Parampara ke Pragati? - 30 in Gujarati Motivational Stories by Dhamak books and stories PDF | પરંપરા કે પ્રગતિ? - 30

The Author
Featured Books
Categories
Share

પરંપરા કે પ્રગતિ? - 30

જેન્સી ધનરાજ શેઠના કહેવાથી ટેબલ પર નાસ્તો કરવા બેઠી. મનમાં તો બસ ઇન્સ્પેક્ટરની વાતો જ ઘૂમરાતી હતી. તે વિચારી રહી હતી કે આ આલીશાન ઘરમાંથી કોણ જાનને મારવાનો પ્રયાસ કરી શકે છે?

​ધનરાજ શેઠે તેને પૂછ્યું, "શું થયું બેટા, ક્યાં ખોવાઈ ગઈ છે?"

​"કંઈ નહીં અંકલ, બસ એમ જ," જેન્સીએ જવાબ આપ્યો.

​તે નાસ્તો કરતી વખતે પણ મનમાં વિચારતી હતી, 'શું આટલા સારા લાગતા ધનરાજ શેઠ જ ગુનેગાર છે? કે પછી તેમના ઘરમાં રહેલું કોઈ બીજું વ્યક્તિ? મિસ તારા? કે પ્રેમ? પણ પ્રેમને તો જાન પ્રત્યે ભાઈ જેવો પ્રેમ છે.'

​બીજી તરફ, મિસ તારા પોતાના રૂમમાં બેસીને ગુસ્સામાં કંઈક વિચારી રહી હતી.

​"આ છોકરી જાનની નજીક કેમ આવી ગઈ છે?" તે મનમાં બબડી. "મારે ગમે તેમ કરીને તેને અહીંથી કાઢવી પડશે. જાનને સાજો થવા દેવાનો નથી."

​તેણે મોબાઈલ પર કોઈને ફોન કર્યો અને ધીમા અવાજે કહ્યું, "આ છોકરીને જાનથી દૂર કરો. ગમે તે રીતે!"

​પ્રેમ ઓફિસે જવા માટે નીકળ્યો. તે આજે પણ ચિંતામાં હતો. તેને જાન યાદ આવી રહ્યો હતો. રસ્તામાં તેણે રિયા અને પ્રિયને જોયા.

​"આજે આપણે વિન્ટર કલેક્શનના પ્રોજેક્ટ પર કામ કરવાનું છે," રિયાએ કહ્યું.

​"હા, મને ખબર છે," પ્રેમે જવાબ આપ્યો. પણ તેનું મન આજે પણ જાનમાં જ હતું.

​આ બાજુ, હોસ્પિટલમાં જેન્સીની મમ્મી તેના દીકરા પાસે બેઠી હતી. જેન્સીનો મેસેજ વાંચીને તેણે તેના દીકરાને કહ્યું,

​"જેન્સીએ કીધું છે કે ટાઈમસર દવા લેજે અને જમી લેજે. એ તને થોડીવાર પછી ફોન કરશે."

​જેન્સીના ભાઈએ હા પાડી.

અને ચૂપચાપ દવા પી લીધી. 

( દાદી મોઢુ બગાડતા)

​"એવા તે શું કામમાં પડી છે કે પોતાના ભાઈને જોવા પણ નથી આવી શકતી?" જેન્સીની દાદી ગુસ્સામાં બબડી.

​સાંજનો સમય હતો. પ્રેમ ઓફિસથી ઘરે આવ્યો અને સૌથી પહેલા જાનના રૂમ તરફ ગયો. તેણે જોયું કે જેન્સી જાનને દવા આપી રહી હતી.

​"કેમ છે જાન?" પ્રેમે ચિંતાપૂર્વક પૂછ્યું.

​"સારું છે," જેન્સીએ જવાબ આપ્યો.

​પ્રેમે જેન્સી સામે જોયું. તેને લાગ્યું કે આ છોકરી જાનનું ધ્યાન રાખે છે, તો તે ખરાબ વ્યક્તિ કેવી રીતે હોઈ શકે?

​જેન્સીએ પ્રેમની આંખોમાં જોયું. તેને લાગ્યું કે પ્રેમ જાનને ખૂબ પ્રેમ કરે છે. તે સમજી ગઈ કે ઇન્સ્પેક્ટરની વાતો સાચી હોય તો પણ, પ્રેમ તેમાં સામેલ નથી.

જેન્સીએ જાનને દવા આપી દીધી. દવાની અસરથી જાન ધીમે ધીમે ઊંઘમાં સરી પડ્યો. તેના શાંત ચહેરાને જોઈને જેન્સીને થોડી રાહત થઈ. તે ધીમેથી રૂમની બહાર નીકળી અને મનમાં વિચાર્યું કે થોડીવાર કંઈક વાંચી લેવાય. તે સીધી નીચે લાઇબ્રેરી તરફ ચાલી.

​લાઇબ્રેરીમાં તેણે એક જૂની પુસ્તક કાઢી. પુસ્તક હાથમાં લઈને જેવી તે સીડી ઉતરી રહી હતી, સામે જ તેને ધનરાજ શેઠ દેખાયા.

​ધનરાજ શેઠે તેને જોઈને પૂછ્યું, "શું થયું બેટા, જાન જાગે છે કે સૂઈ ગયો છે?"

​જેન્સીએ જવાબ આપ્યો, "મિસ્ટર જાન હવે સૂઈ ગયા છે. હું થોડીવાર માટે બહાર જવા માંગુ છું. મારે મારા ભાઈને હોસ્પિટલમાં જોવા જવું છે. હું લંચ ટાઈમ પહેલા પાછી આવી જઈશ, જેથી મિસ્ટર જાનને બીજી દવા આપી શકું."

​તેણે થોડા અચકાતા સ્વરે ઉમેર્યું, "પણ મારે એક વિનંતી છે. શું કોઈ એક વ્યક્તિ અડધી કલાક માટે મિસ્ટર જાન પાસે બેસી શકે છે?"

​ધનરાજ શેઠ જેન્સીની ચિંતા સમજી ગયા. "હું સમજું છું કે તારા ભાઈને જોવા જવું જરૂરી છે. તું ચિંતા ન કર. હું આજે ઘરે જ છું, એટલે હું અડધી કલાક માટે તેની પાસે બેસીશ. તું આરામથી જઈને આવ."

​ધનરાજ શેઠે તરત જ તેમના ડ્રાઇવરને બોલાવીને કહ્યું, "જેન્સી મેડમને હોસ્પિટલ લઈ જા અને પછી પાછા લઈ આવજે. તેમને જરા પણ મોડું થવું ન જોઈએ."

​જેન્સીએ આભાર માન્યો અને ગાડીમાં બેસીને હોસ્પિટલ જવા રવાના થઈ. તેના મનમાં એક અજીબ શાંતિ હતી. ધનરાજ શેઠની આ વાતચીતથી તેને લાગ્યું કે તે એકદમ સુરક્ષિત જગ્યાએ છે.

​પ્રેમ અને પ્રિયાની વાતચીત

​બીજી તરફ, પ્રેમ ઓફિસમાં પોતાના વિન્ટર કલેક્શનના પ્રોજેક્ટમાં વ્યસ્ત હતો. તેના મેનેજર રિયા અને પ્રિયા સાથે તે સતત મિટિંગ કરી રહ્યો હતો. પ્રિયા પોતાની મહેનતથી પ્રોજેક્ટને સફળ બનાવવા માટે કામ કરી રહી હતી.

​બપોરના લંચ ટાઈમમાં પ્રિયાને તેના ભાઈ યાદ આવ્યો. તેણે તરત જ મોબાઈલ કાઢ્યો અને તેના ભાઈને ફોન લગાવ્યો. તે વાતચીત કરવા જ જતી હતી કે તેનો ફોન રણક્યો. તે જેન્સીનો ફોન હતો.

​"હેલો, જેન્સી," પ્રિયાએ કહ્યું.

​"પ્રિયા, હું હોસ્પિટલમાં છું, તારા ભાઈ પાસે," જેન્સીએ કહ્યું.

​"અરે! હું પણ તેને ફોન કરવાની હતી. બધું બરાબર છે ને?" પ્રિયાએ ચિંતાથી પૂછ્યું.

​"હા, બધું બરાબર છે. હું તેને જોવા આવી છું, એટલે વિચાર્યું કે તને જાણ કરી દઉં," જેન્સીએ કહ્યું.

​"ખૂબ ખૂબ આભાર, જેન્સી. તું ખરેખર ખૂબ સારી છે," પ્રિયાએ કહ્યું. "મારું કામ પૂરું થાય એટલે હું પણ આવું છું."

​"હા, સારું. તું તારું ધ્યાન રાખજે," જેન્સીએ કહ્યું અને ફોન મૂકી દીધો.

​હોસ્પિટલનું દ્રશ્ય

​જેન્સી હોસ્પિટલમાં તેના ભાઈ પાસે પહોંચી. તેની મમ્મી ચિંતાતુર ચહેરે તેની બાજુમાં બેઠી હતી.

​"મમ્મી," જેન્સીએ તેને બોલાવી.

​જેન્સીની મમ્મીએ તેને ગળે લગાવી દીધી, "બેટા, તું કેવી છે? ત્યાં બધું બરાબર છે ને?"

​"હા, મમ્મી, બધું બરાબર છે," જેન્સીએ આશ્વાસન આપ્યું.

​તેની દાદી ગુસ્સામાં બોલ્યા, "હવે આટલી બધી 

મોડી કેમ આવી? ભાઈની ચિંતા નહોતી?"

​"દાદી, હું  ફોન કરું જ છું," જેન્સીએ શાંતિથી કહ્યું.

​જેન્સીની મમ્મીએ કહ્યું, "બેટા, તું તેની વાત પર ધ્યાન ન આપ. તું તારા ભાઈને જોઈ લે."

​જેન્સીએ તેના ભાઈને જોયો. તે ધીમે ધીમે સાજો થઈ રહ્યો હતો. તેણે તેના ભાઈના કપાળ પર હાથ ફેરવ્યો અને તેની સાથે થોડીવાર વાત કરી.

​ત્યારબાદ, જેન્સી તેની મમ્મી સાથે હોસ્પિટલની બહાર એકલી વાત કરવા ગઈ. "મમ્મી, અહીં બધું બરાબર છે ને? પૈસાની કોઈ જરૂર હોય તો કહેજો. હું પછી મારી હોસ્પિટલ જાઉં છું. મારે ત્યાં દર્દી રાહ જોઈ રહ્યા છે."

​તેની મમ્મીએ કહ્યું, "બેટા, તું ચિંતા ન કર. બધું બરાબર છે. તું તારું ધ્યાન રાખ."

પછી જેન્સી હોસ્પિટલની બહાર નીકળી જાય છે 

અને કારમાં બેસીગય ધનરાજ ના ઘર તરફ ગાડી 

ચાલવા લાગે છે.

આગળ બીજા એપિસોડમાં...

DHAMAk