રેડ હેટ:સ્ટોરી એક હેકરની
પ્રકરણ:50
સ્થળ:જેલ બંગલો
જ્યારે જીનું ઊર્મિને લઈને આવ્યો ત્યારે વિક્રમને સાથે આરવ તથા રિયા સાથે નિકળી રહ્યો હતો.તેને જોઈ તે થોડો સમય રોકાયા હતા.ઉર્મિએ કોઈની સાથે વાત કર્યા વગર શાંતીથી બેસવા માંગતી હતી.જીનુંએ તેને એક રૂમમાં બેસાડી હતી.તેના થોડા સમય પછી સૂર્યા અને માસ્ટર સાથે સમીર,શ્વેતા અને કિંજલ આવ્યા હતા.સૂર્યાએ બધાને હકીકત કહી હતી.તે સાંભળી લગભગ બધાના મોતિયા મરી ગયા હતા.
"હું તેની સાથે વાત કરીશ"સૂર્યાએ માસ્ટર તરફ જોઈને કહ્યું.
"ઠીક છે હું ને સમીર તારી સાથે આવીએ છીએ" માસ્ટરે કહ્યું.
"હું પણ સાથે આવી શકું?" શ્વેતાએ પહેલાં માસ્ટર અને પછી સૂર્યા સામે જોયું.સૂર્યાએ ખભા ઉંચા કરી અંદર તરફ ચાલતો થયો.શ્વેતા એક સ્મિત સાથે તેની પાછળ ચાલી.
સૂર્યા જ્યારે અંદર પ્રવેશ્યો.ઊર્મિ બારીની બહાર જોઈને બેઠી હતી.સૂર્યાના પ્રવેશતાની સાથે જ તે ઉભી થઇ.સૂર્યા તેની નજીક જઈ ઉભો રહ્યો.સૂર્યાએ આજુબાજુ જોયું.ત્યાં કોઈ બેસવાની કોઈ ખાસ જગ્યા નહોતી.તેને ઉભા ઉભા જ કહ્યું "કોણ છે તું? તારા અહીં આવવાનો ઈરાદો શુ છે?"
"હું કોણ છું એનાથી તમારે કોઈ મતલબ નથી.હું અહી ફક્ત એટલા માટે છું કે તમે લોકો રેડ હેટ ગેંગને પકડવા માંગો છો." ઉર્મિએ કહ્યું.
"ઓહ,પણ તારે એમની સાથે શુ દુશ્મની છે?" સૂર્યાએ પૂછ્યું.
"હું રેડહેટ ગેંગનો પાર્ટ છું,પણ હું મારી મરજીથી તે ગેંગનો પાર્ટ નથી બની.મને મજબુર કરાઈ હતી એ માટે.બસ હું બદલો લેવા માંગુ છું" ઊર્મિએ કહ્યું.
"એ તો ઠીક છે પણ તું શું મદદ કરી શકે?" સૂર્યાએ પૂછ્યું.
"મને ખબર છે તમે લોકો જ્યારે આ ગેંગનો માસ્ટર માઈન્ડ તારાપુરમાં કાલે આવી રહ્યો છે ત્યારે તમે એને પકડવા જરૂર જશો.હું તમારી સાથે આવીશ." ઊર્મિએ કહ્યું.
"મને કોઈ પ્રોબ્લેમ નથી,પણ તું અમારા સુધી પહોંચી કઈ રીતે?"
"તને શું લાગે છે રેડ હેટ ગેંગને હજી ખબર નથી કે તું એમની પાછળ છો? તે જ્યારે પેલો કોર્ટ કેસ જીત્યો તે દિવસથી જ બોસને આઈ ડોન્ટ નો કઈ રીતે પણ ખબર છે કે તું જ આ બધા પાછળ છું" ઊર્મિએ કહ્યું.
"તને અમારી પાસે કેમ મોકલવામાં આવી હતી?"
"એજ,મારી મજબૂરીનો ફાયદો ઉઠાવીને કહેવામાં આવ્યું કે મારે તને ખતમ કરવાનો છે.હું હવે વધારે આ ત્રાસ સહન કરી શકું એમ નહોતી એટલા માટે મેં તને કહ્યું કે મને પકડી લે"
"ઓહ,એમ વાત છે."
"નહિ વાત એટલી સિમ્પલ નથી! તે જાણતો જ હતો કે હું પકડાઈશ જ.એટલે તેને મને એક પેનડ્રાઇવ આપી હતી અને જો પકડાઈ જાવ તો તમને આપવા કહ્યું હતું." ઊર્મિએ એક પેનડ્રાઇવ આપતા કહ્યું.
સૂર્યાએ એ પેનડ્રાઇવ લેતા કહ્યું "તું કેટલા સમયથી આ ગેંગમાં છું?"
"ઘણા વર્ષોથી,જ્યારે આ ગેંગે તેનું નામ રેડ હેટ કર્યું ત્યારથી"
"રેડ હેટ કર્યું ત્યારથી મતલબ? એ પહેલાં કઈક બીજું નામ હતું?"
