વરસાદ માં તરબોળ પલળી નંદિની ઘરે પહોંચે છે. વસુંધરા જોઈ બોલે છે. બેટા બીમાર પડી જાય. જા જલ્દી જઈ કપડા બદલ.(ચિંતા ભર્યા અવાજે બોલ્યો)
નંદિની: માં.... ખૂબ મજા આવી વરસાદ મા નાવાની. માં હું હમણાં આવું ત્યાં સુધીમા મારી માટે ગરમા ગરમ મસાલા વાળી ચા બનાવી આપો ને.
વસુંધરા: હા બનાવી આપું તું જલ્દી આવ. વસુંધરા રસોડામાં જઈને ચા બનાવે છે સાથે સાથે ગરમા ગરમ પકોડા પણ.
નંદિની તૈયાર થઈ આવે છે. માં બાપુ ક્યાં છે?
વસુંધરા: (ચા અને નાસ્તો બહાર લાવતા). તારા બાપુ પણ આવતા હશે.
નંદિની: માં, તમે આટલી જલ્દી પકોડા પણ બનાવી લીધા?"
વસુંધરા: (નંદિનીના માથા પર હાથે સહેલાઈ કરતા)
"બેટા આજે પહેલો વરસાદ છે અને મારી નંદિની એમાં પલળ્યા વગર કેમ રહે!... એટલે મેં અગાઉ થીજ તૈયારી કરી લીધી".
નંદિની: (થોડી ભાવુક થઈ) માં તમે મારું કેટલું ધ્યાન રાખો છો. ચા અને પકોડા ખાઈ; વાહ.... "માં તમારા હાથમાં તો જાદુ છે. હું ક્યારે તમારા જેવી સ્વાદિષ્ટ રસોઈ શીખીશ?" તેવામાં શ્યામળદાસ પણ આવી જાય છે. માં બાપુ પણ આવી ગયા છે. વસુંધરા એના માટે પણ ચા નાસ્તો લાવે છે. બધાં સાથે મળી નાસ્તો કરે છે. બાપુ! આજે મારે તમને ખાસ વાત જણાવવાની છે.
શ્યામળદાસ: (આશ્ચર્યથી) "હા બેટા, બોલ."
નંદિની: બાપુ આજે અનુરાધા નો ઓર્ડર આપ્યો, અને એક બીજો મોટો ઓર્ડર પણ મળ્યો છે. બાપુ હું ખુબ ખુશ છું. "હવે સાચા અર્થમાં એવું લાગી રહ્યુ છે કે અમારા મસાલા દરેક સુધી જરૂર પહોંચશે". વસુંધરા અને શ્યામળદાસ અભિનંદન પાઠવે છે. બંને ખુશી અનુભવી રહ્યાં છે.
શ્યામળદાસ: (નમ નજરથી નંદિની તરફ જોઈને)
"મારું મન એટલું ખુશ છે કે શબ્દો નથી મળતા... તું હંમેશા આગળ વધતી રહે એજ અમારા આશીર્વાદ છે."
નંદિની: (થોડી ભાવુક થઈને)
"બાપુ, માં... હું જે કંઈ છું એ તમારા આશીર્વાદ થી જ છું." તમે મને હંમેશા સપોર્ટ કર્યો છે અને મને હિંમત પણ આપી છે.
ગરમાગરમ પકોડાની સુગંધ ઘરમાં ફેલાઈ રહી હતી. ચમચમતી ચા અને વરસાદની હળવી થપથપ વચ્ચે ઘરમાં એક સ્નેહભર્યો, શાંતિભર્યો માહોલ છવાયો હતો.
વસુંધરા નંદિનીના ચહેરાની તેજસ્વિતા જોઈ રહી હતી. એના દિલમાં ઘણાં વિચારો આવી ગયાં. શ્યામળદાસ તરફ હળવો ઈશારો કર્યો.
શ્યામળદાસ એ ઈશારો તરત સમજી ગયા. તેણે હળવા હાસ્ય સાથે નંદિની તરફ જોઈને કહ્યું. "બેટા, એક પ્રશ્ન પૂછું?"
નંદિની: (પ્રેમભર્યા અવાજે) "બાપુ!... એમાં પૂછવાનું શું... તમારો તો અધિકાર છે. જે પૂછવું હોય એ પૂછો."
શ્યામળદાસ: (સ્નેહભરી નજરથી જોઈને)
"બેટા, તને કેવો છોકરો ગમે છે? આમ તો અમે કોઈ ઉતાવળમાં નથી, પણ તારી પસંદગીને સમજવી અમારી ફરજ છે.
નંદિની: "બાપુ, આમાં છોકરાની વાત ક્યાં આવી છે? તમે છોકરો શોધવાનું શરૂ તો નથી કર્યું ને?"
વસુંધરા: (મમતા ભરેલા અવાજે હળવી હાસ્ય સાથે)
"ના બેટા, એવું કંઈ નથી. પણ જો કાલે કોઈ નાત માંગુ લઈને આવે તો? અમને ખબર હોવી જોઈએ ને કે અમારી નંદિનીને શું ગમે છે, શું ન ગમે." બેટા તું ખાલી તારી પસંદ જણાવ.
નંદિની: માં, મેં ક્યારેય નથી વિચાર્યું કે મને કેવો છોકરો ગમશે, કે હું પણ સાસરે જઈશ!. પણ તમે જાણવા માંગો છો તો એટલું કહીં કે છોકરો "મારા બાપુ છે એવોજ હોવો જોઇએ. સમજદાર,જે મારા માતા પિતા નું સન્માન હંમેશા કરે."
