Aekant - 45 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 45

Featured Books
Categories
Share

એકાંત - 45

કુલદીપ અને ગીતા એકાંતમાં વાતો કરવાં માટે કોલેજની પાછળ રહેલ બગીચે જતાં રહ્યાં હતાં.કુલદીપ અને ગીતાનાં બન્નેનાં હૃદયનાં ધબકારા વધેલાં હતાં.આકાશમાં સૂરજ વાદળની પાછળ સંતાઈને નવાં પ્રેમી પંખીડાને જોઈ રહ્યો હતો.

કુલદીપે વાદળો અને સૂરજની સાક્ષીએ ચમેલીનું ફૂલ આપીને ગીતાની સામે પોતાનો પ્રેમ જાહેર કરી દીધો.એનાં મનની વાત ગીતાને કહીને એનાં હૃદયને શાંતિ થઈ હતી.હવે ગીતાની કુલદીપનાં પ્રેમને સ્વીકારવાની સ્ટાઈલ કેવી રહેશે એવી ઉતાવળ ખૂલ્લાં આકાશને હતી.

ગીતાએ કુલદીપે સામે ધરેલાં ચમેલીનાં ફૂલનો સ્વીકાર કરી લીધો.એ સાથે એણે કુલદીપને પોતાનાં જીવનમાં સ્થાન આપી દીધું.પોતાનાં પ્રેમનો સ્વીકાર થતાં કુલદીપ મનોમન ખૂબ હરખાઈ ગયો. ગીતા બેન્ચ પરથી ઊભી થઈ.એણે એ સાથે કુલદીપનો હાથ પકડીને એને ઊભી કર્યો.

ગીતાએ  કુલદીપનાં બન્ને હાથ પકડી લીધાં અને કહેવાં લાગી,"મે તને મારાં હૃદયમાં ઘણાં દિવસો પહેલાં સ્થાન આપી દીધું છે.તારી જેવી હાલત હતી,એવી જ મારી હાલત હતી.સુતાં,બેસતાં,ઊઠતાં અને જાગતાં બસ મને તારો ચહેરો દેખાતો હતો.મારાં કાનમાં તારો અવાજ ગૂંજી રહ્યો હતો. તારાં પ્રેમનો પ્રસ્તાવ મને ખૂબ જ ગમ્યો.આ સાથે હું તને મારાં જીવનમાં સ્થાન આપવાં માગું.આજથી આ ગીતા ફક્ત તારી જ છે.આ ગીતા પર તારો જ હક છે.હું આજીવન તારી સાથે રહેવાં માગું છું.હવે જીવીશ તો તારી સાથે અને મરીશ પણ તારી સાથે."

ગીતાએ આટલું કહીને કુલદીપનાં ચહેરાને પોતાની નજીક લઈ આવી.કુલદીપ કશું વિચારે એ પહેલાં ગીતાએ એનાં લાલ હોઠ કુલદીપનાં હોઠ સાથે જોડી દીધાં.ઓચિંતાની ગીતાની આ ક્રિયાથી કુલદીપ કશું સમજી ના શક્યો.ગીતાએ આંખોનાં ઈશારેથી એને આ ક્રિયામાં સાથ આપવાનું આમંત્રણ આપી દીધું.બન્ને પ્રેમી પંખીડાની આ લીલાં સૂરજ વાદળમાં છુપાવીને જોઈ રહ્યો હતો.વૃક્ષ પર બેસેલાં પક્ષીઓ કુલદીપ અને ગીતાને એક સાથે જોઈને જાણે ખુશ થઈ રહ્યાં હોય એમ ઊડીને કલરવ કરવાં લાગ્યાં.

ગીતાનું પ્રેમનું આમંત્રણ કુલદીપને ખૂબ જ ગમ્યું.હોઠોથી હોઠોનાં મિલનમાં કુલદીપે ગીતાને સાથ આપવાં લાગ્યો.ગીતાએ કુલદીપનાં બન્ને હાથને પોતાની કમર ફરતે વીંટાળી દીધાં.ગીતાનાં શરીરનો સ્પર્શ થતાં કુલદીપ વધુ ઉતેજીત થઈ ગયો.

કુલદીપે આવેશમાં આવીને ગીતાનાં ગાલ,કપાળ,ગરદન અને ખુલ્લાં અંગો દેખાય રહ્યાં હતાં એ દરેકમાં પાગલોની જેમ ચુમવાં લાગ્યો.ગીતા કુલદીપને વધુ ઉશ્કેરવાં માટે પોતાનાં મુખેથી વિચિત્ર અવાજો કરવાં લાગી.

લાયબ્રેરીની અંદર પ્રવિણ અને ભુપત પ્રવેશ્યા.પ્રવિણ બુકસનો થપ્પો કરેલો હતો ત્યાં બુકસના નામો વાંચવામાં વ્યસ્ત થઈ ગયો.

"યાર તારે જે બુક જોઈતી હોય એ તું લઈ લે ને.આપણે હવે ઘરે જાવાનુ મોડુ થઈ રહ્યુ છે."ભુપતે અકડાઈને કહ્યુ.

"મારે કોઈ બુક લેવાની નથી."પ્રવિણે ભુપત સામે જોઈને કહ્યુ. 

"તો આપણે અહીં કરી શુ રહ્યા છીએ.તારો ઈરાદો મને સારો લાગી નથી રહ્યો.ક્યાંક તુ મારી આબરુ..."ભુપતે પોતાના ઝબ્બાને પકડતા કહ્યુ.

"એય ઓ વેવલીના.તને હુ શુ એવો છોકરો લાગુ છુ કે તારા ઉપર હાથ નાખુ..."પ્રવિણે થોડુક વિચારીને ભુપતની નજીક જતા કહ્યુ,"મને એવું લાગે છે કે વિચાર પણ ખરાબ નથી.અહી આપણને કોઈ જુએ એવુ પણ નથી."

પ્રવિણે આટલુ કહીને આંખ મારી.ભુપત એની વાતો સાંભળીને ડરી ગયો અને એનાથી દૂર જતો રહ્યો.

"તુ યાર મસ્તી કરવાનુ રહેવા દે.તારી આ મસ્તી મારો જીવ લેશે.સાચુ કહે કે તુ મને અહી કેમ લઈ આવ્યો."ભુપતે લાયબ્રેરીની બારી ખોલી.જ્યાંથી ઊભા રહેતા કોલેજનો આખો બગીચો ત્યાંથી જોઈ શકાય.

"અરે પેલા કુલદીપ્યાને ગીતાને પોતાનાં મનની વાત કરવી હતી.એ આપણી સામે શરમાતો હતો.આથી હુ બહાનુ કરીને તને અહી લઈ આવ્યો."

પ્રવિણ વાત કરતો ભુપત પાસે ઊભો રહી ગયો.ભુપત કુલદીપ અને ગીતાને પ્રેમાચુરમાં જોઈને મુખેથી સીટી મારવાં લાગ્યો.

"હવે આ તુ કોને જોઈને સીટી મારી રહયો છે?"પ્રવિણનુ ધ્યાન ભુપત પર હતુ.

"આ બારીની બહાર જો.પ્રેમી પંખીડા કેવાં ચાંચમાં ચાંચ નાખીને ઊભા છે.વાહ આજ તો કુલદીપ ગીતા સાથે ફુલ નાઈટ કરીને જ રહેશે.આવાં દિવસો આપણાં નસીબમાં જલ્દી આવે તો સારુ."

ભુપત પ્રવિણને કહેતો પોતાની છાતીમાં હાથ ફેરવવા લાગ્યો.ભુપતના કહેવાથી પ્રવિણે બારીમાંથી જોયુ તો કુલદીપ ગીતાનાં હોઠને ફૂલ સમજીને મધમાખીની જેમ ચુસી રહ્યો હતો.એનાં હાથ ગીતાનાં નાજુક અંગોને સ્પર્શ કરી રહયાં હતાં.ભુપત આ બધું એક ફિલ્મી મુવીનાં સીનની જેમ જોઈ રહ્યો હતો.પ્રવિણને શરમ આવી તો એણે બારીના દરવાજા બંધ કરી દીધા.

"અરે યાર કેટલો મસ્ત સીન જોવા મળતો હતો.તે બારી બંધ કરી દીધી."નારાજ થતા ભુપત બોલ્યો.

"એ તને મુવીનો સીન લાગી રહ્યો હતો કે તારે જોવો હતો!એ આપણો દોસ્ત છે.એ કોઈ સાથે પ્રેમની ક્ષણો વિતાવતો હોય અને આપણે જોઈએ તો સારું ના લાગે."

પ્રવિણની વાત સાંભળીને ભુપત જોરજોરથી હસવા લાગ્યો. 

"આ તુ રાક્ષસની જેમ કેમ હસવા લાગ્યો છે?"પ્રવિણને ભુપતના હસવાથી ગુસ્સો આવ્યો.

"તને એ બન્ને જે કરી રહ્યાં છે, એ પ્રેમ લાગી રહ્યો છે."

"હા તો પ્રેમ કરતા હોય એને જ આટલી આઝાદી હોય છે."પ્રવિણે માસુમ થઈને કહ્યુ.

"સોરિ પણ મને એ પ્રેમ નથી લાગતો.આ પ્રેમનાં નામ પર પોતાની આંતરિક ઈચ્છાઓ પૂરી કરવાની ચેષ્ટાઓ છે."

"જો ભુપત મારા ભાઈ દરેકને પ્રેમ વ્યક્ત કરવાની સ્ટાઈલ અલગ અલગ હોય છે.આવી હરકતથી એવો અંદાજો ના લગાવી દેવાય કે એ બન્ને એમની શારિરીક ઈચ્છાઓ પૂરી કરે છે."

"એક વાત તો માનવી જ રહી જે કોઈ પ્રેમમાં હશે એ એમની મર્યાદા તોડ્યા વિના રહ્યા નહિ હોય.અહી જ સાચા પ્રેમને લોકો ખોટા માને છે.સાચો પ્રેમ બસ સમર્પણ અને સમય જ માંગે છે.જે વ્યક્તિને તમે પ્રેમ કરો છો એની સાથે તમે મેરેજ કરીને પ્રેમ કરી શકવાના છો.તમને લોકોને જેને પ્રેમ કર્યો હોય એમના પર એટલો વિશ્વાસ ના હોય કે એ એની સાથે મેરેજ કરશે કે નહિ."

ભુપતની વાત પ્રવિણને સાચી લાગવા લાગી. સાચો પ્રેમ એ ક્યાં સ્પર્શ કરવામાં માને છે.દૂરથી પણ પ્રેમને અડયા વિના એના આત્માને સ્પર્શ કરી શકીએ છીએ.

પ્રવિણ પોતે પણ આવાં નિર્દોષ પ્રેમને માને એવો હતો.એને કાજલ માટે બેસુમાર પ્રેમ મનમાં ધરબાયેલો હતો.તે છતાં એણે કાજલ સાથે આવી આંતરિક ઈચ્છાઓની કલ્પના કરી ન હતી.જો કુલદીપની જગ્યાએ એ હોય અને કાજલે એનાં પ્રેમનો સ્વીકાર કરી પણ લીધો હોય તો પ્રવિણને પણ ભુપત એવો માનવાં લાગે કે એણે પ્રેમની દરેક હદ પાર કરી લીધી.

ભુપતની કહેલી વાત પર પ્રવિણ વિચાર વિમર્શમાં મુકાઈ ગયો.પ્રેમ પ્રસંગને લોકોએ અપવિત્ર કરી દીધો હતો.એમાં યુવાનોનો પણ કોઈ દોષ હોતો નથી.એમની અંદર રહેલ વિજાતીય આકર્ષણને કારણે તેઓ પોતાના પર કંટ્રોલ કરી શકતા નથી.પરિણામે જીવનમાં બહુ મોટી ભૂલ કરી બેસેતા હોય છે. જેને કારણે એમનું કરિયર પણ ખરાબ થઈ જાય છે.પ્રવિણ હજુ વિચાર કરી રહ્યો હતો.

"શુ વિચાર કરી રહ્યો છે?"ભુપતે પ્રવિણનો હાથ હલાવીને સવાલ કર્યો.

"કાંઇ નહિ ચાલ કોલેજનો ગેટ બંધ થવાની તૈયારીમાં હશે."

પ્રવિણ પોતના વિચારમાંથી બહાર આવ્યો.એ ભુપતને લઈને કોલેજના ગેટ પાસે આવીને કુલદીપ અને ગીતાની રાહ જોવા લાગ્યા. 

બગીચામાં કુલદીપ અને ગીતા એકબીજાંને સાપ ઝાડની ડાળીમાં વીંટળાઈને ચાલતો હોય તેમ ચોંપીને ઊભા હતાં.ગીતા કુલદીપનાં માથામાં હાથની આંગળીઓ ફેરવીને એનાં વાળ ખરાબ કરી નાખ્યાં હતાં.કુલદીપ ગીતાને જોરથી કસીને પોતાની તરફ દબાવીને દીધી.તેઓ બન્નેની વચ્ચે હવાને ઘુસવાનો મોકો મળે એટલીય જગ્યા રાખી ન હતી. કુલદીપનું ધ્યાન એનાં ઘડિયાળમાં ગયું તો સાડા બાર વાગવામાં દસ મિનિટની વાર હતી.

કુલદીપે ગીતાને પોતાનાથી દૂર કરી.કુલદીપને ભાન થયું કે એણે પહેલી મુલાકાતમાં ગીતાની ખૂબ નજીક જતો રહ્યો હતો,"આઈ એમ સોરિ ગીતા.મારે આટલું પણ નજીક ના જવું જોઈએ."

"અરે બુધ્ધુ તમે કેમ માફી માંગી રહ્યાં છો?"

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ"મીરા"