AnokhiSafar - Amavasyathi Purnima Sudhi... - 38 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -38

Featured Books
  • Are you comfortable?

    આરંભ દ્રવેદી થેરપી રૂમના સોફા પર કોઈ રોલર કોસ્ટર રાઇડ્માં બે...

  • ખોવાયેલ રાજકુમાર - 38

    "ચતુર." તે કટ્ટર માણસે કાળા બરફ જેવી આંખોથી મારી સામે જોયું,...

  • એકાંત - 87

    રાતના સમયે રાજે પ્રવિણને કોલ પર જણાવ્યું કે, એ નોકરીથી કંટાળ...

  • જીવન પથ ભાગ-45

    જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૪૫         ‘જો નિષ્ફળતા તમને મજબૂત બન...

  • શિયાળાને પત્ર

    લેખ:- શિયાળાને પત્રલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઓ મારા વ...

Categories
Share

અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -38

સોહમના મનમાં રંજ નહોતો કંઈ બોલ્યાનો..વર્તનનો..એ ત્યાંથી વાત ટૂંકાવી ઉભો થઇ ગયો..બોલ્યો..”વિશ્વા આજે ઘણું જાણ્યું..જાણીને દુઃખ થયું..પણ સારું થયું જાણ્યું..એમાં મારો વાંક નથી ..હું ક્યાંય નિમિત્ત નથી.. ભવિષ્યમાં હું આવા કોઈ કારણ ઉભા નહીં થવા દઉં.. મારા માટે સબંધો..પ્રેમ, લાગણી,સંવેદના અગત્યના છે..હું બિલકુલ ભૌતિકવાદી નથી..પૈસો જરૂરી છે..પણ પૈસાનો પૂજારી નથી..જીવનમાં લાગણી પ્રેમ સામે પૈસાનું મહત્વ નહીં હોય..મારી વિચાર શરણી જુદીજ છે.. હું કુદરતમાં માનનારો એને રિસ્પેક્ટ.. સન્માન આપવા વાળો છું..આજે બહુ..કઈ નહીં વિશ્વા.અત્યારે સુવા જાઉં..મન વિચલિત છે..વિચારો છે..મનનું સમાધાન
કરી વિચારો શાંત કરી સુઈ જઈશ.. કાલે સવારે આપણે ડુંગરે જઈશું..તારી મોમને પૂછી રાખજે…એમની
પરમિશન વિના નહીં જઈએ..”
વિશ્વા…સોહમ સામે જોઈ રહી..એ સોહમને છાતીએ વળગી..પ્રેમ કરી ઘરે જાઉં વિચારી..પણ સોહમે ના એને વળગાવી..બલ્કે એના સ્પર્શમાં ક્યાંય પ્રેમ ઉમળકો નહોતો..માત્ર તટસ્થ ભાવ..જાણે અજાણ્યો સાથ.. વિશ્વાએ કહ્યું “ જાઉં..કાલનું માં ને પૂછી લઈશ.. આવવાનું હશે હું અહીં આવી જઈશ..ખબર નહીં આપણી વચ્ચે સંવાદ થયા પછી નિષ્ક્રિયતાનો ભાવ અનુભવું છું..શબ્દોનાં ઘા વાગ્યા છે ભલે એમાં આપણે ક્યાંય નથી તો..પણ..હુંજ..” એમ કહી એ બહાર દોડી ગઈ..સોહમને વિશ્વાનાં પાછા ફરતાં પગલામાં પીડા અનુભવી…વગર કારણે જાણે નિષ્ક્રિયતાનાં શ્રાપનો એહસાસ થયો..
સોહમ પણ ભારે હૈયે..જાળી બંધ કરી એનાં રૂમમાં સુવા ગયો..એનાં રૂમની બારીઓ ફળીયાની દિશામાં પડતી હતી..એણે ઉદાસ મને બેડ પર લંબાવ્યું..વિશ્વાએ કીધેલી વાતોએ એનું મન ખિન્ન થયેલું હતું. વિશ્વાની
મંમી સાથે થયેલો વ્યવહાર..પાપાની સ્વાર્થી માનસિકતા..લાગણી વિહીન વર્તન..દાદા ખુબ મહત્વાકાંક્ષી હતા..પાપા હોયજ..હું એમાં કશું કરી ના શકું પણ વિશ્વાની મંમીને કાળજે ઘા વાગ્યા છે જે હજી રુઝાયા લાગતા નથી..કદાચ ધરબી દીધા હશે તો અમને જોઈ પરતો ખુલી ગઈ હશે..એમનું થયું એવું પુનરાવર્તન વિશ્વા સાથે ના થાય એવી ચિંતા હશે..હું યજ્ઞેશ દેસાઈનો જ છોકરો..એવો જ પાકુ તો?..પણ હું વિશ્વાને હૈયે દાબી રાખીશ..એની દરેક તકલીફમાં હું આગળ હોઈશ મારી છાતીએ ઝીલીશ..એને કોઈના વેણ સાંભળવા નહીં દઉં..એને ક્યારેય કોઈ અન્યાય નહીં થવા દઉં.. હું એને કાયમ સુખની નિંદ્રા અને આનંદની સવાર આપીશ.. બાઢમાં સાથ અને પ્રેમની હૂંફ આપીશ.. આમ વિચારો કરતો..કરતો આડો પડેલો..ત્યાં એને ફળિયામાં પગરવટ સંભળાયો એ બેઠો થયો ફળિયાની પંચાયતની આછી લાઇટમાં કોઈ ઓળો વિશ્વાનાંઘર તરફ જતો જોયો..એને કુતુહુલ થયું..એ ઉભો થઇ બારી પાસે આવ્યો બારી બહાર જોયું..વિશ્વાનાં ઘરનો દરવાજો બંધ હતો..એ ઓળો પાછળ વાડા તરફ જતો રહ્યો.. ત્યાં પશાકાકાને ત્યાંથી ધર્મેષકાકા અને વીરાકાકીને ઘર તરફ આવતાં જોયા..એ નિશ્ચિંત થયો..હશે કોઈ
એમ વિચારી આવીને બેડ પર સુઈ ગયો..વિચારો કરતા કરતા એને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર ના પડી..
ધર્મેશભાઈ લોકો આવી ગયાંના થોડા સમય પછી દીગુભાઈ ઘરે આવવા નીકળયા ..ત્યાં થયેલી વાતો
મનમાં લઈનેએ ઘર તરફ આવી રહેલા.પશાકાકાએ કરેલી ટકોર દીગુભાઈને બરોબર યાદ હતી..એમને
ધર્મેશભાઈના નીકળી ગયા પછી દીગુભાઈને વાત કરવા ઈશારો કરીને રોક્યા હતા..દીગુભાઈ વિશ્વાનાં ઘર
પાસેથી પસાર થયા..અને નીલેશને એમનાં વાડા પાછળથી બહાર આવતા જોયો..એમને આશ્ચર્ય થયું એ કાંઈ પૂછવા જાય પહેલાં પેલો ગામનાં બહાર જવાનાં રસ્તે ડાંગ લઈને વળી ગયો..આટલી રાત્રે આ અહીં ક્યાંથી નીકળ્યો ? એનું ઘર..તો પાછળનાં કોળી ફળિયામાં.. છે….
દિગુકાકા ઘરે આવ્યા..એમજ અડેલી જાળી ખોલી અશક્ત પગે પ્રવેશ કર્યો ..આજે ખબર નહીં કેમ
એમને અશક્તિ વર્તાતી હતી..વાતોની અસર હતી કે ભૂતકાળની ભૂતાવળ છાતીએ વળગી હતી..આવનાર
સમયનો ભય કોરી ખાતો હતો?? એમને જાળી સાથે મુખ્ય દરવાજો બંધ કર્યો આગળો વાસ્યો અછડતી
નજરે..સોહમના રુમ તરફ નજર કરી..પોતાના રુમ તરફ ગયા.કશુંક યાદ આવ્યું પાછા દીવાન ખંડમાં
આવી..એમના પિતાની તસ્વીર જોઈ..માતાની તસ્વીર જોઈ..ખુબ નાના હતા એ છોડીને ગયા. યજ્ઞેશની ફેમિ લીફોટો જોયો..પછી રસોડામાં પાણિયારે જઈ લોટામાં પાણી ભરી એમના રૂમમાં સુવા ગયા.. ભૂતકાળ વાગોળતાં વાગોળતાં ખાટલે આડા પડ્યાં..
બાજુનાં રૂમમાં સોહમ..જાગતો સૂતેલો .. ત્યાં.. વિશ્વા.. એનાં ઘરે બેડમાં આળોટતી સૂતી હતી..એને પણ
વિચારો છેડો નહોતાં છોડતા.. આવતી કાલે સવારે હું બધું સ્પષ્ટ કરી દઈશ..બસ..હું સોહુ નીજ..સોહુ મારો....
વીરબાળા બહેન ખાટ છોડી ભોંય પર જ સુઈ ગયા..ધર્મેશભાઈ વિચારો સાથે સુઈ ગયા..વીરબાલાએ સમજી આજે નીચે ભોંય પર ગોદડી પાથરી લીધી એ આડા પડ્યા..એમની આંખના ખુણા ભીંજાયેલાં હતા. દીગુભાઈ સામેજ બધી વાત નીકળી હતી.. એટલું સારું હતું.દીગુભાઈનેજ જવાબદારી સોંપી પશાકાકાએ..એ સારું થયું..એલોકો નો.. યશોદાનો..સથવારો છે હૂંફ છે સારું છે.. “વિશ્વા..વીરબાળા નહીં બને…”

વધુ આવતા અંકે પ્રકરણ-39 અનોખી સફર..