તહીંની વાતો કરે છે.રાકેશ સરનો લેક્ચર જતાજ એક પછી એક પ્રોફેસર આવે છે અને ભણાવે છે,છેલ્લે લાસ્ટ લેક્ચર પણ પૂરો થાય છે સૂર્યાએ મોબાઈલની ક્લોકમાં જોયું તો એક વાગી ગયા હતા.

       "ચલો ફ્રેન્ડ્સ અમે નીકળીએ મમ્મી ઘરે એકલી છે..." આરવે કહ્યું

          તેમના જતા જ કિંજલે કહ્યું "ઓકે સૂર્યા હું પણ નીકળું અત્યારે, કેમ કે મમ્મીને થોડું કામ હતું ઘરે તો કહ્યું છે કે હું તરત જ ઘરે આવું" 

          "સ્યોર બાય" સૂર્યાએ કહ્યું.સૂર્યા માટે આ સારું હતું જો કોઈ પણ સાથે ન હોય તો તે તેનું કામ બહુ સરળતાથી કરી શકે છે.તે વિચારમાં કિંજલ સાથે બહાર જતો હતો.ત્યાં તેની ટક્કર એક છોકરા સાથે થઈ અને તેના હાથમાં રહેલો મોબાઈલ નિચે પડી ગયો.સૂર્યાને ઘણો ગુસ્સો આવ્યો પણ પેલા છોકરાએ સોરી કહ્યું એટલે સૂર્યા બીજું કાંઈ ન બોલ્યો.સૂર્યા નીચે નમીને તે મોબાઈલ લેવા ગયો ત્યારે તેનું વાઈટ હેટનું લોકેટ બહાર આવી ગયું અને તે કિંજલે જોયું અને કહ્યું "ઓહ સૂર્યા આ કેવું વિચિત્ર લોકેટ છે"

        "મારા દાદાએ મને આપ્યુ છે અને મારા માટે બહુ ખાસ છે" આટલુ કહેતા તેને લોકેટ ફરી શર્ટની અંદર નાખ્યું અને બન્ને વાતો કરતા બહાર નીકળ્યા.

********

ક્રમશ: