રેડ હેટ:સ્ટોરી એક હેકરની
પ્રકરણ:42
સૂર્યા સમીર તરફ જોઈ રહ્યો.તે વાત ક્યાંથી શરૂ કરવી તેની મૂંઝવણમાં હતો.તેને સૂર્યા સામે જોઇને એક લાંબા વિચાર પછી કહ્યું "જો સૂર્યા આ કિટુ ભલે તને કોઈ સાદા પ્રોફેસર જેવો લાગતો હોય પણ આ કોઈ નાની હસ્તી નથી.કેશવને ગયા વર્ષે જ નોબેલ પ્રાઈઝ મળ્યો છે.તેને સુપરકેમિકલ ઇન હ્યુમન્સ માટે આ સન્માસ મળ્યું છે.હકીકતમાં તેને ઘણા એવા કેમિકલ્સ બનાવ્યા છે જે લોકોને કઈક સુપરહ્યુમન્સ જેવા પાવર આપે છે.તેને જે સેમ્પલ કમિટી સામે બતાવ્યા હતા તે તો ફક્ત કોઈને કેલ્ક્યુલેટર જેવો તો કોઈને ઘણું દૂર જોઈ શકાય તેવા પાવર્સ આપતા હતા,પરંતુ ત્યાં કોઈ સાયન્ટિફિકલી તેને સેફ પ્રુવ કરવાના હતાં.હકીકતમાં આ કેમિકલ્સ મગજના કેટલાક ન્યુરોન્સ અને મગજના રેટિના,કોર્નિયા, આયરીસ,સિરિલયરી સ્નાયુ અને લેન્સના કેટલાક આંતરિક સેલ્સ ઉપર ખૂબ કન્ટ્રોલ મેથડમાં અસર કરે છે જેમ મેડિસિન ફાર્માકોડાયનેમિક અને ફાર્માકોકાયનેટિકના નિયમ મુજબ ખૂબ સુરક્ષિત કામ કરે છે તેમ. હકીકતમાં કિટુએ તેના કરતા કઈક વધુ બનાવ્યું છે.તેને એક એવું કેમિકલ બનાવ્યું છે જેમાં તેને 'હિલિયમ ડાયમર'નો ઉપયોગ કર્યો છે જે હજી સુધી કોઈ બનાવ્યું શક્યું નથી.એને તે કઈ રીતે બનાવ્યો એ તો હું પણ નથી જાણતો.તેને એ કેમિકલમાં ઘણા 'f-બ્લોક'ના એલિમેન્ટનો પણ ઉપયોગ કર્યો છે.તે રસાયણ માણસના આખા શરીરને હકીકતમાં એક સુપરહ્યુમન્સ બનાવે છે.તે શરીરના બધા તંત્રોને સુપર એક્ટિવ બનાવે છે.તેનાથી તારા બોન્સના કેલ્શિયમને આયર્ન સાથે રિપ્લેસ છે.આ વિશ્વાસ કરવું ખૂબ અઘરું છે પણ સાચું છે.માણસ એનેરોબિક શ્વસન પણ કરી શકે છે એટલે કે તે ઓક્સિજન વગર જીવી શકે છે.માણસમાં એટલી શક્તિ આવે છે કે તે એકલા હાથે સિંહનો મુકાબલો સુધ્ધા કરી શકે છે.તેની યુવાનીની ઉંમર સિત્તેર વર્ષ સુધી લંબાવી દે છે.કિટુએ આ કેમિકલ કમિટી સામે નથી રાખ્યું કેમ કે તે એને બેન કરી દેત.સો હવે માસ્ટરની ઈચ્છા છે કે એ કેમિકલ તને આપવામાં આવે."
"શુ? મને! પણ કેમ? મેં એવું તો શું કર્યું?" સૂર્યાએ જગ્યાએથી ઉભા થતા કહ્યું
"જો સૂર્યા અમારા બન્ને પછી વાઇટ બાયનરીનો જાણકાર તું જ છો.તારી ગનનો નિશાનો પણ ખૂબ પરફેક્ટ છે તને જો આ કેમિકલ મળે તો તું કોઈ તુફાન કરતા ઓછો નહિ રહે.તારે આ કેમિકલ લેવાનું છે એ પણ અત્યારે જ" માસ્ટરે સત્તાવાર સ્વરે કહ્યું.
