રેડ હેટ:સ્ટોરી એક હેકરની
પ્રકરણ:39
સાઇબરકેફેમાં લગભગ કોઈ નહોતું.લગભગ બધા ઘટનાસ્થળ તરફ ભાગ્યા હતા.દુકાનદારે કેફે બંધ કરવાની તસ્દી પણ લીધી નહોતી.સમીરે કૉમ્પ્યુટર્સ ઓન કર્યા.એ થર્ડ જનરેશન કોમ્પ્યુટર અને ઉપરથી સેંકેન્ડહેન્ડ તેમાં ફોટરન ચલાવવી એક ખૂબ જહેમદનું કામ હતું.અનિરુદ્ધ કોમ્પ્યુટર પર બેઠો અને સાથે જ તેને જેટલી જલ્દી બને એટલી જલ્દી તેમાં ટર્મિનેટર ઇન્સ્ટોલ કર્યું.અનિરુદ્ધએ કામ કરવાનું શરૂ કર્યું.બહારનો અવાજ અને લોકોની ચીસો સંભળાઈ રહી હતી.લોકો એક સાથે તે વિસ્તાર ખાલી કરવાના લીધે ત્યાં ટ્રાફિક જામ થયું હતું.
અનિરુદ્ધે લગભગ દસજ મિનિટમાં આખા એરિયાનું નેટવર્ક જામ કરી દીધું હતું. આ તરફ બૉમ્બસ્કોડ આવી હતી.તેમને સમજાઈ નહોતું રહ્યું કે નેટકવર્ક કેમ જામ થયું છે,પણ તે તેમના માટે ખૂબ સારી વાત હતી.જ્યાં સુધી તે નેટવર્ક જામ રહેવાનું હતું ત્યાં સુધી કોઈ ખતરો ન હતો. અનિરુદ્ધે લગભગ અડધી કલાક તે નેટવર્ક જામ કરીને રાખ્યું હતું.તે સમયમાં બોમ્બસ્કોડના મેમ્બરોને પૂરતો સમય મળી ગયો હતો અને તેની સાથે તે બૉમ્બ ડીફ્યુઝ થયો હતો.આ તરફ પોલીસને પણ જાણ થઈ ગઈ હતી કે કોઈ વાઈટ હેટ હેકરનું જ આ કામ છે.તેમને એક જીપ દ્વારા સંદેશો પણ મોકલ્યો હતો કે "જે કોઈએ આ નેટવર્ક હેક કર્યું છે તેનું પોલીસતંત્ર આભારી છે.બૉમ્બ ડિફ્યુઝ થઈ ગયો છે." આ સંદેશ અનિરુદ્ધના કાને પડતા જ તેને બધી રનિંગ સ્ક્રીપ્ટ બંધ કરી હતી..
તે દિવસે અનિરુદ્ધે સમીરને કહ્યું હતું "યાર મને તો આજે એક હીરો જેવી ફીલિંગ આવી,પણ મેં કઈક વિચાર્યું છે?"
"તે વરી શુ વિચારી લીધું?" સમીરે પૂછ્યું.
"મેં વિચાર્યું છે કે આપણું આઈ.આઈ.ટીનું લાસ્ટ યર છે સો પ્લેસમેન્ટ છોડી આપડે એક હેકર બની આજ રીતે કેસો સોલ્વ કરીયે"
"પાગલ થઈ ગયો છે કે શું પચીસ લાખનું પેકેજ મૂકી તારે હેકર બનવું છે અને માની લે બની ગયા તો પણ ઘર ચલાવવાના પૈસા ક્યાંથી આવશે?"
"અરે પાગલ થવાની વાત નથી પણ યાર હું શું કહું છુ પગાર ઉપર કામ કરવાવાળા તો ઘણા છે આપડે જોઈન નહિ કરીયે તો કમ્પની કોઈ બીજાને સિલેક્ટ કરી લેશે,પણ દેશ માટે કામ કરવાવાળા હેકરોની કમી છે અને રહી વાત પૈસાની તો એ તો આપણે ભારતનું બ્લેકમની જે વિદેશોની બેન્કમાં પડ્યું છે એ એકાઉન્ટ હેક કરીને પણ કરી લઈશું" અનિરુદ્ધે કહ્યું
"અરે એવું કરવા કરતાં આપડે સરકાર માટે જ કામ કરીએ એમના વાઈટ હેટ ગ્રુપમાં સામિલ થઈ જઈએ" સમીરે કહ્યું.
"તને શું લાગે છે એ મેં નહીં વિચાર્યું હોય? પણ એમાં પોલીટીકલ પાવર નીચે દબાઈને કામ કરવું પડશે અને ઉપરી આપણી ઉપર નજર રાખશે અને મને કોઈના હાથ નીચે રહીને કામ કરવું પસંદ નથી. " અનિરુદ્ધે કહ્યું.
"જો અનિ તું મારો જીગરી છું અને મેં તને કોઈ પણ કામ માટે ના નથી કહી પણ આ કામ માટે મારે પહેલા ઘરે સેટિંગ કરવું પડશે અને એના માટે ઘરે થોડા પૈસા આપવા પડશે એટલે કોઈ ચિંતા ન રહે" સમીરે કહ્યું.
"અરે તું ઘરે એમ જ કહી દેજે મેં એક કંપની જોઈન કરી છે જેનું નામ છે વાઈટ હેટ એસેમ્બલી..." અનિરુદ્ધે કહ્યું.
*****************
અનિરુદ્ધ સ્ટડી પુરી થયા બાદ સુરત આવ્યો હતો અને તે સમીરને પણ અહીં ખેંચી લાવ્યો હતો.તેમને એક મહિનાની મહેનત બાદ એક એકાઉન્ટ હેક કર્યું હતું.તેમાંથી લગભગ દોઢેક કરોડ જેટલી રકમ તેમને ઉપાડી હતી,અને પોતાના ઘરે ત્રીસ લાખના પેકેજની નોકરી કહી મનાવ્યા હતા.ત્યારબાદ વાઈટહેટ એસેમમ્બલીની પહેલી ઓફિસ સુરતમા જ નખાઈ હતી.કામ ઠીક ચાલી રહ્યું હતું પરંતુ તેમના કામ મુજબ તે લેંગ્વેજ સ્પીડ ખૂબ ઓછી પડી રહી હતી.ત્યારે અનિરુદ્ધે સમીરની બીજી લેંગ્વેજ ડેવલપ કરવાનો પ્લાન કહ્યો હતો.સમીરને તે પ્લાન પસંદ આવ્યો હતો,પણ એ કામ સહેલું નહોતું તેમને લગભગ બધી લેન્ગવેજ જોઈ તેમા તેમને બાયનરી પસંદ આવી હતી અને તેમાં મેજર બદલાવ કરીને વધારાના 4 અને 9 નમ્બર એડ કરી એક નવી જ લેન્ગવેજ એડ કરી જેનું નામ રાખ્યું વાઈટ બાયનરી.આ કામ કરવામાં લગભગ તેમને પાંચેક વર્ષનો સમય લાગ્યો હતો.આ દરમિયાન સમીર અને અનિરૂદ્ધ બન્નેના લગ્ન થયા હતા અને અનિરૂદ્ધના ઘરે તો એક બાળકનો જન્મ પણ થયો હતું જેનું નામ સત્યમૂર્તિ રાખ્યું હતું.
વાઇટ બાયનરી લેંગ્વેઝને બનતા ભલે થોડો સમય વધારે લાગ્યો હોય પણ તેની સ્પીડ અને વર્ક એરિયા વિચારી ન શકો ત્યાં સુધી હતા.જે બેંક એકાઉન્ટ્સ હેક કરવામાં પહેલા એકાદ મહિનો થતો તેને હવે લગભગ એકાદ કલાકમાં થવા લાગ્યું.કોઈ પણ મોબાઈલ, કોમ્પ્યુટર અથવા સર્વર હેક કરવું એ તો બહુ સહેલું થઈ પડ્યું.આના દ્વારા બ્રહ્મભટ્ટે ઘણા કેસો સોલ્વ કર્યા હતા.કોઈ ગેંગસ્ટરથી લઈને સ્મગલર સુધી,ડોનથી લઈને કિડનેપર સુધી,તેના દ્વારા ઘણા સમયથી જે તે જગ્યાએ માથું કાઢેલી ગેંગને દબોચ્યા હતા કર્યો હતો.
