ઘરમાં બધા ખુશ હતા.
આ બાજુ, મીરાના મમ્મી ભૂપતને કહે છે, “કાલથી તમે પણ નોકરી શોધવાનું શરૂ કરી દો. મીરા પણ કામ શોધે છે, તેને મદદરૂપ થવા માટે હું પણ કોઈ કામ શોધી લઈશ.” ભૂપતને કેસી કામ શોધવાનું કહે છે તે ગમતું નથી અને તે ગુસ્સામાં બહાર જતો રહે છે.
આ બાજુ, મીરા ફ્રેશ થઈને રાત્રે કપડાં બદલીને પોતાના કપડાં વ્યવસ્થિત મૂકતી હોય છે. ત્યાં જ બહારથી બેડરૂમનો દરવાજો ખોલીને માનવ અંદર આવી જાય છે અને તેની નજર મીરા પર પડે છે. મીરા કાળા રંગના નાઈટસૂટમાં સુંદર લાગતી હતી. અચાનક માનવને યાદ આવે છે, તે તરત જ પાછો રૂમની બહાર જતો રહે છે અને ધીમેથી દરવાજો ખખડાવે છે.
મીરા તરત જ બોલે છે, “દરવાજો ખુલ્લો છે, તમે અંદર આવી શકો છો.”
માનવ અંદર આવીને કહે છે, “હું મારો નાઈટ ડ્રેસ લેવા આવ્યો છું.” એમ કહીને કબાટમાંથી પોતાનો નાઈટ ડ્રેસ લેતો હોય છે તો કંઈક પડે છે.
મીરા બોલે છે, “આ તમારો જ રૂમ છે. તમારે રૂમમાં આવવા માટે પરમિશન લેવાની ન હોય. તમે ગમે ત્યારે આવી શકો છો.” એમ કહીને મીરા કબાટ પાસે નીચે પડેલી પરફ્યુમની બોટલ ઉપાડવા જાય છે. માનવ પણ તે બોટલ ઉપાડવા જાય છે. બંને તે બોટલને ઉપાડવા જતાં બંનેના હાથ એકબીજાને સ્પર્શે છે. બંને એકબીજા તરફ જુએ છે.
બે ક્ષણ બંને એકબીજાને જોતાં રહે છે. ત્યારબાદ, બહારથી કંઈક અવાજ આવે છે. પાછા બંને સજાગ થઈને ઊભા થઈ જાય છે.
માનવ મીરાને કહે છે, “આજે રાત્રે હું ગેરેજમાં જ સૂઈ જઈશ.”
મીરા કહે છે, “મારા લીધે તમારે ગેરેજમાં જઈને સૂવું પડે તે ઠીક ન કહેવાય. હું નીચે જમીન પર સૂઈ જઈશ, તમે ત્યાં બેડ પર સૂઈ જાવ.”
પણ માનવ કહે છે, “ના મીરા, એવું નથી. મારે થોડું કામ છે. સવારે એક કસ્ટમરને ગાડી સોંપવાની છે.”
મીરા કહે છે, “ઠીક છે. તમને કોઈ મદદની જરૂર હોય તો હું તમારી મદદ કરવા તૈયાર છું. કહો તો હું પણ આવું?”
માનવ મીરાને કહે છે, “ના, આભાર મીરા, હું જાઉં છું.”
પછી માનવ ઘરની બહાર જતો હોય છે ત્યારે માનવની મોટી બહેન તેને રમોલા વિશે કહે છે. “એ રમોલા મીરાને મળે છે, તેની સાથે રોજ વાતો કરે છે. તું તેને સમજાવી દે કે તે મીરાથી દૂર રહે.”
માનવ કહે છે, “ઠીક છે, હું તેની સાથે વાત કરી લઈશ.” માનવ રમોલાને મળવા અને તેને સમજાવવા તેના ઘરે જાય છે.
