Aekant - 116 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 116

Featured Books
Categories
Share

એકાંત - 116

રાજે ધંધો કરવાનો ચાલુ કરી દીધો.એમાંથી આવતી આવક જોઈને રાજને વધુ પૈસા કમાવવાની લાલચ જાગી. એ ધંધામાં વધુ ધ્યાન આપવા લાગ્યો.બપોર પછી એ પાન અને ફાકીનું વેંચાણ કરવા આસપાસના ગામડે જવાનો હતો.

 
કામ કરવુ એ ખોટું નથી. કામમાં સતત મન પરોવાયેલુ રાખવુ એ સારુ કહેવાય પણ કામને કારણે તમારા કોઈ અંગત સાથે તમે થોડોક સમય ના ફાળવી શકો એ ખોટી બાબત કહેવાય.
 
પ્રવિણે હરખેથી રાજ સાથે વાત કરવા કોલ કર્યો.રાજે અત્યારે વાત નહિ કરી શકે એવુ જણાવી દીધુ.જે પ્રવિણને ના ગમ્યુ.
 
"એ તુ એક આ દૂનિયામાં કામ કરતો વ્યક્તિ નથી.નવી નવાયો ધંધો ચાલુ કર્યો છે તો કોઈ કોલ કરે તો વાત કરી લેવી જોઈએ."
 
"અરે સોરિ કાકા મારે આવો જવાબ ના આપવો જોઈએ."
રમેશભાઈ પ્રવિણને ઓળખવા લાગ્યા હતા.એમણે રાજને પ્રવિણ સાથે સરખી રીતે વાત કરવાનુ કહી દીધુ.રાજ કેબિન છોડીને પ્રવિણ સાથે બહાર વાત કરવા જતો રહ્યો.
 
"કાકા મારે આ બિઝનેસ આગળ વધારવો છે.તમે જ મને કહેતા હતા કે, હુ આ ધંધાને મારી મહેનતથી આગળ ધપાવુ.કેબિનને છોડીને હુ દૂકાન ખરીદી શકુ એટલી આવક ઊભી થઈ શકે."
 
"તુ કામ કરે છે એનાથી હુ બહુ જ ખુશ છુ.તુ આ કામને કારણે કોઈને ઈગ્નોર કરે એ સારુ ના કહેવાય.કોઈ હોશે હોશે તને કોલ કરતુ હોય અને એમને આવી વાત કરીને નિરાશ કરી દે.એ ઉચિત ના કહેવાય. હુ તો તને સમજુ છુ પણ બીજા લોકો પાસે તારી વેલ્યૂ ઓછી થઈ જાય.એ લોકોને એમ થાય કે તુ અહંકારી થઈ ગયો છે."
 
"ઓહ..કે આ વાતનો હવે પૂરો ખ્યાલ રાખીશ.તમે કેમ છો કાકા?"
 
"હુ તો ફર્સ્ટ કલાસ છુ.તને એ યાદ કરાવવા કોલ કર્યો હતો કે, પાંચ મહિના પછી તમારે લોકોને સોમનાથ આવવાનુ છે."
 
"આ બહુ સારુ કહેવાય કાકા.તમે છેલ્લા સાત મહિનામા એક પણ વાર માધાપર આવ્યા નથી.તમે કાકીને લઈને અમારાં ઘરે આવો.તમારા લોકો જેવી મહેજબાની કરતા તો અમને નથી આવડતુ પણ હા તમને નિરાશ નહિ કરીએ."
 
"આવવુ તો છે પણ હવે એક સાથે અમે બધા તારા મેરેજમાં આવશુ.તુ ધંધો કરવા લાગ્યો.કોઈ સારી છોકરી શોધી લે."
 
"એ કામ તમારે વડીલોને જ કરવાનુ હોય.આવુ શોધવુ અમને ના ફાવે.આ છોકરી નથી ત્યાં સુધી જ સારુ છે.મારા ધંધા પર ધ્યાન તો રાખી શકુ છુ."
 
રાજને બાજુના ગામડે જવાનુ હોવાથી એણે થોડીક વાત કરીને પ્રવિણ સાથે સંપર્ક વિચ્છેદ કરી નાખ્યો.રાજે એનો મોબાઈલ ખિસ્સામાં મૂકી દીધો.
 