લગભગ વીસ પચીસેક વર્ષ આ રીતે વીત્યા હતા.જ્યારે સૂર્યાનો જન્મ થયો હતો. ત્યાં સુધી વાઇટ બાયનરી લેન્ગવેજ ખૂબ અપડેટ થઈ ગઈ હતી અને અનિરૂદ્ધ અને સમીરે મળીને તેને પોતાના સુપરકોમ્પ્યુટર પૂરતી સીમિત કરી દીધી હતી.તે વાઇટ હેટ એસેમ્બલીના સુપરકોમ્પ્યુટર્સ સિવાય કામ કરતી નહીં.આ પચીસ વર્ષમાં વાઇટ હેટ એસેમ્બલીની ટિમ ઘણી મોટી બની હતી.અનિરૂદ્ધને લાગ્યું હતું કે તેને આ નોલેજ પોતાના પૂરતું સીમિત ન રાખતા લોકોને પણ અહીં સમિલ કરવા જોઈએ.તે પહેલેથી હેકિંગમાં રસ ધરાવતા બાળકોને પકડતા અને તેમને લગભગ બધી હેકિંગ ટ્રીકસ કહેતા,પણ આજ સુધી તેમને વાઈટ બાયનરી લેન્ગવેજ કોઈને શીખવી ન હતી કેમકે તેમને ડર હતો કે કોઈ એનો ખોટી જગ્યાએ વાપરે તો ભારે મુસીબત થઈ શકે તેમ હતું,અરે અનિરુદ્ધનું તો એવું માનવું હતું કે જો આ લેન્ગવેજ નો ઉપયોગ સરખી રીતે કરવામાં આવે તો તેનાથી નૂક્લિયર બૉમ્બ પણ હેક થઈ શકે છે.તેમની સાથે જ્યારે મોતિરાવ શિંદે જોડાયા ત્યારથી લગભગ આજ સુધી તેમને તેમની સામે એનો ઉલ્લેખ સુધ્ધા નહોતો કર્યો.
જ્યારે સૂર્યાનો જન્મ થયો ત્યારે હવે કોઈ હેકર ગ્રુપ એક્ટિવ થયું છે અને કોઈનો પણ ડેટા સિક્યોર નથી તેવો મેસેજ વાયરલ થયો હતો. પોલીસ અને આખું સાયબર સેલ તંત્ર વાઈટ હેટ એસેમ્બલીને પકડવા માટે સજ્જ થયું હતું.અનિરુદ્ધ સમજી ગયો હતો કે હવે ઇન્ડિયામાં રહી કામ કરવું અઘરું છે એટલે તમને ખૂબ વિચારીને કાર્યક્ષેત્ર માટે રશિયાનું સેન્ટપિટર્સબર્ગ નક્કી કર્યું હતું.પહેલા તેને મોસ્કો નક્કી કર્યું હતું પણ તે રશિયાની રાજધાની હોવાથી ત્યાં પોલીસ તાપસ વધુ રહેતી અને આ સોવિયેત યુનિયન હતું.જો શકના દાયરામા આવીએ તો તરત સજા થઈ શકે તેમ હતી.તે અનિરુદ્ધ બરાબર જાણતો હતો આથી તેને સેન્ટ પીટર્સબર્ગ નક્કી કર્યું હતું.ત્યાં તેને એક મિત્રની મદદથી જગ્યા શોધી હતી જે શહેરથી દુર હતી અને તેના જે વિદ્યાર્થીઓ હતા તેને એક હોસ્ટેલમાં રાખ્યા હતા.અનિરુદ્ધને બધા દ્વારા એક હુલામણું નામ મળ્યું હતું ' માસ્ટર'
સુરતમાં જ્યારે સત્યમૂર્તિ પર હુમલો થયો તેના એકાદ મહિના પહેલા 'રોટ હેલાટ' નામની એક ગેંગ સુરતમાં એક્ટિવ થઈ હતી.જેના મૂળ છેક મોસ્કો સુધી ફેલાયેલા છે. અનિરૂદ્ધ તેમની પાછળ હાથ ધોઈને પડ્યો હતો.તેને લગભગ એક મહિનામાં ત્રણ વખત ધમકી આવી હતી પણ તેને તેની પરવાહ કર્યા વગર તે કામ ચાલુ રાખ્યું હતું.ઘટનાના આગલા દિવસે,સૂર્યાના ફોટા સાથે ઘરનું એડ્રેસ કોઈકે ડાર્કવેબ પર રહેલી તેની વેબસાઈટ પર કોઈકે મેઈલ કર્યું હતું.તે જોઈ અનિરૂદ્ધ થથળી ગયો હતો અને તે તાબળતોડ ઇન્ડિયા માટે નીકળ્યો હતો.
