ભાગ 14: રહસ્યો નો માયાજાળ
શીન એક તરફ મૂંઝવણ માં હતો કે આ બધું શું ચાલી રહ્યું છે અને પેલો વૃદ્ધ માણસ આવી ને એવી વાતો બોલી ગયો કે હવે તો શીન ને બધું માથે થી જવા લાગ્યું અને તે ખૂબ જ વિચલિત થઈ ગયો અને પૂછ્યું,
" અરે ! ઊર્જા છે કોણ, ? ઊર્જા છે એ ઊર્જા નથી તો કોણ છે એ ? તમે લોકો આ શું ગોટાળાઓ કરી રહ્યા છો ? મારો મગજ કામ નથી કરી રહ્યો આ શું રહસ્યો નો માયાજાળ છે ? કંઈ ખબર જ નથી પડતી કે શું ચાલી રહ્યું છે ? "
SK બોલ્યો - " પેલી છોકરી જે આ ક્લબ માં કામ કરે છે ને આપણી બધી વાતો ત્યાં ઊભી રહી ને સાંભળી રહી છે, તે ઊર્જા છે "
એમ કહીને તે પેલી છોકરી પાસે ગયો અને તેણીને કહ્યું કે, તું પ્લાસ્ટિક સર્જરી દ્વારા બીજા ગમે તેને બેવકૂફ બનાવી શકે, પણ મને નહિ, હું તને ગમે એ રૂપ માં શોધી શકું છું, મિસ ઊર્જા...
SK બોલી જ રહ્યો હતો ત્યાં શીન તેની વાત કાપતા બોલ્યો-
" આ ક્લબ ની નોકર ઊર્જા કંઈ રીતે હોય, શું વાત કરે છે તું SK , તારું મગજ ભમી તો નથી ગયું ને ? "
ત્યાં જ ફરી એક માણસ આવ્યો જે ધનશ હતો, તે બોલ્યો - નહિ શીન નહિ ખોટી ઉતાવળ ન કર, તને બધા જવાબ મળી જશે, ચાલો તો SK આ લોકો ને ક્યારે સિક્રેટ જગ્યા એ લઈ જવાના છે .
હવે શીન નો પિત્તો ગયો અને ખૂબ જ ગુસ્સા અને બેચેની માં બોલ્યો કે , અરે તમે લોકો હવે તો કંઈક મહેરબાની કરો મારા પર , શું આ સિક્રેટ જગ્યા ? શું રહસ્યો ? અરે તમે લોકો મને એમનેમ પાગલ કરી નાખશો , કઈક તો તમારા મોઢામાંથી બોલો તો કઈક ખબર પડે અહીંયા , હવે કોઈ આડી વાત નહિ જે કહેવુ હોઈ તો ચોખ્ખું કહો કા પછી મને મારી નાખો તો જીવ ને શાંતિ મળે , આ ગોટાળાઓ મારા મન ને એમનેમ ખાઈ જશે.
SK પેલી છોકરી પાસે ઊભો હતો અને તેની સામે જોઈ ને બોલ્યો - " મેં એક સમયે તને કહ્યું હતું કે Remember the name SK 8 વર્ષ પછી હું તને કહી બતાવીશ કે હું કોણ છું, આજે થઈ ગયા 8 વર્ષ જોઈ લે હું ક્યાં અને તું ક્યાં, ખબર પડી ગઈ ને તને કે હું શું કરી શકું એમ હતો, દોસ્તોનો હું ક્યારેય સાથ મૂકતો નથી, અને દુશ્મનો ને હું સાવ મૂકતો નથી, આ જ મારો નિયમ છે, સાંભળ શીન..
આ છે ઊર્જા, ૩ વર્ષ પેલા જેની ફાર્મા કંપની મારી સાથે દુશ્મની કરવાના લીધે બંધ થઈ ગઈ અને તે કંગાળ બની ગઈ, પ્લાસ્ટિક સર્જરી કરાવીને તેણે મારી વિરુદ્ધ ષડયંત્રો રચ્યા અને મારા સામ્રાજ્ય ને વિંખવા માટે એક મજબૂત ટીમ બનાવી જેમાં શામેલ હતા પાંચ લોકો - ડેવિન ડીવા, પ્રોફેસર, માયા અને હજી એક માણસ છે જે આ ખેલ નો માસ્ટર માઇન્ડ છે તેના સિવાય તેમનાં બધા લોકો અને ખુદ ઊર્જા ને આપણે પકડી પાડી છે, ઊર્જા અને માયા ને પકડવા માટે ઊર્જા જેવી એક છોકરી લાવવી જરૂરી હતી, તેથી આખો ખેલ રચ્યો મે, એક દિવસ જ્યારે હું મંદિર માં હતો ત્યારે હુબેહુબ મને ઊર્જા જેવી દેખાતી એક છોકરી મળી, ત્યારે જ મે તેને આખો પ્લાન સમજાવ્યો અને પછી થી શરૂ થઈ એક રહસ્યો ની માયાજાળ..."