AnokhiSafar - Amavasyathi Purnima Sudhi... - 23 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -23

Featured Books
Categories
Share

અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -23

“ સરલાથી સારા સુધીની સફર અઘરી હતી..મેં સરળ બનાવી દીધી હતી..એ ગંદી હરકતો… વળી
મારી એ વાસનાભરી રાત વીતી ગઈ પછી શરૂઆતમાં હું મારી જાતને કોસતી..મારી જાતને તિરસ્કારતી..મેં શું
કરી નાખ્યું? પણ ધીરે ધીરે હું..ધીટ થતી ગઈ..શરમ ક્યાંય છૂટી ગઈ..એ રાત પછી બીજે જ દિવસે હું મોર્ડન કપડાં પહેરી તૈયાર થઇ નીકળી…હું તૈયાર થવામાં મેકપનું ધ્યાન રાખતી..સુંદર તો હું હતીજ..પણ ચહેરા ઉપર મેકઅપ સાથે નફ્ફટાઈ..બેશરમી પણ લિપિ લેતી..આઈ પાસે મનફાવે એટલા પૈસા માંગી લેતી..આઈ પછી મારાં એકાઉન્ટમાંજ પૈસા ટ્રાન્સફર કરી દેતી..જે સરલા પાસે 100…200…રૂપિયા રહેતા.. સાચવી સાચવી વાપરતી..એ હવે હવામાં ઊડતી.. મનફાવે એટલો ખર્ચ કરતી..હવે હું સારા જેમ્સ જે સરલા જેવી સારી નહોતી..સારી બનવું પણ નહોતું. સારાજ માફક આવી ગઈ હતી..”

“ બળજબરીથી મારાંબાપની જગ્યાએ ગોઠવાઈ ગયેલો એ મહાત્રે એ કાળી રાત પછી મને જ્યારે
જોતો..અમારી આંખ મળતી એ મારી સામે બીભત્સ.. ગંદી નજરે જોઈ ઈશારા કરતો..મારી આઈથી કશું અજાણ્યું નહોતું.મેંજ મારી આઈને બધુજ કહી દીધેલું એને પણ ખબર હોવી જોવે એ માણસ કેવો છે..ત્યારથી આઈ મને એનાથી દૂર રાખતી..મને ખબર છે એલોકોને ખુબ ઝગડો પણ થયેલો..મારી આઈને ખબર નથી કે જે સ્ત્રીની ઈજ્જત નથી હોતી એની કિંમત પણ નથી હોતી..તમારી સાથે એવું વર્તે..જુએ જાણે તમે કાયમ સેલેબલ હોવ..તમે વેચાણ માટે તૈયારજ હોવ..બસ તમારી બોલી બોલાય..એક ભાવ હોય..વેચાણ માટે રેન્જ હોય..મને મારી જાત પર હસું આવતું.મેં જાતેજ મારી કેવી દશા કરી હતી… સાવી…”

“ સાવી…મારી સોસાયટીમાંથી હું નીકળું..બધાની નજર મારા તરફજ રહેતી..મારા અંગો..છાતીના
ઉભાર પર..હમણાં મને પકડી ફેંદી નાખશે એમની વાસનાનો શિકાર બનીશ..એમની હવસ સંતોષવા જાણે હું હાથ વગું સાધન હોઉં..એવી રીતે ટીકી ટીકીને જોતા..કોઈક છોકરો જે દેખાવડો હોય તો સ્માઈલ પણ આપું..મને જોઈ હસે મારી જુવાનીની ઝલક માણે મારી છાતી જુએ…બસ એને ભોગવવા સિવાય બીજો કોઈ રસના હોય..મારા માટે માન સન્માન ના હોય બસ વાપરવાની ચીઝ હોઉં એમ જુએ..હું પણ ટેવાઈ ગઈ હતી..સન્માન શું હોય હું ભૂલી ગઈ હતી..મારી પાસે રૂપ ઠસ્સો પૈસો બધું હતું.ધાર્યા નિશાન પાડતી પણ કિંમત કશું નહીં..જે પોતે ચારિત્રહીન હતાં એ પણ મને ગંદી નજરે અને તુચ્છકારથી જોતા..હું મનોમન મારી જાત મારા રૂપ ઉપર પોરસાતી..હું પછી જુહુ હોટેલ રેસ્ટોરાં પર જઈ બેસતી..મારી આસપાસ મારાથી પણ જાય એવા હરામી વીંટળાયેલા રહેતા..હું છુટ્ટા હાથે પૈસા વાપરતી..છૂટથી દારૂ પીતી..બીયરને હું વેજ કહેતી..હું નોનવેજ ખાતી..હું સાદી ભાષામાં હાથથી ગઈ હતી..ખાડેગઈ હતી..”

“ અમારું ઘર તૂટી ગયું..નવું કન્સ્ટ્રક્શન શરૂ થયેલું..રિડેવલ્પમેન્ટમાં..મહાત્રેએ મારી આઈ અને
એલોકોને છૂટથી અનુકૂળ આવે એવો ફ્લેટ લીધેલો.. હું આખોવખત બહારજ હોઉં..રોજ નવા નવા છોકરા મારી સાથે હોય..પેલો મહાત્રે મને ક્લચમાં લેવાનાં પ્લાનિંગમાંજ હોય..હું મારા સારા ખોટા બધા મિત્રોનાં ટોળા સાથે રીલ ઉતારતી..નશામાં ધુત્ત થઈને સેક્સ કરતી..જે મન થાય એ કરતી..મહાત્રે મને ભોગવવા તલપાપડ હતો..એ મારું લોહી ચાખી ગયેલો..હું પણ એટલી હલકાઈ પર ઉતરી આવી..મારી આઈ સામે મહાત્રે સાથે…મેં એને ફરી હાથ લગાડવા નહોતો દીધો..બસ એને લટ્ટુ બનાવવાની મને મજા આવતી.. મારી આઈને ગમતું નહીં.. એણે મહાત્રે સાથે શું વાત કરી શું.. નક્કી કર્યું..કોઈ એનો ખાસ એજન્ટ હતો એની સાથે પેપર ફોર્માલિટી કરી…મારી કન્સર્ન લીધી,, ભણવાના બેઝ પર અહીં મોકલી દીધી.. પણ.. એમાં કશુંક એવું થયું કે હવે ખાલી આઈ નહીં.. મહાત્રે પણ મારી સાથે સીધો વર્તવા લાગ્યો..મારાથી આઘો રહેવા લાગ્યો..મને નવાઈ લાગી..”

મને પછી ખબર પડી કે મલ્ટીસ્ટોરીડનું કન્સ્ટ્રક્શન સંભાળનાર મુખ્ય એન્જીનીયર અમિત મહાત્રે…એ  મહાત્રેનોજ છોકરો હતો..એકદમ સ્રેટફૉર્વર્ડ..હેન્ડસમ ..સિન્સિઇયર ..મેં એને પહેલીવાર જોયેલો ..એ દિવસે
અમે લિફ્ટમાં સાથે થઇ ગયેલાં.એણે મારી સામે જોયું ના જોયું..મારી નોંધજ ના લીધી હું અંદર ને અંદર સળગી ગઈ..મને થયું મને જોઈ આને કશું ના થયું? હું પછી એની પાછળજ પડી..મહાત્રેના ગોરખધંધા કે
મારી આઈ સાથેના આડા સંબંધની એને ખબરજ નહોતી..બાપ દીકરા વચ્ચે આભ જમીનનો ફરક હતો..મેં મનોમન નક્કી કર્યું કે આની વિકેટ પાડવી છે..મહાત્રે સાવધ થઇ ગયેલો..એણે આઈને વોર્નિંગ આપેલી..સારાને કહી દેજે અમિતથી દૂર રહે,,એ એવો છોકરો નથી..મેં આઈને કીધું..હું જેવી તેવી છું એવી બનાવનાર આ તારો મહાત્રેજ છે..અને એક દિવસ સાવી..મને ચાન્સ મળી ગયો..હું ફ્લેટથી બહાર નીકળી..મહાત્રેએનો દીકરો અમિત બન્ને સાઈટ પરજ હતા..ખુબ વરસાદ ચાલુ થયો..હું પલળવાથી બચવા સાઈટ ઓફિસમાં ઘુસી ગઈ..થોડી હું પલળી ગઈ હતી..”

મહાત્રે મને જોઈ ચેરમાંથી ઉભો થઇ ગયો..અમિતે પણ મને જોઈ એણે પ્યુનને કીધું એમને બેસવા ચેર
આપ અને ગરમ કોફી લાવ..એણે એટલા રિસ્પેક્ટથી મારાં માટે કીધું,,એની આંખોમાં સ્ત્રી માટે રિસ્પેક્ટનો ભાવ હતો..હું એ જોઈ…

વધુ આવતા અંકે..પ્રકરણ-24 અનોખી સફર..