Ajab Premni Gazab Kahaani - 2 in Gujarati Love Stories by ︎︎αʍί.. books and stories PDF | અજબ પ્રેમની ગજબ કહાની - ભાગ 2

Featured Books
  • मी आणि माझे अहसास - 117

    दु:ख धुवून टाका   दु:ख धुवून टाका आणि तुमचे हृदय हलके क...

  • तीन झुंजार सुना. - भाग 30

                  तीन झुंजार सुना श्रेय   मुखपृष्ठ चित्र        ...

  • मातीशी नातं

    मातीशी नातं"दुपारची उन्हं तापली होती. मळ्यातील झाडांनाही घाम...

  • बेरी

    "तुपाची बेरी आणि आठवणींची गोडी…"वाटीमध्ये साठवलेलं बालपणआठवण...

  • भारती

    “एकसाथ राष्ट्रगीत शुरू कर ...”या सरांच्या वाक्यासरशी भारती श...

Categories
Share

અજબ પ્રેમની ગજબ કહાની - ભાગ 2

             આપે આગળના ભાગમાં જોયું કે વિવાન વિશ્વાને તેના ઘરે મૂકીને પર જતો હોય છે. ત્યાં મનોમન વિચારે છે. કે મેેમને શું તકલીફ હશે ? કે આમ નશાનો સહારો લેવો પડે છે.    હવે આગળ...             

               બીજે દિવસે સવારમાં વિશ્વાની ગાડી રીપેર કરાવી વિવાન વિશ્વાના ઘરે લઈને આવે છે. વિશ્વની મમ્મી દરવાજો ખોલે છે. ત્યાં વિવાનને જોઈએ વિશ્વાની મમ્મી રાધીકા આંટી તેને ઘરમાં બોલાવે છે. 

રાધિકા આંટી : આવને બેટા બેસ ચા નાસ્તો કરી લે..અને તારો ખૂબ ખૂબ આભાર બેટા કાલે સહી સલામત વિશ્વાને ઘરે મૂકી ગયો હતો.. ( વિવાનને ચા-નાસ્તો પરોસતા બોલે છે. )

વિવાન : અરે આંટી એ તો મારી ફરજ છે. by the way મેમ્ ક્યાં છે ?

રાધિકા આંટી : અરે હા બેટા એને આજે જરા headache હતું. તેથી તે થોડા મોડા ઉઠી હતી. બસ આવતી જ હશે.

           વિવાન મનોમન વિચારે છે. દુ:ખે જને માથું કાલે આટલું બધું પી ગયા છે તો..

             ત્યાં વિશ્વા આવી અને કહેવા લાગી. " ચાલ વિવાન જલ્દી ઓફિસ જવાનું મોડું થઈ રહ્યું છે. "

રાધિકા આંટી કહે છે. " અરે દીકરા થોડો ચા નાસ્તો તો કરતી જા.. "

વિશ્વા : મોડું થાય છે મમ્મી ચા નાસ્તો કરવાનો સમય નથી.તેમ કહેતાં કહેતાં વિશ્વા ઘરની બહાર નીકળી જાય છે.          

                   ત્યાં રાધિકા આંટી વિવાનને કહી રહ્યા હોય છે.  " કાલ રાતથી આ છોકરીએ કશું જ ખાધુ નથી.. બસ કામ કામ કામ પોતાની સેહતનું બિલકુલ ધ્યાન નથી આપતી.. "             

               ત્યાં વિવાન કહે છે. " રાધિકા આંટી ખોટું ના લાગાડશો પણ મેમનો નાસ્તો પેક કરી દો. હું રસ્તામાં નાસ્તો કરાવવાની કોશિશ કરીશ.." 

રાધિકા આંટી : અરે બેટા એમા શું ખોટું..       

            અહી નાસ્તો ફટાફટ પેક થઈ રહ્યો હોય છે. ત્યાં બહારથી વિશ્વા ગાડીનું હોર્ન વગાડી રહી હોય છે..વિવાન બહાર નીકળી ગાડી આગળ જઇને વિશ્વાને કહે છે. " મેમ્ હું ગાડી ચલાવી લઉં ? "

વિશ્વા : Ok..        

 રસ્તામાં થોડા આગળ પહોંચે છે ત્યાં વિવાન કહે છે. મેમ આંટીએ નાસ્તો પેક કર્યો છે. અને કહ્યું છે. તમે નાસ્તો કરી લેજો ગાડીમાં જ. ઓફિસમાં સમય નહીં મળે..તેમ કહી વિવાન વિશ્વાને નાસ્તાનો ડબ્બો આપે છે.          

વિશ્વા નાસ્તો કરવા જાય છે. ત્યાં તેને કોલ આવે છે. અને નાસ્તો તેમ નો તેમ જ રહી જાય છે..            

વિવાન ગાડી ચલાવતા ચલાવતા વિશ્વાને પોતાના હાથથી નાસ્તો કરાવા જાય છે. ત્યા વાત કરતા કરતા વિશ્વનો હાથ અડી જતા નાસ્તો વિવાનના હાથમાંથી પડી જાય છે..  અને વિશ્વા વિવાન પર ગુસ્સો કરતા કહે છે.          

" what are you doing વિવાન ? જોતો નથી અહીંયા important વાત કરી રહી છું."

વિવાન : I am sorry mam but your health is more important.. અને આંટીએ મને કહ્યું છે. નાસ્તો કરાવવાનું નહીં તો તે મને વઢશે...

વિશ્વા : ohhhhh god .... આ મમ્મી પણ ( તેમ મનમાં બબડીને નાસ્તો કરી લે છે. )           

આમાં જ રોજ માળતા મળતા વિશ્વા વિવાન સાથે દરેક કામમાં comfortable થઈ ગઈ હતી. વિવાન પણ વિશ્વાને પોતાના એક દોસ્તની જેમ દરેક બાબતમાં સંભાળ લેતો હતો. ઓફિસનું કંઈ પણ મુશ્કેલ કામ હોય તો પણ તે વિવાનની સાથે મળી આસાનીથી કરી લેતી હતી.   

            એક દિવસ રવિવારના દિવસે વિવાન વિશ્વાના ઘરે આવે છે. રાધિકા આંટીને પૂછે છે.. " મેમ ક્યાં છે ? "

રાધિકા આંટી : ટેરેસ પર છે..

વિવાન ટેરેસ પર જાય છે..       

 ( રાધિકા આંટી વિવાન અને વિશ્વાની ધીરે ધીરે મૈત્રી થઈ રહી હતી તે વાતથી ખુશ હતા. કારણકે વિશ્વા વિવાના આવ્યા પછી થોડી ખુશ રહેવા લાગી હતી. અને પોતાનું ધ્યાન પણ રાખવા લાગી હતી. )         

             આ તરફ વિવાન ટેરેસ પર જાય છે. અને વિશ્વાને જોઈને તે ત્યાં જ ઉભો રહી જાય છે.. વિશ્વા ત્યાં  પેઇન્ટિંગ બનાવી રહી હતી. હલકા પીળા રંગનો ડ્રેસ પહેર્યો હતો. ખુલ્લા તેના વાળ હતા. જે જરા જરા લહેરાઈ રહ્યા હતા. હાથ અને ચહેરા પર કયાંક કયાંક કલર લાગેલો હતો. ટેરેસ ગાર્ડન તો જાણે તેના હોવાથી જ વધુ સુંદર લાગી રહ્યું હતું.. અને અચાનક વિશ્વા પાછળ ફરવા જાય છે ત્યાં જ તેના હાથની કલર ટ્રે વિવાન પર ઢોળાઈ જાય છે. અને વિશ્વા અને વિવાનની ઉપર કલર લાગે છે.. બે મિનિટ માટે વિશ્વા વિવાનના હાથમાં હોય છે.અને તેના ચહેરાને જોઈ રહ્યો હોય છે...           

          તરત વિશ્વા બોલી.. " I am sorry sorry sorry " મને ખબર જ ના હતી તું મારા પાછળ છે..

વિવાન : " it's ok mam even I am sorry " કે હું પાછળ આવીને ઉભો રહી ગયો બોલ્યો નહીં... by the way મેમ painting ખુબ જ સરસ કરો છો..

વિશ્વા : કઈ નઈ આ તો બસ ક્યારેક કરી લઉં છું શોખ છે તો.. by the way .. તું આજે અહીંયા ક્યાંથી.. ?

વિવાન : હા આ ફાઈલ આપવાની હતી તો...

વિશ્વા : પણ એ તો કાલે ઓફિસમાં પણ આપી શકતો હતો ને ?

વિવાન : હા પણ મેમ્ હું બે-ત્રણ દિવસ માટે ઓફિસ નહિ આવી શકું ..

વિશ્વા : ઓહ.. કેમ ?

વિવાન : actually મારા દાદી થોડા બીમાર છે. અને મને યાદ કરે છે. તો મળવા જવું છે..

વિશ્વા : ઓહ ..ok..

વિવાન: by the way આજે મૌસમ ખુબ સરસ છે ને ..? 

વિશ્વા : હમમ..

ત્યાં રાધિકા આંટી ચા નાસ્તો લઈને આવે છે. અને વિવાનને કહે છે " હા મોસમ તો ઘણું સરસ છે. પણ મોસમની મજા માણતા પણ આવડવું જોઇએ ને..!"

વિવાન : હા તે પણ છે આંટી.. 

રાધિકા આંટી : ( અને પછી રાધિકા આંટી વિવાનને સાઈડમાં લઈ જતાં ધીમેથી કહે છે. ) વિવાન આજે તું શું કરે છે ?

વિવાન : કંઈ નહિ આજે તો બસ ફ્રી જ છું .

રાધિકા આંટી : તો એક કામ કર. તું વિશ્વાને લઈને આજે ક્યાંક ફરી આવ.  તેનું મગજ ફ્રેશ થઈ જશે. બાકી તો તે હમેશા કામ કામ જ કર્યા કરતી હોય છે.. અને તેમ કહી વિવાનના હાથમાં વિશ્વાની ગાડીની ચાવી આપી દે છે..

વિવાન : Ok પણ શું મેમ આવશે ખરી..?         

               શું વિશ્વા વિવાન સાથે ફરવા જવા માટે રાજી થશે..વધું જોઈશું હવે આવતા ભાગમાં..           

                      ત્યાં સુધી વાંચતા રહો ખુશ             

                      રહો સ્વસ્થ રહો મસ્ત રહો                                                 ધન્યવાદ .. 🙏😊