નંદિની વહેલી સવારે ઉઠી પૂજા ની થાળી લઈ મંદિરે જવા નીકળી. "ચોમાસા નું વાતાવરણ પ્રકૃતિ ની સુંદરતા ખૂબ મોહક દાયક લાગી રહી હતી. ચારે બાજુ પ્રકૃતિ કિલ્લોલ કરતી, એકબીજા સાથે જાણે વાતો કરી રહી હોય"? આ મીઠો પ્રકૃતિનો સ્પર્શ અને સવાર ની તાજગી જાણે નંદિની ને મીઠો અહેસાસ કરાવી રહી હોય તેમ તે પ્રફુલિત મને ભગવાનના મંદિરે પહોંચી. શિવજી ની પૂજા અર્ચના કરી તે થોડી વાર મંદિરે બેસી ઘરે જવા નીકળી ગઈ. ઘરે પહોંચી થોડી વારમાં તે ગોડાઉન તરફ જવા નીકળી ગઈ. સહેલીઓ અને વર્કર પણ આવી ગયા હતા. ઓર્ડર પ્રમાણે બધું કામ ચાલી રહ્યું હતુ. કામ કરતા ઘણો સમય વીતી ગયો.
હવે નંદિની થોડી ગંભીર જણાઈ. તેણે આસપાસ નજર ફેરવી અને સુમન તરફ વળી.
નંદિની: "સુમન, એક ખાસ વાત કરવી છે... શોભિત સાથે".
સુમન: ઓકે એને અહીંજ બોલાવી લઈયે.
શોભિત આવી ને બેસે છે. નંદિની, પૂજા, સુમન અને કિરણ તેના આવવાથી સીરીયસ થઈ જાય છે.
નંદિની: (અવાજ થોડો કડક અને નક્કર) જો શોભિત તું અમને સારી રીતે જાણતો હશે એટલે સીધા મુદ્દે જ આવી જઈએ. અમને ખબર છે કે તું અમારી આસપાસ ફરતો રહ્યો છે… અને અમે એ પણ જાણીએ છીએ કે તને મારા પર ઘ્યાન રાખવા શૌર્ય એ મોકલ્યો છે, બરાબર? તને પણ ઘણાં સવાલો હશે!.... હું એનું કારણ પણ સારી રીતે જાણું છું. હું બસ તને એટલુજ પૂછું છું કે તું અમારા વિશે કેટલું જાણે છે, અને શૌર્ય ને કેટલી માહિતી આપી છે?....(પૂજા, સુમન, અને કિરણ નંદિની સામું જોઈ એકબીજા સામે આશ્ચર્ય થી જોઈ રહ્યું છે.)
શોભિત (થોડી શરમ અને થોડી સંવેદનશીલતા સાથે):
"હા… હું ડિટેક્ટિવ છું. મને શૌર્યએ મોકલ્યો છે. હું અગાઉથીજ એના માટે કેટલીક ઇન્કવાયરીઓ કરતો હતો.
જ્યારે કોર્ટે નંદિનીનો પક્ષ માન્ય રાખ્યો અને શૌર્ય કેસ હારી ગયો, ત્યારે એ રાત્રે તેણે મને સીધો ફોન કર્યો. હું જાણી ગયો કે એ ગુસ્સામાં છે... પણ એના માટે એ એક ‘ઇગો’ ઈશ્યૂ બની ગયો હતો. નંદિની ના ફોટા અને થોડી જાણકારી મને ઈ મેઈલ કરી હતી, જેનાથી તમારી સુધી પહોંચવું સહેલું હતું. અને તમારા પર કડક નજર રાખવાનું કહ્યું. હું સવાર થીજ મારા કામે લાગી ગયો. જાણતા મળ્યું કે તમે રોજ સવારે મંદિરે જાવ છો. તો તમારા પર ખાસ નજર રાખી. એ સમયે તમે કોલ કરી સહેલીઓ ને સરોવરે વાત કરવા બોલાવી. હું એ જગ્યા એ પહેલેથીજ પહોંચી ગયો હતો. તમે ચારેય સહેલીઓ મળી તમારા બિઝનેસ પ્લાનિંગ મે રેકોર્ડ કર્યા બાદ શૌર્ય ને તમારા બિઝનેસ પ્લાન વિશે ની સંપુર્ણ માહિતી આપી. રોજે જે માહિતી મળતી એ હું શૌર્ય ને જણાવતો. તમે જ્યારે તમારા "સુગંધ સાકાર" મસાલા નું ઉદ્ઘઘાટન કર્યું એની તસવીરો અને માહિતી પણ આપી. આગલા દિવસે હું વધારે માહિતી મેળવી શકું એ માટે આવતો હતો અને તમને મારી જાણ થઈ ગઈ. પછીની વાત તો તમે જાણો જ છો. "મને આજે પણ એ વાત અજીબ લાગે છે કે... તમને ખબર કેમ પડી ગઈ કે હું તમારો પીછો કરી રહ્યો હતો?"
(એનો અવાજ શાંત હતો પણ આંખોમાં થોડું પછતાવો છલકાતો હતો.)
નંદિની થોડી ક્ષણો માટે ચુપ રહી. ત્યારબાદ એ ઊભી થઈ, એનો સ્વર ઘણો સ્થિર અને દ્રઢ હતો.
નંદિની: "સાચી નિષ્ઠા સામે કુટિલતા કદી ટકી નથી શકતી શોભિત...
મને શૌર્યની વૃત્તિનું અનુમાન પહેલેથી હતું. એમાં તું પણ સામેલ થયો એ ખબર એ દિવસથી પડી ગઈ, જયારે તુ પણ એ સરોવરે હાજીર હતો. અમારી વાતો રેકોર્ડ થતી હતી એની શંકા એજ સમયે થયેલી. અને એ શંકા યકીન મા ત્યારે બદલાઈ જ્યારે તું ઉદ્દઘાટન ના સમયે અહીંજ હાજીર હતો. આગલા દિવસે સુમને જણાવેલું તું એને મળ્યો હતો. આજે તે પોતે બધું કબૂલી લીધું… બસ એ પૂરતું છે."
આઈ એમ સોરી! પણ હું ફક્ત મારું કામ જ કરી રહ્યો હતો. બાકી કોઈ ને નુકશાન પહોંચાડવાનો મારો ઇરાદો ન હતો. (સુમન સામું જોઈને) તમને પણ સોરી સુમનજી,
અને રહી વાત એ કે, સુમન ની ગાડી પાછળ બેસવાનો મારો ઇરાદો વધારે વાત જાણી શકું એવો ન હતો. હું તો ફક્ત સુમન સાથે વાત કરવા માંગતો હતો.
સુમન: મારી સાથે વાત કરવા!... મતલબ. મારી સાથે વાત કરી ને તને શું મળવાનું હતું?
શોભિત: આ બધા મા તમે મને ખરાબ માણસ સમજતા હશો. પણ હું તમને પસંદ કરું છું સુમન, તમને પહેલી વાર જોયા ત્યારથીજ તમારા પ્રત્યે મારી લાગણી બદલાઈ છે. "ઘણી વખત તો તમારી સાથે વાત કરવા હું ફક્ત મોકો શોધી રહ્યો હોવ છું.."હું અહીંથી ક્યારનો જઈ શક્યો હોત... પણ રહ્યો છું, બસ તારો વિશ્વાસ જીતવા".
સુમન, જે હંમેશા તટસ્થ રહી છે, આ ઘોષણા સામે પણ સ્થિર રહી. થોડી ક્ષણ માટે આંખો ખુલ્લી રહી ગઈ. પછી એ બોલી, ઊંડા શ્વાસ સાથે.
(નમ્ર પરંતુ સ્પષ્ટ અવાજે) "શોભિત, મારી એવી કોઈ લાગણી નથી તારા પ્રત્યે. ના તો હું કોઈને પસંદ કરું છું...
હું હજુ કોઈ પણ સંબંધ માટે તૈયાર નથી."
શોભિત: હું જાણું છું, તમને કોઈ લાગણી નથી પણ મને એક મોકો તો આપ. સુમન; હું વધારે બોલી જાવ તો મને માફ કરજે પણ હું તારા સાથે મારી જિંદગી વિતાવવા માંગુ છું. સુમન, શું તું મારા જીવનની સાથીદાર બનીશ?" તું કેય તો હું ડિટેક્ટિવ નું કામ છોડી દઈશ અને બીજી કોઈ સારી નોકરી કરી લઈશ. પ્લીઝ સુમન એક મોકો આપ.
સુમન થોડી વાર અવાક રહી. શોભિત, મેં હજી મારા ભવિષ્ય વિશે વિચાર્યું નથી... અને વિચારવા પણ નથી માંગતી. તને ચોક્કસ કોઈ એવી છોકરી મળશે, જે તને સારી રીતે સમજશે. સુમન આટલું કહી ત્યાંથી જતી રહી.
શોભિત : "સુમન........
નંદિની... તમે મને માફ કરી દો. પણ હું સુમન ને પ્રેમ કરું છું તમે સમજાવો.
નંદિની: શોભિત તારે માફી માંગવાની જરૂર નથી તે તો તારુ કામ જ કર્યું છે. રહી વાત સુમન ને સમજાવવાની તો પ્રેમ સમજાવવાથી નહીં થાય. એમા સુમન ના પોતાનો વિચાર હોવો જોઈએ. અને તને તારા પ્રેમ પર વિશ્વાસ હશે તો તને જરૂર મળશે.
શોભિત: તો મને વિશ્વાસ છે કે હું સુમન નું દિલ જરૂર જીતીશ, પછી ભલે મારે બધાની આગળ નમવું પડે. હવે હું જઈ શકું?...... મારો ફોન પણ આપો. હવે હું તમારી માહિતી નહીં આપું.
નંદિની શોભિત ને ફોન આપે છે. શોભિત ફક્ત માથું હલાવી, પણ કંઈ ન બોલી શક્યો. શોભિત ત્યાંથી જતો રહે છે.
પૂજા: નંદિની તને નહીં લાગતું કે શૌર્ય ને પણ વળતો જવાબ આપવો જોઈએ, જેથી તેને પણ ખબર પડે કે ભૂલ એની જ છે. (સુમન પણ આવી જાય છે.)
નંદિની: (સહેજ ગુસ્સા સાથે) શું ફાયદો ? શૌર્ય બતમીજ્, બેશરમ, ઘમંડી વ્યક્તિ છે. તેની સાથે દલીલ કરીને કઈ ફાયદો નથી, પણ સમય ની જ બરબાદી છે. એ હજુ પણ કઈ તો કરશે પરંતુ હું એનો સામનો કરીશ, વાર નહીં કરું. જ્યારે કંટાળી જશે તો આપોઆપ સમજી જશે.
નંદિની શૌર્ય એ કોર્ટ મા આપેલી ધમકી અને મુંબઈ મા કરેલી બતમીઝી વિશે જણાવે છે.
કિરણ: નંદિની તારી સાથે આટલું થયું તોય તે ન જણાવ્યું?
નંદિની: જણાવું તો ઘણું હતું, પછી થયું કે ઘણા સમય પછી ખુશી પાછી આવી છે. ત્યાર પછી તો આપણે પણ આપણા "સુગંધ સાકાર" મસાલા " આપણા સપના તરફ આગળ વધી ગયા એમા મને પણ ભુલાય ગયું". અને જોયું, આપડી સાથે સત્ય હોય તો આપડું કોઈ કશું બગાડી નથી શકતું. શૌર્ય એ શોભિત ને મોકલ્યો પણ શું ફાયદો થયો એ પણ કોઈ પર દિલ હારી બેસ્યો. (સુમન સામું જોઈ મજાક ભરેલા હાસ્ય સાથે)
સુમન: (ગુસ્સે થઈ) તું પણ નંદિની. મારી આગળ કોઈ શોભિત ની વાત નહીં કરે.......
વધુ આવતા અંકે.....
શું શૌર્ય ફરી કંઈ ચાલ ચાલશે??.
શું શોભિત સુમન નું દિલ જીતી શકશે?.
જાણવાં આગળ જોડાય રહો.
નંદિની... એક પ્રેમકથા
પ્લીઝ ફોલો કરવાનું ભૂલશો નહીં.