માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 1 in Gujarati Fiction Stories by Sahil Patel books and stories PDF | માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 1

Featured Books
  • સૂર્યકવચ

    ​સૂર્યકવચ: કેદીનું સત્ય – તપાસનો નાટ્યાત્મક વળાંક​પ્રકરણ ૧:...

  • ટેલિપોર્ટેશન - 1

    ટેલિપોર્ટેશન: પહેલું સંકટ​આરવની ગાથા (Aarav Ni Gatha)​પાત્ર...

  • એકાંત - 56

    કુલદીપ અને ગીતા એમનાં ઘરેથી ભાગી ગયાં હતાં. ગીતાનાં પપ્પાએ એ...

  • MH 370- 23

    23. દરિયાઈ વંટોળમાંફરીથી કોઈ સીટી વાગી અને હવે તો કેટલાંયે સ...

  • સ્વપ્નની સાંકળ - 1

    અધ્યાય ૧: સ્વપ્નની સાંકળ​રતનગઢ.​સામાન્ય રીતે શાંત ગણાતા આ શહ...

Categories
Share

માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 1

ભાગ 1 : ભગવાન સાથે વાતચીત

 

એક વખત મંદિર માં એક છોકરો ભગવાનની સમક્ષ કંઈક આશ્ચર્યચકિત વાતો કરી રહ્યો હતો , તે ભગવાન સમક્ષ બોલતો હતો કે -

 

" હે ભગવાન ! મને એ નથી સમજાતું કે લોકો કેમ મારા પર હસે છે અને કહે છે કે હું અહીં કઈ પણ કરવા માટે સક્ષમ નથી, હું જાણું છું કે ઘણા મહાપુરુષો ના મત મુજબ અલગ હોવું એ એક સારી બાબત ગણાય છે ; પરંતુ મારા માટે તો એક ભયાનક અહેસાસ જેવું છે , મને કોઈ સમજી શકતું નથી , હું બધાના મનને સમજી જાવ છું , એમના વિચારો ને ઓળખી જાવ છું , હું હંમેશા લોકો ની મદદ કરું છું , ભલે પછી એ લોકો પછી મારી મદદ કરે કે ન કરે , હું ને આપ બંને જાણીએ છીએ કે ઘણા લોકો મારી સાથે દોસ્તી ના નામ પર મારા ગુણો નો ઉપયોગ કરે છે ને એમનું કામ થયા બાદ તો  લોકો મને યાદ પણ નથી કરતા, લોકો કહે છે કે હું ડિપ્રેશન માં છું , હકીકત માં તો ડિપ્રેશન નો અર્થ પણ હું નથી જાણતો , ને તેમાં હું કદી જઈ   શકું ,હે ભગવાન ! કદાચ લોકો ને ઓળખવાની શક્તિ તમે મને આપી હશે , તેથી  વાત જાણવા છતાં કે સામે વાળો વ્યક્તિ ક્યારેય મારી મદદ નહીં કરે આમ છતાં હું એમનો સાથ આપું છું , છેવટે તે લોકો  મારા પર હસી મજાક કરે  , તો એનાથી મારો ગુસ્સો કાબુ માં નથી રહેતો, હું અત્યંત ક્રોધી બનતો જાવ છું .."

 

હજુ વાત પૂરી નહોતી થઈ ત્યાં...

 

ભગવાન સાથે થતી આ વાત એક છોકરી પાછળ ઊભી રહીને સાંભળી રહી હતી અને મલક મલક હસી રહી હતી.

 

પેલો છોકરો તે હસવાનો અવાજ સાંભળી ગયો અને તેની વાત અધૂરી રાખી , તે જાણવા  માટે કે કોણ પાછળ છે ? તે માટે છોકરો પાછળ તરફ ગયો.

 

ત્યાં તેણે એક છોકરી ને જોઈ.

તે  છોકરી એ કહ્યું -

 " તું ખરેખર મહાન માણસ લાગશ "

" આભાર , પણ તમે તો મન માં એમ જ વિચારો છો ને કે આ મૂર્ખ માણસ ની જેમ શું ભગવાન સાથે એકલા એકલા બોલે છે ? " છોકરો બોલ્યો.

 

" ના , ના એવું કશું નથી , તું ખરેખર અજીબ માણસ લાગ્યો , મેં તારી વાતો સાંભળી , તે ખરેખર ઘણું મન માં રાખ્યું છે , તું ગુસ્સા વાળો ન બન , થોડોક સ્વાર્થી બની જા ને જીવન સારી રીતે માણી લે, બીજાની ચિંતા ન કર " છોકરી બોલી.

 

" આભાર , તમારી કિંમતી સલાહ બદલ "

એટલું બોલીને આ બન્ને વચ્ચેની વાર્તાલાપ નો અંત આવ્યો અને છોકરો પોતાના ઘર તરફ જવા રવાના થયો , તે છોકરી એ આપેલી સલાહ વિશે વિચારતો હતો અને ફરી કંઈક પૂછવા માટે પાછળ ફર્યો,

 

પરંતુ છોકરી ગાયબ......

 

જ્યારે છોકરો ઘર તરફ જતો હતો ત્યારે તે પેલી છોકરી ને શોધવા માટે પાછળ ફર્યો પરંતુ તે અચાનક ગાયબ થઇ ગઇ એટલે તે વિચાર માં પડી ગયો કે આ છોકરી આટલા ટૂંકા સમય માં ક્યાં ગાયબ થઈ ગઈ?

 

તેનો એક મિત્ર ત્યાં આવ્યો અને પૂછ્યું, તું અહી શું કરી રહ્યો છે ?

 

" કંઈ નહિ એક છોકરી ને શોધી રહ્યો છું."

 

"હે !!! તું અને છોકરી ને ગોતી રહ્યો છો ! આ તો માનવામાં પણ નથી આવતું !!!! "

 

"અરે એમ નહિ તે અચાનક ગાયબ થઈ ગઈ , હમણાં અહીં જ હતી , તેણી પાસે ઘણું જ્ઞાન છે "

 

"ઓહો એમ, તો એ થોડા સમય માં અહીંથી વળી ક્યાં ગાયબ થઈ જાય ?  તું કદાચ ભાન માં નથી લાગતો, અહીં થી આખો ની સામે કોણ ગાયબ થાય ? " મિત્ર બોલ્યો.

 

પરંતુ પેલા છોકરા ની આંખો એ છોકરી ને જ શોધતી હતી…….