ભાગ 26 : સાબિતી અને સમાપ્તિ
શીન ના પ્રશ્નોનો SK એ ટૂંકો ને સરસ જવાબ આપ્યો -
" શું સાબિતી ? સાબિત તો માટે એ તમામ લોકો ને કરવું છે, જે ભારત માં રહીને બીજી સંસ્કૃતિઓને ચઢિયાતી ગણે છે, જેઓ સમજે છે કે સાયન્સ જ બધું છે, એ લોકો જે ભારત ની બહાર ચાલ્યા જાય છે અને આ સંસ્કૃતિ ને ધિક્કારે છે અને આ કોઈ ખેલ નથી કે જે તું અત્યારે કરી રહ્યો છે "
" હું અને ખેલ ! ક્યાં ખેલ ની વાત કરી રહ્યો છે તું ? " શીન એ થોડા આશ્ચર્ય ના ભાવ સાથે કહ્યું.
મિત્રા બોલી - કંઇક તો સત્ય બોલ હવે , બસ થયું તારું હવે , તારા તમામ ખેલ પૂરા થયા, અમને બધી ખબર છે કે તું શું કરી રહ્યો હતો.
તે એટલું બોલી ત્યાં SK એ ચપટી વગાડી અને ટનલ ના પ્રવેશ દ્વાર તરફ હેપિન ને બંદી બનાવીને લઈ આવવામાં આવ્યો.
ત્યારબાદ SK બોલ્યો - " હેપિન ! ખૂબ જ નિપુણ , ચતુર અને બુધ્ધિ કૌશલ્ય ધરાવતો વ્યક્તિ, વૈજ્ઞાનિક અને મહાન સંશોધનકર્તા ; પરંતુ બુદ્ધિ કૌશલ્ય માં SK સામે કોઈ ટકી શકે ખરું ? છેવટે પકડાય તો ગયા તમે , આમ છતાં હેપીન તો પોતાની કબૂલાત આપવા તૈયાર નહોતો , મોત આવે પણ કબૂલાત ના આવે એવા તો આપના વિચારો છે ! વાહ ! ખરેખર બન્ને ખૂબ જ ચાલાક હતા ; પરંતુ એક નબળાઈ, માત્ર એક દુખતી નસ ના લીધે મારા ભારત ના દુશ્મનો ની સમાપ્તિ થઈ જશે , એ દુખતી નસ છે મોહ ! હેપિન નો માયા પ્રત્યે નો મોહ , માયા બીજું કોઈ નહિ પરંતુ મારી માનેલી બહેન છે , જે હેપીન ને નહોતી ખબર અને તે બસ ધીમે ધીમે મારા ગોઠવાયેલા જાળ માં ફસાતો ગયો , માયા દ્વારા અમે તારી કસોટી કરવા માગતા હતા , પરંતુ કસોટી થઈ ગઈ હેપિન ની , બસ એ દુખતી નસ પકડીને અમે બધું જ સત્ય બહાર કાઢી લીધું , પ્રયોગના નામે SK નામની એ છોકરી ને તમે ખોટી દવા આપી અને તેનું મોત થયું , એનો બદલો તો હું લઈને જ રહું , માત્ર એ જ નહિ પરંતુ આવા અસંખ્ય લોકો ને આવી દવાઓ થી મારી નાખ્યાં છે અને તેમને માર્યા બાદ તેમના અંગો નું વેચાણ વિદેશો માં કરો છો , આવા ખરાબ કામો કરવા વાળા ને હું મોત થી પણ બદતર જીવન આપુ છું ; વળી મારા પોતાનો પણ બદલો બાકી જ હતો , એટલે જ મે એક નિશ્ચય વર્ષો પેહલા કરેલો કે જેના લીધે હું ડૂબ્યો હતો એ તમામ ને હું મારા હાથોથી જ મારીશ "
બસ એટલું બોલીને SK એ તેના હાથ માં રહેલી તલવાર ચલાવી અને સૌપ્રથમ બન્ને ના હાથ ને પગ કાપ્યા બન્ને ની ચીસો સાંભળીને SK ને જાણે શાંતિ મળી રહી હતી અને છેવટે તેણે બન્ને ના ધડ થી મસ્તક અલગ કરી નાખ્યાં.
આમ કરીને તે ખુલ્લા આકાશ તરફ જોઈને બોલ્યો - " મે આજે મારી સંસ્કૃતિ માટેની સાબિતી પૂરી કરી અને મારા દુશ્મનોની સમાપ્તિ કરી , મારું અહીંનું કામ પૂર્ણ થયું "
બસ આટલું બોલીને SK જમીન પર ઢળી પડ્યો ;
RK, ધનશ,મિત્રા અને બાકીના તમામ લોકો એ જોયું તો તે બેભાન અવસ્થા માં હતો, તેને તત્કાળ હોસ્પિટલ એ લઈ ગયા અને ત્યાં ડોક્ટરોની ટીમ એ કહ્યું " બ્રેઈન ટયુમર "