ભાગ 5 : SK ની નબળાઈ - પ્રચંડ ક્રોધ
SK એક હકીકત બન્ને વિશે જાણતો હતો, જો શીન અને તવંશ ની હકીકત નો પર્દાફાશ થઈ જાય તો લગભગ બંનેની બધી વિખ્યતતા ચાલી જાય, પણ આમ છતાં SK તેવું કરતો નહોતો.
શીન ખૂબ જ ગુસ્સે હતો કેમ કે તાલિમ- અધિકારી એ તેને અને તવંશ ને છોકરીઓ વચ્ચે ગુસ્સા માં કહી દીધું અને SK તથા હેપીન ના વખાણ કર્યા, તેના લીધે તેને SK ની ઈર્ષ્યા થઈ, એટલે તે એવું વિચારતો હતો કે મારે છોકરીઓ વચ્ચે જ SK ની આબરૂ કાઢવી જોશે અને તેને મારાથી નીચો સાબિત કરવો પડશે.
બપોર ના લંચ બ્રેક દરમિયાન જ્યારે SK પસાર થઈ રહ્યો હતો ત્યારે શીન એ પોતાનું કામ શરૂ કર્યું, પહેલા તેણે SK ને હલકો માણસ કહી ને ધીમે ધીમે વધુ કહેવાનું ચાલુ કર્યું, સામે પણ SK હતો ને !
તે એવું માનતો હતો કે હું SK વિશે ખરાબ બોલીશ ને SK કંઇ જવાબ નહીં આપી શકે તો હું SK કરતાં શ્રેષ્ઠ છું એવું બધા લોકો માનશે , એટલે તે બસ પોતાની વાતો દ્વારા SK ને નીચો સાબિત કરવાનો પ્રયાસ કરવા લાગ્યો.
પણ , SK ના જવાબ તો તલવાર કરતા પણ તીક્ષ્ણ અને ખૂબ ખતરનાક હોય છે ! તેણે એવો મસ્ત જવાબ એવી ભાષા માં આપ્યો કે શીન ના બધા પ્લાન ની પથારી ફરી ગઈ અને ધાર્યા કરતા ઊંધું થઈ ગયું, ઉલ્ટા ની શીન ની આબરૂ છોકરીઓ વચ્ચે જવા માંડી, આ સાંભળીને શીન હવે સહન કરી શકે એમ નહોતો.
શીન ગમે એમ કરીને હવે SK ને નીચો સાબિત કરવા માગતો હતો, તેથી તેણે અમુક અમુક ખરાબ શબ્દોનો પ્રયોગ ચાલુ કર્યો, SK નો ગુસ્સો ખૂબ વધુ સુધી પહોંચ્યો હતો, તે પોતાના ગુસ્સાને ગમે તેમ કરીને કાબુ માં રાખી રહ્યો હતો ; પરંતુ એમાંય શીન એ આગ માં પેટ્રોલ નાખવા જેવું કામ કર્યું , તેણે SK ને મારવાનો પ્રયત્ન કર્યો અને તેની કોલર પકડી લીધી, આવું કરીને તેને લાગતું હતું કે છોકરીઓ સામે તે SK ને નીચો બતાવી શકશે, ને બધાને લાગશે કે SK એનાથી ડરે છે , આમ તે પોતાનો રોફ જમાવી રાખશે.
પરંતુ SK નો ગુસ્સો આસમાને પહોંચી ગયો હતો.
અચાનક જ બધા લોકો ત્યાં આવી પહોંચ્યા હતા,
ખૂબ જ ભયંકર દ્રશ્ય ઓફિસ માં ઉભું થઈ ગયું, ડેવિન અને બીજા લોકો પણ આવી ગયા તેઓ શીન ને વારંવાર ના પાડતા હતા કે SK ની સામે આ ભૂલ ના કર છતાં શીન માનવા માટે તૈયાર નહોતો , તેણે કોલર પડકી હતી ત્યારે જ SK એ કહ્યું કે તું શાંતિ થી આ બધું બંધ કરી દે ,પણ શીન તો પોતાનો રોફ જમાવવા માગતો હતો , તેણે SK ને એક ઝાપટ મારી, પછી તો શું થાય , જેમ જંગલ માં તમે શાંત સિંહ ને સળી કરો આ તો એવું થયું.
"અરે!!!....આને કોઈ ઊભો કરો શું થયું આને ? કેમ પડી ગયો અચાનક ?? આ તે શું કરી નાખ્યું..... આ પડી કેમ ગયો ? "
આખી ઓફિસ માં બૂમાબૂમ થવા લાગી.
SK બોલ્યો- હોસ્પિટલ માં લઇ જાવ ત્યારે ઉઠશે, એમનેમ તો હવે નહીં ભેગું થાય.
SK ના ગુસ્સા વિશે હેપીન અને ડેવિન બન્ને જાણતા હતા અને અત્યારે પણ એ જ થયું SK નો ગુસ્સો એક સીમા પાર કરી ગયો અને તેણે પૂરી તાકાત થી માત્ર એક જ મુક્કો શીન ને માર્યો અને શીન નીચે લોબી માં ઢળી પડ્યો.
ખૂબ શોરબકોર અને અવાજ થતાં મુખ્ય અધિકારી પણ ત્યાં આવ્યા અને કહ્યું.....