"ઠીક છે દાદાજી હું તૈયાર છું" સૂર્યાએ કહ્યું.
"વેરી ગુડ"કહી કિટુ આગળ આવ્યો અને તેને એક ઇન્જેક્શન બનાવ્યું.તે સૂર્યાના હાથમાં આપ્યું.ઇન્જેક્શન લેતા જ સૂર્યાના મગજના વિચારો શાંત થયા.તેને દેખાતું બંધ થયું.તેને ચક્કર આવ્યા અને નીચે પટકાય તે પહેલાં માસ્ટરે તેને પકડ્યો"
*************
સૂર્યાની આંખ ધીમેથી ખુલી.તેની આંખોમાં આછો ગ્રીન કલર ઉતરી આવ્યો હતો.તેને આસપાસ જોયું.તે તેના ઘરે હતો.બાજુમાં સમીર કેશવ અને માસ્ટર બેઠા હતા.સૂર્યાએ બારીની બહાર જોયું રાત થઈ ગઈ હતી.તે લગભગ બાર કલાક બેહોશ રહ્યો હતો.તેને કહ્યું "દાદા હવે મને બિલકુલ ઠીક લાગે છે પણ મને મારુ શરીર જ પરાયું લાગે છે,શુ મારા શરીરમાં કોઈ પણ ફેરફાર થયો છે?"
"હા પણ એ બાહ્ય બદલાવ નથી એ આંતરિક બદલાવ છે,પણ તારે ચિંતા કરવાની જરૂર નથી કેમકે સવાર સુધીમાં તું પહેલા જેવો જ થઈ જઈશ એ પણ તારી અદભુત શક્તિઓ સાથે." કેશવે કહ્યું.
"થેન્ક યુ કિટુ,કદાચ તારી આ મદદથી ઘણા લોકોની મદદ થી શકશે" માસ્ટરે કહ્યું
"ઓહ..કમોન યાર હું પણ સોસાયટીનો જ ભાગ છું તો મને જે વસ્તુ આવડે છે તે સોસાયટીને કામ આવે એનાથી વધારે સારું શુ?" કેશવે કહ્યુ.
"પણ યાર કિટુ આ કેમિકલનો ફોર્મ્યુલા જો કોઇના હાથે લાગ્યો તો ?" સમીરે કહ્યું.
"વેલ,સમીર હું આ કેમિકલ કોઈને આપવા માંગતો હતો.કોઈક સારા વ્યક્તિની તલાશમાં હતો અને સૂર્યા મળ્યો.હવે આ ફોર્મ્યુલાની જરૂર નહોતી આથી હું પોતે જ તેને નષ્ટ કરી દઈશ" કેશવે કહ્યું.
"વાહ વેલ ડન" માસ્ટરે એક સ્મિત સાથે કહ્યું.
"સો હવે આપણે એક સૂર્યાનો ટેસ્ટ કરી લઈએ,અની એની સાથે પંજો લડાવ" કેશવે કહ્યું.
સૂર્યા તેની જગ્યાએથી ઉભો થયો અને માસ્ટર જ્યાં બેઠા હતા ત્યાં બેઠો.માસ્ટર પણ ટેબલ પર હાથ રાખી તૈયાર થયા.સૂર્યાએ તેનો નાનો હાથ માસ્ટરના મજબૂત હાથ પર મુક્યો.સૂર્યાએ બળ આપવાનું શરૂ કર્યું.માસ્ટરે પહેલા ધીરેથી બળ આપ્યું પરંતુ સૂર્યાના હાથનું બળ વધતા તેમને પણ પોતાનું બળ વધાર્યું.માસ્ટર હવે લગભગ પુરા બળથી સૂર્યા ઉપર દબાવ આપી રહ્યા હતા તેમ છતાં સૂર્યાનો હાથ હલી નહોતો રહ્યો.સૂર્યાએ તેનું બળ વધાર્યું અને માસ્ટરનો હાથ એક જ જટકે ટેબલ પર ધરાશાયી થયો.
"અનબિલિવેબલ"સમીરના મોંમાંથી ઉદગાર નીકળ્યો.
