Ajab Premni Gazab Kahaani - 9 in Gujarati Love Stories by ︎︎αʍί.. books and stories PDF | અજબ પ્રેમની ગજબ કહાની - ભાગ 9

Featured Books
  • The Devil (2025) - Comprehensive Explanation Analysis

     The Devil 11 दिसंबर 2025 को रिलीज़ हुई एक कन्नड़-भाषा की पॉ...

  • बेमिसाल यारी

    बेमिसाल यारी लेखक: विजय शर्मा एरीशब्द संख्या: लगभग १५००१गाँव...

  • दिल का रिश्ता - 2

    (Raj & Anushka)बारिश थम चुकी थी,लेकिन उनके दिलों की कशिश अभी...

  • Shadows Of Love - 15

    माँ ने दोनों को देखा और मुस्कुरा कर कहा—“करन बेटा, सच्ची मोह...

  • उड़ान (1)

    तीस साल की दिव्या, श्वेत साड़ी में लिपटी एक ऐसी लड़की, जिसके क...

Categories
Share

અજબ પ્રેમની ગજબ કહાની - ભાગ 9

         [ મિત્રો આગળના ભાગમાં આપણે જોયું કે વિશ્વા કોલેજથી ઘરે આવે છે. અને મહેમાનોને પોતાના ઘરમાં જોઈને તે પોતાના રૂમમાં જતી રહી છે.. ]

હવે જુઓ આગળ...         

          વિશ્વાની પાછળ પાછળ તેના બંને ભાભી મોનિકા અને શ્વેતા પણ વિશ્વાના રૂમમાં જાય છે.. અને વિશ્વાને કહે છે..

શ્વેતા : વિશ્વા આમ તો તારે તૈયાર થવાની જરૂર નથી. તું આમ પણ સુંદર જ છે. પણ ચાલ તું જલ્દીથી તૈયાર થઈ જા. નીચે બધા તારી રાહ જોવે છે..

વિશ્વા : ભાભી નીચે જે મહેમાન આવ્યા છે એ કોણ છે ?

શ્વેતા : પપ્પાના મિત્ર અને તેમનો પરિવાર.. મતલબ આ લોકો પોતાના છોકરા માટે તને જોવા આવ્યા છે.. 

વિશ્વા : તો જઈને કહેજો પપ્પાને કે, ગમે તેટલા છોકરા જોશે પણ હું લગ્ન નહીં કરું.. હું માત્ર રાજને જ પ્રેમ કરું છું અને રાજની સાથે જ લગ્ન કરીશ...

મોનિકા : આમ જીદ ના કર વિશ્વા,  મા બાપ આપણા માટે જે વિચારે છે. તે આપણી ભલાઈ માટે વિચારતા હોય છે. સમજ તું...

વિશ્વા : પણ ભાભી જ્યારે મેં મારો જીવનસાથી શોધી જ લીધો છે. તો આ રીતે છોકરાઓ જોવાનો મને શું મતલબ ?

મોનિકા : ચાલ કશો વાંધો નહી. અત્યારે હાલ તો નીચે  મહેમાનો બેઠા છે. તો ફટાફટ નીચે આવી જા તું... પછી બધી વાતની ચર્ચા કરીશું શાંતિથી...

વિશ્વા : ઠીક છે. ( તેમ કહી તે થોડીક વારમાં તૈયાર થઈને નીચે ઉતરે છે.. )           

             વિશ્વાને સીડી પરથી ઉતરતા જોઈને તે છોકરો વિશ્વાને એકીટશે જોઈ રહ્યો હતો.. આસમાની રંગના ડ્રેસમાં વિશ્વા આસમાનથી જાણે વાદલડી ઉતરતી હોય તેવી લાગી રહી હતી..            

              પછી વિશ્વા જ્યાં છોકરા વાળા બેઠેલા હોય છે. તે સોફા પર જઈને બેસી જાય છે.           

           થોડીક વારની વાતચીત પછી વિશ્વાને તે છોકરા સાથે અલગથી વાત કરવા માટે મોકલવામાં આવે છે.વિશ્વાનું ના મન હોવા છતાં પણ તે વાત કરવા માટે જાય છે..           

            વિશ્વા ટેરેસ પર તે છોકરાની સામે ચૅર પર બેસી જાય છે. અને મનમાં ખૂબ ગુસ્સો ભરેલો હોય છે. પણ કશું બોલતી નથી..           

             આ તરફ છોકરાએ વાત કરવાની પહેલ કરી અને કહ્યું " Hii.. I am Raghav... and your good name ...? "

વિશ્વા : વિશ્વા...

રાઘવ : Woww lovely name...   

 વિશ્વા : ( ફેક સ્માઈલ આપતા ) હમમ...thanks

             ત્યાર પછી થોડીકવાર વાત કરીને વિશ્વાએ કહ્યું ચાલો હવે જઈશું નીચે... બધા રાહ જોતા હશે આપણી...

રાઘવ : Ok..  ચાલો..       

              નીચે જઈને જ્યારે વિશ્વા અને રાઘવ બેસે છે ત્યારે રાઘવ પોતાના પેરન્ટ્સને ઈશારો કરે છે. કે મને છોકરી પસંદ છે..        

( ત્યાર પછી રાઘવની મમ્મીએ ખુશી વ્યક્ત કરતા.. કહ્યું...) અમારા તરફથી તો આ સંબંધ પાક્કો સમજો.. હવે તમારી ઉપર નિર્ભર છે..      

             પછી રાધિકા આંટી અને મનોજ અંકલે પણ કહ્યું ચાલો કશો વાંધો નહીં.. અમારા તરફથી પણ સંબંધ પાક્કો સમજો...           

             ઘરમાં ખુશીનો માહોલ છવાઇ ગયો. બધા એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવવા લાગ્યા..

           પણ પછી વિશ્વા ગુસ્સામાં ત્યાથી પોતાના રૂમમાં જતી રહે છે.. અને છોકરાવાળા સમજે છે. કે વિશ્વા શરમાઈને જતી રહી હશે...         

            અને મહેમાનો પણ ત્યાંથી જતા રહે છે...     

              આ તરફ વિશ્વા મનમાં વિચારી રહી હોય છે. કે મારી જિંદગીનું આટલુ મોટુ ડિસિઝન મને પૂછ્યા વગર લઈ લે છે.. હું આ લગ્ન ક્યારેય નહીં કરું. જો મારા ઘરના કોઈ માનશે નહીં તો હું ઘર છોડીને ભાગી જઈશ...પછી આગળ જે થવાનું હશે તે થશે. જોયું જશે...           

                ( આ તરફ મનોજ અંકલ વિશ્વાને સમજાવવા માટે આવે છે.. )

મનોજ અંકલ : જો બેટા હાલ તને અમારો નિર્ણય ખોટો લાગતો હશે. પણ અમે જે કંઈ પણ કરીએ છીએ તારા ભલા માટે જ કરીએ છીએ.. 

વિશ્વા : આમા શું ભલાઈ છે ? મારે તે છોકરા સાથે લગ્ન નથી કરવા...

મનોજ અંકલ : બેટા તું જરા શાંત મગજથી વિચાર..અમારા ઘરની એકની એક દીકરી છે તું.. ખુબ જ લાડકોડથી ઉછેરેલી છે તને.. અમે અહીંયા તારા માટે કોઈ કમી નથી છોડી. તેવી જ રીતે અમે ઈચ્છીએ છીએ કે તને તારી સાસરીમાં પણ કોઈ પણ જાતની ખોટ ના થાય. તું જ્યાં પણ જાય ત્યાં બધી જ રીતે સુખી રહે.. અને તું રાજને પસંદ કરે છે. તો રાજ આખી જિંદગી તને એ સુખ સુવિધા નહીં આપી શકે છે. જે તને અહીંયા મળી છે.. તે તને રાઘવના ઘરેથી મળી શકશે.. જો બેટા માત્ર પ્રેમ હોવાથી કે સારા માણસ હોવાથી જિંદગી નથી ચાલતી...  જિંદગી ચલાવવા .....   

           ( પપ્પાની વાત કાપતા વિશ્વા કહે છે. ) Ok ok પપ્પા હું સમજી ગઈ. હું તૈયાર છું. તમે જે છોકરા સાથે લગ્ન કરવા માટે કહેશો તેની સાથે લગ્ન કરીશ..બસ....   

 ( તેમ કહી વિશ્વા પોતાના પપ્પાને Hug કરે છે.. ) 

         પણ વિશ્વાએ મનોમન વિચારી લીધું હતું કે હાલ પપ્પા લોકોએ જે કરવું હોય તે કરે. અને અત્યારે તો લગ્ન માટે હા તો કહી દઉં.... પણ તે છોકરાને ના કેવી રીતે કરાવવી તે હવે મારા હાથમાં છે..        

             અને વિશ્વા લગ્ન માટે તૈયાર થઈ જાય છે. આ વાતથી આખા ઘરમાં ખુશીનો માહોલ છવાઇ જાય છે.. 

           પણ હવે વિશ્વા એવી શું રમત રમશે કે જેને કારણે રાઘવ લગ્ન માટે ના કહે...! તે જાણીશું હવે આવતા ભાગમાં....               

              " ત્યાં સુધી મિત્રો વાંચતા રહો ,                                                    ખુશ રહો ,                   

                   સ્વસ્થ રહો, મસ્ત રહો ..."                                                ધન્યવાદ.... 🙏