"શું વાત કરે છે?" નવનીત કહે છે.
"હા સાવ જ સાચી વાત છે. મને આજે પહેલા જ દિવસે મારા સીનીયરો પાસેથી ખબર પડી છે કે ઐયર અને મારિયા ખુબ જ સારા મિત્રો છે અને ટૂંક સમયમાં જ પરણી જવાના છે. " રિતેશ કહે છે.
" અરે મિત્ર આ બધી અફવાઓ પર વધુ ધ્યાન ન આપ." નવનીત કહે છે.
"હા પણ શું થાય? હું તો આમ છેલ્લા પગથિયે પહોંચી જ ગયો છું. પણ મિત્ર ઐયર હજી સુધી કોઈ ફોન કે મેસેજ પણ નથી કરતો. " રિતેશ કહે છે.
"આજે તો મારિયા પણ વ્યસ્ત છું એમ કહીને જવાબ નથી આપતી." રિતેશ ઉમેરે છે.
"જો મિત્ર મારી વાત માનીને આ બધું જ ભુલી જા. પહેલા તું ઈન્ટરવ્યુ તો પાસ કર. " નવનીત સમજાવે છે.
" તારો પ્રથમ દિવસ કેમ ગયો?" રિતેશ પુછે છે.
" શું થવાનું? " નવનીત નિ: સાસો નાખી કહે છે.
"અરે યાર કેમ આમ કહે છે?" રિતેશ પુછે છે.
" એક નવી જ છોકરી ને મારી સાથે બેચમાં રાખી છે. અમે બન્ને જ છીએ. એ તો માથાનો દુ:ખાવો છે. એક નંબરની સમાજસેવક છે. થોડો સમય જોઈ છું બાકી દિનકર દાસગુપ્તા ને વાત કરીશ." નવનીત સમજાવે છે.
" અરે આ દિનકર દાસગુપ્તા કંઈક સમજી વિચારીને જ તમને બન્નેને સાથે રાખી બેઠો છે. એ તને આઈ.એ.એસ બનાવીને જ માનશે." રિતેશ કહે છે.
" ચલો હવે સુઈ જાઉં." નવનીત ફોન મુકી દે છે.
બીજા દિવસે સવારથી જ મહેચ્છા કોલેજ ગયા પછી સમય મળે પુસ્તકાલય ની અંદર પ્રદુષણ નિયંત્રણ અને તેના લગતા નિયમો વિષે ની કોઈ ચોપડી વાંચી સારી એવી તૈયારી કરે છે.જયારે નવનીત તો પ્રિલિમનરી પરિક્ષા માટે જુના પેપરમાં ગણિત તેમજ સામાન્ય પૃથક્કરણ ના પ્રશ્નો જોઈ રહ્યો હતો.
સાંજ પડે જ્યારે દિનકર દાસગુપ્તા ક્લાસમાં પહોંચી ગયા તો મહેચ્છા હજી સુધી આવી ન હતી. પણ નવનીત પોતાના પ્રશ્નો ની તૈયારી કરી રહ્યો હતો. ત્યારે જ મહેચ્છા નો નીચેથી જોરદાર અવાજ આવે છે.
"તમે એક વાત સમજાવો કે આ ગંદા પાણીના લીકેજ થી તમને કેટલું નુકસાન થશે? એ વાત ખબર છે? પછી આ અરજી પર સહીઓ કરવામાં શું તકલીફ?" મહેચ્છા આનાકાની કરવા વાળાઓ ને સમજાવી રહી હતી.
"પણ એ બધું જ મ્યુનિસિપલ કોર્પોરેશન જાતે કરે અથવા કરવું પડે પણ જો કંઈ પૈસા ની જરૂર પડે તો એ ખુબ જ મોટો ખર્ચ આવે." બિલ્ડિંગ ચેરમેન સમજાવે છે.
દિનકર દાસગુપ્તા તેમજ નવનીત પણ નીચે આવી જાય છે.મહેચ્છા ને જોઈ નવનીત મોઢું વકાસી લે છે.
" અરે તમને એ જ સમજાવવા માટે તો હું આ બધી ચોપડીઓ ની કલમો લાવી છું. કોઈ પણ નાગરિક ને સ્વચ્છ પાણી આપવું એ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ફરજ છે અને એમાં જે પણ ખર્ચે થાય છે એ બધો જ મ્યુનિસિપલ કોર્પોરેશન નો હસ્તક જ હોય છે. " પછી મહેચ્છા પોતાના વાક્ય ને સાર્થક કરવા માટે જરૂરી પુરાવાઓ પણ રજૂ કરી સમજાવે છે.
બિલ્ડિંગ ના ચેરમેન ના ગળે આ વાત ઉતરી જાય છે. એ મહેચ્છા દ્વારા લખવામાં આવેલી એપ્લિકેશન પરથી એક ફાઈનલ કોપી બનાવી બધા બિલ્ડિંગ ના લોકો ની સહી કરવા માટે મોકલી આપે છે.
દિનકર દાસગુપ્તા મહેચ્છા ની ઈચ્છાશક્તિ ના વખાણ કરે છે. નવનીત તો જોવે છે કે કલાક તો નીચે જ બગડી જાય છે. પછી ઉપર ક્લાસમાં પહોંચી દિનકર દાસગુપ્તા ગણિત આધારિત પૃથક્કરણ વાળા પ્રશ્નો કરાવે છે.
નવનીત તો જ આ તકની રાહ જોઈ રહ્યો હતો. એક એક સવાલ ના જવાબ વિજળી ની ગતિએ તે કહી રહ્યો હતો. પણ મહેચ્છા સમય લઈ રહી હતી. નવનીત ઈજનેરી પૃષ્ઠભૂમિ થી હોવાથી આ બધા પ્રશ્નો તેની માટે મજાક ની જેમ હતા.
"સર આ તો સાવ સહેલું છે. મહેચ્છા જલ્દી કરો. બાકી પેપર છુટી જશે." નવનીત કહે છે.
પણ મહેચ્છા તો પોતાનો સમય લઈને જ સવાલો ના જવાબ આપતી હતી. એ જ વખતે ઉતાવળ કરવા જતાં નવનીત ના બે જવાબો ખોટા પડી જાય છે.દિનકર દાસગુપ્તાને આ વાત નથી ગમતી.
"નવનીત તું કેમ ઉતાવળ કરે છે? મને ખબર છે કે તું ઈજનેર છે અને આ બધા વીસ થી પચાસ માર્ક ના સવાલો તારી માટે સૌથી સહેલા છે. પણ હંમેશા નેગેટીવ માર્ક પણ જોવા જોઈએ. આ પરિક્ષામાં એક એક માર્ક પર બસો પાંચસો વિધાર્થીઓ હોય છે.તારી એક નાનકડી ભૂલ તને કેટલી મોંઘી પડી શકે છે?
પણ જો મહેચ્છા ને..એ ધીમી પણ મક્કમ ગતિએ પોતાના પ્રશ્નો કરે છે અને બે વખત ચકાસણી પણ કરી લે છે. હંમેશા પોતાની રીતે તે ચોક્કસ હોય છે કે ભુલો ઓછી થાય." દિનકર દાસગુપ્તા સમજાવે છે.
"ઠીક છે સર. હું પ્રયત્ન જરૂર કરીશ." નવનીત જવાબ આપે છે.
હવે દિનકર દાસગુપ્તા બન્ને ને ડ્રગ્સ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી ઝુંબેશ વિષે માહિતી એકબીજાને આપી પછી પ્રશ્નો પુછવા માટે કહી સુચના આપી જાય છે.નવનીત માટે તો મહેચ્છા સાથે વાતચીત કરવાનો કોઈ મતલબ જ ન હતો. પણ મહેચ્છા હંમેશા કંઈક નવું જાણવા મથતી.
થોડીવાર પછી જ મહેચ્છા નવનીત સામે જોવે છે પણ ન નવનીત આંખો નથી મેળવતો. પછી મહેચ્છા નવનીત ની સામે જોઈ કહે છે:
" એક હાથી અને એક કીડી સ્વીમીંગ પુલમાં ગયા. પછી.."
"શું બકવાસ છે?" નવનીત ભડકી ગયો.
" હું પ્રયત્ન કરી રહી હતી કે જોક્સ કહેવાથી જવાબ આપો છો કે નહીં. એમ લાગતું જ નથી કે તમે કોઈ દિવસ હસી પણ શકો." મહેચ્છા કહે છે.
"હ.." નવનીત ફરીથી ચુપચાપ બેસી ગયો.
"ઠીક છે." મહેચ્છા ચુપચાપ બેસી જાય છે.
નવનીત મનોમન ખુશ થાય છે. પણ પાંચ મિનિટ પછી જ એક કાગળ મહેચ્છા નવનીત તરફ ફેંકી દે છે. એ કાગળમાં મહેચ્છા એ ડ્રગ નાબુદી અભિયાન વિષે પ્રશ્નો પુછ્યા હતા.
" અરે તમે તો ખરા છો? મને એકવાર વાત તો કરવી જોઈએ. આ લેખિતમાં તો જવાબ આપવા જ પડે." નવનીત ગુસ્સે થયો.
"તમે ક્યાં માનો છો? " મહેચ્છા પુછે છે.
" સોરી." નવનીત નો અહં ઘવાઈ જાય છે.
"ઠીક છે. "મહેચ્છા ચિઠ્ઠી ફાડી નાખે છે. પછી નવનીત પણ મહેચ્છા સાથે ડ્રગ્સ નાબુદી વિષે સારી એવી ચર્ચા કરે છે ત્યારે જ મધુકર નો અવાજ સંભળાયો.
" મહેચ્છા ચલો સમય પુરો."
નવનીત ને પણ શાંતિ થાય છે. એ પણ પોતાના રૂમ તરફ નીકળી જાય છે. પણ દિનકર દાસગુપ્તા માટે તો આ એક શુભ શરૂઆત હતી. એ ક્યાંય પણ ગયા ન હતા પણ એકાંતમાં મહેચ્છા અને નવનીત એકબીજાની સાથે કેવી રીતે વર્તન કરે છે એ જોવે છે.
નવનીત ભલે મહેચ્છા સાથે બોલતો નથી પણ લેખિત જવાબ માંગીને નવનીત ફસાઈ જાય છે. મહેચ્છા પણ પોતાની આવડત થી ગમે તે કામ કઢાવી શકાય એમ પુરવાર કરે છે.
આ તરફ મધુકર રાત્રે મહેચ્છા ને સમજાવે છે:
" દીકરી જો કોઈ ને તારી સાથે વાતચીત ન કરવી હોય તો વાંધો નહીં."