"હા,રોટ હેલાટ.રોટનું રેડ અને હેલાટનું હેટ" ઊર્મિએ કહ્યું.
આ સાંભળી માસ્ટરની સાથે જ સૂર્યા અને સમીરના હાઝા ગગડી ગયા.ત્રણેયે એકબીજા સામે જોયું.તેમને તેમના કાન પર વિશ્વાસ નહોતો આવી રહ્યો કે દસ વર્ષ પહેલા રશિયાની કોઈ ગેંગ અહીં તારાપુરમાં એક્ટિવ હશે.
"શુ કહ્યું? રોટ હેલાટ એ ગેંગ સાથે અમે પહેલા પણ ભીડેલા છીએ"સૂર્યાએ કહ્યું.
"બોસને એ પણ ખબર છે.એટલા માટે જ એ તમને ખતમ કરવા માંગે છે" ઊર્મિએ કહ્યું.
"એની સાથે તો જૂની દુશ્મની છે કાલે બધો હિસાબ બરાબર થઈ જશે" માસ્ટરે મુઠ્ઠી વાળતા કહ્યુ.
સૂર્યાએ તે પેનડ્રાઇવને એક લેપટોપમાં ચડાવી.તેમાં હંમેશની જેમ ફક્ત એક વિડિઓ હતો એ પણ લગભગ ત્રીસ સેકન્ડનો. સૂર્યાએ એ પ્લે કર્યો.તે એક લાલ પ્રકાશથી ભરેલો રૂમ હતો.તેમાં એક વ્યક્તિ ઉભો હતો.તેને તેનું મોઢું છુપાવેલુ હતું.તેને બોલવાનું શરૂ કર્યું. "બચ્ચા જયાને કિડનેપ કરી તે શું સાબિત કરી દીધું? મળી ગઈને મારી માહિતી.હું કાલે જ આવું છું વાઈટ પેલેસ બંગલા પર.જો હિંમત હોય તો આવી જજો મુકાબલો કરવા.જે જીતે તે સિકંદર"તે વ્યક્તિએ મુઠ્ઠી વાળી વિડિઓ પૂરો થયો.સૂર્યાએ એ વ્યક્તિને બરાબર જોયો.અચાનક તેને એક ઝટકો લાગ્યો.તેને માસ્ટર સામે જોયું અને કહ્યું "મને ખબર છે આ કોણ છે" આટલું કહી સૂર્યાએ તેની વાત કહેવાનું શરૂ કર્યું.આ સાંભળી બધાની નવાઇનો પર ન રહ્યો.માસ્ટરનું મગજ લગભગ કામ કરતું બંધ થઈ ગયું.તેમને સ્થિર થતા થોડી વાર થઈ.
**************
સાંજના ચાર
સૂર્યાનો બંગલો
એકરૂમમાં સૂર્યા,કિંજલ, ઊર્મિ, આરવ,રિયા, ગુરુ, વિક્રમ, માસ્ટર, સમીર ,શ્વેતા,જીનું રૂમમાં બેઠા હતા.માસ્ટરે બધાને કાલે કોણ કોણ મિશનમાં જશે તેના પ્લાનિંગ માટે સૂર્યાના બંગલે બોલાવ્યા હતા.સૂર્યા અત્યારે કોમ્પ્યુટર પર કઈક શોધી રહ્યો હતો.લગભગ અડધી કલાક બાદ એક ઝેરોક્ષ કાઢી અને કહ્યું "આ જો ગવર્મેન્ટ ડેટામાંથી આ નકશો કાઢ્યો છે આ વાઈટ પેલેસની આજુબાજુનો નકશો છે." સૂર્યાએ નકશો વચ્ચે ટેબલ પર મુકતા કહ્યું.
"આ તો ઘણો સુમશાન વિસ્તાર છે" સમીરે તે જોતા કહ્યું.
"હા,આવી મિટિંગો આવી જગ્યાએ જ થાય છે" ઊર્મિએ કહ્યું.
"અહીં જવાનો તો આ એક જ રસ્તો છે.જે સીધો આ હાઇવેને કનેક્ટ કરે છે.બાકી આજુબાજુ તો જંગલ જ છે.બીજું કશું તો આમાં જોવા જેવું નથી" માસ્ટરે કહ્યું.
"હા પણ દાદા મારુ ટેનશન કઈક બીજું છે.ત્યાં લગભગ પચાસ સ્નાઈપર હશે.ઘણું અઘરું કામ છે" સૂર્યાએ બધા સામે જોયું.
"હું પણ એ જ વિચારું છું કે તે આપડા પહેલા પહોંચશે તો આપડે નહિ જીતી શકીએ" સમીરે કહ્યું.
"બસ એક જ રસ્તો છે.આપડે તે લોકો પહેલા ત્યાં પહોંચવું પડશે" સૂર્યાએ કહ્યું.
"પણ તે લોકો ત્યાં પહોંચ્યા છે કે નહીં કેમ ખબર પડે?" ગુરુએ કહ્યું.