કેશવ સૂર્યાની નજીક આવ્યો અને તેના માથા પર હાથ ફેરવ્યો. પછી માસ્ટર તરફ જોઈ કહ્યું "તો હું હવે નીકળું"
"અરે શુ નીકળું?આવ્યો છું તો થોડો સમય રોકાઈ જા ત્રણેય યાર મજા કરીએ"
"રોકાવાની ઈચ્છા તો મારી પણ છે,પણ શું કરું અત્યારે ઇન્ડિયામાં મારે ઘણું કામ છે.તમે લોકો હવે ક્યારે ઇન્ડિયા આવો છો? આજ પણ મુંબઈ શહેરની ગલીઓ અને મજા અકબંધ છે.ક્યારેક જઈએ એજ ગણીઓમાં રખડવા.." કેશવે કહ્યું.
"જરૂર ઈચ્છા તો મારી પણ છે તેમ છતાં હું અત્યારે નીકળી શકું તેમ નથી."માસ્ટરે કહ્યું.
થોડી અહીંતહીંની વાતો બાદ આખરે કેશવે વિદાઈ લીધી.
**************
સ્થળ: વાઇટ હેટ એસેમ્બલી
આજે માસ્ટર સવારમાં વહેલા એસેમ્બલીએ પહોંચ્યા હતા.તેમને હતું કે કોઈ પહોંચે એ પહેલાં સૂર્યાના છેલ્લા ચરણની અંતિમ તાલીમ પુરી કરી નાખે.જો કે આ વસ્તુ આખા એસેમ્બલીમાં સમીર સિવાય બીજા કોઈને ખબર નહોતી અને કોઈને ખબર પણ ન જ પડે તેવું માસ્ટર ઇચ્છતા હતા.સૂર્યા તેમની સાથે હતો.તેને પોતાનું રોજીંદુ માસ્ક આજે પણ પહેર્યું હતું.જ્યારે સૂર્યાએ પહેલાં તે પહેર્યું હતું ત્યારે તેને કઈક મુંઝારો થયો હતો.તેને તે વિચિત્ર લાગતું હતું.તેમ છતાં તે ધીરે ધીરે તેની સાથે અનુકૂલન સાધી લીધું હતું.
"સૂર્યા તારા ગનના નિશાના ખૂબ સારા છે એટલે એની હવે જરૂર નથી અને સુપર કેમિકલ બાદ હવે કોઈ સ્ટ્રેનથ ટેસ્ટની પણ જરૂર નથી.તેમ છતાં હું જોવા માંગુ છું કે શું તું આ એસેમ્બલીના ટોચ પર કોઈ પણ આધાર વગર ચડી શકે છે?" માસ્ટરે સૂર્યા સામે જોતા કહ્યું.
સૂર્યાએ તે લાકડાની હવેલી તરફ જોયું.તેમાં લગભગ ત્રણેક માળ જેટલું ચડ્યા બાદ તેની ટોચ સુધી પહોંચી શકાય તેમ હતું. સૂર્યાએ જોયું તેમાં કોઈ ખાસ આધાર લઈ શકાય તેવી જગ્યા નહોતી.તેને આગળ વધી એક જગ્યાએ પગ મૂક્યો.તેનો પગ અસાધારણ રીતે લાકડા સાથે પકડ મેળવી રહ્યો હતો.તેને ઉપર ચડવાનું શરૂ કર્યું.તેનું શરીર તેનો સાથ આપી રહ્યું હતું.તેના પગ લાકડા પર કોઈ આધારની જેમ જકાળતા હતા.તે લગભગ ગણતરીની સેકંડોમાં ઉપર સુધી જતો રહ્યો. માસ્ટરની ગણતરી સાચી નીકળી હતી."હવે ત્યાંથી કૂદકો મારી ને સીધો નીચે આવ" માસ્ટરે સહેજ ઉંચા અવાજે બૂમ પાડી.
સૂર્યાને વિશ્વાસ હતો કે તે આ આરામથી કરી લેશે.તેને ઉપરથી છલાંગ લગાવી.તેના પગ જમીન પર સ્થિર થયા.તેને આશા નહોતી કે તે આટલી સરળતાથી થઈ જશે.તેને એવું બિલકુલ ન લાગ્યું કે તેને કોઈ ત્રણ મંજિલા ઘરની છત પરથી છલાંગ મારી છે.તેને કાલે જે બેચેની લાગતી હતી તે આજે દૂર થઈ હતી.તેનું શરીર બિલકુલ નોર્મલ થયું હતું.
"દાદા હવે?" સૂર્યાએ માસ્ટર સામે જોઈને કહ્યું.
