કુપ્પી ભાગ ૫
" કુપ્પી ડા . . . . ! " વિનાયક એ દરવાજા પરથી બૂમ મારી અને અંદર આવી કુપ્પી ને ભેટી પડ્યો ને એને ઊંચો કરી લીધો .
બધા મિત્રોમાં વિનાયક પૈસે ટકે સુખી હતો . એની બાપદાદાની એક કરિયાણાની દુકાન ચાલી થી થોડી આગળ જ આવેલી હતી . જ્યારે મિત્રો કોલેજમાં ભણતા અને કોલેજ પત્યા પછી જ્યાં સુધી નોકરી ન મળી ત્યાં સુધી વિનાયક બધાને પૈસાથી સપોર્ટ કરતો .
આજે પણ કોઈ મિત્ર આર્થિક તકલીફમાં હોય તો એના ઘરનું અનાજ પાણી એ ભરી આપતો . એ બધા મિત્રો પર જીવ છલકાવ તો અને કેમ ના હોય એક સમય પર આ બધા જ મિત્રો એના માટે પોતાનો જીવ આપવા આગળ આવ્યા હતા અને એના માટે જેલ ભેગા પણ થયા હતા .
વાત એવી બની હતી કે કોલેજમાં વિનાયક ને એક રેવતી નામ ની છોકરી સાથે પ્રેમ થયો . તે છોકરી દક્ષિણ ભાષી હતી અને એના ઘરમાં બધા જ ભણેલા અને મોટા હોદ્દા પર સરકારી નોકરીઓ કરતા હતા . છોકરીના મા બાપ ઇચ્છતા હતા કે એના લગ્ન કોઈ સરકારી નોકરી વાળા છોકરા સાથે થાય જે એમના જ ગામનો હોય .
રેવતી ની ઈચ્છા વિરુદ્ધ એના મા-બાપ એને એમના ગામ આલુર જે બેંગ્લોર થી લગભગ 60 કિલોમીટર દૂર હતું ત્યાં લઈ ગયા . એ જ ગામના એક છોકરા સાથે એના લગ્ન પાકા કરી દીધા . વિનાયક ને જ્યારે આ વાત ખબર પડી ત્યારે એ ખુબ દુઃખી થયો . એને લાગ્યું કે રેવતી હવે એને ક્યારેય નહીં મળે . પણ ત્યારે કુપ્પી એ નિર્ણય લીધો કે આપણે એને એના ગામમાંથી ભગાવીને લાવીશું . કુુુપ્પી ગેંગ નો લીડર હતો એ નક્કી કરે એટલી જ વાર બધા જ તૈયાર થઈ ગયા .
આ લગ્ન માટે વિનાયક ના ઘરમાંથી પણ વિરોધ હતો . એટલે કુપ્પી એ નક્કી કર્યું કે આપણે ત્યાં જ એમના લગ્ન કરીને અહીંયા લાવશું . પછી જે થશે જોયું જશે .
જીગલો જે પાર્ટ ટાઈમ ડ્રાઇવિંગનું કામ કરતો હતો એણે એક મોટી 8 સીટ વાળી ટાટા સુમો ગાડીનો બંદોબસ્ત કર્યો . બધા મિત્રો પહોંચી ગયા આલુર ગામમાં . લગ્નની આગલી રાતે બધા વેશ બદલી અને રસોઈયા વાળા બની ધરમા ગુસ્યા . રેવતી ને ભગાડીને નજીકના ગામ ના મંદિરે લઈ ગયા .
મંદિરમાં જ એમના લગ્ન કરાવ્યા . છોકરીના ધરવાડાઓને ખબર પડી અને બધા માણસો મંદિરે લાકડીઓ લઈ પહોંચ્યા . લગ્ન ના થઈ જાય ત્યાં સુધી બધા મિત્રો એ મળી ને એ બધા લોકોને પોતાના જીવના જોખમે રોકી રાખ્યા . બધાને ખુબ ઇજા ઓ થઈ પણ લગ્ન થઈ ગયાં .
પોલીસ આવી અને બધાને પકડીને જેલમાં નાખ્યા . પણ છોકરી બાલીક હતી અને લગ્ન થઈ ગયા હતા તો પોલીસ માટે પણ રોકી રાખવું શક્ય નહોતું . રેવતીના મા બાપે પણ હવે હાર માની લીધી . રેવતી સાથે બધા સંબંધ તોડી નાખ્યા એને ઘર છોડીને જતા રહેવા કહ્યું .
એકનો એક દીકરો હતો એટલે વિનાયકના મા બાપે આ લગ્ન સ્વીકારી લીધા . આજે વિનાયક ને બે બાળકો છે એક છોકરો અને છોકરી અને આખુ પરિવાર કુપ્પી ને પોતાનો હીરો માને છે .
" ચાલ ઘરે ચાલ યાર મરા બાળકો તને જોઈને ખુશ થઈ જશે . આજ સુધી એમણે ખાલી તારી વાતો સાંભળી છે અને રાહ જુએ છે કે એક દિવસ કુપ્પી અંકલને મળશું . રેવતી તો દર વર્ષે તારા નામની રાખડી કૃષ્ણ ભગવાને છે બાંધે છે . તને જોઈને એટલી ખુશી થઈ રહી છે . . . તું પ્લીઝ ઘરે ચાલ માસી હું આને લઈ જાઉં છું " વિનાયક કુપ્પી નો હાથ પકડીને ખેંચી લઈ ગયો .
કુપ્પી ની આવી હરકતોને કારણે જયેશભાઈ હંમેશા એની સાથે ઝઘડતા . પણ આજે કુપ્પી ના આવા કામોને લીધે એક પરિવાર સુખેથી જીવી રહ્યું છે એ જોઈ આજે એ જ વાત માટે એમને કુપ્પી પર ગર્વ થઈ રહ્યો હતો .
વધુ આગળના ભાગમાં
ધન્યવાદ
પંકજ ભરત ભટ્ટ .