My home is my destiny. - 12 in Gujarati Motivational Stories by Dhamak books and stories PDF | મારુ ઘર, મારી નિયતિ છે - 12

The Author
Featured Books
Categories
Share

મારુ ઘર, મારી નિયતિ છે - 12

મીરા તૈયાર થઈને નીચે આવતી હોય છે. ત્યાં તેને ફોન આવે છે. મીરા ફોન ઉપાડે છે તો સામે આકાશ બોલતો હોય છે.

આકાશ મીરાને કહે છે, "મીરા, મારે તને મળવું છે."

મીરા ના પાડે છે, "હું તને મળી શકું તેમ નથી."

પણ આકાશ માનતો નથી અને મીરાને કહે છે, "હું અહીં વસ્તીમાં જ છું. તું ગમે તે બહાનું કરીને આવ અને મને મળ. તારા મમ્મીએ મને જરૂરી વાત કરવા મોકલ્યો છે."

મીરા આકાશને કહે છે, "હું કોશિશ કરું છું. હું તને ફોન કરીશ, અત્યારે તું ફોન મૂક."

મીરા આ વાત કેસીને કરે છે. કેસી કહે છે, "અહીં આપણને બધા ઓળખતા હોય છે એટલે હું તારી સાથે આવીશ તો કોઈ શંકા નહીં કરે અને હું તને જાણ પણ કરી શકીશ."

બંને ઘરની બહાર નીકળે છે. આકાશ એક બાજુ ટેલિફોન બૂથ પાસે ઊભો હોય છે અને મીરા તેને મળવા જાય છે.

આકાશ કહે છે, "મીરા, આપણે બંને લંડન જતા રહીએ. તારે બિલકુલ ડરવાની જરૂર નથી. તારા મમ્મી ત્યાં આપણને બધી સગવડતા કરી આપશે. મીરા, તું ખાલી તારો પાસપોર્ટ અને તારી બેગ લાવજે અને એરપોર્ટ પર આવી જજે. હું તને કહીશ ત્યારે તારે આવવાનું છે."

હજી એટલી વાત પૂરી થતી નથી ત્યાં બીજી શેરીમાંથી માનવ આવતો દેખાય છે. કેસી મીરાને કહે છે, "માનવ સામેથી આવી રહ્યો છે."

મીરા આકાશને જવાનું કહે છે. પછી મીરા માનવ આવતો હોય છે તે શેરી તરફ વળે છે. માનવ કહે છે, "ચાલ, આ ગાડીમાં બેસ. હું તને કોલેજે મૂકી જાઉં. તારી પરીક્ષા માટે મોડું થાય છે."

આ બાજુ આકાશ માનવ તેને જોઈ ન જાય એટલે ગાડી ફૂલ સ્પીડમાં તેની પાસેથી કાઢે છે. માનવ ફૂલ સ્પીડમાં પાસેથી નીકળતી ગાડી જોતા બોલે છે, "કેવા કેવા આવે છે આપણી શેરીમાં! ગાડી જોઈને ચલાવતાય નથી."

મીરા ગભરાઈ જાય છે અને માનવને કહે છે, "ચાલો, મોડું થાય છે."

પછી માનવ મીરાને લઈને કોલેજ પહોંચે છે. મીરા ગાડીમાંથી ઊતરીને જતી હોય છે ત્યારે માનવ કહે છે, "મીરા, બેસ્ટ ઑફ લક! તારી પરીક્ષાનું પેપર સારું જાય. હું તને પાછો લેવા આવીશ."

મીરા ના પાડે છે, "હું મારી મેળે આવતી રહીશ. મને ઘર ક્યાં છે તે ખબર છે."

પણ માનવ કહે છે, "હું તને લેવા આવીશ."

મીરા કોલેજમાં જતી રહે છે.

મીરા પરીક્ષામાં ફટાફટ પેપર લખી અને તેની મોમના ઘરે જાય છે. મોમ (વિજયા) મીરાને કહે છે, "તેં શું કર્યું? હજી કાંઈ બગાડ્યું નથી. તું આકાશ સાથે લંડન જતી રહે અને ત્યાં તારી ડિગ્રી પૂરી કરી લેજે."

મીરા કહે છે, "મોમ, હું ક્યાંય જવાની નથી. મારી જવાબદારી મારી મમ્મી પ્રત્યે છે તે હું નિભાવવાની છું. અહીં જ મારી સ્ટડી પૂરી કરીશ અને મારા મમ્મી-પપ્પાનું પણ ધ્યાન રાખીશ. તમે ચિંતા કરશો નહીં. હું તમને મળવા આવતી રહીશ."

વિજયાબેને મીરાનો બધો સામાન બાંધી અને તૈયાર રાખેલો હોય છે તે મીરાને આપે છે અને કહે છે, "આમાં તારા કપડાં, તારી બુક્સ, તારો બધો જરૂરી સામાન સૂટકેસમાં છે જે તને કામ આવશે અને આ લે તારા ક્રેડિટ કાર્ડ અને પૈસા છે. આ ગાડીની ચાવી તું રાખ. બસમાં ન જતી, કાર લઈને જજે."

ત્યાં ધનરાજ ઘરમાં આવે છે અને મીરાને જુએ છે. ધનરાજ મીરાને પૂછે છે, "હવે શું કામ આવી છો? હવે તારું શું કામ છે?"

વિજયાબેન ધનરાજને શાંતિ રાખવાનું કહે છે અને કહે છે, "હું મારી દીકરી માટે જેટલું કરું એટલું ઓછું છે. આ બધું જ એનું છે. તમે આમાં વચ્ચે પડતા નહીં."

મીરા ઊભી થઈ જાય છે અને કહે છે, "મોમ, મને બહુ મોડું થાય છે. હું જાઉં છું."

મીરા સામાન લઈ અને બહાર નીકળે છે. વિજયા મીરાના હાથમાં ગાડીની ચાવી અને ક્રેડિટ કાર્ડ અને પર્સ આપે છે, પણ મીરા વિજયાબેનનો હાથ પકડી અને કહે છે, "મોમ, હવે હું મોટી થઈ ગઈ છું. હું મારી જવાબદારી ઊપાડી શકું એમ છું. હવે મારા લગ્ન થઈ ગયા છે. તમે બિલકુલ ચિંતા કરશો નહીં. મારે રૂપિયાની કે ક્રેડિટ કાર્ડની જરૂર નથી."

એમ કહી અને મીરા વિજયાને ભેટે છે અને પછી સૂટકેસ હાથમાં લઈ જતી રહે છે. મીરા પોતાના ઘરની ગલીના ઝાડ પાસે ઊભી રહી જાય છે અને રોવા લાગે છે. તેને તેની સામે નાનપણની મીરા ઊભી દેખાય છે. તેને સમજાતું નથી કે શું કરવું અને શું નહીં.

એટલી વારમાં પાછળથી એક હાથ આવી અને મીરાના ખભા પર કોઈ મૂકે છે. મીરા હેબતાઈને જુએ છે તો પાછળ માનવ ઊભો હોય છે. મીરા માનવને ખીજાય છે અને રોતા રોતા કહે છે, "તમે મારો પીછો કરો છો? મેં તમને કીધું ને કે હું મારી રીતે આવી જઈશ."

માનવ કંઈ બોલતો નથી પણ મીરાની સૂટકેસ અને બીજો સામાન ગાડીમાં મૂકે છે અને કહે છે, "ચાલ ઘરે."

મીરા આંસુ લૂછતા કહે છે, "મારે નથી આવવું."

માનવ મીરાને ગાડીમાં બેસાડે છે. મીરાનું રોવાનું બંધ થતું નથી. માનવ સમજે છે અને વિચારે છે કે કાલ સાંજથી ભૂખી છે અને આજે સવારે પણ કંઈ ખાધું નથી. અત્યારે સાંજ પડી ગઈ છે. હવે તો તેને ભૂખ લાગી હશે પણ બોલશે નહીં એટલે માનવ ગાડી પોતાની ફેવરિટ જગ્યાએ ઊભી રાખે છે – દરિયા કિનારા પાસે, જ્યાં તે કાયમ નાસ્તો કરવા જતો હોય છે. ત્યાં તે મીરાને લઈ જાય છે.

માનવ ગાડી ઊભી રાખે છે અને પૂછે છે, "ચાલ મીરા, આપણે નાસ્તો કરી લઈએ."

મીરા કહે છે, "અત્યારે તને નાસ્તો કરવાનું કેમ સૂઝે છે? મને ભૂખ નથી લાગી."

માનવ કહે છે, "કાંઈ વાંધો નહીં, મને તો બહુ ભૂખ લાગી છે. હું તો અહીં હંમેશા વેજ સેન્ડવીચ અને પીઝા ખાવા આવું છું. ખૂબ જ ટેસ્ટી બનાવે છે. તને પણ ભાવશે. ચાલ મીરા..."

પણ મીરા રોતા રોતા ના પાડે છે. માનવ કહે છે, "કોઈ વાંધો નહીં." એમ કહીને તે સેન્ડવીચવાળા પાસે જાય છે અને માનવ બે સેન્ડવીચનો ઓર્ડર આપે છે અને ત્યાં ખુરશી ટેબલ ઉપર બેસે છે અને દરિયા કિનારે દરિયાના મોજાને જોતો હોય છે. મીરા ગાડીમાંથી જોતી હોય છે. તે કારનો ડોર ખોલવાની કોશિશ કરે છે પણ માનવની નજર મીરા પર જતા મીરા પાછો ડોર બંધ કરી દે છે. માનવ કારનો ડોર દૂરથી લૉક કરી નાખે છે. મીરા પાછો ડોર ખોલવાની કોશિશ કરે છે તો ડોર ખુલતો નથી. મીરાને માનવ ઉપર ગુસ્સો આવતો હોય છે, "એક તો મને ભૂખ લાગી છે અને પોતે ઇડિયટની જેમ એકલો એકલો ખાય છે. મેં કાલનું કંઈ ખાધું નથી અને મને પૂછતો પણ નથી અને ઉપરથી મને લૉક કરી દીધી છે." મીરાને પાછું રોવું આવે છે.

માનવ મીરા સામે જુએ છે. મીરા ઇશારાથી માનવને કહે છે કે ડોર લૉક છે. માનવ લૉક ખોલી નાખે છે. મીરા કારમાંથી બહાર આવીને માનવની સામે બેસે છે. માનવ સેન્ડવીચની ડીશ મીરા સામે રાખે છે પણ મીરા માનવ સામે જોઈ મોઢું બગાડે છે. માનવ મીરાની ડીશમાંથી એક કટકો ઉપાડીને સોસ નાખી અને ખાતા બોલે છે, "વાહ, મજા આવી ગઈ!" પછી મીરા પણ ખાવા લાગે છે. મીરાને તીખું લાગવાથી માનવ પાણીની બોટલ ખોલી અને મીરાની બાજુમાં રાખે છે. મીરા પાણી પીતા પીતા માનવની સામે જુએ છે. માનવ હસે છે તો મીરાને પણ હસવું આવી જાય છે.

માનવ કહે, "બીજું કાંઈ મંગાવું તારા માટે? કંઈ ખાવું છે?"

મીરા ના પાડે છે, કહે છે, "મારું પેટ ભરાઈ ગયું છે. તારે ખાવું હોય તો મંગાવી લે." એમ કહી અને મીરા કારમાં જઈ અને બેસી જાય છે.

પછી બંને ઘર તરફ જાય છે. મીરા માનવ સામે જોઈ અને વિચાર કરે છે, "હું આટલો ગુસ્સો કરતી હતી તો પણ તે કંઈ બોલ્યો નહીં." માનવ મીરાને ઘરે ઊતારી અને ગેરેજે જતો રહે છે.

શું મીરા માનવને મૂકીને લંડન જશે?

આ પ્રશ્નનો જવાબ જાણવા માટે વાર્તા

આગળ વધારવી પડશે! તો વાટ જો બીજા ભાગની..