શ્યામળદાસ અને વસુંધરા બંનેની આંખોમાં પાણી છે. ગૌરવ અને પ્રેમથી ભરાયેલી. નંદિની માહોલ ને હળવો કરતી. પણ બાપુ એવો છોકરો ક્યાંય નહીં હોય!, એટલે હું તમારી સાથે જ રહીશ સમજ્યા. શ્યામળદાસ અને વસુંધરા બંને હળવું હસવા લાગે છે.
શ્યામળદાસ: (ભાવભર્યા હાસ્ય સાથે બોલે છે) હા, પણ મારી જેવો છોકરો મળી જશે ત્યાં સુધી તું અમારી સાથે જ છો બેટા.
રાત્રી નો સમય થઈ ગયો. ઘર શાંત હતું. ઘડિયાળ નો ટિક-ટિક અવાજ અને બહાર વરસતો ધીમો વરસાદ જાણે સમયને જ થંભાવી નાખે. નંદિની સૂતી હતી, પણ ઊંઘ નથી આવી રહી. એની આંખો બંધ હતી, પણ મન બેચેન.
તે અચાનક જ શ્વાસ ઊંડો ખેંચે છે અને પોતાના મનમાં પોતે જ સંવાદ કરતી જાય છે:
નંદિની (મનમાં): "એવું કેમ લાગી રહ્યું છે કે કંઈક ખરાબ થવાનું છે? શું છે જે સમજાઈ રહ્યું નથી? આ શૂન્યતા કેમ હર ક્ષણે વધી રહી છે? હમણાં સુધી તો બધું સારું હતું... એ પછી આ બેચેની કેમ?. કંઈ તો ખોટું થશે એવા અણસાર આવી રહ્યા છે. ધીમેથી આંખ ખોલી, પોતાને સમજાવે છે: "શાંત... નંદિની શાંત... કદાચ થાક છે... કદાચ એ દિનદહાડાની ઉત્સુકતા... કદાચ એવું પણ બની શકે કે મારું મન વિચારે ચડ્યું છે. અને રહી વાત કઈ ખરાબ થશે તો એ તો જીવનની રીત છે. ખુશી પછી પણ ખુશી રહે એવું ક્યારેય ના બને પરંતુ ખરાબ સમય માં ખુશ રહેવું એ તો બનેજ ને કેમ કે ખરાબ સમય પણ થોડા સમય માટે જ હોય છે. જે થવા નું છે એ તો થઈ નેજ રહેશે એમાં બસ આપણું મન શાંત હોવું જોઈએ". નંદિની પોતાને સમજાવી ફરી ઊંડો શ્વાસ લીધો અને સૂય ગઈ.
રાતનો સમય ગાઢ થયો... બહાર વરસાદ હજી પણ ધીમી ધારે વરસી રહ્યો હતો. ઘર અંદર શાંતિ છવાયેલી હતી, સુમન ની હાલત પણ કંઈ એવીજ છે. સુમનના મનમાં તોફાન ચાલતું હતું. એ સુવાનો પ્રયત્ન કરતી હતી. પલંગ પર આંખો બંધ કરીને પડી રહી પણ ઊંઘ તો જાણે એને પંખી બની ઉડી ગઈ હોય... એના મનમાં વારંવાર એક જ વાત ઘૂમતી હતી શોભિત ના દિલની વાતો. એ અવાજ હજી સુધી તાજેતરા લાગે છે...
"સુમન, હું તને ખરેખર પસંદ કરું છું... વધારે બોલી જાવ તો મને માફ કરજે પણ હું તારા સાથે મારી જિંદગી વિતાવવા માંગુ છું. સુમન, શું તું મારા જીવનની સાથીદાર બનીશ?" .....સુમન મને એક મોકો આપ......."
સુમનનું હૃદય ધબકી ઉઠે છે. એ આંખ ખોલે છે, શ્વાસ ઊંડો લે છે... પલંગ પરથી ઊભી થાય છે અને ધીમે પગલાં નાખતી રસોડા તરફ જાય છે. પાણી ભરેલા ગ્લાસમાં પાણી પીતી વખતે, એની આંખો અનાયાસે જ બારણાં બહાર પડી રહેલા વરસાદ પર પડી જાય છે.
એક હળવો પવન ઊઠે છે, જે એની વાળ સાથે રમે છે...
એ પલભર માટે સ્થિર ઉભી રહે છે.
સુમન (મનમાં): "શોભિતે જે કંઈ કહેલું... એ બધું સાચું હતું. ખરેખર એ મને પહેલી નજર માં પસંદ કરવા લાગ્યો હશે....એનો ભરોસો સાચો છે કે એ પણ કાંઈક ક્ષણિક છે?" એ પાછી બેડરૂમમાં આવે છે. પલંગ પર બેઠી રહી. હાથમાં પાણીનો ગ્લાસ હજી સુધી છે. એ ખૂબ જ શાંત અવાજે પોતાને જ પૂછે છે: "મારા હૃદય ના ધબકારા કેમ વધી રહ્યા લાગે છે, એના ચહેરા પર એક ભાવવિભોર ભીની શાંતિ છે. તકલીફ નથી. પણ એક અજાણ ભવિષ્યનો વિચાર છે. એ વિચારોમા ક્યારે સુવાય ગયું તેને ખબર જ ના પડી.
બહાર વરસાદ વરસતો રહે છે...
અંદર મનમાં પ્રશ્નો વરસતા રહે છે...
શું હશે દરેક ના જીવનનો વળાંક ?
જાણવા આગળ જોડાય રહો.
નંદિની... એક પ્રેમકથા
(પ્લીઝ ફોલો)