સોહમ સાવી પાસેથી ભગ્ન હૃદયે ત્યાંથી નીકળી ગયો..રાતની કાલિમા ધરતી પર છવાઈ રહી
હતી..સોહમના દિલમાં પણ કોઈ અગમ્ય નિરાશાની કાલિમા છવાઈ હતી..એણે સાવી.. સારાની વિદાય લીધી.. એ વખતના શબ્દો..કરેલી વાત યાદ આવી ગઈ એક એક સંવાદ યાદ આવ્યા.. એણે સાવીને કીધેલું હવે તમે મળશો …તો જ મળીશું..મરીને..ય..જીવી લઈશું..પણ મારું કહેવું સાવી સમજી નહીં..એને કોઈ…એહસાસ શબ્દોનો કે મારી સંવેદનાનો કેમ ના થયો ? હું અહીં આવ્યો…ભણવા આવ્યો? કેટલી એની પાછળ રઝળપાટ કરી..કોઈ કદર કિંમત છે? પણ એનો ક્યાં વાંક છે?...એ પાછો જૂની વાતો..યાદોમાં સરી ગયો….
વિશ્વાને આટલા પ્રેમ પછી પણ ત્યારે ડર લાગી ગયેલો..એણે નિર્દોષતાથી પૂછેલુંજ “સોહુ…આપણું
કાયમી મિલન થશેને? આપણું પ્રારબ્ધ પણ જૉડાશેને? એનું એ સમયનું રુદન હું આજે પણ નથી ભૂલી
શક્યો..યાદોથી ભીંજાયેલી આંખો સાથે એણે ઘડિયાળમાં જોયું…જોયુંના જોયું.. સમયને જાણે ગણકાર્યો નહીં ફરી એ દરિયાની વાટે ચઢ્યો..પવન ઠંડો હતો..એ છતાંય પ્રેમની ગરમી સાથે આગળ વધી ગયો..એક દૂર રહેલાં બાંકડા પર બેસી ગયો અદબ વાળી ઝીણી આંખે દરિયાના ઉછળતા મોજા જે કિનારે આવી ધરતી પર શમી જતા હતા..એને વિચાર આવ્યો આ તરસ્યો દરિયો ભરતીના મોજા ચઢાવી ચઢાવી ઉછળતો કૂદતો ગર્જના કરતો..જાણે
કેટલીયે ફરિયાદ કરતો આવે છે એની ઉછળ કૂદમાં એને ફીણ વળી જાય છેપણ..જેવો કિનારે પહોંચે..ચારે હાથોથી પથરાય છે ધરતી પર અને શાંત થઇ જાય છે ફરિયાદના વહેણ.. કહેણ સાથે દરિયામાં પાછા વહી જાય છે.. મારી વિશ્વા…વિશ્વા…
“ સોહમ..તું હવે કોલેજ જવાનો..મને નથી ખબર મને પાપા કોલેજ કરાવશે કે કેમ? કદાચ પાપા તૈયાર થાય પણ માંતો નહીંજ માને..એની વિચારસરણી ખુબ જૂની…રૂઢિ ચુસ્ત છે..હું ઓળખું છું એને..સોહુ તું
એક કામ કરજે.. મુંબઈ પાછો જાય પહેલા દિગુકાકાને કહેને એ મારા પાપા..માં ને સમજાવે મને આગળ કોલેજ કરાવે..કદાચ દિગુકાકાની વાત સમજાવટ કામ કરી જાય..મારે આગળ ભણવું છે હું બે બસ કરીનેય વાપી ભણવા જઈશ.. સોહું આટલું કામ કર મારું.. મેં વિશ્વાને વિશ્વાશ આપેલો એ દિગુકાકા પાસે કહેરાવશે..
સોહમને બધું યાદ આવી રહેલું એ લોકો ડુંગરથી ઘરે પહોંચ્યા..દિગુકાકા અને વિશ્વાના પાપા ફળિયામાંજ બેઠા હતા..હવે વરસાદ આવશે એના અંગે..વાડીની તૈયારી..કેળવણીની વાતો કરી રહેલા.વિશ્વા તો
જુદા રસ્તેથી વાડા પર પહોંચી ગયેલી..મેં એજ વખતે તક સાંધેલી કહેવા..મેં સીધુંજ દિગુકાકા અને વિશ્વાના
પાપા ધર્મેષકાકા સાથે સીધીજ વાત કરી..મને આવતો જોઈ દિગુકાકાએ હસીને પૂછેલું “ સોહુ બેટા તમે લોકો
આવી ગયા ? અમે તારીજ વાત કરી રહેલાં કે હવે તું કોલેજમાં ભણવા જવાનો..મારો સોહું મોટો થઇ ગયો છે” હું હસી દિગુકાકાની નજીક બેસી એમને વહાલથી વળગી ગયો..મેં કીધું“ કાકુ સારું થયું તમે લોકો અહીં જ બેઠા છો મારે ધર્મેષકાકાને એક વાત કરવાની છે..મેં સીધું ધર્મેષકાકાને કહ્યું“ કાકા હું કોલેજમાં જવાનો.. એમ વિશ્વાને પણ સરસ રિઝલ્ટ આવ્યું છે એ કઈ કોલેજમાં જવાની ? વાપીજ એડમિશન કરવું પડશેને? હજી હું હમણાં છું તો અમે બધી ફોર્માલિટી કરી આવીએ? મેં એમને વિચારવા ચાન્સજ ના આપ્યો..
