હું હજી તે યુવતીને નિહાળવા માંગતો હતો પણ મને મારું મન કઈક અઘટિત થવાનું કહી રહ્યું હતું એટલે હું પાછો બેડ પર સૂઈ ગયો. હું તે યુવતીના શારીરિક સૌંદર્યના આધારે તેના ચહેરાની કલ્પના કરવા લાગ્યો. ત્યાં જ કેબિનનો દરવાજો કોઈએ નોક કર્યો. તેના કારણે હું તરત બેડ પરથી ઊભો થઈ ગયો. મને લાગ્યું કે કદાચ આર્યવર્ધન આવ્યો હશે. એટલે મેં તરત બેડની નીચેથી એક તલવાર બહાર કાઢીને હાથમાં પૂરી તાકાતથી પકડી રાખી અને દરવાજો ખોલ્યો. હું ચોંકી ગયો કેમકે મારી સામેં તે યુવતી ઊભી હતી જેને મેં થોડા સમય પહેલાં તળાવમાંથી બહાર નીકળતાં જોઈ હતી. પણ હું તેનો ચહેરો જોઈ શક્યો નહોતો અને અત્યારે પણ તેણે પોતાનો ચહેરો એક ફૂલ વડે ઢાંકી રાખ્યો હતો. તેણે એ જ કપડા પહેરેલા હતા જે તળાવમાંથી બહાર નીકળતી વખતે પહેર્યા હતાં.
“કેમ અવિચલ, થોડી વાર પહેલાં મને જોઈને પામવાની ઈચ્છા થઈ હતી અને હવે સામેં જોઈને કઈ બોલતાં નથી.” તે યુવતીએ કહ્યું.
મને એ યુવતીનો અવાજ પરિચિત લાગ્યો. હું કઈ કહું એના પહેલાં તે યુવતીએ તેના ચહેરા આગળથી ફૂલ હટાવી દીધું. તેનો ચહેરો જોઈને મારૂ મન જાણે સુન્ન થઈ ગયું હોય તેમ લાગ્યું. તે મેઘા હતી.
મને એ યુવતીનો અવાજ પરિચિત લાગ્યો. હું કઈ કહું એના પહેલાં તે યુવતીએ તેના ચહેરા આગળથી ફૂલ હટાવી દીધું. તેનો ચહેરો જોઈને મારૂ મન જાણે સુન્ન થઈ ગયું હોય તેમ લાગ્યું. તે મેઘા હતી.
“મેઘા, તું અહી ? કઈ રીતે આવી ?” મારા મનમાં ઘણા સવાલો થઈ રહ્યા હતાં. પણ મેઘાએ મારા હોઠ આંગળી મૂકીને કહ્યું, “હમણાં કોઈ સવાલ પૂછીશો નહીં. પહેલાં મારે તમારી એક ઈચ્છા પૂરી કરવી છે અને તમારે મારી એક વિનંતી સ્વીકારવાની છે.”
હું મેઘાની સમજ્યો નહીં એટલે બોલ્યો, “મેઘા તું સ્પષ્ટ શબ્દોમાં કહી દે કે તારે શું કરવું છે?”
મેઘા મારી વાત સાંભળી હસી પડી. તેણે કઈ કહ્યા વગર તેના ગુલાબની પાંખડી જેવા મુલાયમ અધરો મારા અધરો પર મૂકી દીધા અને મને તેની બાહોમાં જકડી લીધો. મને મેઘા આવું વર્તન કરશે તેનો ખ્યાલ નહોતો. એટલે મેં તેને ધક્કો મારીને ખુદને છોડાવવા પ્રયત્ન કર્યો પણ તેની પકડ ખૂબ મજબૂત હતી. હું મેઘાને પામવા માંગતો હતો પણ આ રીત યોગ્ય નહોતી.
મેં બંને હાથ વડે મેઘાનો ચહેરો પકડીને તેને સાથ આપવા લાગ્યો. થોડી વારમાં અમારી વચ્ચેથી કપડાં અને શરમના આવરણો દૂર થઈ ગયાં. પછી બંને એકબીજા તૃપ્ત કરવાની હોડમાં લાગી ગયાં અને ત્યારબાદ એ બેડ પર જ સૂઈ ગયાં.
મારી આંખો ખૂલી ત્યારે બેડ પર હું એકલો હતો. મેઘા બહાર કઈ બાજુ ગઈ હશે તે જાણવા માટે મેં કેબિનનો દરવાજો ખોલ્યો. મેઘા મારી સામેં તળાવના કિનારે બેસીને તેમાં તરી રહેળી માછલીઓને ચારો નાખી રહી હતી. મને જોઈને મેઘા બોલી, “અવિચલ હવે તમને કેવું લાગી રહ્યું છે ?”
હું અત્યારે એકદમ તાજગી અનુભવી રહ્યો હતો. મેં ઉત્સાહપૂર્વક કહ્યું, “મને અત્યારે તાજગીભર્યું વાતાવરણ લાગે છે અને આ વાતાવરણમાં એક અલગ રોમાંચનો અનુભવ થઈ રહ્યો છે.”
મેઘાએ પોતાની જગ્યા પર ઊભા થઈને કહ્યું, “તો હવે તૈયાર રહો. આર્યવર્ધનને આ જગ્યાની જાણ થઈ ગઈ છે અને તે અહી આવી રહ્યો છે. થોડી ક્ષણોમાં તે અહી આવી જશે. તમેં મારો સહવાસ કર્યો. તે દરમિયાન મારી જીવનઉર્જા સિવાયની અષ્ટ મહાસિદ્ધિનું જ્ઞાન તમારી અંદર સમાવી દીધું છે. એટલે તમેં આર્યવર્ધનનો સામનો કરી શકશો. કારણ કે આ યુદ્ધ તમારે જ લડવું પડશે. હું આર્યવર્ધન સામેના યુદ્ધમાં વધારે સમય સુધી ટકી ના શકું પણ તમેં તમારી કલ્પનાશક્તિ વડે ચાહો ત્યાં સુધી યુદ્ધ કરી શકો છો.”