રાજે બે મોટા બેગ લીધા. એક બેગમાં પાન વેચવાનો સામાન રાખ્યો અને બીજા બેગમાં ફાકી બનાવવાનો સામાન રાખ્યો. બાઈકના હૂકમાં બન્ને બેગ ગોઠવી દીધા.રમેશભાઈની રજા લઈ લીધી.સોમનાથ દાદાનુ નામ લઈને એ બાજુના ગામડે વેચાણ કરવા નીકળી ગયો. 
 
લગભગ રાત્રે આઠ વાગ્યે રાજ માધાપર કેબિનમાં આવી પહોચ્યો.રમેશભાઈ એની રાહ જોઈને હજુ કેબિન ખોલીને બેઠા હતા.
 
રાજે બન્ને બેગ કેબિનની અંદર મૂકી દીધા.જે કમાણી થઈ એ રાજે રમેશભાઈના હાથમાં પકડાવી દીધી.
 
"કેટલી આવક થઈ?"
 
"ખાલી આઠસો પચાસ."મોઢું બગાડીને રાજે કહ્યુ.
 
"એમાં આટલુ નારાજ ના થવાનુ હોય.આપણો માલ નવો હતો.લોકોને આપણા માલનો નશો ચડશે એ સાથે વેચાણ થશે.હુ કેબિન બંધ કરવા જઈ રહ્યો હતો.તારા આવવાની રાહ જોઈને બેઠો હતો.
 
"આપણને આ આઠસો પચાસમાંથી એક સો સિતેર મળ્યા કહેવાય.તે છતા હરખાઈ રહ્યા છો.આપણે જાતે મશીન લઈને ફાકી બનાવીને વહેંચી તો ઘણો પ્રોફીટ મળે."ઉદાસીનતાને શબ્દોમાં ઘોળીને રાજ બોલ્યો.
 
"રાજ થોડાકમાં ઘણુ આપણને મળી રહેવાનુ છે.આપણે એ જોવાનુ છે કે આ પહેલો દિવસ છે.એમા આપણને આટલો ફાયદો થયો છે.ગ્રાહક વસ્તુ વાપરશે પછી પસંદ આવશે.પસંદ આવશે તો એ બીજી વાર આપણી પાસે ખરીદી કરશે.બીજી વાત કે તુ પહેલી વાર ત્યાં વેપાર કરવા ગયો છે ગ્રાહક પહેલી મુલાકાતે તારી પર વિશ્વાસ કરી શકે નહિ.આ દરેકમા ઘણી વાર લાગે છે. ટુંકમાં ઊતાવળે આંબા ના પાકે.પાકી કેરીનો સ્વાદ માણવો હોય તો રાહ જોવી પડે." 
 
રમેશભાઈની વાત રાજ સમજી ગયો હતો.રાજે ધીરજ રાખવામાં જ ભલાઈ છે.એવુ તે સમજી ગયો હતો.કેબિન બંધ કરીને ત્યાંથી તેઓ બન્ને પોતપોતાના ઘરે ગયા.
 
એક ફરી નવી સવાર રાજ માટે એક નવી આશા સાથે આવી.રાજને કામ કરવાની બિલકુલ આળસ આવી રહી ન હતી.તે એનુ કામ પૂરા લગનથી કરવા માંગતો હતો. 
 
આગલા દિવસની જેમ રાજે ફરી બે બેગ પાન અને ફાકીઓ ભરી હતી.એ જ ગામમાં એ જ સમયે રાજ બાઈકની એક કીક સાથે નીકળી ગયો. 
 
ગામના પાદરથી અંદરની બજારમાં રાજે પ્રવેશ કર્યો.ચોરાહ પર એક મોટા ઓટલા પર રાજે બન્ને બેગ ગોઠવી દીધા.રાજે એનુ વેચાણ શરુ કરવા માટે આસપાસ ફરતા માણસોનુ ધ્યાન પોતાના પર કરવાની મહેનત કરવા લાગ્યો.
 
"માધાપરના પ્રખ્યાત એકદમ તાજા અને રસદાર પાન લઈ લ્યો.એકવાર પાનને બે દાંત વચ્ચે દબાવશો તો સ્વાદને તમે જીવનભર ભૂલી શકશો નહિ.મસાલાના શોખીન માટે સ્પેશ્યલ ફાકી ચુરણ સાથે લાવ્યો છુ."
 
"ભાઈ તમે માધાપરથી આવો છો?"રાજ પાસે આવીને એક પચાસ વર્ષના આધેડ બોલ્યા.
 
"હા કાકા આ અમારા પાન અને ફાકીમાં કોઈ મિલાવટ નથી.તમારા માટે આ લ્યો..ફ્રીમાં પાનનો ટેસ્ટ કરાવુ છુ.તમે પણ શુ યાદ રાખશો.!"
 
રાજે પાનનુ એક પેકેટ ખોલીને એ આધેડને ટેસ્ટ કરવા આપ્યુ.એ વ્યક્તિ મોમાં પાનને ભર્યુ.બે દાંત વચ્ચે પાનના બે કટકા થયા.આધેડ આંખ બંધ કરીને એ પાનના સ્વાદને માણવા લાગ્યો.
 
ત્યાં બીજા બે રાજની ઉંમરના જુવાનો આવ્યા,"આ તો એ જુવાન છે જે ગઈ કાલે આવ્યો હતો."એની સાથે ઊભા રહેલા દોસ્તને કહ્યુ.
 
"હા ભાઈબંધ હુ જ ગઈ કાલે આવેલો હતો.તમે લોકોએ મારી પાસેથી ફાકી ખરીદી હતી.હજી એક ફાકી આપને આપુ?"
 
રાજે ફાકી પકડેલો હાથ એની સામે લાંબો કરતો બોલ્યો.એ બન્ને મિત્રોએ થોડોક વિચાર કર્યો.વિચાર કરીને એક મિત્ર બોલ્યો.
 
"યાર તારી ફાકી બાકી જોરદાર હતી."મિત્રની એવી વાતથી રાજ હસવા લાગ્યો.
 
"અરે તુ એક કામ કર.જો હોલસેલમાં અમે લઈએ તો કોઈ ફાયદો તારે અમને કરી દેવો જોશે."
 
"અરે ભાઈબંધ મારે પણ આ ધંધો નવો છે.ભાવ પ્રમાણે વહેચુ છુ તો મને એક ફાકીએ એક રુપિયા જેવુ મળે છે. એમાં મારી બાઈકને ભૂખ લાગે તો એમાં થોડાક રુપિયા પેટ્રોલમાં જતા રહે છે.વાહે..મને કાંઈ બચતુ નથી."ધંધો કરવામાં રાજ માહિર થઈ ગયો હતો.
 
બન્ને મિત્રોએ રાજ પાસે બહુ દલીલ કરી નહિ.તેઓએ દસ દસ ફાકી એમ બન્ને વચ્ચે વીસ ફાકી લઈ લીધી.
 
આધેડ અડધુ પાન ખાઈ ચુક્યા હતા.અડધુ પાન ક્યારેક જમણા ગલફામાં તો ક્યારેક ડાબા ગલફામાં જીભ વડે  પાનને ધક્કો મારીને ચાવી રહ્યા હતા.
 
"કાકા કેવુ લાગ્યુ મારુ પાન?"રાજે આધેડને જોઈને પૂછ્યુ.
 
"જોર...દાર..બ..હુ..જ..સ્વાદિ..ષ્ટ છે."મોમાં પાન હોવાથી આધેડ બોલી શકતા ન હતા.
 
"તમારે ખરીદવુ હોય તો બે ચાર પાન ઘરે લેતા જાવ."
 
"અરે ઘરે મારી છોરી મને પાન ખાવા દેતી નથી.તુ મને એક પાન આપી દે.ઘરે પહોચીશ એ પહેલા પેટમાં ઊતારીને ઘરે જઈશ.બાકી બનારસી પાનને આંટીએ ચડાવી દે એવુ પાન છે.કેવુ પડે હો!"પાનને ચાવીને થુકતા આધેડે એક પાન ખરીદી લીધુ.
 
રાજ ખૂબ ખુશ લાગી રહ્યો હતો.એણે આધેડને પંદરનુ એક પાન વહેચી દીધુ.મફતમાં એક પાન આધેડને ખવડાવીને એના પછી બીજા ઘણાં ગ્રાહકો ખરીદી કરવા આવી પહોચ્યા હતા.
 
સાંજ પડવાની હતી.માલ આગલા દિવસ કરતા ઘણો વહેચાઈ ગયો હતો.રાજ આત્મસંતોષ સાથે માધાપર જવા બેગ લેતો બાઈક પર બેસી ગયો.
 
(ક્રમશઃ...)
 
✍️મયુરી દાદલ "મીરા"