સાવીએ સોહમને સાંભળ્યો..એણે કહ્યું ડેસ્ટીની કશુંક રાંધી રહી છે..સાવી મનમાં થોડી ઊંડે ઉતરી ગઈ
સોહમના શબ્દોને વાગોળી રહી હતી..એમનેમ કોઈ કારણ વિના જીવનમાં તો શું આ દુનિ યામાં કશું બનતું નથી દરેક ક્રિયા ..કર્મ..ઘટના પાછળ ચોક્કસ કોઈ કારણ હોય છે..મારી બર્થડે પર ફરી કોઈ અજાણ્યો યુવાન આવી એજ ગીત ગઝલ મારી સામેજોઈ ગાય છે..માત્ર વર્ષો નો સમયગાળો જુદો છે…દિવસ એજ…ગીત એજ..આ શું છે બધું? હું આ સોહમને ઓળખતી પણ નથી..પેલો પવન..મળ્યો..અલોપ થઇ ગયો.. આ મળ્યો આજે એજ ગઝલ ગાઈ..હું નીકળી ગઈ..અહીં પાછો આવ્યો..મળ્યો મને.. હવે અમારાં મળવા ઉપર ડેસ્ટીનીની વાત કરે છે….
સાવીએ એક નજર સોહમ તરફ કરી.. પછી ફેરવી લીધી…એ બોલી..ઇટ્સ ઓકે…ઇન્સિડેન્ટ આમાં
ડેસ્ટીની જેવું કશુંજ નથી હોતું. હું આવું બધું નથી માનતી..મને એટલીજ ખબર છે હું અહીં ભણવા
કેરિયર બનાવવા આવી છું મારા પાપાનાં અને મારા સ્વપ્ન પુરા કરવા આવી છું મારાં પાપાનાં મહેનતનાં પ્રામાણિક પૈસા બરબાદ કરવા નથી આવી..હું મારા લક્ષ્ય માટે સંપૂર્ણ જાગૃત છું હું મન ભટકાવવા કે એશ કરવા અહીં નથી આવી..એકસાથે સાવી બધું બોલી ગઈ પછી સારાની સામે જોઈ બોલી સોરી સારા.. મારે કોઈનું દિલ નથી દુખાવવું પણ…હું ખુબ સ્પષ્ટ છું મારા નીર્ધાર માટે..” સારાએ ગંભીર થઇ જવાબ આપ્યો “ ઇટ્સ ઓકે સાવી..હું સમજી ગઈ..બધાના જીવન.. લક્ષ્ય..સ્થિતિ સંજોગો જુદા જુદા હોય..પછી સોહમ સામે જોઈ કીધું“ સોરી સોહમ પ્રથમ પરિચયની મુલાકાતમાં મારી સખી સાવીનો મૂડ બરાબર નથી આપણે….” ત્યાં સોહમ ઉભો થઇ ગયો બોલ્યો “ આઈ..આઈ...કેન અન્ડરસ્ટેન્ડ..મારે પણ કોઈનાં દિલને દુખાવવું નથી મારો ઈરાદો પણ નથી હું પણ કોઈ ચોક્કસ લક્ષ્ય લઈને આવ્યો છું કોઈનું કાળજું ખોતરવા નહીં ..ધરબાયેલી પરતો ખોલવા નહીં..પણ ફરી કહું છુંજ ડેસ્ટીની કશુંક રાંધી રહી છે..વેલ
થેન્ક્સ ફોર બિયર ..હવે તમે મળશો …ત્યારેજ મળીશું..મરીનેય.. જીવી જઈશું..એ નક્કી. બાય.. સાવી..” એમ કહી રેસ્ટોરાંની બહાર નીકળી ગયો.
સારા…સાવી ક્યાંય સુધી કશુંજ ના બોલ્યા ..એક ન સમજાય એવી ચુપકીદી છવાઈ ગઈ..સારાએ એનો
રેડ વાઈન રિપીટ ઓર્ડર કર્યો ..એની આંખો ભરાઈ આવેલી..એણે આંખથી બહાર નીકળવા કોશિશ કરતા
આંસુ બિંદુ ને ટીસ્યુ લઇ લૂછી લીધા..થોડી સ્વસ્થ થઇ બોલી “ સાવી મને ખબર છે તે સોહમને સ્પષ્ટ સીધો જવાબ આપ્યો છે..એક અજાણ્યો છોકરો તારા દિલને ઢંઢોળવા પ્રયત્ન કરતો હતો તે કાપીજ નાખ્યો..મને આ તારી સ્પષ્ટતા ગમી..કોઈ કન્ફ્યુઝન નહીં ખોટી આશ નહીં બસ વાત કટ..પણ એને આપેલ જવાબમાં જાણે મને પણ જવાબ મળી ગયો..
