“ વિશુ..અહીં આ ફળિયામાં મને મારું નસીબ ખેંચી લાવેલું..તારા પાપા સાથે લગ્ન થયા હું અહીં આવી
ગઈ..બાકી બધું જીવન જીવી..અહીં રહી..શું.. શું થયું બધી વાતો પછી કોઈ વાર..પણ.. મેં એક નિર્ણય લઇ લીધો છે હું તને ભણાવીશ આગળ..કોલેજ કરાવીશ..મારી ગઈ એવી તારી જિંદગી નહીં જાય.. તું તારી જિંદગી સારી જીવીશ જ..પણ તારું મન મક્કમ કરજે..તારી જિંદગી..લાગણીઓ પ્રેમ સાથે કોઈ રમત ના રમી જાય..તારા ભણવા કે નક્કી કરેલા લક્ષ્ય પર અસર ના થાય..” ..
વિશ્વા માં સામે જોઈ રહી બોલી “ માં મારે PTC કરવું છે..ટીચર બનવું છે મને છોકરાઓ ભણાવવા ખુબ ગમે..નિર્દો ષ ચોખ્ખા મનમાં.. સારા વિચાર નવું જ્ઞાન વિજ્ઞાન રોપવું ગમે એમનું ભવિષ્ય સફળ થતું જોવું
ગમે..માં હું સરસ ભણીશ..પણ ખાસ એક ચોખવટ કરી દઉં..બધાં એક સરખા નથી હોતાં.. હું સોહમને નાનપણથી ઓળખું છું..એ ક્યારેય મને દગો નહીં દે.. માં અમારા મન મળી ગયા છે..એ એટલો કૃતનિશ્ચયી છેકે…એ મને પ્રેમ કરી તરછોડી નહિ દે.. એનાં પાપાને પણ સ્પષ્ટ કહેવામાં અચકાશે નહીં.. એણે મને કીધેલું.. હજી આપણે નાના છીએ..વિશ્વા..હું ખુબ ભણીશ.. મારા પગ પર ઉભો રહીશ ત્યારે તને હાથ પકડી મોટેરાના આશીર્વાદ લઈને તને અપનાવીશ.”
“ બીજું માં..મને મારી મર્યાદા સીમા પણ ખબર છે હું ક્યારેય ઓળંગીશ નહીં..તારી કોઈ વાત… શીખ
ઉથાપીશ નહીં..તારે કે પાપાએ સમાજમાં નીચું નહીં જોવું પડે હું વચન આપું છું..સાથે સાથે એ પણ કહું હું સોહમ સિવાય કોઈને નહીં વરુ…એને તૈયાર થતા કે આત્મનિર્ભર થતા જે સમય લાગે..હું રાહ..જોઇશ..હું વિશ્વાશ રાખીશ…મારા ભાગ્યમાં શું લખેલું છે..ખબર નથી પણ..અમારો પ્રેમ એટલો પ્રબળ છે કે અમારું પ્રેમસાથનું ભાગ્ય અમે અમારા પ્રેમથીજ લખીશું..સોરી માં હું વધુ બોલી ગઈ પણ તારી સાથે હું દિલ ખોલીને વાત કરીજ શકું..અને કાયમ બધી વાત આમજ કરીશ કશુંજ નહીં છુપાવું..કઈ પણ કેમ ના હોય..તારી સામે હું ખુલ્લી કિતાબ જેવીજ હોઈશ..તું મારી ફક્ત માં નહીં મારી ખાસ સખીજ છે..”
વીરબાળાબહેને હસીને કહ્યું “ સારું ચાલ મારી ખુલ્લા દિલની સખી..હવે ઉભા થઈએ..કામ પરવારીએ.. હમણાં તારા પાપા આવશે જમવાનું માંગશે.. હું એમને તારું કોલેજમાં એડમિશન કરવા કહી દઈશ..મને ખબર છે એપણ ખુબ ખુશ થઇ જશે..એ તો પહેલેથીજ તને ભણાવવાના પક્ષમાં હતા..બસ તું
જીવનમાં ખુબ ખુશ..સુખી રહે..મને અમને.. બીજું શું જોઈએ?..તારા માટે નવા ડ્રેસ વગેરે લાવવું પડશે.. વલસાડ બજાર લઇ જવા કહીશું ત્યાં સરસ મળશે.. તારા પાપા લઇ જશે. વિશ્વા..મનમાં રંગીન સ્વપ્ન સજાવતી હસતી હસ્તી વાડામાં કામ કરવા દોડી ગઈ..મનમાં વિચારતી રહી માંની વાતો અધૂરી રહી.. એણેજ અધૂરી રાખી..કઈ નહીં પછી કોઈવાર હું પૂછી લઈશ બધું..સોહમના પાપા સાથે….છોડ..હું કલ્પનામાં અન્યાય કે પાપ કરી બેસીસ…
*********************
આમને આમ 4 થી 5 મહિના વીતી ગયા..વિશ્વાએ વલસાડની કોલેજમાં એડમિશન લઇ લીધું હતું. એણે ઘણીવાર વિચાર્યું કે સોહમના ઘરે પાપા પાસે ફોન કરાવી વાત કરું..જાણું કે એ ક્યારે આવવાનો છે?
માંએ એને ટોક્યો હતો..પછી એ ગયો એ ગયો..કોઈ સમાચાર નથી..એને હું યાદ નહીં આવતી હોઉં ? કોલેજમાં એનું એડમિશન થઇ ગયું હશે..એ મોટી સિટીમાં તો કેવી કેવી ફેશનેબલ છોકરીઓ હશે..નવા મિત્રો બની ગયા હશે..એને હું ગામની છોકરી..યાદ આવશે? એ કોઈ બીજી છોકરી જોડે ...મારી પહોંચ કેટલી?? હું એના દિલ સુધી પહોંચી શકું એટલો પ્રેમ કરું..કોઈ ના કરે એવો પ્રેમ આપું કરું ..મારી આંખોમાં સમાવું..મારા હૃદયમાં રાખું..મારા તનમાં દોડતાં લોહીના કણ કણમાં એ વહે..મને એના સ્વપ્ન એનાંજ એહસાસ રહે છે..હું યાદ કરું ત્યારે એના દિલમાં ટકોરાં વાગતા હશે? ખબર નહીં એ ક્યારે આવશે મારો છલિયો…મારી સાથે છળ તો નહીં કરેને? ના ના સોહમ એવો છેજ નહીં આવશે મને મળવા દોડીજ આવશે..”
“ વિશ્વા બેટા ..વિશ્વા..હું આજે મારે કામ છે ધરમપુર જાઉં છું તારી માં સાથે આવે છે થોડું કામ છે
તારે કશું બજારથી લાવવાનું છે? “ વિશ્વા વાડામાંથી આગળ આંગણમાં દોડી આવી..ત્યાં માં પણ નવી સાડી પહેરી બહાર આવી..” વિશુ અમે ધરમપુર જઈને આવીએ છીએ..સાથે સાથે દાદાના દર્શન કરી આવીએ..ગાયને નીર આપી..વાડીએ આંટો મારી આવજે..ત્યાંજો પાવર આવેલો હોય તો મોટર ચાલુ કરી દેજે કલાકે પાણી નીકમાં જવા દેજે..પછી મોટર બંધ કરી ઘરે આવજે..શાકભાજી થઇ હોય વીણી લાવજે..ચલ અમે જઈને આવીએ..”
વિશ્વા માંને હસી..” વાહ શું વાત છે બનીઠની બન્ને જણા ધરમપુર જાવ..વટ પડે છેને કાંઈ..કોઈ ખાસ
કામ છે કે એમજ ? “ માંએ કહ્યું..ના ના તારા પાપા કહે આ સાડી પહેરું એટલે એ પહેરી બાકી કોઈ ખાસ કારણ નથી દીકરા..” ચલ જઈએ..બધું પરવારી જજે..” ત્યાં ધર્મેશભાઈએ બાઈક ચાલુ કર્યું..વિશ્વા સામે જોઈ માથું હલાવી હસ્યા..માં પાછળ ઠસ્સાથી બેઠી..બન્ને જવા નીકળ્યા..
વિશ્વા વાડામાં ગાયને નીર અને જળ આપી બધું બંધ કર્યું પાછળ વાડીમાં જવા નીકળી..ત્યાં ફળિયામાં
મુંબઈની ગાડી આવીને ઉભી રહી..દિગુકાકા ને સોહમ બન્ને ઉતર્યા ..સોહમની તરત નજર વિશ્વાનાં ઘર તરફ પડી બોલ્યો” દિગુકાકા આલોકો લાગતાંનથી ઘરે.. બધું બંધ કેમ છે? “ દિગુકાકાએ કહ્યું“ હું આપણું ઘર
ખોલું.. દિવાળી જોડે બધું સાફ કરાવું..એલોકો કદાચ વાડીએ હશે..જા વાડીએ તું..આંટો મારી આવ.. મને ખબર છે તું કોને શોધે છે..એમ બોલી હસ્યા..સોહમ કારમાંથી સામાન મૂકી સીધો વાડી તરફ દોડી ગયો….
વધુ આવતા અંકે..પ્રકરણ-28 અનોખી સફર…