The Man Myth and Mystery - 4 in Gujarati Fiction Stories by Sahil Patel books and stories PDF | માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 4

Featured Books
  • નિર્દોષ - 2

    ​અધ્યાય ૩: શંકાનું બીજ અને બુદ્ધિનો અજવાળ​૩.૧. તર્કની લડાઈ​ઇ...

  • સૂર્યકવચ

    ​સૂર્યકવચ: કેદીનું સત્ય – તપાસનો નાટ્યાત્મક વળાંક​પ્રકરણ ૧:...

  • ટેલિપોર્ટેશન - 1

    ટેલિપોર્ટેશન: પહેલું સંકટ​આરવની ગાથા (Aarav Ni Gatha)​પાત્ર...

  • એકાંત - 56

    કુલદીપ અને ગીતા એમનાં ઘરેથી ભાગી ગયાં હતાં. ગીતાનાં પપ્પાએ એ...

  • MH 370- 23

    23. દરિયાઈ વંટોળમાંફરીથી કોઈ સીટી વાગી અને હવે તો કેટલાંયે સ...

Categories
Share

માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 4


ભાગ 4:  ઓફિસ નું રહસ્ય

ઘરે આવ્યા પછી SK ને થયું કે મારે  હવે ખેરખર બદલવાની જરૂર છે.

તે દિવસ પછી,  SK ઓફીસે જવા નીકળે છે કે જ્યાં તે તાલીમ માટે જોડાયો હતો તેના મિત્રો પણ ત્યાં તાલીમ લઈ રહ્યા હતા.

અચાનક તે એક એવો અનુભવ કરે છે કે જે અનુભવ  તેને મંદિર માં થયેલ પેલી ઘટના વખતે  થયો હતો. તે ત્યારે જ પેલી છોકરી ને જોવે છે કે જે મંદિર માં મળી હતી.

છોકરી તેની પાસે આવે છે અને કહે છે, " મે તમને જોયા હતા, તમે ખૂબ વિખ્યાત મોટીવેશનલ સ્પીકર છો, મે સેમિનાર માં તમારી સ્પીચ સાંભળી હતી ,  તે ખરેખર અદભૂત હતી "

SK તેણી ને ઓળખી ગયો અને મન માં  વિચારે છે કે અથવા  તો તે મારાથી  કંઇક છૂપાવી રહી છે અથવા તો એવું લાગે છે કે મને ચકાસે છે કા સાચું બોલે છે ,  એમ વિચારી ને તેણે પૂછ્યું,

" શું હું તને મૂર્ખ લાગુ છું ? હું જાણું છું કે તું કદાચ સ્પીચ વિશે સાચું બોલતી હોય શકે , પરંતુ તું મને મંદિર વાળી ઘટના થી ઓળખવાનો પ્રયત્ન કરી રહી છો, મે સાચું કહ્યું ને ? "

છોકરી તો આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેના મોઢા માં હાવ-ભાવ બદલી ગયા અને વિચારવા લાગી કે આને મારા મન ની વાત કેમ ખબર પડી ?

તેણીએ કહ્યું -"સોરી, ખરેખર  હું એ બદલ ક્ષમા માગું છું, પણ મેં ક્યારેય એવો માણસ નહોતો જોયો કે જે ભગવાન સામે આ રીતે પ્રોબ્લેમ કહેતો હોય, પણ તમને ખબર કેમ પડી કે હું તમને ચકાસી રહી છું ? એ તો અશક્ય છે ને ??"

"મારા માટે કંઈ અશક્ય નથી SK બોલ્યો.

"ઓહો, સરસ, હું ઊર્જા છું, અહી તાલીમ માટે કામ કરું છું"
અને હું..

" SK, હું ઓળખું છું, મારે તમારી ઓળખાણ ની જરૂર નથી"

"સારું કહેવાય,તો ઊર્જા બહેન હવે તમે તમારા કામે લાગી જાવ , હું નીકળ્યો મારા કામે "

ઉર્જા ને SK બન્ને એક જ જગ્યા એ તાલીમ માં જતા હતા , પરંતુ SK ખૂબ જ ઓછી વાર ત્યાં ગયો હોવાથી તેને નહોતો ઓળખતો.

ડેવિન અને અન્ય મિત્રો પણ ત્યાં તાલીમ માટે આવી પહોંચ્યા. " હેલો  શીન, કેમ છો? "ઊર્જા બોલી.

શીને કહ્યું, બસ મજા માં પરંતુ SK ની સામે પણ ના જોયું.

SK અને શીન બન્ને ખાસ મિત્રો હતા બન્ને પ્રથામિક શાળા થી સાથે હતા પરંતુ હમણાંથી શીન SK સાથે એવો વ્યવહાર કરે કે જાણે એ તેને જાણતો જ નથી, SK સત્ય જાણતો હતો કે તે આવું શું કામ આમ કરે છે અને તેને મિત્ર તરીકે નથી જોતો.

થોડા સમય બાદ મુખ્ય અધિકારી કે જે તાલીમ આપતા હતા તે આવે છે અને હેપીન તથા SK ના કાર્ય વિશે વખાણ કરે છે તથા શીન અને તવંશ પર ગુસ્સે થાય છે અને કહે છે કે તમે બંને મારો સમય ને પૈસા બરબાદ કરી રહ્યા છો ,  તમે મુખ્ય કામ ને બદલે અન્ય કામો માં ધ્યાન આપો છો.

શીન અને તવંશ બન્ને મિત્રો છે અને બન્ને SK ના પણ સારા મિત્રો હતા. બન્ને એવું વિચારતા કે એ બન્ને ખૂબ જ પ્રખ્યાત છે
પરંતુ હકીકત માં બન્ને SK ની સામે ધૂળ બરાબર હતા. ઘણી છોકરીઓ એવું વિચારતી કે બન્ને ખૂબ જ સારા છે અને તેઓ તેમને સમજે છે અને તેમના નજીક ના મિત્રો છે પણ થોડા જ લોકો એવા હતા કે જે  બંને ની હકીકત જાણતા હતા .

SK બન્ને ની હકીકત જાણતો હતો

એવી તો વળી શું હકીકત હશે  ? જે SK જાણતો હતો ?.....