જોતજોતામાં ઘણો સમય વિતી ગયો હતો. અનુરાધા સાથે થયેલી ડીલ મુજબ તમામ મસાલા તૈયાર થઈ ગયા હતા અને આજે જ તેમને સપ્લાય કરવાનો દિવસ હતો. દરેક પ્રકારના સુગંધીદાર મસાલાઓ મુંબઈ પહોંચી ગયા હતા. અનુરાધાને પણ મસાલા પ્રાપ્ત થયાનો સંદેશો આપ્યો.
આ બધું જોઈને નંદિની અને તેની સહેલીઓ તથા વર્કરો મા ખુશી ની લહેર ઉઠી. એ જ સમયે ફોન વાગ્યો. નંદિની કોલ રીસીવ કરે છે, સામેથી મસાલાનો નવો ઓર્ડર મળે છે. નંદિની ખુશીભેર એ ઓર્ડર સ્વીકારી મિટિંગ માટેનો સમય નક્કી કરે છે. જ્યારે તે આ સમાચાર સહેલીઓને કહે છે, ત્યારે ચારેય સહેલીઓ આનંદથી ઝૂમી ઊઠે છે.
બહારનું વાતાવરણ પણ જાણે એ ખુશીની સાથે સહકાર આપતું હોય એવું લાગતું હતું. આકાશ ઘનઘોર વાદળોથી છવાઈ ગયું હતું, જાણે વાદળાઓએ કાળી સાડી ઓઢી લીધી હોય! વરસાદના જોરથી વાતાવરણમાં ઠંડકતા છવાઈ ગઈ હતી. એવો વરસાદી મોસમનો માહોલ સર્જાયો હતો કે કોઈ પણ એમાં ભીંજાયા વિના રહી શકે નહિ. ચારેય સહેલીઓ એ ખુશીના રેવાને વધામણી દઈને બહાર દોડી નીકળી. એકબીજાના હાથ પકડીને ગોળ ફેરે ફરી "ફર ફદુડી" રમવા લાગી. મુશળધાર વરસાદમાં આખી રીતે ભીંજાઈ ગઈ, પણ એ ભીંજાવામાં એટલો આનંદ હતો કે જાણે બધું ભળી ગયું હોય. ચારે બાજુ મસ્તી, ડાન્સ, અને મોજના રંગ વરસી રહ્યા હતા...! "એટલી જગ્યામાં એવો માહોલ સર્જાઈ ગયો જાણે ચોમાસાની ઉજવણી થઈ રહી હતી". "પરંતુ વધારે ખુશીની વાદળા પાસળ થોડા નિરાશા ના વાદળો પણ છવાયેલા જ હોય છે." આ મસ્તી મા તરબોળ નંદિની ક્યાં જાણે છે કે, આ ખુશી મા પણ એવુંજ કંઈ થવાનું છે.
___________________________________________
અહીં શૌર્ય "મિત્તલ ગ્રુપ સાથે જોઈન્ટ કરેલો પ્રોજેક્ટ" (ડ્રીમ પ્રોજેક્ટ) માટે પૂરી નિષ્ઠા થી કામ કરી રહ્યો છે. શૌર્ય ઓફિસમાં બેઠો છે બધી ફાઈલો જોઈ રહ્યો છે. એમાંથી એક ફાઈલ વિરેનની નીકળે છે તેને જોતા જ શૌર્ય ને નંદિની યાદ આવી જાય છે. ઓહ,.....હું આ બધા કામમાં નંદિની ને કેમ ભૂલી શકું! (શેતાની હાસ્ય સાથે બોલે છે) નંદિની,.. એને તો હું કેમ ભૂલી શકું; ભલે હું મારા ડ્રીમ પ્રોજેક્ટમાં વ્યસ્ત હોઉં, પરંતુ એના ડ્રીમ વર્કમાં જરૂર ખલેલ પહોંચાડિશ. અને મારું કામ શરૂ પણ થઈ ગયુ હશે. મિસ નંદિની... તું મારે સામે રમવા તો આવી છે... હવે જો, આગળ કોણ જીતે છે."મિસ નંદિની તૈયાર રહેજે મારા નેક્સ્ટ વાર માટે. જેમાં જીત શૌર્યની થશે.
શૌર્ય એ પોતાના પર્સનલ આસિસ્ટન્ટ ને કોલ લગાવ્યો,
(કોલ રીસીવ થાય છે)
શૌર્ય: (કડક અવાજમા) હમ.....કામ થયું કે?
પર્સનલ આસિસ્ટન્ટ: હા સર, તમારા કામ નો પહેલો પડાવ શરૂ થઈ ગયો છે. નંદિની ને કોલ કરી એક મોટો ઓર્ડર અપાયો છે અને એ જણાવશે કે મીટીંગ ક્યારે રાખવી.
શૌર્ય: ઠીક છે, હું નંદિનીનો નવો સપ્લાય કોન્ટ્રાક્ટ કેન્સલ કરવા માંગુ છું. હું એના મસાલા બ્રાન્ડને રોકવા માગું છું... પણ એવી રીતે કે એને ખબર ના પડે. એક વાતનું ખાસ ધ્યાન રહેવું જોઈએ કે એને હલકામાં લેવાનું વિચારતો નહીં. જેટલો આ શૌર્ય પ્રતાપસિંહ ચાલાક, હોશિયાર છે એટલી જ ચાલાક નંદિની પણ છે. આગળ પણ મારા બતાવ્યા પ્રમાણે થવું જોઈએ અને મને વિગતવાર ઇન્ફોર્મેશન મળવી જોઈએ.
પર્સનલ આસિસ્ટન્ટ: ઓકે શૌર્ય સર. તમારું કામ થઈ જશે.
નંદિનીને મળેલા નવા ઓર્ડર પાછળ એક રહસ્ય છુપાયેલું હતું. શૌર્ય એ પોતાના માણસો દ્વારા એ ઓર્ડર "ફેક કંપની" ના નામે કરાવ્યો હતો. એનો ઉદ્દેશ હતો નંદિનીના મસાલાના બ્રાન્ડને વધુ મોટી સપ્લાયમા ખેંચી નાખવો અને પછી એ સપ્લાય રદ્દ કરીને નંદિનીના નાણા અને સમય બગાડવો. તેની યોજના ખૂબ ફાઈન રીતે તૈયાર કરેલી હતી:
નકલી કંપનીનું બુકિંગ કરવામાં આવ્યું. શૌર્યએ પોતાના પર્સનલ આસિસ્ટન્ટ દ્વારા એક નકલી કંપનીનું પ્રોફેશનલ વેબસાઈટ અને ઑર્ડર સિસ્ટમ બનાવી. જે મસાલા કંપની ઈમ્પોર્ટ, એક્સપોર્ટ કરતી દેખાડતી હતી. અને એ જાળમાં નંદિની ને ફસાવવાની હતી.
શૌર્ય: (શેતાની હાસ્ય સાથે) થોડીવાર માટે ખુશ થઈને હસે છે. તેવામાં ઋષીકા નો વીડિયો કોલ આવે છે. શૌર્ય કોલ રિસીવ કરે છે. થોડો સમય બંને વચ્ચે પ્રેમભરી વાતો થાય છે. આમ વાત કરતી વખતે શૌર્ય ઋષીકા ને નંદિની સાથે કરેલા પ્લાન વિશે વિગતવાર જણાવે છે. પણ એ સાંભળ્યા બાદ ઋષીકા ના ચહેરા પર માયોસી છવાઈ જાય છે.
શૌર્ય: "શું થયું ઋષીકા? તને મારો પ્લાન ન ગમ્યો?"
ઋષીકા: (હળવી નારાજગી સાથે) "શૌર્ય, તને આમાંથી શું મળશે? તારા ડ્રીમ પ્રોજેક્ટ પર ધ્યાન આપવાને બદલે તું નંદિની સાથે ષડયંત્રોમા ઊંડો ફસાઈ રહ્યો છે. જો તું સતત નંદિની તરફ ધ્યાન આપતો રહીશે, તો આપણા વિશે ક્યારે વિચારીશ?....મને એ બિલકુલ પસંદ નથી કે તું કોઈ બીજી મહિલાની આસપાસ કાવતરા કરે."
શૌર્ય: (થોડીવાર સ્તબ્ધ બની ગયો) "ઋષીકા... આજે પહેલીવાર એવું લાગ્યું કે તને કોઈ છોકરીથી ઈર્ષા થાય છે!
કાંઈ લગ્નનો પ્રસ્તાવ પણ તે આ ઈર્ષાથી તો નહીં મૂક્યો ને?"
ઋષીકા: (ઘણીવાર ચુપ રહી પછી મન ની ભડાસ બહાર કાઢતા) "શૌર્ય... ઈર્ષા એ પ્રેમની નિશાની નથી.
પણ જ્યારે પ્રેમમાં કોઇ ત્રીજી વ્યક્તિ નું નામ વારંવાર આવે છે ને, ત્યારે એમ જરૂર લાગે કે હું પ્રથમ સ્થાન પર નથી રહી. જ્યારથી એ નંદિની સાથે તારી મુલાકાત થઈ ત્યારથી એની પાછળ ષડયંત્રમા તું સમય પસાર કરે છે. એ પહેલા તને ગામડાની છોકરીઓ પસંદ નથી અને એની સાથે ટક્કર લેવાની તને મજા આવી રહી છે, જે મારાથી સહન નથી થતું. હા એ સાચું છે કે મને ખૂબજ ઈર્ષ્યા થાય છે જ્યારે તે મને એનો ફોટો પહેલીવાર દેખાડ્યો હતો ત્યારથીજ. મને એનું કારણ નથી સમજાતું, પરંતુ હા એ વાત સત્ય છે. "તું હજુ એક એવી છોકરી પાછળ સમય અને ઉર્જા વેડફી રહ્યો છે, જેણે તારો ઈગો ટકરાવ્યો છે."
શૌર્ય: "ઋષીકા... તું એવું કેમ વિચારી રહી છે?
તને ખબર છે, તું મારી લાઈફમાં કેટલું મહત્વ ધરાવે છે..."
ઋષીકા: (હલકી સ્નેહભરી હાસ્ય સાથે, પણ આંખોમાં વેદના છુપાવતી) "હા શૌર્ય, મને ખબર છે... પણ કોઈના જીવનમાં ‘મહત્વ ધરાવવું’ અને ‘મહત્વ પામવું’ એ બંનેમાં ફરક છે. જ્યારે તું નંદિની સામે જીતવા માટે નહીં, પણ તેને હરાવા માટે જીવી રહ્યો છે... ત્યારે મારામા ઈર્ષ્યા નો ભાવ પ્રગટ થાય એ સહેજ છે.
શૌર્ય: ઋષીકા.... તું શું વિચારી રહી છે?. તું તો મને ઘણાં સમય થી જાણે, "તને ખબર હોવી જોઈએ કે શૌર્ય પ્રતાપસિંહ એ નામ નથી, એ તો અહંકાર છે.... એની અંદર એક અગ્નિ છે." કોઈ એના આત્મસન્માન ને કે બીઝનેસ મા ઢેસ પહોંચાડે એ માણસને શાંત રહેવા દે એના સ્વભાવમાં જ નથી. એકવાર ઈગો હર્ટ થઈ જાય ને, તો પછી એ સામેવાળાને હેરાન કર્યા વગર એને શાંતિ મળતી નથી!"
(સ્વર નરમ પડે છે) "તો શું કરું ઋષીકા? તું જ કહે, મારી અંદર જે મોજૂદ તોફાન છે એને કઈ રીતે શાંત કરું?"
ઋષીકા: (થોડી શાંત થઈ) "હા શૌર્ય, હું જાણું છું... તારી અંદરની એ અગ્નિએ કેટલાયને ભસ્મ કર્યા છે. અને એ પણ જાણું છું કે નંદિનીએ તો તારી ઇન્સલ્ટ તો કરી જ છે, સાથે સાથે તારા બિઝનેસમાં પણ પગ મૂક્યો છે તો તું એમજ શાંત નહીં બેસે. શૌર્ય... આ માટે હું માફી માંગું છું. મારે તારા પર વિશ્વાસ રાખવો જોઈએ હતો, નહિં કે ઈર્ષ્યા....
શૌર્ય: (ઋષીકા તરફ નજર મિલાવતો, સ્વર ધીમો)
"ઋષીકા... તું મારી દુનિયામાં એ એકમાત્ર માણસ છે જેને હું નફરતના નહીં, વિશ્વાસના કિસ્સાઓ સંભળાવું છું.
નંદિની શું છે, શું કરે?!...એ તો એક બિઝનેસ નો મુદ્દો છે. પણ તું તો મારી બેસ્ટ ફ્રેન્ડ છે. તુજ કે તારી સિવાય મારે કોઈ મિત્ર છે?.... ચાલ હવે માફી માંગવા ની જરૂર નથી...
(વધુ આવતા અંકે....)
શું નંદિની શૌર્ય ના ષડયંત્ર માં ફસાઈ જશે??.
શું બન્યું હશે એવું કે શૌર્ય ની લાઈફ માં કોઈ મીત્ર નથી??.
જાણવા આગળ જોડાય રહો.
નંદિની... એક પ્રેમકથા
(પ્લીઝ ફોલોવ મી.)