The Man, Myth and Mystery - 12 in Gujarati Detective stories by Sahil Patel books and stories PDF | માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 12

Featured Books
Categories
Share

માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 12

ભાગ 12 : ત્રીજો સ્તંભ


ઓફિસમાં તાલીમ ના છેલ્લા દિવસે શીન ત્યાં ના ગયો, તે માત્ર SK અને તેના સામ્રાજ્ય વિશે વિચાર કરી રહ્યો હતો. તેને બે નામ મળી ગયા હતા SK અને ધનશ અને તે વિચારતો હતો કે, કોણ હશે એ ત્રીજો માણસ જેણે આ સામ્રાજ્ય ઉભું
કરવામાં SK ની સહાયતા કરી ?..

તેણે શરૂઆત થી બધું વિચારવાનું શરૂ કર્યું, ઊર્જા નો કંઈ પણ પતો છેલ્લા મહિના થી નહોતો એટલે તેને શંકા ગઈ કે ધનશ દ્વારા તેને સિક્રેટ જગ્યા એ રાખેલી હશે, સાથો સાથ ડેવિન પણ ગાયબ હતો.

તે વિચારે છે કે પાંચ વર્ષ પહેલાં હું, ડેવિન, હેપીન, તવંશ અમે આટલા લોકો સાથે હતા, ત્યારબાદ ઊર્જા અને રીદ્ધવ આવ્યા, તેને અચાનક જાણે જબકારો થયો!!!

અરે હા.!! રીદ્ધવ, તે શું કરે છે એ જાણવું જરૂરી છે, તે હિમાલય પણ ગયો હતો, તેને જરૂર થી ખબર હશે કે શું રહસ્યો છે આ બધા, વળી SK તેને ગ્રુપ માં લેવા પણ નહોતો માગતો.

આમ વિચારી ને શીન તેના કોલેજ માં ગયો, રીદ્ધવ વિશે જાણકારી ભેગી કરી અને તેને ખબર પડી કે તે આ જ શહેર માં રહે છે, તે તેના ઘરે ગયો, પરંતુ ઘર મહિનાઓ થી ખાલી હતું, આડોશ - પાડોશ માં પૂછ્યું તો ખબર પડી કે તે ઘણા સમય થી અહી નથી આવ્યો, કોઈ મોટી ઉંમર ની વ્યક્તિ ત્યાં હતી તેણે કહ્યું, " રીદ્ધવ શોધવા થી નહિ મળે, તું રાતે 11 વાગ્યે અહી એક ક્લબ છે ત્યાં જા અને તે અવશ્ય તને આ ક્લબ માં  મળશે "

શીને એ વૃદ્ધ માણસ ને પૂછ્યું " આપ કોણ?, આપ રીદ્ધવ વિશે આટલું બધું કેમ જાણો છો? "

ત્યારે પેલો માણસ બોલ્યો , " હું એનો બાપ છું, ઘણા સમય થી એ ઘરે નથી આવ્યો " બસ એટલું બોલતાંબોલતાં બેભાન થઈ ગયા અને આજુબાજુ લોકો એકઠા થયા અને તેમને હોસ્પિટલ માં લઈ ગયા.

શીન ને જે મુજબ માહિતી મળી એમ તે રીદ્ધવ ને મળવા રાત્રે ક્લબ માં ગયો, તે રીદ્ધવ ને ઓળખી ન શક્યો, પરંતુ તેની એક આદત હતી, બે આંગળી વડે વાળ સરખા કરવાની, જેનાથી શીન તરત તેને ઓળખી ગયો અને તેની પાસે ગયો.
તે બોલ્યો - " હું શીન, તું રીદ્ધવ છો ને?"

પેલો માણસ બોલ્યો - " હા, તું મારી સાથે ભણતો એ જ શીન ને "

ધીમે ધીમે વાત આગળ વધવાની શરૂ થઈ, શીન ત્યારબાદ બોલ્યો કે તને યાદ છે કે સાત વર્ષ પેલા એક છોકરો હિમાલય ભાગી ગયો હતો...
 
એટલું બોલ્યો ત્યાં રીદ્ધવે તે વાત કાપી નાખી અને કહ્યું , તે દિવસે જો હું ના હોત તો તમે બધા એને દોશી ઠેરવી બેસત, ત્યારે કેમેરા દ્વારા મે તેને બચાવ્યો, હિમાલય પણ એને પાછો વળવા માટે ગયો, તે માણસ અદભૂત હતો તેની સાથે તમે આવું કેમ કરી શકો ?

" હું જાણું છું, અત્યારે એ માણસ ખૂબ જ ધનાઢ્ય થઈ ગયો છે, આ દેશ માં ઘણી બધી કંપનીઓનો માલિક છે, તેના આ સામ્રાજ્ય પાછળ મુખ્ય ત્રણ સ્તંભ છે જેમાંથી એક SK ખુદ એક ધનશ નામનો માણસ છે, થોડાક દિવસો પેલા હું એને મળ્યો હતો પરંતુ મને યાદ નથી કે એ કેવો દેખાતો હતો, ત્યારે હું ભાન માં નહોતો, આ વળી શું રહસ્ય છે જે કોઈ જાણતું નથી ? કોણ છે આ ત્રીજો માણસ, સામ્રાજ્ય નો ત્રીજો સ્તંભ ? મારે બસ એ જાણવું છે . " શીન બોલ્યો.

" RK, રીદ્ધવ કુમાર ....."