Redhat-Story ek Hacker ni - 52 - last part in Gujarati Thriller by Divyesh Labkamana books and stories PDF | રેડહેટ-સ્ટોરી એક હેકરની - 52 (અંતિમ)

Categories
Share

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 52 (અંતિમ)


       રેડ હેટ:સ્ટોરી એક હેકરની
       પ્રકરણ:52-અંતિમ ભાગ

          બધા પોઝિશન પર ગોઠવાઈ ગયા હતા.બધા બ્લુટુથ માઇકથી કનેક્ટેડ હતા.ગુરુ બોસનું લાઈવ લોકેશન ટ્રેક કરી રહ્યો હતો.તે લગબગ પહોંચવા ઉપર જ હતો.તે લગભગ આંખે દેખાતો હાલ બધાને કહી રહ્યો હતો.કિંજલ તેની બાજુમાં જ બેઠી હતી.રિયા અને આરવ કાલે રાત્રે ઘરે ગયા બાદ બોપરે જ મળી શકે તેમ હતા.કિંજલનું હદય અત્યારે ખૂબ વધારે ગતિથી દોડી રહ્યું હતું.

            ગુરુએ જ્યારે કહ્યું કે તે બસ હવે એક જ મિનિટમાં ત્યાં પહોંચી જશે ત્યારે સૂર્યાએ રિમોટને તેના ખિસ્સામાંથી બહાર કાઢ્યું હતું.સૂર્યાને બારીમાંથી લગભગ ચોગાન દેખાઈ રહ્યું હતું.લગભગ થોડીવાર બાદ ત્યાં લગભગ દસબાર ગાડી એકસાથે આવીને ઉભી રહી હતી.તે ગાડી થોડે દુર જ ઉભી રહી હતી.સૂર્યાનો શક હવે વિશ્વાસમાં બદલાઈ રહ્યો હતો.તેને ફરી પ્લાન બદલ્યો હતો.ત્યાંથી બધા અંદરની તરફ આવી રહ્યા હતા.સૂર્યાએ આ જોઈ બધાને શંદેશો આપ્યો હતો કે "સ્મોક બૉમ્બ વાળો પ્લાન પૂરો કેન્સલ કરવો પડશે હું બૉમ્બ બ્લાસ્ટ કરું એટલે બારીમાંથી બધા બહાર નીકળીને જંગલ તરફ દોડજો મને લાગે છે કે આ બંગલામાં બૉમ્બ ફિટ કરેલ છે" બધાએ આ વાક્ય ધ્યાનથી સાંભળ્યું હતું.તેઓ બાંગલાની પાછળની તરફ ભાગ્યા હતા અને બારી પણ ખુલ્લી જ રાખી હતી. સૂર્યાએ ઊર્મિને પણ ત્યાં જઈ રાહ જોવાનું કહ્યું હતું.તે સૂર્યાની વાત માન્યા વગર જ ત્યાં ઉભી રહી હતી.

              રેડ હેટ ગેંગનો બોસ લગભગ જ્યાં બૉમ્બ હતો તેથી ખાસ્સો દૂર જ અટક્યો હતો.તેની સાથે રહેલા પચાસ બંધુકધારીમાંથી અડધા બૉમ્બની રેન્જમાં હતા.સૂર્યાને જેવા મોકાની તલાશ હતી,લગભગ તેવો જ મોકો આ હતો.સૂર્યાએ રિમોટનું બટન દબાવ્યું અને એક ધમકો થયો.સૂર્યા હવે ત્યાં શુ થયું તે જોયા વગર ઊર્મિનો હાથ પકડી બાંગલાની પાછળની તરફ દોડ્યો.તે બારીમાંથી કુદયો અને ફરી ઊર્મિને સાથે લઈ જંગલમાં પાછળની તરફ રહેલ પથરાળ પ્રદેશની પાછળ બધાની સાથે છુપાયો.તેની લગભગ દસ જ સેકન્ડ બાદ એક મહાવિસ્ફોટ થયો.લગભગ આખો વાઇટ પેલેસ તબાહ થયો.તે ધરાશાયી થઈ કાટમાળ બની નીચે પડ્યો.બધા તે તાબાઈ બે ઘડી સ્તબ્ધ થઈ જોઈ રહ્યા.તે ભગવાનનો આભાર માની રહ્યા હતા કે તે સમય પહેલા જ બહાર નીકળી ગયા.તે બાદ બધા ત્યાંથી બહાર નીકળી તે જ કાટમાળ પાછળ પોતાની ટિમ સાથે યોગ્ય જગ્યા લીધી.

            બોસ બધાને જીવિત જોઈને ગુસ્સામાં બરાડ્યો તે આગળ આવ્યો.તેનો ચહેરો દ્રશ્યમાન થયો.તે હતો મોતિરાવ શિંદે. સૂર્યાને તેની ખબર તે વિડિઓ જોઈને જ પડી ગઇ હતી.સૂર્યાને જ્યારે બચ્ચા શબ્દથી વાત કરી ત્યારે જ તેની વાત કરવાના અંદાજ પરથી ખ્યાલ આવી ગયો હતો.ત્યારબાદ જ્યારે તેને મુઠ્ઠી વાળી ત્યારે જ તેને તેની કપાયેલી બે આંગળી દેખાઈ ગઈ હતી. તેને કન્ફર્મ થઈ ગયુ હતું કે આ બીજું કોઈ નહિ પણ શિંદે જ છે.સૂર્યાએ જે બૉમ્બ વિસ્ફોટ કર્યો હતો ત્યારે લગભગ શિંદેના અડધા લોકો મર્યા હતા.

          ત્યારબાદ લગભગ પંદર મિનિટ સુધી ફાયરિંગ થઈ હતી.શિંદેની સાથે બધા જ તેમની જ ગાડીઓ પાછળથી ફાયરિંગ કરી રહ્યા હતા.શિંદેની બે આંગળીના કપાયેલી હોવાથી તેનો નિશાનો કઈ ખાસ નહોતો.સૂર્યાની તરફ લગભગ દસ લોકો હતા.સૂર્યાનો નિશાનો જોઈ ઊર્મિ દંગ હતી.તે લગભગ એક પણ ગોળી ખાલી જવા દેતો નહોતો. સૂર્યાએ જોયું તો હજી પચાસેક લોકો ત્યાં હતા.કિંજલના મમ્મીની માહિતી ખોટી હતી.શિંદે લગભગ ત્યાં સો લોકોને લઈને આવ્યો હતો.

            સૂર્યા તેની જ ધૂનમાં લડી રહ્યો હતો.એ જ સમયે એક ગોળી ઊર્મિના હાથને અડીને નીકળી હતી.તેની એક ચીસ સૂર્યાને સંભળાઈ હતી.સૂર્યા તેની પાસે ગયો હતો. "આર યુ ઓકે" સૂર્યાએ તેનો હાથ જોતા કહ્યું. ઊર્મિએ હકારમાં મોઢું હલાવ્યું હતું.

           "તું પાછળની તરફ બેસ" સૂર્યાએ તેને કહયુ હતું.

          "વોટ તને શું લાગે છે એક ગોળી મને સ્પર્શીને નીકળી એટલી ઇજામાં હું બેસી જઈશ" ઊર્મિએ કહ્યું.

         "તું નિશાનો નહિ લઈ શકે" સૂર્યાએ કહ્યું.

        "તને એવુ લાગે છે? હવે જો આ ઊર્મિ બ્રહ્મભટ્ટનો નિશાનો" ઊર્મિએ આવેગમાં કહ્યું.

        "એક મિનિટ શુ કહ્યું?" સૂર્યાએ ચમકારા સાથે પૂછ્યું.

        "મારો નિશાનો જો એમ!" 

        "એ નહિ નામ" સૂર્યાએ ફરી પૂછ્યું.

         "ઊર્મિ બ્રહ્મભટ્ટ"

         "કોણ ઊર્મિ બ્રહ્મભટ્ટ?" સૂર્યાને વિશ્વાસ ન થતા ફરી પૂછ્યું.

        "અરે કોણ શુ? હું ઊર્મિ સત્યમૂર્તિ બ્રહ્મભટ્ટ" ઊર્મિએ ચોખવટ કરી.

           સૂર્યા તેને જોઈ રહ્યો.તે કઈ પરિસ્થિતિમાં હતો તે પણ ભૂલી ગયો.તેને તેની સામે લગભગ પંદરેક વર્ષ પહેલાં છૂટી પડેલી બહેન દેખાઈ રહી હતી.તે ગડગડો થયો.તે ઘણું કહેવા માંગતો હતો,પણ કાઈ કહ્યા વગર તે ઊર્મિને ભેટી પડ્યો.ઊર્મિ થોડી ઉગ્ર થતા બોલી "એય! મને ભેટવા વાળો તું છે કોણ?"

         "સૂર્યા સત્યમૂર્તિ બ્રહ્મભટ્ટ"

          ઊર્મિના આગળના શબ્દો ગળામાં જ અટકાઈ રહ્યા.તેના મનમાં હાજરો પ્રશ્ન ઉઠ્યા.તે કઈક પૂછવા જતી હતી ત્યારે સૂર્યાએ કહ્યું "બધું પછી પહેલા" સૂર્યાએ બહાર તરફ ઈશારો કર્યો.

         હવે લગભગ સામે બહુ ઓછા લોકો બચ્યા હતા.તે જ સમયે એક ગોળી સમીરની છાતીમાં વાગી હતી.માસ્ટર સમીર તરફ દોડ્યા હતા.સમીરના શરીરમાંથી લોહી ખૂબ વહી રહ્યું હતું." સમીર,સમીર" માસ્ટરે ગાલ પર એક ધીમી થપ્પડ મારતા કહ્યું.સમીરને હવે ચક્કર આવી રહ્યા હતા.

            "મને લાગે છે કે હોસ્પિટલે જવું પડશે" માસ્ટરે સમીરની હાલત જોતા કહ્યું.

            "હવે કોઈ ફાયદો નથી.તારો આ મિત્ર બસ થોડા જ સમયનો મહેમાન છે" સમીરે કણસતા અવાજે કહ્યું.

           "અરે યાર તું ચિંતા ન કર તને કઈ નહિ થાય" માસ્ટરે ભરાતી આંખે કહ્યું.

          "હું ઈચ્છું છું કે તારા પછી માસ્ટર સૂર્યા જ બને.કોઈ બીજું આ પદ છલથી ન લઇલે તેનું ધ્યાન રાખજે.મને આ શિંદે પછી કોઈ પર પણ ભરોસો નથી" 

          "તે સમયે આપડે બન્ને સાથે જ હશું! તું ડર નહિ" માસ્ટરે સમીરને ખોળામાં લેતા કહ્યું.

          "ડર? પહેલા હું ડરતો હતો.તે જ મને હવે નીડર બનાવ્યો છે.યાદ છે એ કોલેજના દિવસો? કેટલા કાનૂની કામ ગેરકાનૂની રીતે કર્યા છે.ઘણી વાર એક એક દિવસ માટે જેલ ગયા છીએ.તું હવે મારી ચિંતા છોડ હજી દેશ માટે બીજા ઘણા કામો બાકી છે." સમીરે આ છેલ્લું વાક્ય કહ્યું અને આખો બંધ થઈ.માસ્ટર કદાચ સત્યમૂર્તિના મૃત્યુ બાદ પહેલીવાર આ રીતે રડ્યા હશે.તેઓ પાસે અત્યારે કોઈ દુઃખ પ્રગટ કરવાનો વધારે સમય કે સ્થિતિ ન હતી.તે ફરી પાછળ ફરી ફાયરિંગ શરૂ કર્યું.

         સામે લગભગ બધા સ્નાઈપર્સ હતા.તેમનો નિશાનો બહુ સારો હતો.સૂર્યા પાસે જો કદાચ આ કાટમાળનું વિશાળ બેરીયર ન હોત તો તેઓને નક્કી ખૂબ મુસીબત થઈ હોત.સૂર્યા પાછળ સંતાઈને વિક્રમની નજીક ગયો હતો.તેને એક ગોળી ઓલરેડી વાગેલી હતી.તેમ છતાં તે લડી રહ્યો હતો.સૂર્યા તેને કવર આપવા તેની આગળ હતો.વિક્રમની નજર સામે ઉભેલા એક વ્યક્તિ પર પડી તેનો નિશાનો સૂર્યા પર હતો.સૂર્યાનું ધ્યાન ત્યાં ન હતું.વિક્રમેં એક ઘડિના વિલંબ વગર સૂર્યાને બન્ને ખભેથી પકડી નીચે કર્યો.તે ગોળી સૂર્યા ઉપરથી ગઈ.સૂર્યા તો બચી ગતો પણ તે વિક્રમના ગળાની આરપાર નીકળી ગઈ.

           સૂર્યા ઉભો થયો અને વિક્રમને જોયો.તે સમજી ગયો કે વિક્રમનું બચવું હવે શક્ય નથી.એ વિક્રમની તરફ જુક્યો અને કહ્યું "આ શું કર્યું?"

          "એ જ જે મારે કરવું જોઈએ,કદાચ લોકો સૂર્યાની વધારે જરૂર છે."

         "તમે ખૂબ બહાદુર ઓફિસર છો તમારી કુરબાની લોકો યાદ કરે કે ન કરે વાઈટ હેટ એસેમ્બલી અને સૂર્યા હમેશા યાદ રાખશે" સૂર્યાએ ગમગીન અવાજે કહ્યું.

         "સૂર્યા,ઘરે મિત્તલ છે.તેનું ધ્યાન રાખજે.આઈ હોપ તેને કોઈ મુશ્કેલી નહિ પડે"વિક્રમે કહ્યું.

         "તમે એમની ચિંતા ન કરો.તેઓને કોઈ પણ બાબતની ચિંતા નહિ રહે તેનું વચન સૂર્યા આપે છે."

            આ વાત સાંભળીને જેમ કોઈ મૃગજળની લાલચમાં આમથી તેમ ભટકતા મૃગને તળાવ મળ્યાનો જે સંતોષ હોય તેવો જ સંતોષ વિક્રમની આંખોમાં આવ્યો,અને પછી એક આખો એમ જ ખુલ્લી રહી.સૂર્યાએ એ આખો બંધ કરી.તેની ગમગીની ગુસ્સામાં બદલાઈ અને તેને તેના સ્મોકબૉમ્બ કાઢ્યા.તેને તે બન્ને ટિમોની વચ્ચે નાખ્યા. થોડીવારમાં આખા વાતાવરણમાં સ્મોક છવાઈ ગયો.ત્યાં લગભગ કઈ પણ વસ્તુ દ્રશ્યમાન નહોતી.તેને માઇક ચેક કર્યું પણ તે કોઈ કારણોસર બધાથી ડિસ્કનેક્ટ થઈ ગયું હતું.સૂર્યાને સ્મોકમાં ગન ચલાવવાનો ખુબ અનુભવ હતો.તેને લગભગ થોડીવાર અંધારામાં તિર ચાલતા હોય તે રીતે ગોળીઓ ચલાવી પણ તેને ધુમાડામાં પણ દેખાઈ રહ્યું હતું.તેને લગભગ દસ મિનિટ કરેલી ફાયરિંગમાં સામેની ટિમમાં કોઈ બચ્યું નહોતું.શિંદે એક કાર પાછળ હતો.તે આખી લડાઈમાં બહાર આવ્યો નહોતો.

          સૂર્યાએ બધાંને બહાર આવવાનો ઈશારો કર્યો.તેને શિંદેનો શર્ટ ગાડી પાછળથી દેખાઈ રહ્યો હતો.સૂર્યા તેની ગન સાથે તૈયાર હતો. શિંદેને જ્યારે અંદાજો આવ્યો ત્યારે તે કોઈપણ નિશાના વગર પાછળ ફરી ગોળી ચલાવવા માટે હાથ બહાર કાઢ્યો.એજ સમયે લગભગ ત્રણ ગોળી છૂટી.પહેલી સૂર્યાની ગનમાંથી,બીજી માસ્ટરની ગનમાંથી અને ત્રીજી ઊર્મિની ગનમાંથી અને ત્રણેય ગોળી શિંદેના હાથને સ્પર્શીને નીકળી.તે સાથે જ તેના હાથમાં રહેલી ગન છૂટી ગઈ.શિંદે ઉતાવળમાં તે ગન લેવા ગયો.ત્યારે સૂર્યાએ તેના પગ પર એક ગોળી મારી.શિંદે ત્યાં જ નીચે પટકાયો અને કણસવા લાગ્યો.

          બધા તેની પાસે ઉભા રહ્યા અને ગન નીચે રાખી.જીનુંએ હજી તેને ગણપોઇન્ટ પર રાખ્યો હતો.તેને તેના બન્ને હાથ ઉપર કર્યા.

          "શિંદે તું જ આ ગેંગનો બોસ હશું,તે મેં કોઈ દિવસ સ્વપને પણ નહોતું વિચાર્યું."માસ્ટરે કહ્યું.

            "હા,હું જ.જ્યારે હું એસ તારી ઉંમરનો હશું ત્યારે મને પણ હેકિંગનું ખૂબ શોખ.ખૂબ ભણ્યો.આઈ.આઈ.ટીમાં એડમિશન ન મળ્યું. કોઈ બીજી કોલેજમાં હેકિંગ શીખ્યો.તે સમયે મારા શિક્ષકો જે સાઈબર સિક્યોરિટીની વાત કરતા,તેમના મોબાઈલ લેપટોપ સહિત બધું હું હેક કરી લેતો.ભણવાનું પૂરું થતા મેં જોબ માટે ઘણી જગ્યાએ એપ્લાય કર્યું.તે સમયે સ્કીલનો જમાનો નહોતો.મારી કોલેજ ખરાબ હોવાથી કોઈ પણ લોકોએ મને જોબ નહોતી આપી.ઘરની હાલત બદતર થતી જતી હતી.એકદિવસ હું રેન્ડમ લોકોના ફોન હેક કરતો હતો.ત્યારે મને એક માહિતી મળી કે ગોદામમાં ડ્રગ્સ આવવાનું છે.તે દિવસે હું તે ગેંગના બોસ પાસે ગયો હતો.મારી અદભુત કલાથી તે અભિભૂત થયો.તેને મને તેની જ ગેંગમાં જોડાવવા એક લોભામણી ઓફર આપેલી.તે લગભગ મેં ઈચ્છેલા વેતન કરતા બમણી હતી.ના પાડવાનો કોઈ મતલબ ન હતો.હું તેમાં જોડાયો અને ક્યારે મારી પોતાની જ ગેંગ ઉભી કરી નાખી મને જ ખ્યાલ ન રહ્યો." શિંદેએ કુટિલતાથી કહ્યું.

         "ઓહ અને ઊર્મિ?" સૂર્યાએ ઊર્મિ સામે જોતા કહ્યું.

       "હા જ્યારે રોટ હેલાટ ગેંગનું નામ હતું ત્યારે મેં ઊર્મિને કિડનેપ કરેલી.મેં તેને કહેલું કે તેનો ભાઈ એટલે કે તું અમારા કબ્જામાં છે જો તે અમારો સાથ નહિ આપે એ દિવસે અમે તેને ખત્મ કરી દઈશું.તમારા તે સેન્ટ પીટર્સબર્ગના અટેક બાદ હું જાણી ગયો હતો કે હવે ગેંગનું નામ અને ઠામ બન્ને બદલવા પડશે.પછી હું તારાપુર આવી ગયો."

       "મતલબ કે ઊર્મિ બિલકુલ નિર્દોષ છે" સૂર્યાએ કહ્યું.

       "હા એજ રીતે જે રીતે કિંજલના મમ્મી.તેઓ જ્યારે સાધારણ જિંદગી જીવતા હતા ત્યારે તેમને દીકરો હતો,અમે તેને કિડનેપ કરેલો.તે બાદ તેઓને અમારી ગેંગમાં જોડાવવા કહેલું,તેમને સાફ ઇનકાર કરતા અમે તેને મારી નાખેલો.ત્યારબાદ તેઓને ડરાવી ધમકાવી ગેંગમાં સામેલ કરેલાં.જ્યારે તેમને કિંજલને દત્તક લીધી ત્યારે પણ અમે કહેલું કે જો તેઓ અમારા કહ્યા મુજબ નહિ કરે તો કિંજલને પણ મોતને ઘાટ ઉતારી દેશું.એક વખત કિંજલના પપ્પાએ અમારી વિરુદ્ધ સબૂત ભેગા કરવાનું શરૂ કરેલું.બિચારા આગમાં હોમાઈ ગયા.ત્યારબાદ કિંજલના મમ્મીને અમારા કામમાં રસ પાડવા લાગ્યો હતો.તે પણ કોઈ ગુનેગાર નથી" શિંદેએ કહ્યું.

       "પણ તું તો ગુનેગાર છો જ" માસ્ટરે કહ્યું.

        "ગુનેગાર નહીં,બેરોજગાર.બેરોજગારીએ મને આ ખાઈમાં ધકેલી દીધો.મને એક મોકો આપો હું સુધરી જઈશ"શિંદેએ કહ્યું

         "શિંદે જીવને તને ઘણા મોકા આપ્યા.જ્યારે દાદાએ તને એસેમ્બલીમાં સામેલ કર્યો ત્યારે પણ તું આ કામમાંથી નીકળી શક્યો હોત.હવે તને મોકો આપવાનો કોઈ મતલબ નથી." કહી સૂર્યાએ ગન કાઢી.શિંદેના માથા પર રાખી.એક ધડાકો થયો એ સાથે બધાની આંખો મીંચાઈ.

*********************

 
             શિંદેના મૃત્યુ પછી કિંજલ અને તેના મમ્મી વચ્ચે એક દોસ્તી થઈ થઈ હતી.સમીર અને વિક્રમને અગ્નિદાન અપાયું હતું.તેના બે દિવસ પછી જીનું ગવર્મેન્ટ અફસર બની મિત્તલ પાસે ગયો હતો અને સરકારી સહાયનું નામ આપી દર મહિને તેમના ખાતામાં બે લાખ જમા થઈ જશે તેની ખાતરી આપી.સૂર્યાને વાતવાતમાં જાણવા મળ્યું હતું કે મિત્તલ પણ એક પોલીસ અફસર હતી.જ્યારે તેના લગ્ન થયા ત્યારે જોબ તેમને છોડલી.સૂર્યાએ ફરી કોઈ વગ વાપરી વિક્રમની ખાલી જગ્યા મિત્તલને અપાવી હતી.

                  કિંજલના મમ્મી પાસેથી મળેલ કાગળ ઉપરથી શહેરમાં રહેલા દરેક ડ્રગના ગોદામ,ઓફિસોને બંધ કર્યા હતા.સૂર્યાએ બધા વિરુદ્ધ વિડિઓ તૈયાર કરી કોર્ટમાં રજૂ કર્યા હતા.આ બધામાં સૂર્યા ક્યાંય સામે નહોતો આવ્યો.


***********

     બે મહિના બાદ,સેન્ટ પીટર્સબર્ગ,રશિયા

         માસ્ટર અને ઊર્મિ બન્ને લગભગ છેલ્લાં એક મહિનેથી રોજ સાથે ક્યાંકને ક્યાંક ફરવા જતા.લગભગ પંદર વર્ષ બાદ મળેલી પૌત્રી સાથે તે વધેલી જિંદગી જીવી લેવા માંગતા હતા.ગુરુ થોડા દિવસ રશિયા રોકાઈ ફરી દિવ ચાલ્યો ગયો હતો.શ્વેતામેમ પણ થોડો સમય રશિયામાં વિતાવી ફરી લોસ એનજલ્સ ચાલ્યા ગયા હતા.

          કિંજલ અને સૂર્યા સ્ટેટ હર્મીટેજ મ્યુઝિયમની બહારના બાંકડે બેઠા હતા.બન્ને લગભગ સવારથી તે મ્યુઝીયમમાં ફરી રહ્યા હતા.તેઓ થાકીને તે બાંકડે બેઠા હતા. "કસેનિયા,એક વાત કહું?" સૂર્યાએ કિંજલ તરફ જોઈને કહ્યું.કિંજલે ફક્ત ડોકું હલાવ્યું.

        "આઠ વર્ષ પહેલાં શરૂ થયેલી યાત્રા આજે પુરી થઈ."સૂર્યાએ દૂર આકાશ ભણી જોતા કહ્યું.કિંજલે સૂર્યાના ખભા પર માથું ઢાળ્યું.

*******

સમાપ્ત.

તમારા પ્રતિભાવો 7434039539 પર વ્હોટસએપ કરો.

જલદીજ મળીએ એક નવી નવલકથા સાથે.