Aekant - 74 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 74

Featured Books
Categories
Share

એકાંત - 74

પ્રવિણે નિસર્ગ પાસે એનાં મમ્મી અને પપ્પાને એક કરવાની વાત જણાવી દીધી. નિસર્ગ એના પપ્પાના નામથી નફરત કરતો હતો. એમના કારણે તેં વડોદરાથી દૂર વેરાવળ સોમનાથ આવી પહોંચ્યો હતો.

"તમારે બીજું કોઈપણ પ્રોમિસ જોઈએ એ હું આપવા તૈયાર છું, પણ માફ કરજો. જે વ્યક્તિના ચહેરાથી મને નફરત છે; એમને હું સેકન્ડ ચાન્સ નહીં આપી શકું. એમણે આટલાં વર્ષો સુધી મારી મમ્મીની કદર ના કરી. એમણે પાછળ વળીને પણ ના જોયું કે તેઓ એમના વિનાનું જીવન કેવી રીતે જીવ્યું હશે? એમને હું મારી કે મારાં મમ્મીની લાઈફમાં કદાપિ નહિ લઈ આવું." નિસર્ગે દાંતને ભીસ દઈને ગુસ્સામાં બોલ્યો.

"નિસર્ગ, આપણી કમજોરી એ છે કે આપણે હંમેશા આપણો વિચાર કરીએ છીએ. આપણે અને આપણા લોકોને ખુશ રહેવા માટે કેટલી તકલીફો પડી છે; એને જ વળગી પડીએ છીએ. જેઓ આપણી તકલીફમાં સાથ આપ્યો નથી; એમને આપણે જીવનમાંથી બાદ કરી દઈએ છીએ. આપણે એવો વિચાર કરતા નથી કે સામેનું વ્યક્તિ શા કારણે આપણી પરિસ્થિતિમાં સાથે હતું નહીં ? આપણને એવું લાગે છે કે જાણે એ આપણને દુઃખી જોઈને ખુશ રહેતા હોય." પ્રવિણ નિસર્ગને સમજાવી રહ્યો હતો.

"એવું લાગતું નથી, પણ એવું જ છે. એ પહેલાં સંજયે મારી મમ્મીની તબિયત ખરાબ હતી તો પણ અમને બન્નેને આડધી રાત્રે ઘરની બહાર કાઢી મૂક્યાં હતાં. એમની અંદર થોડીક માણસાઈ ભરેલી હોત તો એમણે આવું ના કર્યું હોત. મારી મમ્મીનાં કહેવાથી એમને મેં સેકન્ડ ચાન્સ આપેલો જ હતો તો પણ એમણે અમારો સ્વીકાર ના કર્યો." નિસર્ગનો મગજ ગરમ હતો.

"જો, તું પહેલા શાંત મગજ રાખ. આ લે છાશનો ગ્લાસ પી જા એટલે મગજ શાંત થઈ જશે." પ્રવિણે નિસર્ગને મસ્તીના મુડ સાથે મગજ શાંત કરવાની ટ્રાઈ કરી.

"અંકલ ! એમ કાંઈ છાશ પીવાથી મગજ શાંત ના રહે. મને છાશની એલર્જી છે તો નહીં પી શકું."

નિસર્ગે થોડોક રિલેક્સ થયો. પ્રવિણ એક વેઈટર મારફતે બરફનો બાઉલ મંગાવી લીધો.

"આ બરફને તું તારા મગજ પર તો ઘસી શકીશ કે એનાથી એલર્જી છે ?" પ્રવિણે બાઉલ એની સામે ધર્યો.

"પ્રવિણભાઈ, રહેવા દો. એને કેમ આટલો હેરાન કરો છો ? સત્યાવીસ વર્ષ પછી એના પિતા ડિવોર્સ લઈને એનાં મમ્મીથી અલગ થવા માંગે છે, એ જાણીને કોઈ દીકરાનો મગજ શાંત ના રહી શકે." હાર્દિકે વચ્ચે બોલ્યો.

"આ વાત એક નિસર્ગ માટે જ નથી પણ તારા માટે છે. નિસર્ગ એની મમ્મીનાં છુટાછેડા એ ઉંમરે થશે એને કારણે એ દુઃખી છે. તું પણ એ જ કરે છે. આર્ય પંદર વર્ષનો થઈ ગયો છે. હવે તું તારી પત્નીથી ડિવોર્સ લઈશ તો તેં વિચાર્યું છે કે આર્યના મગજ પર કેવી અસર થશે ?"

"મારી અને નિસર્ગની વાત અલગ છે. મારે ડિવોર્સ લેવા છે, કારણ કે હું મારાં સાસરિયાથી કંટાળી ગયો છું. એવું પણ નથી કે મારા સ્વાર્થ માટે આર્યનો વિચાર કર્યો ના હોય. આર્યની ખુશી માટે મેં રીંકલને ખૂબ સમજાવી હતી. એ સમજવાં તૈયાર થતી નથી. એણે મને રસ્તા પર લાવી દીધો હતો. અહીં નિસર્ગના પપ્પાએ એના દીકરાને રસ્તે ભીખ માંગતો કરી દીધો."

"ભુતકાળમાં જ બધુ થયેલુ હતુ એટલું થયા પછી પણ તમે લોકો તમારા ભુતકાળના સંબંધી સાથે જોડાયેલા છો. તમારો સંબંધ ભવિષ્ય સાથે જોડાયેલો જ ના હોય તો વહેલો તુટો ગયો હોત. પાંચ રૂપિયા કાગળ પર સહી કરવાથી જીવનભરના સાથને સહેલાઈથી છોડી શકાતો નથી. સંબંધ સ્વાર્થનો હોય તો ક્યારનો તુટી ગયો હોત. તમારે બચાવવાની ટ્રાઈ કરવાની જરૂર ના પડી હોય. આટલા વર્ષો સુધી સંબંધ ટકેલો છે તો એક સેકન્ડ ચાન્સ નહીં પણ લાસ્ટ ચાન્સ તો આપી શકાય. તમારો ઈગો સાઈડ પર રાખીને વિચાર કરો અને પછી મને જવાબ આપો."

પ્રવિણ નિસર્ગ અને હાર્દિકને ભવિષ્યમાં ખુશ જોવા માંગતા હતા. રિંકલ કોઈપણ રીતે હાર્દિકને ડિવોર્સ દેવા માંગતી ન હતી અને હાર્દિકને ત્યાં સુધી જીવનસાથી વિનાનું એકલવાયું જીવન અભિશાપ લાગી રહ્યું હતું. 

"પ્રવિણભાઈ ! તમે કહો કે ફ્યુચરમાં હવે મારે એકલવાયું જીવન જીવવું ના પડે એના માટે શું કરવું જોઈએ ?" હાર્દિક પ્રવિણના નિર્ણય પર સમર્પિત થઈ ગયો.

"તું તારી પત્નીને એવી લાલચ આપ કે જેનાથી એને વધુ ખુશી મળતી હોય. રૂપિયા એ કમાઈ જ શકે છે. તમને લોકોને શરૂઆતમાં બાઈક પર લોન્ગ ડ્રાઈવ પર વધુ જવું પસંદ હતું, તો એને ફરીથી લોન્ગ ડ્રાઈવ પર લઈ જઈને જુની યાદોને તાજી કરાવ. એની સાથે એકાંતમાં પ્રેમભરી જુની વાતોને ઉખેડી શકો છો; જે ફક્ત તમારાં બન્ને વચ્ચે થતી હોય. યાદ રાખ કે જ્યારે તમે બન્ને એકાંતમાં હોઉ તો ત્યારે તમારાં બન્નેની વાતો થવી જોઈએ. એમાં તું આર્યની વાતો પણ કરતો નહીં. તારી પત્નીની પસંદ અને નાપસંદને ધ્યાનમાં રાખીને તું એને મનાવી શકે છે." પ્રવિણે બેસ્ટ આઈડિયા આપ્યો.

"ઈટ'ટ ઈમ્પોસીબલ યાર." હાર્દિક મોઢુ બગાડતા આગળ બોલ્યો : "એ મારી સાથે વાત કરવાં તૈયાર થતી નથી. એને મારે લોન્ગ ડ્રાઈવ પર કેમ લઈ જવી ? સાચું કહું તો મને હવે એનો ચહેરો અપ્રિય થઈ ગયો છે. મેં જે રિંકલ સાથે મેરેજ કરેલાં હતાં એ રિંકલ અને આ રિંકલ પર જમીન આસમાનનો ફરક છે." હાર્દિકે હાથ ઊંચા કરી નાખ્યા.

"તું એક કામ કર." પ્રવિણે જમીને પાણી પીધા પછી પીઠને ખુરશીનો ટેકો આપતા કહ્યુ : "તું કોઈ એવા વકીલને વચ્ચમાં લે કે જેઓ ખૂબ હોશિયાર હોય. વકીલ એવી શરત મૂકે કે તારી પત્નીને તારી સાથે સમય પસાર કરવો ના હોય તો ડિવોર્સ આપવો ફરજીયાત છે, નહિતર તું એના પર ઈમોશનલિ અત્યાચારનો કેશ કરી શકીશ."

"આનાથી મને શો ફાયદો થશે ?"

"આનાથી એવો ફરક પડશે કે યા તો એ ડિવોર્સ આપવાં તૈયાર થશે યા તો તારી સાથે સમય પસાર કરવાં તૈયાર થશે."

પ્રવીણનો વિચાર હાર્દિકને યોગ્ય લાગ્યો. હાર્દિકે એને જણાવી દીધું કે એ એવી રીતે કરશે જેવું એણે કહ્યું. રાજ અને હાર્દિક પ્રવિણને પ્રોમિસ આપી દીધું હતું. નિસર્ગને મનાવો ખૂબ અઘરો પડી ગયો હતો.

ચારેય દોસ્તોએ એમના મોબાઈલ પર 'ચતુર્ભુજ' નામનું ગ્રુપ ચાલું કરી નાખ્યું. દરેકે એમના પર્સનલ નંબર એકબીજાને શેર કરી દીધા. સૌ આ ગ્રુપમાં એકટીવ રહેશે અને એમના મનની મુંઝવણ અચકાયા વિના શેર પણ કરશે એવું નક્કી પણ કરી લીધું.

હોટલમાંથી ચતુર્ભુજ જમીને બહાર નીકળીને ગાડીમાં બેસી ગયાં. ડ્રાઈવરને નિસર્ગને એના ગેસ્ટ હાઉસ ઊતારીને પ્રવિણના ઘરે ગાડી ઊભી રાખવાની સુચના આપી દીધી.

રાજ ડ્રાઈવર વાળી સીટ પાસે બેઠો હતો. બાકીના લોકો પાછળની સીટમાં બેઠા હતા. સાઈડ મિરર પર પોતાના વાળ સરખો કરતા રાજે નિસર્ગને કહ્યું :

"નિસર્ગભાઈ, મને ખોટો ના સમજતા પણ સાચું કહું તો હું અહીં બે ચાર દિવસ મારા પરિવારથી દૂર છું તો પણ મને મારી મમ્મીથી વધુ પપ્પાની યાદ બહુ આવે છે. કોઈએ કહ્યું છે કે જેની ચમક તમને દઝાડે એ જ વધુ કિંમતી હોય છે. સોનુ લોકોને વધુ પસંદ છે પણ એને તપાવો છો તો એની ગરમી તમારે સહન કરવી નથી."

"આપણા આસપાસના સંબંધોનું પણ એવું કાંઈક છે, એ આપણને ગમે છે. એમના વિના આપણને ચાલતું નથી, પણ એમનું ક્યારેક અણધાર્યું વર્તન આપણને પસંદ આવતું નથી. યાદ રાખજો કે સ્વજનો તમારા વિશે સારુ બોલશે પણ તમારા પોતાના જ તમારા માટે યોગ્ય હશે એ જ બોલશે."

રાજ મિરરમાંથી નજર હટાવીને પાછળ વળીને જોયુ, "હું તમારા લોકો જેટલો ગ્રેજ્યુએટ નથી, પણ એક વાત મને ખબર છે. દરેક ઘટના પાછળ કોઈ ઉદેશ્ય જરૂર હોય છે. હું ઘરથી રિસાઈને અહીં ના આવ્યો હોય તો મારું ભવિષ્ય હજુય મોજશોખના અંધારામાં ખોવાઈ જવાનું હતું. હું અહીં આવ્યો તો તમને લોકોને મળ્યો અને તમારા ભુતકાળથી મને પગભર થવાની પ્રેરણા મળી."


નિસર્ગ રાજની વાતો ધ્યાનથી સાંભળતો હતો.

(ક્રમશઃ...)

મયુરી દાદલ 'મીરા'