"એક મીનિટ" સૂર્યાએ કોમ્પયૂટર તરફ ફરતા કહ્યું.તે લગભગ દસ પંદર મિનિટ એમાં લાગી રહ્યો.તે ફરી બધા સામે ફર્યો " તે લોકો હજી ત્યાં પહોંચ્યા નથી.અહીં એક પણ એક્ટિવ ડિવાઇસ નથી" સૂર્યાએ કહ્યું.
"મને લાગે છે કે તે બંગલો બંધ પડેલો છે" માસ્ટરે કહ્યું.
"હા એ તો છે જ અને હવે તે કોઈ કાળે અત્યારે નહિ આવે. મને લાગે છે કે તે કાલે સવારે પહેલા નહિ આવે."સૂર્યાએ કહ્યું.
"તું એટલી ચોક્કસાઈથી કઈ રીતે કહી શકે?" સમીરે જોતા કહ્યું.
" અંકલ રશિયાની ફ્લાઇટ આજે સવારે ચાર વાગે અમદાવાદ લેન્ડ થશે.તે છ વાગ્યા પહેલા તારાપુર નહિ પહોંચે" સૂર્યાએ કહ્યું.
"પણ એ પહેલાં ન આવી શકે?" માસ્ટરે કહ્યું.
"નહિ,એનો મોબાઈલ મેં હેક કર્યો છે એ હજી રશિયામાં જ છે" સૂર્યાએ કોમ્પ્યુટરમાં કઈક બતાવતા કહ્યું.
"માય ગોડ આ વિચાર મારા મગજમાં કેમ ન આવ્યો?વેલ ડન" માસ્ટરે કહ્યું.
"સો નાવ વોટ?" સમીરે માસ્ટર તરફ જોતાં કહ્યું.
"હવે આપડે લગભગ પાંચ વાગ્યે તે બંગલે પહોંચશું,કોણ કોણ જશું એનો ફેંસલો સૂર્યા તું જ કરી લે કેમ કે આ મિશન તારું છે" માસ્ટરે સૂર્યા સામે જોતા કહ્યું.
"ઓકે તો કાલે સવારે સાડા ચારે હું,દાદા,સમીર અંકલ, શ્વેતામેમ,જીનું અને ઇન્સ્પેક્ટર વિક્રમ જઈશું" સૂર્યાએ કહ્યુ.
"હું કેમ નહીં?" ગુરુએ કહ્યું.
"મેં તારા વિશે કઈક બીજું વિચાર્યું છે" સૂર્યાએ કહ્યું.
"હું પણ સાથે આવીશ"ઊર્મિએ કહ્યું.
"ના તારી ત્યાં કોઈ જરૂર નથી.તું કોણ છે એ અમે જાણતા નથી અને તને કેમ લઈ જઈ શકીએ" સૂર્યાએ દ્રઢ અવાજે કહ્યું.
"તમારા બધા કરતા એ ગેંગ સાથે મારે વધારે દુશ્મની છે,હું તો આવીશ તમે સાથે લઈ જાવ તો ઠીક છે નહિતર પછી મારી રીતે" ઉર્મિએ સૂર્યા સામે જોતા કહ્યું.
"ઠીક છે,એવી કોઈ જરૂર નથી.તું સાથે આવી શકે છે.હું તો તારી સેફટી માટે કહી રહ્યો હતો,બટ ઇટ્સ યોર વિશ!" સૂર્યાએ ઊર્મિને જોતા કહ્યું.
"હું પણ આવીશ" કિંજલે કહ્યું.
"તું કઈ રીતે આવી શકે? તને ગન ચલાવતા પણ આવડે છે?" સૂર્યાએ કહ્યું.
"તું મને શીખવાડી દે હજી તો કાલે જવાનું છે" કિંજલે કહ્યું
"એ શક્ય નથી.તું ત્યાં નહી લડી શકે" સૂર્યાએ કિંજલ સામે જોતા કહ્યું.
"તો શું થયું?તે મને સવારે કહ્યું હતું ને કે હવે મારી પાસે કે તારી પાસે ખોવા માટે કશું નથી."કિંજલે કઈક અફસોસથી કહ્યું.
"હા પણ હવે મારી પાસે ખોવા માટે ઘણું છે."સૂર્યાએ એક શ્વાસ લેતા કહ્યું.
"ઓકે સો સૂર્યાએ કહ્યા એટલા લોકો જ કાલે જશે એ નક્કી રહ્યું" માસ્ટરે એક ખોંખારો ખાતા કહ્યું.
"પણ એમ જ કોઈ પ્લાન?" વિક્રમે મૌન તોડતા કહ્યું.
"એ વિશે વિચારવું પડશે.રાત્રે બધા ફરી અહીં જ મળીયે ત્યાં સુધી બધા વિચારો કંઈક તો વિચારવું પડશે નહિતર સાત લોકો થઈને પચાસ લોકોને માત આપવી થોડી મુશ્કિલ છે" સૂર્યાએ કહ્યું.
"મને લાગે છે કે એ જ ઠીક છે" માસ્ટરે કહ્યું.
**********
ક્રમશ: