Redhat-Story ek Hacker ni - 29 in Gujarati Thriller by Divyesh Labkamana books and stories PDF | રેડહેટ-સ્ટોરી એક હેકરની - 29

Featured Books
Categories
Share

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 29


   રેડ હેટ: સ્ટોરી એક હેકરની
   પ્રકરણ:29

       "શુ કરે છો ગુરુ?"સૂર્યાએ પ્રવેશતાની સાથે જ એક ખુરશી તરફ અગ્રેસર થતા કહ્યું.

       "તારાપુરનું પોલીસ ખાતું ચેક કરું છું" ગુરુએ સ્ક્રીનપર જ નજર રાખતા કહ્યું.

       "એ મેં ઓલરેડી કર્યું છે તેમાં ઇન્સ્પેક્ટર અજય સિવાય મને કોઈ શંકાસ્પદ લાગ્યું નહીં" સૂર્યાએ કહ્યું.

      "તો તે અજયને ઉઠાવીએ" ગુરુએ કહ્યું.

      "મેં પણ એ જોયું પણ તે ફક્ત થોડા પૈસા માટે કેસો બંધ કરે છે તેનાથી વિશેષ તે કશું જણાવી શકશે નહીં તેની મને ખાતરી છે" સૂર્યાએ કહ્યું

      "પણ તેની પાસે રેડહેટ ગેંગના નંબર્સ છે તો મેં બી વધારે જાણતો હોય" ગુરુએ કહ્યું

        "ના એવું નથી.તેને એક જ પ્રાઇવેટ નમ્બરમાંથી મેસેજો આવે છે.તે નમ્બર પર તેને કોલ પણ લાગી ન શકે અને હા તેના એક બેંક એકાઉન્ટમાં કોઈ કારણવગર દર કેસ ક્લોસિંગના બે દિવસ બાદ એક મોટી રકમ જમા થાય છે તે મેં વેરીફાય કર્યું છે." સૂર્યાએ કહ્યું

       "મતલબ કે કોઈ ફિઝિકલી તેને રૂપિયા આપતું નથી પણ બધુ ઓનલાઈન થાય છે" ગુરૂએ કહ્યું.

        "હા એટલે જ કહ્યું છું કે તેને દબોચવાથી કશો ફાયદો થશે નહીં પણ મને શંકા બીજી છે અને તે છે કે વિક્રમના પોલીસસ્ટેશમાં પણ કોઈ ભેદી છે,એવું મને ખુદ વિક્રમે કહેલું છે તો ચાલ તેમાં થોડી તપાસ કરીએ" સૂર્યાએ કહ્યું

        "હા ચાલ"ગુરુએ હુંકારો કરી કોમ્પ્યુટરમાં વિક્રમ સાથે જેટલા કામ કરતા હતા તે બધાની હિસ્ટ્રી એક પછી એક ખોલી અને બાજુમાં વિક્રમના હાથમાથી કેસ જયારે પાછો ખેંચાઈ જતો તે તારીખ રાખી.તે સુપર કોમ્પ્યુટર હતું તેને એકસાથે એક કરતાં વધુ લોકો ચલાવી શકે છે.લગભગ પોણી કલાકની જહેમત બાદ ગુરુની નજર એક નામ પર અટકી "ભૈયા આ જો સબઇન્સ્પેક્ટર મિત ગોહિલ તે દર વખતે કેસ ક્લોઝ પહેલા કા તો કોઈ પ્રાઇવેટ નમ્બરમાંથી કોલ આવ્યો છે અને કા તો કોલ કર્યો છે"

        "યુ આર રાઈટ ગુરુ આ વ્યક્તિને આપડે પ્રાઇવેટ નમ્બરમાથી કોલ કરી લઈએ હમને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. "સૂર્યાએ મિત ગોહિલના નમ્બર પર ફોન કર્યો થોડીવાર પછી કોઈ ઊંઘમાં બોલતું હોય એવો અવાજ આવ્યો "જી સર હજી તો હું ઊંઘતો હતો એટલે ફોન ઉપાડવામાં મોડું થયું કઈ માહિતી જોઈ છે તમારે?"

        ગુરુએ સૂર્યા તરફ જોયું અને શું જવાબ આપવો એનો ઈશારો કર્યો.સૂર્યાએ મીની માઇક તેના હાથમાં લીધું અને પછી બાજુમાં પડેલ એક રૂમાલ ઉઠાવ્યો અને માઇક આગળ રાખીને બોલ્યો " સાંભળ મને લાગે છે વિક્રમ ફરી અમારી પાછળ પડ્યો છે આપણી ટીમના બે ચાર મેમ્બર ગાયબ થયા છે" સૂર્યાએ જાણી જોઈને આપણી ટીમ શબ્દનો પ્રયોગ કર્યો.જેથી મિત બધી માહિતી આપી દે.હકીકતમાં સૂર્યા એ જાણવા માંગતો હતો કે મિત વિક્રમ ક્યાં છે તે વિશે કેટલું જાણે છે તેને કદાચ છુપી તપાસથી જાણ તો નથી થઈને કે વિક્રમ કોઈ વડોદરા-બડોદરા નથી ગયો પણ છુપાયેલો છે.

         "ના ના સર એવું ના બની શકે મોટા સર તો છેલ્લા સાત દિવસથી વડોદરા ગયા છે કોઈ ટ્રેનિંગ કે એવું કંઈક છે મને ખાસ જાણ તો નથી પણ હા એટલું ચોક્કસ છે કે તે અઠવાડિયાથી તારાપુરમાં નથી.મને લાગે છે આ કોઈ બીજું છે."

       "તે ક્યારે પાછો આવે છે" સૂર્યાએ તોછડાઈથી પૂછવાનો ડોળ કર્યો.

        "મને લાગે છે આજકાલમાં આવવા જોઈએ" ગોહિલે કહ્યું.

         "ઠીક છે હું ફોન મુકું છું જરૂર પડ્યે ફોન આવી જશે" સૂર્યાએ કહ્યું

        "સર સર મારૂ પાછલું પેમેન્ટ બાકી છે એનું જરાક..."ગોહિલે વાક્ય અધૂરું મૂક્યું

        "તું ચિંતા ના કર.તને રેડહેટ ગેંગ તરફથી કોઈ દિવસ ધોકો નહીં મળે.એની ચિંતા ન કરે બધાની સાથે તારું પેમેન્ટ પણ આવી જશે" સૂર્યાએ ચાલાકીથી કહ્યું.

        "ના ના સર મને તમારા પર ભરોસો છે હું ફોન રાખું છું"કહી ગોહિલે ફોન મુક્યો.

           સૂર્યાએ ગુરુ સામે જોયું અને કહ્યું " મને ગોહિલ આવો વ્યક્તિતો નહોતો લાગ્યો.."

          "ભૈયા એવું જરૂરી નથી કે પૈસા લઈને કામ કરનારા માણસો ખોટા જ હોય" ગુરુએ કહ્યું

         " પણ ગુરુ ખોટું કામ"સૂર્યાએ કહ્યું

        "પણ ગોહિલને એવું કહેવામાં આવ્યું હોય કે અમે સરકારની સિક્રેટ એજેનસીમાં કામ કરીએ છીએ અને દેશ માટે તારે અમને બધી જાણકારી પુરી પાડવાની છે તેના પૈસા સરકાર ચૂકવશે પણ તારે વાત લીક કરવાની નથી.મારા પાછલા કેસમાં આવું જ હતું." ગુરુએ દલીલ કરી.

        "તારી વાત સાચી છે ગુરુ હું માનું છે ઘણા લોકોને જાણ જ નથી હોતી કે તે કોઈ ગેરકાયદેસર કામમાં સંડોવાયેલા પણ પોતાના મૂલ્યોને ભૂલીને કોઈની વાતમાં આવી જવુ કેટલી હદે યોગ્ય કહેવાય?કોઈ પણ વ્યક્તિ તેને એમ કહે કે તારે ઈંફોર્મર માટે કામ કરવાનું છે તો તેને વિચારવું જોય કે જો તેમને સચોટ માહિતી જોઈતી હોય તો સીધા વિક્રમને કહે,ના કે તેને "સૂર્યાએ કહ્યું

       "તે ઠીક છે પણ એવું તેને બ્રેઇનવોશ કર્યું હોય તો..." ગુરુએ કહ્યું

         "જો ગુરુ આ બધી માથા પગ વગરની વાતો છે.મને તો લાગે છે કે તે પૈસાની લાલચમાં આવ્યો છે.કેમકે હું વારે વારે ગેંગ શબ્દ બોલતો હતોઝલોકો પકડાયા છે વગેરે બોલતો હતો,તેમ છતાં તેનો કોઈ અલગ પ્રતિભાવ ન હતો.એનો મતલબ કે તે જરૂર જાણી જોઈને ગેંગમાં જોડાયો છે.તેમ છતાં જો તે કોઈ ષડ્યંત્રનો શિકાર થયો હોય તો પણ આપણે તેને પકડવો નથી કેમ કે તે કોઈ માહિતી આપી નહીં શકે આપડે બોસ સુધી પહોંચવાનું છે બીજું બધું આપોઆપ બંધ થઈ જશે" સૂર્યાએ કહ્યું.

      "ઠીક છે ભૈયા તો આપડે હવે શું કરવાનું છે" સૂર્યાએ કહ્યું

      "કાઈ નહિ મારે બપોર સુધી કોલેજે જવું છે અને બપોરે વિક્રમને હું લઈને અહીં આવી જઈશ પછી તને જે કેમેરાની વાત કરી હતી તે જણાવીશ" સૂર્યાએ કહ્યું.

      "ઠીક છે ભૈયા ગુડ બાય"ગુરુએ કહ્યું અને સૂર્યા રૂમની બહાર નીકળ્યો.

**************

           સૂર્યા રોજની માફક કોલેજની કેન્ટીનમાં પહોંચ્યો.ત્યાં બધા ઓલરેડી પહોંચી ગયા હતા કિંજલની બાજુની જગ્યા ખાલી હતી...રખાઈ હતી.સૂર્યાએ ત્યાં જગ્યા લીધી અને બોલ્યો "ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ" સૂર્યાએ કહ્યું

      " ઓહ અમારો લવ બર્ડ્ આજે મોડો" આરવે સૂર્યાને હાથથી તાપલી દેતા કહ્યું

       "બસ હવે યાર કેટલું ખેંચો છો તમે લોકો, જો તો સૂર્યા આ લોકો સવારના મારી પાછળ પડ્યા છે." કિંજલે કઈક અણગમતા કઈક નિરસતા અને કંઈક બેધ્યાન પણાના ભાવ સાથે કહ્યું.

          "અરે યાર આરવ કેમ આવું કરે છો" સૂર્યાએ બેસતા કહ્યું.

           "અરે ના ના એવું કશું નથી અમે તો બસ એમ જ" આરવે કહ્યું અને સૂર્યા માટે નાસ્તો ઓર્ડર કર્યો.

         "સૂર્યા આજે આ નાસ્તો તારી તરફથી" રિયાએ કહ્યું

        "શેની ખુશીમાં?" સૂર્યાએ કહ્યું

         "અરે શુ શેની ખુશીમાં?" રિયાએ સૂર્યા અને કિંજલ તરફ જોતા કહ્યું

         "અરે ના ના દીદી આવડી મોટી ખુશીની વાત એક કેન્ટીનના નાસ્તાથી થોડી પતે" આરવે કહ્યું

         "ઓકે ઓકે ગાયસ નો ઓફેન્સ...હું અત્યારનો નાસ્તો પણ કરાવું છું અને મને સમય મળશે પછી એકાદી સારી હોટેલમાં પણ જતા આવશુ." સૂર્યાએ કહ્યું.

           "એ હુઈના બાત"રિયાએ કહ્યું.

         બધાએ નાસ્તો કરવામાં વ્યસ્ત થયા એટલે કિંજલે સૂર્યાને ધીમેથી કહ્યું "કાલે રાત્રે કોલ કેમ ન કર્યો?" 

        "અરે યાર કાલે મોડા પહોંચ્યા હતા અને ગુરુનો સામાન ગોઠવ્યો પછી વહેલું ઉઠવાનું હતો તો તરતજ સુઈ ગયો" સૂર્યાએ એટલા જ ધીમા અવાજે કહ્યું.

       "અરે પણ તો સવારે કોલ કરી લેવાયને મેં સવારે પણ રાહ જોઈ"કિંજલે કહ્યું

        "ઓહ મતલબ હવે મારે ફરજીયાત સવાર સાંજ તારી સાથે વાત કરવી પડશે?" સૂર્યા હસતા હસતા કહ્યું

         "ના યાર એવું નથી તને ક્યારે સમય હોય ત્યારે" કિંજલે કહ્યું

         " પાક્કું" સૂર્યાએ ધીમેથી કહ્યું.

      બધાએ નાસ્તો પૂરો જ કર્યો હતો.ત્યાંજ બહાર કાંઈક ખળભળાટ થયો.કોઈ મોટેથી અપશબ્દો બોલતું કેન્ટીન તરફ આવી રહ્યું હતું.બધાનું ધ્યાન દરવાજા તરફ હતું.ધીમે ધીમે અવાજ વધતો ગયો અને ખૂબ જ ગુસ્સામાં છ લોકો કેન્ટીનમાં પ્રવેશ્યા.બધા કોઈ કુસ્તી પહેલાવનથી ઓછા ન હતા તેમાંથી બેના હાથમાં ખૂબ ભારે લાગતા મુદ્ગલ હતા,બેના હાથમાં ટૂંકી પણ તીક્ષ્ણ છરી હતી.એક પાસે એક લાકડી હતી એકના હાથ ખાલી હતા.તેને બધા ઓળખતા હતા.તે હતો પ્રકાશ.જેને સૂર્યાએ થોડા સમય પહેલા એક હાથથી ઊંચકયો હતો.તે બધાના ધાર્યા કરતાં વધારે ખતરનાક નિકળ્યો હતો.તે સૂર્યા સાથે બદલો લેવા ગુડાં જેવા લોકોને લઈને આવ્યો હતો.

       "સૂર્યા તે દિવસે મને આખા કલાસ વચ્ચે મને નીચું જોવા જેવું કર્યું હતું.મારા દોસ્તો ત્યારે તારાપુરમાં નહોતા,નહિતર તે દિવસે જ તારો ખાખરો ખેરવી નાખ્યો હોત,પણ તું જો આજે હું તારી અને તારા આ દોસ્તોની શી હાલત કરું છું!" પ્રકાશે ફુલાતા અવાજે કહ્યું.

      "સૂર્યા બહુ ખોટા માણસ સાથે પંગો લીધો છે મને લાગે છે આજે આપણે સિંગલ પીસમાં નહિ જઈએ" આરવે કહ્યું

     "આરવ તું આ લોકોથી ડરે છે?" સૂર્યાએ હસતા હસતા કહ્યું
 
      "અરે ડરવાની વાત છે,તો ડરું જ ને અને તું આમ હશે છો.જો સુર્યા પ્રકાશ એકલો હોય તો ચિંતા ન હોત પણ આપડે બે થઈને આ છનો મુકાબલો ન કરી શકીએ" આરવે કહ્યું.

      "તું ચિંતા ન કર મારા પર છોડી દે" સૂર્યાએ કહ્યું.હકીકતમાં સૂર્યા માટે આ કોઈ વાત નહોતી પણ કિંજલ અને રિયા તેમની સાથે હતા તે જ એક તેના માટે પ્રશ્ન હતો.

       "અરે યાર તેમના હાથમાં હથિયારો છે અને હું પહેલા જ જણાવી દવ કે કેન્ટીનમાં બેસેલા કોઈ વ્યક્તિ આપણી મદદે નહીં આવે.અરે મદદે છોડ કોઈ વચ્ચે પણ નહીં પડે એકથી એક ડરપોક ભર્યા છે" આરવે સામે જોઈને કહ્યું

*********

ક્રમશ: