Part 4 :
" ફ્રાન્સ ના સમાચાર સાંભળ્યા ? "
રશિયન ઇન્ટેલિજન્સ એજન્સી માં આ વાત ખૂબ જ ઝડપ થી ફેલાઈ રહી હતી.
ત્યાંના ચીફ એ કહ્યું - " આ વાત ને ઇન્ડિયા સુધી પહોંચાડવાની છે , પેલો સનકી ક્યાં છે ? "
સર અમને માહિતી મળી હતી કે , આપણા રશિયાના બરફી વિસ્તારો માં એક આતંકવાદી છુપાયો હતો , બસ પછી તો તમે જાણો જ છો કે એ માણસ પાતાળમાંથી પણ ગુનેગારો ને શોધી કાઢે એવો છે .
" અરે એ પેલા ને મારી નાખશે , આપણે તેની પાસેથી માહિતી પણ કાઢવાની છે , બરફી વિસ્તારો માં સિગ્નલ ના પ્રોબ્લેમ ને લીધે એનો કોન્ટેક્ટ પણ નહીં થાય , જલ્દી થી એના સુધી પહોચો અને પેલા આતંકવાદી પાસેથી માહિતી કાઢો "
" તમે ચિંતા ન કરશો , He is Andy , એ બધું જાણી પણ લેશે અને સજા પણ આપી દેશે , એ તો મરેલા લોકો પાસેથી પણ માહિતી કાઢી લે એવો છે "
રશિયન એજન્સી ની આ વાતો એકદમ સાચી હતી - Andy the second version of the Devil , ખૂબ જ નિપુણ , બુદ્ધિ ચાતુર્ય ધરાવતો , શકિતશાળી , અનેક કળાઓ નો અનુભવ , ખૂબ જ ક્રૂર અને ઘાતક , વિશ્વ નો કોઈ પણ વ્યક્તિ Andy ને અત્યારે હરાવવા માટે સક્ષમ નથી .
રાત્રિ ના સમયે , ખૂબ જ ઠંડી માં , બરફી પહાડો ના વિસ્તાર માં Andy એ પેલા આતંકવાદી ને પકડી પાડ્યો હતો , જ્યાં સુધી એજન્સી ના લોકો ત્યાં પહોંચ્યા ત્યાં સુધી પેલા આતંકવાદી નું માથું એક ઝૂંપડી પર લટકતું હતું અને થોડી થોડી લાઈટ એ ઝૂંપડી માં ચાલુ બંધ ચાલુ બંધ થતી હતી .
Andy is that you ?
Yes , I'm.
Andy હાથ માં મોટું ચાકુ લઈને શરીર ના કટકા કરી રહ્યો હતો ને એ કટકા એના પાલતુ કુતરા ને આપી ને ખવડાવી રહ્યો હતો.
" તે એને મારી નાખ્યો ? આ એને જ તું તારા કૂતરા ને ખવડાવી રહ્યો છે ને ? "
" હા , અને તમે ચિંતા ન કરશો , બધી માહિતી મળી ગઈ છે , બસ તો હવે જીવતો રાખીને શું કરવું , આમ પણ મારા આ કૂતરા એ લાંબો સફર કર્યો હતો , બિચારા ને ભૂખ લાગી હતી , એટલે પછી બીજું કઈ અહીં દેખાતું નહોતું તો...... હવે આ બિચારા નું પેટ તો ભરવું ને , દયા નું કામ કર્યું ને મેં ? ..."
Andy આટલો ક્રૂર ન બન , તું એકત્ર કરેલી માહિતી આપી દે અને સંભાળ ચીફ એ તને એક નવો ટાસ્ક આપ્યો છે .
શું નવો ટાસ્ક ?
The ghost in France.
" ડેવિલ સામે ઘોસ્ટ ? ચીફ ને કહી દે કે સારા ટાસ્ક આપે "
" પૂરી વાત સાંભળ , એ એક સાચું ભૂત છે , બલવંત એ ભૂલ કરી હતી અને એના પરિણામ સ્વરૂપ હવે એક મોટો ખતરો આવી ગયો છે , સૂત્રો મુજબ તો એ ભૂત નો સામનો કરવા વાળા મને તો બે જ લોકો દેખાય છે એક તું અને એક તારો મિત્ર "
" સમજી ગયો હું , તું એમ કહેવા માગે છે કે હવે મારે ઇન્ડિયા જઈને મારા મિત્ર પાસે મદદ માગવી પડશે એમ ને , પણ એની હાલત ખરાબ છે , એ ખુદ પથારી એ પડ્યો છે , એમાં એ કઈ મદદ નહીં કરી શકે "
તું ઇન્ડિયા જા, તારું કામ કર અને આ ખતરા થી બધાને બચાવ , ચીફ દ્વારા આ ટાસ્ક છે.
Andy તરત જ ભારત જવા રવાના થાય છે .
આ તરફ ફ્રાન્સ માં જ્યારે ફાધર એ બલવંત ને કહ્યું હતું - મૂર્ખ માણસ એ તારો જ પુત્ર છે , એ સાંભળીને બલવંત એ કહ્યું , પણ મારો પુત્ર તો ઉદ્ધવિન છે , આ ઉદ્ધવિન નથી , આ તો હેપીન છે , તમે કોઈ બીજાને જાગૃત કર્યો કા પછી તમારી વિદ્યા માં ખામી છે .
" મારી વિદ્યા માં ઊણપ ના બતાવ બલવંત , આ તારો જ પુત્ર છે , તારા કાળા કર્મો યાદ કર તને યાદ આવી જશે "