ધર્મેષકાકાએ એકદમ સામાન્ય ભાવે કહ્યું..” અરે વિશ્વાએ તો ભણી લીધું કોલેજ કરી એને શું કામ છે
? એને ક્યાં નોકરી કરવા જવાનું છે? એની માં તો એના માટે સબંધ કરવા..એ હવે મોટી થઇ ગઈ છે“
ધર્મેષકાકાનો જવાબ સાંભળી મને એટલો આઘાત લાગ્યો મેં કીધું “કાકા હવે જમાનો બદલાઈ ગયો છે છોકરીઓ હવે ખુબ ભણે છે કામ કરે છે.. જીવનમાં ભણેલું કામજ આવે ખબર નથી આવતીકાલ કેવી ઉગે સંજોગો નોકરી કરવા દબાણ કરે ત્યારે? તમે ભણાવો એને,,એને ભણવું છે કાકા..
દિગુકાકાએ પણ તરતજ મારાં સૂરમાં સુર પુરાવેલો બોલેલા..” ધર્મેશ..સોહુની વાત સાચી છે હવે
જમાનો બદલાઈ ગયો છે છોકરીઓ તો હવે વિમાન ચલાવે છે વિશ્વા બેટા ને આગળ ભણાવની…કેમ આમ બોલે?
“
ધર્મેષકાકાએ કહ્યું“ દીગુભાઈ તમારી વાત સાચી પણ વિશ્વાની માં નહીં માને..છતાં હું વાત કરે..” એ
સમયે હું સંતોષ માની ઘરે ગયેલો..પછી બીજા દિવસે વિશ્વા મારી પાસે દોડી આવેલી અમારા ઘરમાં..હું એ વખતે હીંચકા ખાતો હતો..દિગુકાકા ધર્મેષકાકા સાથે વાડીએ જવા નીકળી ગયા હતા..એ આવી હીંચકા ઉપર મારી સાથેજ બેસી ગયેલી..અમે પહેલાતો આજુ બાજુ જોઈ એકમેકને ચૂમી લીધા..મેં કીધેલું..” વિશ્વા લવ યુ..મારે મુંબઈ જવાનું નજીક આવે છે અને મારી ભૂખ ઉઘડતી જાય છે હું તને કાચીજ ખાઈ જઈશ..એણે મને ચૂમી લેતા કહેલું..કાચી ને કાચી ખાઈ જા ..એના કરતા મને ગળી જા આખી હું તારા પેટમાંજ રહું..”એમ કહી હસી પડેલી..
મેં કીધેલું..એય..વિશ્વા હું ગળી જ જાઉં..મારી પાસેજ રાખું વળગેલી..પણ..તારા પેટમાં હું મારો અંશ રાખું.. પ્રેમ કરું સદાય મારાં તારામાં હોવાનો એહસાસ રાખું..બસ તને જોયા કરું પ્રેમ કર્યા કરું હું તારા વિના નહીં જીવી શકું વિશ્વા.. વિશ્વાએ કહેલું…” સોહમ તારા વિના બધું અંધારું..તારે જવાનું નજીક આવે છે મારો જીવ નીકળી જશે..હું કેવી રીતે રહીશ જીવીશ ? માંએ કોલેજ કરવાની પણ ના પાડી દીધી..હું શું કરીશ ?? પેલી ઉષાની જેમ મને કોઈના ગળે બાંધી વિદાય કરી દેશે..સોહું તારેજ કશુંક કરવું પડશે.. મેં કીધેલું..થોડી ધીરજ રાખ હું પાછો આવીશ ત્યારે રસ્તો કાઢીશું..હું દિગુકાકાને આપણી વાત કરીશ એ મને સમજે છે અંદરથી ઓળખે છે મારી..આપણી ઈચ્છા નહીં ઉથાપે..એ મારા ખોળામાં મીઠી આશ સાથે સુઈ ગઈ..હું એનાં માથે હાથ ફેરવતો બેસી રહેલો અને…
વધુ આવતા અંકે પ્રકરણ-18 અનોખી સફર..