પરિવારમાં સાથે હળીમળીને રહેવું એ જ સૌથી મોટું સુખ છે.એ વાત હેતલ પરણીને ઘરે આવી તો પણ સમજી ન હતી.પારુલ એકવાર એનાં પિયરે એને સમજવાં ગઈ તો હેતલ સમજીને સાસરે પાછી આવી ગઈ હતી.આ જ ઉત્સુકતા દલપત દાદાની સાથે પ્રવિણને થઈ રહી હતી.પ્રવિણે હેતલનું અચાનકથી બદલાઈ જવાનું કારણ પારુલને પૂછી લીધું. હેતલનાં પિયરે એની મમ્મીની હાજરીમાં જે કોઈ વાત થઈ એ પારુલે પ્રવિણને કહેવાની ચાલું કરી.
"આપણે અત્યાર સુધી રવિને જે વાત કહેવાની હતી નહિ એ વાત મે હેતલને કહી જણાવી છે.હેતલનું હૃદય તમારાં અને રવિનાં પ્રેમને જોઈને પીગળી ગયું. એને તમારાં અને પિતાજી પર ગર્વ થવાં લાગ્યો.આ બધું જાણીને એણે વચન આપ્યું છે કે એ સારી વહુ,પત્ની અને માં બનીને રહેશે."
"તે એને સાચી હકીકત જણાવી તો એ રવિને કહી દેશે તો.?"
"એ એવું નહિ કરે.મને એનાં પર પૂરો વિશ્વાસ છે."
"રવિ હેતલ વહુથી નારાજ લાગે છે.આજે જમવામાં એનાં તરફનું વર્તન કહી દેતું હતું."
"આપણે હવે વધારે ચિંતા કરવાની જરુર નથી.તેઓ એક છત નીચે વધારે સમય નારાજ થઈને રહી નહિ શકે.હેતલ રવિને એની રીતે મનાવી લેશે."
પ્રવિણને પારુલની વાત યોગ્ય લાગી.તેઓ એકબીજાને જય સોમનાથ કહીને સૂઈ ગયાં.
હેતલ વત્સલને છાતીએ હાથ રાખીને સુવડાવી રહી હતી.વત્સલની આંખોને તો એની માં સાથે દિવસો સુધીની સંઘરાયેલી વાતો કરવી હતી.હેતલની આંખો ઊંઘને કારણે ઘેરાવાં લાગી.વત્સલનો અવાજ આવતાં એની આંખો ખૂલી જતી હતી.
"વસુ ! હવે તારે ક્યાં સુધી વાતો કર્યા કરવી છે.મારે સૂઈ જાઉં છે.આપણે સવારે અધુરી રહી ગયેલી વાતો કરશું."
હેતલનાં સમજાવટથી વત્સલ ચૂપ થઈને સૂવાની ટ્રાઈ કરી. પળ વારમાં એની આંખો પર નિંદ્રારાણીએ પહેરો જમાવી દીધો હતો.રવિ લેપટોપ લઈને એનુ કામ કરી રહ્યો હતો.
રાતના એક વાગી ચુક્યો હતો.પડખું ફેરવતાં હેતલની આંખો ખુલી ગઈ.તેણીએ રવિ સાઈડ જોયું તો એ હજું લેપટોપમાં કામ કરી રહ્યો હતો.હેતલ એની જગ્યાએથી બેઠી થઈ.
"તમે સમય તરફ જુઓ.રાતનાં એક થઈ ગયો.આમ અંધારામાં આટલો સમય કામ કરશો તો આંખો ખરાબ થઈ જશે બાકીનું કામ સવાર પર રાખજો."હેતલે કહ્યું.
"મારે જરુરી કામ છે જે સવાર સુધી પૂરું કરવાનું છે. તને ડિસ્ટર્બ થતું હોય તો હું રુમની બહાર જતો રહું."રવિએ કટાક્ષ કરતા કહ્યુ.
"આવો જવાબ આપવાનું કોઈ કારણ.! તમે પહેલાં પણ મોડી રાત સુધી કામ કરતા જ રહેતા.એ સમયે પણ હુ આમ જ તમને ટોક્યા કરતી ત્યારે આવો જવાબ મને કોઈ દિવસ સાંભળવા મળ્યો નથી."હેતલને અચરજ લાગી.
"સાંભળવાં ના મળ્યો હોય તો સાંભળવાની આદત પાડી લેજે.હવે તને આવા શબ્દો મારી પાસેથી સાંભળવાં મળશે."રવિએ હેતલ સામે જોઈને કહ્યું.
"હું જાણી શકું કે કેમ?"
"તારી એક નોટીસને લીધે દાદાને માયનોર એટેક આવ્યો છે.એમની આ ઉંમરે તારે સેવા કરવાની હોય.તે સેવા કરવાને બદલે એમની તબિયત બગાડી દીધી.તું આવી છે તો મને કોઈ પ્રોબ્લેમ નથી પણ તારે કારણે દાદાની તબિયત બગડી છે.એને માટે હું જીવનભર તને માફ નહિ કરું."
રવિની વાતોથી હેતલ સમસમી ગઈ.તેણીની આંખો રવિનાં શબ્દોથી ભરાઈ ગઈ.
"રવિ ! આઈ એમ સોરિ.મે દરેક વડીલ પાસે માફી માંગી લીધી છે.એ લોકોએ મને માફ પણ કરી દીધી છે.તુ બધું ભૂલીને મને માફ કરી દે."હેતલે કાન પકડીને માફી માંગી.
"તારાં આ નાટક તારી પાસે જ રાખજે. દરેક સભ્યોએ તને માફ કરી દીધી હશે, પણ હું તને માફ નહિ કરું. તારાં જેવી લાલચુ સ્ત્રી પૈસાની જ પુજારણ હોય છે.અહી પણ તું પૈસા માટે કોઈ નવી વ્યુહ રચના ઘડીને આવી હશે તો કાંઈ કહી શકાય નહિ."
રવિની વાતો હેતલનાં હૃદય સોસરતી ઊતરી ગઈ.તેણીની આંખમાંથી પાણી આવવાનાં ચાલું થઈ ગયાં.એ આંસુને એણે ગાલ પરથી લૂછી નાખ્યાં. રવિ સામે એ કમજોર પડવાં માંગતી ન હતી.
"હા માન્યું કે હું આઝાદ જીંદગી જીવવાં વાળી સ્ત્રી છુ.એમાં હું લાલચું થઈ ગઈ છું.એ મારી ભૂલ હતી કે પૈસાનાં અહંકારમાં મે અહીં કાનુની નોટીસ મોકલી.મારાં ધ્યાનમાં એ વાત આવી ન હતી કે મારે કારણે કોઈ આટલું મન પર લઈ લેશે.મને સુધરવાની એક તક તો આપો.હું એક આદર્શ સ્ત્રી તમને બનીને બતાવીશ."
"તારું કહેવું એમ છે કે તારી ભૂલ છે.આટલો સમય તને તારી ભૂલ ના દેખાઈ.એકાએક એક દિવસમાં એવું તે તારાં જીવનમાં શું બન્યું કે તારું આટલું બધું હૃદય પરિવર્તન થઈ ગયું."
રવિને જે જાણવું હતું એનો જવાબ હેતલ આપી શકે એમ ન હતી.એ કોઈ કાળે રવિ સામે જાહેર કરવાં માંગતી ન હતી કે એ જેને જન્મ પિતા કહે છે એ એના પાલક પિતા બનીને એને મોટો કર્યો.
"રવિ ! રાત બહુ થઈ ગઈ છે. હવે આપણે સૂઈ જઉં જૉઈએ."
રવિને કોઈપણ જવાબ આપ્યાં વિના હેતલ સૂઈ ગઈ. હેતલ પર ગુસ્સો કરતો રવિ એનું લેપટોપ બંધ કરીને સૂઈ ગયો.
સવારે હેતલ અને પારુલ હળીમળીને કામ કરી રહ્યાં હતાં. હેતલ મૂંગે મોઢે રવિને સવારનો નાસ્તો આપી દીધો.કશું બોલ્યાં વિના રવિ નાસ્તો કરી રહ્યો હતો. બન્ને વચ્ચે નારાજગી હજું હતી, જેનાં પર પારુલ અને પ્રવિણનું ધ્યાન ગયું.
"સાંભળો તો આ બન્ને વચ્ચે બુચ્ચાઓ હજી થઈ નથી લાગતી.તમે કાંઈક કરો."
ધીરેકથી પારુલે પ્રવિણને કહ્યું.પ્રવિણ પારુલની વાત સમજી ગયો.એણે મનમાં એક યુક્તિ પણ ઘડી લીધી.એ યુક્તિ કામ નહિ કરે તો બીજી યુક્તિને એણે સાઈડમાં રાખેલી હતી.
"તું હવે જો રવિની માં.હું બે કલાકની અંદર બન્નેનાં મન મુટાવ દૂર કરું છું."
રવિએ નાસ્તો કરી લીધો હતો.એ બપોરનાં સમયે કોઈ કામસર બહાર જવાથી જમવાનું બહાર કરી લેશે.એવું રવિએ હેતલને જોતાં પારુલને જણાવી દીધું.
"મે ગઈ કાલથી રસોડાની પૂરી જવાબદારી હેતલને સોંપી દીધી છે.તું એને કહેતો જા.જેથી તારાં ભાગની રસોઈ ના બનાવે."પારુલે કહ્યું.
"મારે ઓફીસ પર વહેલું પહોચવાનું છે.તમે જ તમારી લાડલી વહુને કહી દેજો."
કટાક્ષ શબ્દો રવિ કહેતો બહાર નીકળવાં લાગ્યો.પાછળથી પ્રવિણે એને જતાં રોક્યો.રવિ ઊભો રહીને પાછળ જોયુ.
"હા પપ્પા તમારે કોઈ કામ હતુ?"
"મે મારાં ચશ્માની ફ્રેમ ગઈ કાલે શોપ પર બનાવવાં આપી છે.એ તારાં ઓફીસને રસ્તે આવે છે."
"રિટર્નમા હુ આવીશ ત્યારે લેતો આવીશ.મારે મોડું થાય છે."સ્માઈલ કરતા રવિએ કહ્યુ.
"અરે પણ તારે બહુ ભારે ઊતાવળ. પૂરી વાતને પણ સાંભળતો નથી.બસ દેવા વાળી કરે છે.હેતલને તારી સાથે લેતો જા.એને એ શોપ પર ઊતારી દેજે.મારે ઘાટ પર પૂજા કરાવવા જાઉં છે.ચશ્મા વિના મને પુસ્તક વાંચવાની તકલીફ પડશે."
પ્રવિણે રવિને ઊભો રાખી દીધો.અંદરથી પ્રવિણે જઈને હેતલને બોલાવી લીધી.હેતલ રવિ સાથે જવાં માટે બહાર નીકળે છે ત્યાં તો રવિ એની બાઈક લઈને નીકળી ગયો હતો.
પ્રવિણને જાણ હતી કે હેતલથી વધુ જિદ્દી રવિ હતો.રવિને સહેલાઈથી મનાઈ શકાય એમ હતો નહિ.એણે એની બીજી યુક્તિ પર કામ વિચારીને રાખેલુ હતુ.પારુલને કહીને પ્રવિણ ઘાટ પર ગયો.
ઘાટ પર જતા પ્રવિણને એક યજમાન સાથે ભેટો થઈ ગયો.એ યજમાન પાસે રુપિયા ખૂબ હતા પણ પોતાનુ કહેવાય એ કોઈ ન હતુ.એમનાં પરિવારમાં એક પત્ની અને બે દીકરાઓ ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યાં હતાં.પ્રવિણે યજમાનનુ નામ પૂછ્યુ તો એમણે એમનુ નામ કમલભાઈ જણાવ્યુ.બોડિ પ્રમાણે તેઓ હાર્દિક જેવડા લાગતા હતા.એમને જોઈને પ્રવિણને હાર્દિકની એકલતા યાદ આવી ગઈ.હાર્દિક પાસે સુખ સાહ્યબી બધુ હતુ.એના રહેલા પરિવારને એ હજુ મનાવીને પોતાની પાસે બોલાવી શકવાની હિમ્મત કરતો ન હતો.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"