*************
"દાદા તમારી વાત તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે રિયલી આઈ લાઈક યોર એટીટ્યુડ" સૂર્યાએ માસ્ટરે બોલવાનું પૂરું કર્યું તરત જ ઝબકીને કહ્યું. હકીકતમાં સૂર્યા તેના દાદાની વાત કરવાની અદાથી અંજાઈ ગયો હતો.તે ખૂબ કુશળતાથી વાત કરી શકતા હતા.જે કળા લગભગ દરેક શિક્ષકમાં હોય છે.
"અરે બેટા આ તો હજી કાઈ નથી મેં તો તને ફક્ત સમરીની પણ સમરી કહી હકીકતમાં તો મારી જિંદગી કોઈ રોલરકોસ્ટર કરતા પણ વધુ ઉતાર ચડાવ વારી રહી છે,પણ એ ક્યારેક ફુરસદમાં સંભળાવિશ"માસ્ટરે કહ્યું.
"પણ દાદા મારે મારા પપ્પાના મોતનો બદલો લેવો છે શું તમે મને જણાવી શકો એ અત્યારે ક્યાં છે?" સૂર્યાએ કઈક ખૂંદકના ભાવથી કહ્યું.
"અરે સૂર્યા એની હજી વાર છે! કેમકે તેમને પકડવા એટલા સહેલા નથી"
"પણ દાદુ તે લોકો ઊર્મિને પણ લઈ ગયા"
"હા મેં એને શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ" લગભગ આંસુ ભરેલી આંખે માસ્ટરે કહ્યું.
"આપણે એને હર-હાલતમાં ગોતી લઈશું" સૂર્યાએ કંઈક મક્કમતા સાથે કહ્યું.
"આઈ નો એટલે જ મારે તને હવે વાઈટ બાયનરી લેંગ્વેજ શીખવવી છે,અને ફિઝિકલ ટ્રેનિંગ પણ આપવી છે." માસ્ટરે કહ્યું.
"હું તમારો પૌત્ર છું એટલા માટે તમે મને પસંદ કરો છો?" સૂર્યાએ સંદેહ સાથે એક નેણને ઉપર કરી પછ્યુ.
"એવું બિલકુલ નથી એના ઘણા કારણ છે જેમ કે આ ઉંમરમાં તું જે જાણે છે તે એક હાઈપ્રોફેશનલ હેકરને શરમાવે એવુ છે.બીજુ કે આ ઉંમરે તું કોઈ પુખ્ત વ્યક્તિની જેમ વિચારે છે.આ સમયે કોઈ વ્યક્તિ આટલી મેચ્યોર વાતો કરી જ ન શકે અને એક વાત એ પણ છે કે તું મારો પૌત્ર છે એટલે મને તારા પર વધારે ટ્રસ્ટ છે" માસ્ટરે સૂર્યાના માથા પર હાથ મુકતા કહ્યું
"દાદુ પણ..."સૂર્યા કઈક બોલવા જતો હતો ત્યાં માસ્ટરે તેને અટકાવી કહ્યું "સૂર્યા મારો નીર્ણય યોગ્ય જ છે જો હું પૌત્રપ્રેમમાં અંધ બનીને નિર્ણય કરતો હોત તો સત્યમૂર્તિ પણ મારી જેમ એક હેકર હોત પણ એમ નથી સો એ વિશે તું વધારે ન વિચાર અને સુઈ જા કાલથી તારી એક નવી જિંદગીનો પ્રારંભ થઇ રહ્યો છે.ચાલ સ્પકોયનોય નોચિ.(ગુડ નાઈટ)"
સૂર્યા માસ્ટરને હગ કરીને ત્યાંથી પોતાના રૂમમાં ગયો અને સુવા પ્રયત્ન કર્યો મહામહેનતે તેને ઊંઘ આવી.
********
ક્રમશ