આ બાજુ, માનવના ગયા પછી મીરા વિચારે છે, “મારે માનવને બેડરૂમ રોકવાની શું જરૂર હતી? અને પછી તેની સાથે રાતના ગેરેજમાં ભેગા જવું હતું. મારે આજકાલ માનવને જોઈને મને શું થઈ જાય છે. એક અલગ જ સુંદર અહેસાસ થાય છે. મારે આ બધું ન વિચારવું જોઈએ.”
પછી મીરા તેની મોમ (વિજયાબેન)ને ફોન કરે છે. પણ સામેથી ઘનરાજ ફોન ઉપાડે છે અને મીરાને કહે છે, “તારી મોમ તારી સાથે વાત કરવા નથી માંગતી.” એમ કહીને ફોન કાપી નાખે છે.
ત્યાં વિજયાબેન આવીને પૂછે છે, “કોનો ફોન હતો?” ઘનરાજ ખોટું બોલે છે, કહે છે, “કંપનીવાળાનો.”
મીરા નિરાશ થઈ જાય છે. તેને પાછી ગભરામણ થવા લાગે છે અને તે બારીનો પડદો ખોલીને તાજી હવામાં શ્વાસ લેવાની કોશિશ કરે છે. તેને સારું લાગે છે. પછી અનાયાસે તેનું ધ્યાન રમોલાની બાલ્કની તરફ જાય છે. તો ત્યાં તેને માનવ રમોલા સાથે વાત કરતો દેખાય છે. પણ તે શું વાત કરે છે તે સંભળાતું નથી.
માનવ રમોલાને મીરાથી દૂર રહેવાનું કહે છે અને કહે છે, “હું મીરાને પ્રેમ કરું છું, હું તેને ખોવા નથી માંગતો. તું મને ભૂલી જા અને અહીંથી દૂર જતી રહે. તારે જો પૈસાની કાંઈ જરૂર હોય તો મને કહે, પણ મીરાને આ વાતની જાણ ન થવી જોઈએ. તે આપણા બંને વચ્ચેના સંબંધથી અજાણ છે અને હું નથી ચાહતો કે તેને કંઈ ખબર પડે.”
રમોલા માનવને પ્રેગનન્સી વિશે કંઈક કહેવા માંગતી હતી, પણ કંઈ બોલતી નથી. તેનું ગળું ભરાઈ આવે છે. રમોલા માત્ર એટલું જ બોલી શકે છે, “ઠીક છે, હવેથી હું મીરાને નહીં મળું, પણ જો તે મને મળશે તો હું તેને રોકી નહીં શકું.”
સામેની બાજુ, મીરા પોતાના ઘરની બારીમાં ઊભી ઊભી વિચારે છે. તેને થોડુંક અજુગતું લાગે છે. ‘માનવ આટલી રાતે રમોલાના ઘરે શું કરવા ગયો છે અને તે શું વાતો કરતા હશે? કંઈક કાલ સવારે પૂછી લઈશ.’
આ બાજુ, માનવ રમોલાના ઘરમાંથી નીકળીને ગેરેજે જતો રહે છે.
મીરા સૂતા પહેલા એકવાર મયુરી સાથે વાત કરે છે. મયુરી મીરાને કહે છે, “મને અહીં નથી ગમતું. મને અહીંથી તમે જલ્દી લઈ જાઓ.”
મીરા કહે છે, “હા મયુરી, હું તને જલ્દીથી ત્યાંથી લઈ જઈશ. મેં એડોપ્શનની બધી તૈયારી કરી લીધી છે. એક-બે દિવસમાં તેઓ આપણું ઘર જોવા આવશે. બધી તૈયારી કરી લીધી છે. તે લોકો તને પણ અમુક સવાલ કરશે તો તું ડર્યા વગર તેનો જવાબ આપજે.” મયુરી હા પાડે છે.
આ બાજુ, રમોલાને દુખાવો ઉપડે છે. તેના બાજુમાં રહેતા માસીને ફોન કરે છે. માસીના ઘરે કોઈ ન હોવાથી તે માનવના ઘરે મદદ માંગવા જાય છે અને ડોરબેલ વગાડે છે.
માનવની નાની બહેન અને તેના મમ્મી જાગતા હોવાથી દરવાજો ખોલે છે. માસી કહે છે, “રમોલાની તબિયત સારી નથી. તેને હોસ્પિટલે સારવાર માટે લઈ જવી પડશે.” એટલી વારમાં મીરા અને માનવની મોટી બહેન પણ અવાજ થતા બહાર આવી જાય છે.
મીરાને ખબર પડે છે કે રમોલાને સારવારની જરૂર છે તો તે તરત જ તેના જાણીતા ડોક્ટરને ફોન કરીને બોલાવી લે છે. ડોક્ટર તરત જ ઇન્જેક્શન મારી અને દવા આપે છે. થોડી વારમાં રમોલાની તબિયત સારી થઈ જાય છે. પછી મીરા અને તે લોકો એના ઘરે જતા રહે છે.
હવે માનવના ઘરનાઓને ખબર પડી જાય છે કે રમોલા ગર્ભવતી છે. માનવની મમ્મી તેની મોટી દીકરીને રૂમમાં લઈ જઈને પૂછે છે, “તને આ વાતની ખબર હતી કે રમોલા ગર્ભવતી છે?”
મોટી દીકરી કહે છે કે, “હા, મને ખબર હતી. રમોલા ગર્ભવતી છે. આ બાળક માનવનું છે, પણ માનવને તેની જાણ નથી હજી સુધી. તે વાત મેં માનવને કરી નથી અને રમોલાએ પણ કંઈ કહ્યું નથી.”
શારદાબેન મોટી દીકરીને ધમકાવતા કહે છે, “ખબરદાર જો કોઈને આ વાતની જાણ કરી છે અને મીરાને ખબર ન પડવી જોઈએ. આ વાત આપણે અહીં જ દબાવી દેવાની છે. હું નથી ઈચ્છતી કે રમોલા જેવી સ્ત્રી મારા ઘરમાં વહુ તરીકે આવે. માનવ મીરાને પ્રેમ કરે છે. તે જ આ ઘરની વહુ થવાને લાયક છે. કાલે પ્રમીલાબેનને બોલાવી લેજે. અમે બંને થઈ અને આ સમસ્યાનું સમાધાન શોધીશું.”
બીજે દિવસે સવારે કેસી ફોન કરીને વિજયાબેનને બધી વાત કરે છે અને કહે છે, “મારી દીકરી મારી પાસે જ રહેશે. તે તમારી પાસે કોઈ દિવસ પાછી નહીં આવે.” વિજયાબેન ગુસ્સે થઈ જાય છે અને મીરાના ઘરે જઈને મીરાને પાછી લઈ આવવાનું વિચારે છે.
કેસી તેના વરને ઉઠાડીને કહે છે, “આજે તમે બહાર જઈને કંઈક કામ ધંધો શોધો.”
થોડીક વારમાં મીરા પણ કેસી પાસે તેના રૂમમાં પહોંચે છે. મીરાના પપ્પા કહે છે, “જોને આ મને અત્યારમાં ઉઠાડીને કામ શોધવા જવાનું કહે છે. મને તો માનવ દીકરાએ ના પાડી છે, ‘તમારે કાંઈ કામ કરવાની જરૂર નથી, હું તમારા દીકરા જેવો જ છું’.”
મીરા તેના પપ્પાને કહે છે, “આપણે કોઈ ઉપર નિર્ભર ન રહેવું જોઈએ. તમે આજથી જ નવી શરૂઆત કરો. કામ કરશો તો દારૂની લતમાંથી છુટકારો મળી જશે.” આ સાંભળીને મીરાના પપ્પા કામ શોધવા બહાર નીકળે છે.
હવે આગળ જોશું મયુરીનું શું થાય છે…