"આજે તારી માસ્ટર કલાસ પણ પુરી થઈ જશે" માસ્ટરે સૂર્યાની નજીક આવતા કહ્યું.
"તો પછી હું સાવ ફ્રી?" સૂર્યાએ કહ્યું.
"અરે ફ્રી શુ? સાચું કામ તો હવે જ શરૂ થશે,તારા મમ્મી પપ્પાના બદલાનું" માસ્ટરે ઝીણી આંખ કરી કહ્યું.
"તો શું દાદા તમને ખબર છે એ લોકો કોણ છે?"
"ના અત્યાર સુધી નહોતી ખબર હું ઘણા વર્ષોથી તેની તલાશ કરું છું બટ થોડા દિવસો પહેલા જ મને જાણ થઈ છે કે તેમને તેમનો અડ્ડો રશિયાથી સેન્ટ પીટર્સબર્ગમાં સ્વીફ્ટ થયો છે અને મને તેની એકજેટ લોકેશન ખબર છે"
"તો દાદા તમે અત્યાર સુધી કોની રાહ જોઈ રહ્યા હતા? દીદી પણ તેમની પાસે છે"
"આઈ નો પણ તે બંગલા પર લગભગ ત્રીસેક બંધુકધારી ગુંડાઓ છે.તેમાં મેઈન બોસ છે કે નહીં તે હું નથી જાણતો પણ હા તેમની સંખ્યા ત્રીસ જેટલી છે એ પાકું છે..હું ને સમીર બન્ને થઈને એ લોકોની સામે લડી શકીએ તેમ નથી"
"તો આગળ શું વિચાર્યું છે?"
"હવે શુ વિચારવાની જરૂર છે હવે તો આપડે ત્રણ છીએ ને"
"ઓહ..હા હું તો ભૂલી જ ગયો,પણ શું હું એકલો ન જઈ શકું?"
"નહિ ભવિષ્યમાં તારે આ બધા મિશન એકલા જ કરવાના છે પણ આ તારું પહેલું મિશન છે તો હું ને સમીર સાથે રહેશું" માસ્ટરે કહ્યું.
"ઠીક છે તો કાલે જ જઈએ"
"નહીં કાલે નહિ કેમકે તમારે બધાએ કાલે સ્ટેટ હર્મીટેજ મ્યુઝિયમનો પ્રવાસ છે ત્યાં જવાનું છે"
"હું નહીં જાવ તો ચાલશે આ કામ વધારે ઈમ્પોર્ટન્ટ છે"
"તું નહિ જા તો તારા દોસ્તોને નહિ ગમે કસેનિયા પણ જઈ રહી છે"
"ઠીક છે"સૂર્યાએ કઈક વિચારી હામી ભરી.
"હમ્મ તો જા હવે આપણા બાયનરી કલાસમાં બેસ આજે તારો છેલ્લો અને મહત્વપૂર્ણ દિવસ છે.આજે એક મહત્વનું કામ કરવાનું છે" માસ્ટરે કહ્યું.સૂર્યાના ગયા બાદ માસ્ટર વિચારમાં પડ્યા.તે જાણતા હતા કે સૂર્યા મનોમન કસેનિયાને પસંદ કરતો હતો.છેલ્લા બે વર્ષમાં તેની સાથે આઇસહોકી રમવું.ક્યારેક કલાસ છોડી તેની સાથે ગાર્ડનમાં બેસવા જતો રહેતો.તેને તેના લીધે ઘણી ભૂલો પણ કરી છે.અરે એસેમ્બલીનો રુલ તોડી પોતાના સાચા નામ સુધ્ધા એકબીજાને જણાવ્યા હતા.તે ઘણી વાર કોઈ મહત્વના કામ ભૂલી જતો.તે પછી ક્યારેક તે કસેનિયાને વાઇટ બાયનરી લેન્ગવેજ અને કહું ગુપ્ત રખાયેલી એસેમ્બલીની માહિતી જણાવી દેતો.માસ્ટર માટે હવે આ પાણી સરની ઉપર જઈ રહ્યું હતું.તેમને તે બન્ને નો જલ્દી જ કોઈ ફેંસલો કરવાનું નક્કી કર્યું હતું કેમકે જો આજ રીતે ચાલે તો સૂર્યા ચોક્કસ તેના મિશનમાંથી ભટકી જાત.
*************
ક્રમશ: