Aekant - 58 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 58

Featured Books
  • MH 370 - 25

    25. નિકટતામેં એને આલિંગનમાં જકડી. જકડી લેવાઈ ગઈ. એ આભારવશ હત...

  • મારા અનુભવો - ભાગ 53

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 53શિર્ષક:- સહજ યોગીલેખક:- શ્રી...

  • એકાંત - 58

    પ્રવિણે એનાં મનની વાત કાજલને હિમ્મત કરીને જણાવી દીધી. કાજલે...

  • Untold stories - 5

    એક હળવી સવાર       આજે રવિવાર હતો. એટલે રોજના કામકાજમાં થોડા...

  • અસ્તિત્વહીન મંઝિલ

    ​પ્રકરણ ૧: અજાણ્યો પત્ર અને શંકાનો પડછાયો​[શબ્દ સંખ્યા: ~૪૦૦...

Categories
Share

એકાંત - 58

પ્રવિણે એનાં મનની વાત કાજલને હિમ્મત કરીને જણાવી દીધી. કાજલે પણ પ્રવિણનાં પ્રેમનાં પ્રસ્તાવને સ્વીકારી લીધો. પ્રવિણ એટલો ખુશ થઈ ગયો કે એણે એની પિતા ના બનવાની વાત કાજલને કહેતાં ભૂલી ગયો.

"એક તરફ તું એમ કહે છે કે મારો સ્પર્શ તારાં આત્મા સુધી સ્પર્શ કરી ગયો. હવે એમ કહે છે કે એક સ્ત્રીનાં હૃદયને હું નહીં સમજી શકું. વાહ રે સોમનાથ દાદા તમારી તો લીલાં અપરંપાર છે. માતા ઉમા પણ તમારી પાસે આવાં લાડ કરતાં હતાં ?" પ્રવિણે ઊંચું જોતાં સોમનાથ દાદા સાથે વાત કરવા લાગ્યો.

કાજલ પ્રવિણથી દૂર થઈ ગઈ : "હવે તમારે અહીંથી જવું જોઈએ. પપ્પા ગમે તે સમયે આવતાં હશે."

"એ હવે મારા સસરા થશે. આવે તો એમની સાથે મુલાકાત કરીને જાવ." પ્રવિણે મસ્તી ચાલુ કરી.

"સસરા થશે પણ હજું થયાં તો નથી. આ વાત તમારા પપ્પા આવીને કરશે તો મને વધુ ગમશે. હવે તમે જઈ શકો છો."

કાજલે પ્રવિણને ધક્કો મારીને જવાનું કહ્યું. પ્રવિણ કાજલની વાત ટાળી શકે એમ ના હતો. એણે કાજલને આવજો કહીને જવાં નીકળ્યો.

"સાંભળો તો."

"વાહ અત્યારથી સાંભળો છો બોલવાની ટેવ પાડવાં લાગી મારી કાજુ." પ્રવિણે પાછળ વળીને કહ્યું.

કાજલ 'મારી કાજુ' નામ સાંભળીને શરમાઈ ગઈ અને બોલી : "હું એમ કહું છું કે તમારા પપ્પાને કહેજો કે લગ્નનું મુહૂર્ત જલ્દી કાઢે. આ કાજુ હવે એનાં સ્વીટુ વિના વધુ નહીં રહી શકે."

કાજલ વાકય બોલતાં બોલી લીધું પછી એ જ શરમથી પાણી પાણી થઈ ગઈ. પ્રવિણ કાજલની વાત સાંભળીને ખૂબ ખુશ થઈ ગયો. કાજલને હા કરીને રૂમની બહાર નીકળી ગયો.

પ્રવિણ ઘર તરફ જવા નીકળ્યો ત્યાં હોલમાં કાજલની મમ્મી બેઠાં હતાં. પ્રવિણે કાજલ સાથે મેરેજની જે કાંઈ વાતો કરી એ બધી એણે પ્રમાણિકતાથી કહી દીધી.

"કાકી, તમને હું વચન આપું છું કે હું તમારી દિકરીને કોઈ દિવસ દુઃખી નહિ કરું. એને કોઈ પણ વસ્તુની ઓછપ આવવાં નહીં દઉં." પ્રવિણે વિશ્વાસ સાથે કહ્યું.

"એક માતા પિતાને એની દીકરી માટે પ્રેમ કરનાર પતિ અને સંસ્કારી ઘર હોય તો બીજું કાંઈ નથી જોઈતું. એક વાત યાદ રાખજે કે કાજલ ખૂબ ગુસ્સાવાળી છે. એનો ગુસ્સો અમે એનાં માતા પિતા છીએ એટલે જ સહન કરી શકીએ છીએ. હવે આ બાબતનું તારે ધ્યાન રાખવાનું છે."

"એના સ્વભાવથી તમે બેફીકર રહો. હું બધું સંભાળી લઈશ. તમે બસ મને આશીર્વાદ આપો."

પ્રવિણ કાજલનાં મમ્મીને આટલું કહીને એને પગે લાગ્યો. એમણે પ્રવિણને આશીર્વાદ આપીને વિદાય આપી.

પ્રવિણ ઘરે જઈને દલપત કાકાને અને એનાં મમ્મીને કાજલે મેરેજ માટે હા કરી એ વાત જણાવી દીધી. આ વાતથી તેઓ બન્ને ખૂબ ખુશ થઈ ગયાં. પ્રવિણનાં મમ્મીને મનમાં વિચાર આવ્યો.

"એક સ્ત્રીને જાણ થાય કે એનો ખોળો હમેંશા ખાલી રહેવાનો છે. આ સત્ય જાણ્યાં પછી એણે પ્રવિણને હા કેમ કરી હશે?"

હકીકતમાં કાજલે પ્રવિણનાં પ્રેમનો સ્વીકાર કરી લીધો. એ વાતથી પ્રવિણ ખૂબ ખુશ થઈ ગયો હતો. એ પિતા બનવાનો નથી એ વાત કાજલને કહેતાં ભૂલી ગયો હતો.

"દીકરા, એ છોરીએ તારી તકલીફ જાણ્યાં પછી પણ એણે હા કરી છે?" એનાં મમ્મીથી રહેવાયું નહીં અને સવાલ કર્યો.

"આ મુખ્ય વાત હું એને કરતાં ભૂલી ગયો. તમે લોકો ચિંતા ના કરો. એ મને સાચો પ્રેમ કરે છે. આ વાત જાણ્યાં પછી એ મને ના કરશે નહીં."

પ્રવિણને હજું એનાં પ્રેમ પર વિશ્વાસ હતો. દલપતકાકાને પ્રવિણની વાત પર વિશ્વાસ હતો. એણે પ્રવિણને જણાવી દીધું હતું કે કોઈ સારાં મુહુર્તમાં કાજલનાં ઘરે જઈને એનાં પપ્પા સાથે વાત કરી આવશે અને એનાં સત્યની જાણ કરી દેશે.

પ્રવિણ સ્મિત સાથે એનાં રૂમમાં આરામ કરવા જતો રહ્યો. આંખો બંધ કરતાં એને કાજલનો ચહેરો દેખાતો હતો. કાજલને કરેલો સ્પર્શ એનાં હૃદયમાં છાપ કરીને ગયો.

કાજલને એણે પહેલી વાર સ્પર્શ કર્યો હોય એવું હતું નહીં. આ પહેલાં ડાન્સ પ્રેકટીસમાં એ એક મહિનો કાજલની નીકટ રહેતો હતો. ક્યારેક ડાન્સના સ્ટેપ શીખતાં કાજલનું બેલેન્સ ડગી જતું તો પ્રવિણ એનો હાથ આપીને એને ટેકો આપતો. આ દરેક ઘટના પ્રવિણ ફરી જીવવાં લાગ્યો હતો. પ્રવિણ કાજલને યાદ કરતો સુઈ ગયો.

બીજે દિવસે રવિવાર હતો. પ્રવિણ અને ભુપત બન્નેને રવિવારની રજા હતી. તેઓ બન્નેએ પ્લાન બનાવીને સાંજે કુલદીપના ઘરે ભેગા થઈ ગયા.

"આજ હું તમને બધાને એક મસ્ત ન્યુઝ સંભાળવાનો છું. એ સાંભળીને તમે બધા ખુશ થઈ જશો."

ખુરશી પર બેઠક લેતા પ્રવિણ કુલદીપનાં મમ્મી, પપ્પા અને ભુપતને ઉદેશીને કહ્યું. કુલદીપનાં મમ્મી અને પપ્પા ખાટલા પર બેઠા હતા. જ્યારે ભુપત પ્રવિણની બાજુમાં ખુરશી પર બેઠો હતો.

"તારી પાસેથી હમેંશા સારાં સમાચાર સાંભળવાં મળે છે. પહેલા તને સરકારી નોકરી મળી ગઈ અને હવે કાંઈક એવાં જ સમાચાર હશે." કુલદીપની મમ્મી બોલી.

"હા તમને જ ખાસ કહેવા આવ્યો છું, પણ એ પહેલાં તમારા હાથની એક મસ્ત ચાય પીવડાવી દો. તમારા હાથની ચાયનો ઘુંટડો લઈશ તો સમાચાર આપવાની મજા આવશે."

પ્રવિણે પ્રેમથી કુલદીપનાં મમ્મીને ચાયની ફરમાઈશ કરી દીધી. કુલદીપનાં મમ્મી ચાય બનાવવાં જતાં રહ્યાં. ભુપતને નવાઈ લાગી કે એવી કઈ વાત હશે કે પ્રવિણે એને પણ જણાવી હતી નહીં.

"પ્રવિણ, તું તો મને આ વાત પહેલા જણાવી શકે છે."

"અરે યાર મને માફ કરી દેજે. આ વાત હું બધાની સાથે શેર કરવા માંગતો હતો. બધાનો ચહેરો આ વાત સાંભળીને કેવો ખીલે છે, બસ એક સાથે હું એ જોવા માંગું છું."

પ્રવીણે ભુપતના હાથ પર હાથ રાખીને કહ્યુ. ભુપતે એના સામે સ્માઈલ કરી અને પછી આગળ કશું ના બોલ્યો. ચાય બનીને આવી ગઈ હતી.

કુલદીપનાં મમ્મીએ દરેકને ચાય આપી દીધી. પ્રવિણ ગરમ અને કડક ચાયની ચુસકીઓ લેવા લાગ્યો. કુલદીપના પપ્પા ચાયની મોજ માણવા લાગ્યા.

"સારુ થયું છોરાઓ તમે આવ્યા અને મને ચાય પીવા મળી; નહિતર આ તમારી કાકી સવારે એક જ વાર ચાય આપે છે. એમ કહે છે કે ચાય પીવાથી મને મધુપ્રમેહ વધી જશે."

"કાકી પણ સાચા છે. ચાય તમારે માટે વધુ સારી નથી." પ્રવિણે ચાયની ચુસકી લેતાં કહ્યું.

"તમે સારુ દીકરા મારા પક્ષમાં છો. એમનું ચાલે તો મને ચાય બનાવવામાં નવરી ના મૂકે."

કુલદીપનાં મમ્મીની વાત સાંભળીને બધાં હસવાં લાગ્યાં. કુલદીપના પપ્પાએ ચાય ખત્મ કરી નાખી.

"હવે તું બોલ કે તારે ક્યાં સારાં સમાચાર આપવાના છે ?" કુલદીપના પપ્પાએ પ્રવિણ સામે જોઈને કહ્યું.

પ્રવિણે ચાય પીને કપ રકાબી નીચે મૂકી દીધા : "તમે તમારા નવા કપડા સીવડાવા આપી દો. ટુંક સમયમાં મારા લગ્ન થવાના છે. તમારા દીકરાની જાન જોડવાની છે. હવે મારી વહુ પર તમારાં લોકોનો પણ એટલો હક હશે."

પ્રવિણ વાત કરતો ખુશ થઈ ગયો. સૌ કોઈને વાત સાંભળીને વિશ્વાસ આવતો ન હતો. દરેકના મનમાં ઘણા સવાલો હતા. કોણ એ છોકરી છે, કઈ રીતે નક્કી થયું અને ક્યારે જાન જોડીને એને લેવાં જવાની છે. - ભુપતની સાથે બધા પ્રશ્નાર્થ નજરે પ્રવિણ સામે જોવા લાગ્યા.

"હા તમે બધું જાણવા માંગતા હશો. હું તમને બધાને વિસ્તારથી કહું છું."

"યાર ! તારા મેરેજની વાત સાંભળીને હું બહુ ખુશ છું, પણ એ બિચારી છે કોણ જે તારાં જેવાં સરળ છોકરાને હા પાડી દીધી." ભુપતે કહ્યું.

"એને તું સારી રીતે ઓળખે છે. એ બીજી કોઈ નહીં પણ આપણાં કોલેજની કાજલ છે." પ્રવિણે આટલું કહીને કુલદીપનાં પેરેન્ટ્સ સામે જોયું.

"મેં કુલદીપની સાથે કોલેજનાં લાસ્ટ યરમાં ડાન્સ પ્રોગ્રામમાં પાર્ટ લીધો હતો. એ સમયથી મને કાજલ પસંદ હતી. કુલદીપને બહુ ઈચ્છા હતી કે કાજલને એની ભાભી બનાવીને મારાં ઘરે લઈ આવે. મારે પહેલાં મારાં પગભર થવું હતું એટલે હજી સુધી મેં મારાં મનની વાત એને કહી ન હતી. હવે જુઓ સોમનાથ દાદાની એવી ઈચ્છા હશે તો કાજલે મારી સાથે મેરેજ કરવાની હા પાડી દીધી. હું ખુદ એનાં ઘરે સામે ચાલીને ગયો. એના રૂમની અંદર મેં મારાં મનની વાત કરી. એણે હા કરી અને એકાંતમાં બીજી ઘણી વાતો કરી તો સમય વધુ થઈ ગયો એનું ધ્યાન ના રહ્યું."

પ્રવિણની વાત સાંભળીને કુલદીપનાં પેરેન્ટ્સે એને આશીર્વાદ આપ્યા. તેઓ પ્રવિણ અને કાજલ માટે ખુશ દેખાય રહ્યાં હતાં, પણ ભુપતને આ વાત આંખનાં કણાની જેમ ખૂંચવાં લાગી.

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"