વીરબાળાબહેન..વિશ્વાની માંની આંખમાં ઝળઝળિયાં આવી ગયેલા..એમના હૃદયમાં ભૂતકાળનો ભારે
કડવો ઝેર ઓકતો કાળો નાગ ફેણ કરી ફૂંફાડા મારી રહેલો..આજે એનીજ દીકરીએ એમના મનના તાર
ઝણઝણાવી દીધા હતા..એમની આંખ ફરકવા લાગી હતી..એમનો એ મીઠો..કડવો ભૂતકાળ નજર સમક્ષ આવી ગયો..એમણે વિશ્વા તરફ નિરાશા ભર્યા નિસાસા સાથે ગમગીન સ્વરે કહ્યું..” સોહમના પિતા.. એક સમયે મને..તારી માંને ખુબ ચાહતા..યજ્ઞેશ મને પ્રેમ દોરથી બાંધી..છોડી ગયા..” “ તું અને સોહમ જે રીતે સાથે ઉછર્યા ..રમ્યા વાડીઓ..ડુંગર ખૂંદયા એમજ અમે સાથે બધું ...રહ્યાં ઉછરેલા..ફરેલાં..બસ ફર્ક એટલો કે યજ્ઞેશ મારી કિશોરથી જુવાની જોઈ એને છંછેડી પ્રેમ કરી ભૂલી છોડીને મુંબઈ જતો રહ્યો.. અમે સાથે વર્ષો કાઢ્યા અહીં આજ ફળિયામાં..એની માં ગુજરી ગયા પછી એ સાવ એકલો થઇ ગયેલો..
દિવ્યાંગભાઇ એટલે કે દીગુભાઈ હતાં પણ..એ કોઈ જુદાજ હતા એમની મસ્તીમાં જીવતા..યજ્ઞેશને મારી
સાથે ખુબ ફાવતું. એકવાર મારી નાનીએ ટોકેલી મારી માંને…વિરીને આઘી રાખ..આ પોરિયો બહાર ભણવા
જવાનો..પરમુ ખુબ મહત્વાકાંક્ષી છે..દિગુ ભલો છે પણ યજ્ઞેશ….
મેં ભણવાનું છોડી દીધેલું સાત ધોરણ પછી…પણ યજ્ઞેશ અને દીગુભાઈ બન્ને ભણી રહેલાં..યજ્ઞેશ
નવમી પાસ કરી વેકેશનમાં એનાં મોસાળ ઉદવાડા ગયેલો..દીગુભાઈ નહોતા ગયા..એ વધુ સમય પરમુકાકા સાથે વાડીએ જતા..એમને ભણવામાં ખાસ રસ નહોતો..પણ સ્વભાવે ખુબ ભોળા અને સારા.. એમણેજ મને કીધેલું યજ્ઞેશ ઉદવાડા ગયો છે આજે વહેલી સવારે મામા લઇ ગયા..હું ના ગયો..મને ખબર છે તને નહીં ગમે..દીગુભાઈને ખબર મને યજ્ઞેશ વિના ચેન ના પડતું.પણ પરામુકાકાની ખુબ બીક લાગતી.. એટલા કડક સ્વભાવના હતા..તરત લઢી નાખે.. હું આઘીજ રહેતી..યજ્ઞેશ મોસાળ ગયો ત્યારે મને એહસાસ થયો …મને એના વિના નથી ગમતું.મારી માને ખબર હું ઉદાસ રહું છું..નાની બોલેલી..ભાનુ આ છોકરી માટે સારું ઘર શોધ..મોટી થઇ ગઈ છે..”
વિશ્વા ખુબ રસ પૂર્વક માંને સાંભળી રહી હતી..એણે પૂછ્યું“ માં તે તારી મોટી બહેન કે માં ને કશું કીધું
નહીં..?” વીરબાળાબહેને નિરાશ થઇ કહ્યું..” તને જન્મ દેનારી મારી મોટી બહેન તારી માં સવિતા સાવ સાદી
સરળ ભોળી હતી..દીકરીને ગાય દોરે ત્યાં જાય.. એવી..એને યજ્ઞેશ કે બીજા છોકરા સાથે હું રમતી ફરતી..એને ગમતું નહીં લઢતી..વિરી હવે મોટી થઇ તને શોભતું નથી આમ રખડવું..માં કેટલી ચિઢાય છે પણ હું કોઈનું સાંભળતી નહીં..થોડી મુંહફટ હતી..પછી હસીને કહ્યું..કદાચ એટલેજ હું પરામુકાકાને ગમતી નહીં..”
“અસલ વાત એ છે વિશ્વા..હું કેટલો ઇતિહાસ ખોલું? મારી વાત કરું..યજ્ઞેશ એના મોસાળથી બે દિવસમાં
જ પાછો આવી ગયો..હું એને ફળિયામાં જોઈ રાજીની રેડ થઇ ગયેલી..દોડીને સીધી વળગી ગયેલી એને લઢવાજ મંડી કેમ મને કીધા વગર ગયેલો..એમ બોલતા બોલતા હું રડી પડેલી ..આમ મજબૂત તોફાની..પણ યજ્ઞેશને જોઉં હું સાવ ઢીલી થઇ જતી..એને ખુબ ચાહવા લાગેલી..અમે તરત વાડીમાં દોડી ગયેલાં…એજ દિવસે યજ્ઞેશે મને છાતીએ વળગાવી કહેલું “ વિરી હું તારા વિના ના રહી શક્યો.. પાછો આવી ગયો..મામાને ફાવે એવું નહોતું તો
મને ટપાલીકાકા સાથે અહીં મોકલી દીધો.. એમને ધરમપુર ઓફિસનું કામ હતું.”
“યજ્ઞેશ..હું પણ તારા વિના ઝૂરતીજ હતી મને દીગુભાઈએ કીધું તું મોસાળ જતો રહ્યો..તને મારો
વિચાર પણ ના આવ્યો ? પરામુકાકાની બીક લાગે મને..પણ તું આવી ગયો..હું તારા વિના નહીં રહી
શકું..દીગુભાઈને પણ ખબર કે હું તારા વિના…એણે મને વહાલથી ભીંજવી દીધેલી હજી એ સ્પર્શ મને…છોડ વિશ્વા હવે મને આ બધું શોભે નહીં મારુ પાપ ગણાય..તારા પાપા એ યજ્ઞેશ કરતા કેટલાય સારા છે ખુબ ભલા છે.. એમ કહેતા કહેતા સાલડાના છેડાથી આંસુ લૂછ્યાં…થોડીવાર ચૂપ રહયા. વિશ્વાએ કહ્યું “ માં કયું દુઃખ તને અત્યારે રડાવે છે?
ભૂતકાળનો પ્રેમ કે એ દગો..? “ માં એ કહ્યું“ એ વાત હું બધી વિસરી ગઈ છું ..મેં તારા પાપાને મનથી અપનાવી
લીધેલા..યજ્ઞેશને એની લાગણી પ્રેમ બધું ભુલાવી ચુકી છું..ખબર નહીં છોકરી તારા લીધે એ દિલના ખૂણામાં
રહેલી લાગણીઓ આળસ મરડી જાગી ગઈ..પણ મારે કોઈ સબંધ નથી..નહિ હું તને સબંધ રાખવા દઉં એ ચોક્કસ છે મેં જે અપમાન..એ વિરહ પીડા જુદારો સહ્યો છેપછી સમાજને કારણે કોઈ બીજાનો હાથ પકડી સંસાર જીવવાનો..મનમાં ક્યાંક ખૂણે એ બધી યાદો શૂળની જેમ ભોંકાયા કરે દિલ લોહીલુહાણ કરે એ સ્થિતિ તારી નહીં થવા દઉં…”
“તમને લોકોને હીંચકે જોયાં વિશ્વા… મને મારો એ કાળમુખો અપમાનજનક દિવસ યાદ આવી
ગયો.. પરામુકાકા વાડીએ હતા..હું અને યજ્ઞેશ પાછળ વાડામાં દોરડાનો ઝૂલો હતો ત્યાં પાટલી પર સાથે બેસી
ઝૂલી રહેલા.. મારું માથું યજ્ઞેશના ખભા ઉપર હતું અમે બંને એકમેકમાં ખોવાઈ ગયેલાં.ત્યાં ખબર નહીં પરમુકાકા ક્યાંથી આવી ગયાં..મને યજ્ઞેશ સાથે જોઈ ભડકેલાં.જે રીતે અમે બેઠેલા એ બધું પામી ગયેલા.. એમની અનુભવી આંખો અમને ઓળખી સમજી ગયેલી..પહેલા મને તુચ્છકાર કરી ઘરે જવા કહ્યું.. યજ્ઞેશને ખુબ ધમકાવ્યો..મારવાનુંજ બાકી રાખેલું..
વિશ્વા..એ દિવસ પછી યજ્ઞેશ વાડામાં કે વાડીએ દેખાયો નથી..સાવ ખોવાઈ ગયો..પરામુકાકાએ મારી માંને કીધેલું હજી મને અક્ષરેઅક્ષર મને યાદ છે..આ છોકરીના હાથ પીળા કરો..મારા યજ્ઞેશ પર ડોળા નાખી રહી છે સંસ્કાર છે કે નહીં..શોભે છે તમને લોકોને? મારી પત્ની યજ્ઞેશની માં નથી હું ક્યાં ક્યાં ધ્યાન રાખું? મારેતો એને ખુબ ભણાવવાનો છે તમારી છોડીને કાબુમાં રાખો…”
“ મારી નાની અને માંને ખુબ લાગી આવ્યું..અમેં ફળિયું છોડ્યું..અમને ના ફળ્યું..મારી બહેનનો સબંધ
નક્કી કરેલો..તારી માં સવિતાનો..બસ આ દેસાઈ ફળિયું છોડ્યું..ગામ છોડ્યું..આજે ફરી બધું યાદ આવ્યું..”
વિશ્વાએ પૂછ્યું“ પણ માં.. તમે અહીં ફરી આજ
ફળિયામાં કેવી રીતે આવ્યા ??...”
વધુ આવતે અંકે પ્રકરણ-21 અનોખી સફર..