સાવી એ કહ્યું …”“ સારા મેં ફક્ત સોહમને અનુલક્ષીનેજ બધું કીધું છે હું એને આંગળી આપવા નહોતી માંગતી..ના કોઈ આશ..હું મારાં કોઈ ભૂતકાળ ને યાદ કરવા કે ખોતરવા નહોતી માંગતી હું જેને ઓળખતી નથી.. હમણાં મળ્યો અને એ મને.. મને કશુંજ પચ્યું નહીં ના કોઈ આકર્ષણ લાગણી…. થઇ ખબર નહીં કેમ હું અંદરથી એકદમ સખ્ત થઇ ગઈ..મને પણ નથી સમજાતું હું આવું કેવી રીતે વર્તી શકી..”
સારાએ કહ્યું“ તારા હૃદયે જે કીધું તે કર્યું…કશું ખોટું નથી..પણ એને આપેલા જવાબમાં મને મારો પ્રશ્ન
થયો કે મારું લક્ષ્ય.. હું તો અહીં મારી રીતે આવીજ નથી..મને ધકેલવામાં આવી છે..આજે મારું પણ સાંભળી લે..આ સીધીસાદી સરલા અહીં આવી કેવી રીતે….કેવી રીતે આટલાં ફેન ફ્રેન્ડ્સ ફોલોવર વળી સારા જેમ્સ કેવી રીતે બની..મારે શું થવું હતું શું થઇ ગઈ..મારી એકેડેમિક કેરિયર કેટલી બ્રાઇટ મુંબઈમાં…મારા પાપાનું મૃત્યુ થયું અને મારી આખી દુનિયા બદલાઈ ગઈ..” સાવી ખુબ ધ્યાનથી સાંભળી રહી હતી એ વધુ ગંભીર થઇ ગઈ..
સારાએ સીપ મારી મોટો ઘૂંટ માર્યો ગ્લાસ પૂરો કર્યો પછી બોલી …એનાં અવાજ રણકો વધુ જ્વલનશીલ
બની ઉભરી આવ્યો “ સાવી મારા પાપા સુધાંશુ તોરસેકર ખુબ પ્રેમાળ હતાં મને મારી માં સુધા તોરસેકરને ખુબ પ્રેમ કરતા સાચવતા. એ નાનપણથી મને પરી કહી બોલાવતા. એ મુંબઈમાંજ MNC કંપનીમાં સેલ્સ એક્ઝિકયુટીવ હતા..અમારા ત્રણ જણનું ખુબ સુખી કુટુંબ હતું.એમની કંપનીના કામે વારે વારે આઉટસ્ટેશન જવાનું થતું ક્યારેક MP કે UP જેવા સ્ટેટમાં જાય તો 10…12 દિવસ ઉપર થઇ જતા..કાયમ મારા માટે કોઈને કોઈ ગિફ્ટ લાવતા..આવે ત્યારે વહાલથી નવરાવી દેતા..એક ગોઝારો દિવસ આવ્યો.. એ ટુરમાં હતા અને
એમની કારને એક્સીડેન્ટ થયો એમાં તેઓ..અમને છોડી ગયા..હું ત્યારે માંડ 16 વર્ષની…બસ પછી મોહકાણના દિવસો આવ્યા..
સાવીએ કહ્યું“ ઓહ નો..પછી તારી મોમ અને તું સાવ એકલા પડી ગયા આવું ઈશ્વર કોઈનેના કરે સોરી
સારા..તારે.. સારાએ કહ્યું “સાવી નસીબ સારુંજ હતું થોડું હતું પણ અમારી પાસે ઘણું હતું કોઈ ખોટ
નહોતી..પાપાની ઘણી બચત હતી..પોતાનું ઘર હતું. કંપનીમાંથી વળતર પણ ખુબ મળેલું…પણ..ડેસ્ટીની મારી ક્રૂર મજાક કરવા અધીરી હતી.. સાવી અમારે દાદાના વખતથી અંધેરીમાંજ સોસાયટીમાં ઘર હતું બધા ગ્રાઉન્ડફ્લોરનાં બેઠા ઘટના મકાન માત્ર 15 મકાન આજુબાજુ મલ્ટીસ્ટોરીડ….એક બિલ્ડરનો ડોળો અમારી સોસાયટી પર હતો..રિડેવલપમેન્ટ માટે ખુબ દબાણ કરતો ..મોટાભાગના રહીશો લાલચમાં આવી ગયેલાં..દરેકનેથ્રિ બેડરૂમ હોલ કિચન ફ્લેટ અને 50 લાખ કેશની ઓફર હતી મારાં પાપા અને બીજા 3..4 જણા વિરોધમાંહતા..મારા પાપાનાં અકાળ મૃત્યુ પછી પેલો બિલ્ડર જોશમાં આવી ગયો બધાને મનાવી લીધા..એણે મારી માંને…રીતસર પટાવી લીધી હતી..હું સારા શબ્દોનો ઉપયોગ કરું છું.. આવી સ્થિતિ માં હું કોલેજમાં આવી ગઈ હતી..સાવી હું શું કહું તને..? મારેમારી જાંઘજ ખુલ્લી કરવાની છે ના કહેવાનું તારે સાંભળવાનું છે..પણ…કરીશ..સાંભળ આજે…
વધુ આવતા અંકે પ્રકરણ -14 અનોખી સફર.